મરણ નોંધ

PCC લખેલા Parinitiના હેન્ડબેગની કિંમત જાણો છો

અભિનેત્રી પરિણિતી ચોપરા આમ તો પોતાના ડાઉન ટુ અર્થ એટીટ્યૂડ અમે પ્રમાણમાં નૉન-ગ્લેમરસ લાઈફસ્ટાઈલ માટે જાણીતી છે. ફિલ્મોમાં ઓછી જોવા મળતી પરિણિતી હાલમાં તો પોલિટિશિયન પતિ રાઘવ ચઢ્ઢા સાથે મેરિડ લાઈફ એન્જોય કરી રહી છે.

આ ક્યૂટ કપલ ઘણીવાર એરપોર્ટ તો ક્યારેક કોઈ પાર્ટીમાં જોવા મળે છે. તાજેતરમાં જ પરિણિતી એરપોર્ટ પર જોવા મળી હતી. સિમ્પલ બ્લેક ટર્ટલ નેટ ટીશર્ટ અને ફ્લેયર્ડ બ્લેક પેન્ટમાં પરિણિતી સોબર લાગી રહી હતી. આ સાથે તેના શાઈનિંગ હેર તેના લૂકને વધારે ક્લાસી બનાવી રહ્યા હતા.

જોકે આ બધા વચ્ચે તેને જોનારા સૌ કોઈની નજર તેના હેન્ડબેગ પર હતી. આ હેન્ડબેગ લાઈટ બ્રાઉન કલરનું હતુ અને તે કસ્ટમાઈઝ્ડ લાગતું હતું કારણ કે તેના પર યેલ્લો કલરથી અંગ્રેજીમાં PCC લખેલું હતુ. જોકે પરિણિતીના ફેન્સે વધારે દિમાગ ચલાવવાની જરૂર ન પડી કારણ કે આનો મતલબ સાફ હતો પરિણિતી ચોપરા ચઢ્ઢા. પણ આ બેગનો ભાવ સાંભળીને ફેન્સનું દિમાગ ખરેખર ચક્કર ખાઈ ગયું હતું. આ હેન્ડબેગ Tod’s Di Bag in Leather large નું હતું. અને બેગની કિંમત 3587 યુએસ ડોલર એટલે કે રૂ. 2.97 લાખ જેટલી છે.

સામાન્ય માણસ માટે તો આ ચોંકાવનારી વાત જ છે, પણ હવે ભઈ એ પોતે છે અભિનેત્રી, પાછી બિઝનેસ મેન અને પોલિટિશિયનની પત્ની એટલે એની માટે આ કંઈ મોટી રકમ નથી.

સંબંધિત લેખો
Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button