મરણ નોંધ

હિન્દુ મરણ

હાલાઈ લોહાણા
મૂળ કુતિયાણા (જિલ્લો પોરબંદર)ના ગુણવંતીબેન જયંતીલાલ સોમૈયા (ઉ. વર્ષ 93)નું સોમવાર, તા. 15-4-24ના અવસાન થયું છે. તેઓ સ્વ. રોહિતભાઈ, સ્વ. પલ્લવીબહેન, કિરીટભાઈ અને ધવલભાઈના માતૃશ્રી. ત્રિભુવનદાસ દામજી સોમૈયાના પુત્રવધૂ અને મણીબેન હરિદાસ રાયચુરા તથા હરિદાસ ભગવાનજી રાયચુરાના પુત્રી. તેઓ જાનવી સુશીલ શેટ્ટી તથા નીલ સોમૈયાના દાદી તેમ જ ડૉ. મેઘા સોમૈયા અને હર્ષા સોમૈયાના સાસુ. તેઓ સુશીલ શેટ્ટી અને દિવ્યા નીલ સોમૈયા દાદી સાસુ.
ઈડર દરજી સમાજ
સાવલવાડ, તા.- ઈડર નિવાસી જતીન જરીવાલા (ઉં. વ. 51) તે સૌ. મમતાના પતિ. તે કરણના પિતાશ્રી. તે કમલેશ-અર્ચનાના ભાઈ. તે ચંદ્રીકાબેન વસંતભાઈ દેવચંદભાઈ જરીવાલાના પુત્ર 8-4-24ના મુંબઈમાં શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા 18-4-24, ગુરુવારે 4થી 5, બ્રહ્મક્ષત્રિય સોરઠિયા વાડી, પાંજરાપોળ ગલી નં. 3, સી.પી. ટેન્ક, મુંબઈ-400004.
ઘોઘારી દશા દિશાવળ
સ્વ. સાવિત્રીબેન વ્રજલાલ મહેતાની પુત્રી અ. સૌ. સુધાબેન અનિલ કાનાણી (ઉં. વ.78) તા. 14-4-24ના રવિવારે મુંબઇ મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે ફાલ્ગુન, રચના પારેખના માતુશ્રી. તે ફાલ્ગુની તથા રોનકના સાસુ. તે રિશાન તથા મીરાંશના દાદી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. મણીબાઇ શીવજી ભવાનજી ઠક્કરના નાના પુત્ર ડોલર શીવજી (ઉં. વ. 67) ગામ ભુજ હાલ મુલુંડ તે ગં. સ્વ. પ્રતીમાના પતિ. તે લક્ષ્મીબેન શામજી મડિયારના નાના જમાઇ. તે જાદવજી મોનજી સેજપાલ ભુજવાલાના દોહિત્ર. તે સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. પ્રભુદાસ દેવેન્દ્રભાઇ ધીરજ, અનુસ્યાબેન જદેેન્દ્રભાઇ તથા સુશીલાબેન મહેન્દ્રભાઇ આઇયાના નાના ભાઇ. તે સ્વ. નિર્મળાબેન, સ્વ. દમયંતીબેન હસુમતીબેન તથા તરલીકા (રમા)ના દેર, તા. 13-4-24ને શનિવારે શ્રીરામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર તા. 16-4-24 ટા.5થી 7. ઠે. ગોપુરમ ડો. આર. પી. રોડ, કૃષ્ણ સરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (વે). લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
લંગાળાવાળા (હાલ કાંદિવલી) ગં. સ્વ. પ્રભાવતીબેન હરકીસનદાસ પરષોતમ મોદી (ઉં. વ. 83) તા. 14-4-24ના શ્રીજીચરણ પામેલ છે. તે હરેશ, પરેશ, જયેશ, વર્ષા, સ્વ. હર્ષા, કુસુમ (કવીતા) ક્રિષ્ણાનાં માતુશ્રી. તે વિણા, રશ્મી, તેજલ, સ્વ. અશ્વીનકુમાર, વિજયકુમાર, નિતીનકુમાર, જતીનકુમારનાં સાસુ. તે સ્વ. લાભુબેન વેણીલાલ મહેતા, સ્વ. ચંપાબેન હરજીવનદાસ, સ્વ. નવીનભાઇ, વસંતભાઇના ભાભી. તે ભાડવાકીયાવાળા સ્વ. નરોતમદાસ વનમાળીદાસ મોદીનાં દીકરી. તે રોનક, મિત્તલ, પાર્થ, રીમા, ધીર, હર્ષ, કુશલ, સ્મીત, કીયાનનાં દાદી. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. 18-4-24ના 4થી 6. ઠે. હાલાઇ લોહાણા બાળાશ્રમ હોલ, અતુલ ટાવરની બાજુમાં, મથુરાદાસ રોડ, કાંદિવલી (વેસ્ટ).
હાલાઈ ભાટિયા
સ્વ. નિમિતા સંપટ વીરજીયાણી (ઉં. વ. 58) ધીરેન ગોકલદાસના ધર્મપત્ની. સ્વ. વસંતબેન ગોકલદાસ તથા જયવંતી નરોત્તમના પુત્રવધૂ. સનિલ તથા ઉચિતાના માતુશ્રી અને સૌ. વિધિના સાસુમા. જયશ્રી અને અંજનાના ભાભી. સ્વ.મૃદુલા હરેન્દ્ર કજરિયાના સુપુત્રી તા. 13-4-24ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ ભાટિયા
જામ ખંભાળિયા, હાલ કાંદિવલી, રવિન્દ્ર (ઉં. વ. 73), તે સ્વ.પુષ્પા પુરષોત્તમ આશરના સુપુત્ર. જયશ્રીબેનના પતિ. સ્વ. મીનાક્ષી મથુરાદાસ નેગાંધીના જમાઈ. મંજરી તથા ધ્રુવના પિતાશ્રી. સ્વ. પ્રતાપભાઈ, મહેન્દ્રભાઈ, ગં.સ્વ.જ્યોતિબેન, સ્વ. ઈન્દુબેન તથા સ્વ. રશ્મીબેનના ભાઈ. ધર્મેશ તથા મેઘનાના સસરા તા. 14-04-2024ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. 16-04-2024ના 05:00 થી 06:30 લોહાણા મહાજન વાડી, એસવી રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
મુળ ગામ જામ-જોધપુર હાલ પંજીમ ગોવા નિવાસી શ્રીમતી લીલાવતીબેન રાજાણી (ઉં. વ.86) તે ધીરજલાલ દામોદર રાજાણીના ધર્મપત્ની, રાજકોટ નિવાસી સ્વ. મુકતાબેન કલ્યાણજીભાઇ ભરાણીયાના પુત્રી. ચેતના સુનીલ માખેચા, હરીશ, મનોજ તેમજ વર્ષા અશોક હંસરાજના માતુશ્રી. શર્મીલા, નીતાના સાસુમા. મનહરલાલ દામોદર અને નિરંજનાબેન મનહરલાલના ભાભી. અર્જુન, રિચા, શ્વેતા, આંકન, ધ્રુવ, સ્તુતિ, હર્ષ, રાહુલ મોનાલી, મનસા, હેમના જય, સોનક, જયનિક, વેદ, ઝિયન, યુવેન, ધેયા, અથર્વના દાદી/નાની તા. 14/04/2024ના પણજી ગોવા મુકામે શ્રીજીચરણ પામ્યાં છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી રાજગોર
ગામ ફરાદીના હાલે ભાઈંદર સ્વ. મણિશંકર તુલસીદાસ પેથાણીના પુત્રવધૂ. ગં. સ્વ. જાનકીબેન જયંતીલાલ (ઉં. વ. 67) તા.14/4/2024 રવીવારના રામશરણ પામેલ છે.તે સ્વ. શામાબાઈ ભાણજી મોતા ગુંદિયાળીના પુત્રી. તે સ્વ.કેશવજી તુલસીદાસ, સ્વ.મુરજીભાઈ તુલસીદાસ, રમણીકભાઈ દયારામના ભત્રીજાવહુ. સ્વ.જયાબેન, અ.સૌ.આશાબેનના જેઠાણી. કાંતિલાલ અને સ્વ.નરેન્દ્રભાઈના ભાભી. નિલેશ, દિપક, દીપ્તિ, મનીષાના માતૃશ્રી. નીતાબેન,નિરાલીબેનના સાસુ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર
બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button