મરણ નોંધ

હિન્દુ મરણ

ગં. સ્વ. લીલાવતીબેન રામાણી (ઉં. વ.72) તા. 23-12-23ના શનિવારના શ્રીજીચરણ પામેલ છે. ગામ ખારોઇ, હાલે ડોમ્બિવલી તે સ્વ. જયંતીલાલ મેઘજીભાઇ રામાણીનાં ધર્મપત્ની. તે સ્વ.મેઘજીભાઇ મોરારજીભાઇના પુત્રવધૂ. તેમ જ સુરજીભાઇ પ્રાગજીભાઇ રતાણીના સુપુત્રી. તે સ્વ. વસંતભાઇ, સ્વ. મહેન્દ્રભાઇના ભાભી. સ્વ. વિમળાબેન, વિજયભાઇ, મનોજભાઇ, સ્વ. ભારતી રમેશભાઇ નાથાણી, વર્ષા અશોક જોબનપુત્રા, કુંજન શંકરલાલ જોબનપુત્રાના માતુશ્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-12-23ના મંગળવારના 4થી 6. ઠે. શ્રી સ્વામિનારાયણ મંદિર, રાજાજી રોડ, ડોમ્બિવલી (ઇસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
કોળી પટેલ
ગામ એરુ હાલ જોગેશ્વરીના સ્વ. નાનુભાઈ મોરારજી પટેલના ધર્મપત્ની. ગં.સ્વ. ગંગાબહેન નાનુભાઈ પટેલ (ઉં. વ. 85) તા. 23-12-2023ના દેવલોક પામ્યા છે. તે સ્વ. કિશોર, અશોક, રંજન, વર્ષાના માતાશ્રી, તે જગુભાઈ, સ્વ. કીર્તિ, કાંતા અને જયશ્રીના સાસુ. તે મયંક, રજની તથા હેતલના દાદી, તે નીકિતા, કાજલ, હરેન અને જાગૃતિના નાની, પ્રિયાંશીના પરદાદી. તે ખ્રિશા અને ખુશીના પરનાની. એમનું બેસણું બુધવાર 27-12-2023ના 2.00 થી 4.00. પુષ્પાણી: બુધવાર 3-1-2024ના 2.00 થઈ 4.00. નિવાસસ્થાને રાખેલ છે. હરિહર સોહનસિંગ ચાલ, રૂમ નં.2, પ્રતાપ નગર, જોગેશ્વરી (પૂર્વ), લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
અ. સૌ. અરૂણા માણેક, (ઉં. વ. 71) ગામ અંજાર, હાલ ચેમ્બુર, મુંબઈ તે ડૉ. ભરત મંગલદાસ નથુભાઈ માણેકના ધર્મપત્ની. સ્વ. નર્મદાબેન અને સ્વ. કાંતિલાલ દલાલની પુત્રી. તે મહાલક્ષ્મી રમેશ ઠક્કર, સુરેન્દ્ર, સ્વ. ભરત, જ્યોતિ ભુષણ વાધવાની બહેન. રાહુલ, હાર્દિકના માતા. સંહિતા, આશિમાની સાસુ. મંજૂલા ધીરજલાલ સેઠીઆ, મંજુલા રમેશ અને સોનલ કમલ માણેકના ભાભી તા. 23-12-23ના રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-12-23ના ચેમ્બુર જીમખાના (ફેઝર), રોડ નં. 16, ચેમ્બુર ખાતે 4 થી 6. લૌકિક રિવાજ બંધ છે.
દશા સોરઠિયા વણિક
પોરબંદર હાલ પૂના સ્વ. દયાકુંવર પ્રાણલાલ ગગલાણીના પુત્ર સુરેશ (ઉં. વ. 77) મંગળવાર, 19-12-23ના શ્રીજીચરણ પામ્યા છે. તે મીનાબેનના પતિ. સ્વ. મનહરલાલ, કિશોરભાઈ, સ્વ. હરીશ તથા સ્વ. મનોરમાબેનના ભાઈ. તે સ્વ. મુળજી પ્રાગજી પારેખના જમાઈ. કૌશિક તથા પ્રીતિના પિતાશ્રી. સ્વ. હરીશભાઈ તથા જીતુભાઈના બનેવી. લૌકિક વ્યવહાર તેમ જ સાદડી પ્રથા બંધ રાખેલ છે.
વૈજાપુર ભાટીયા
પ્રકાશ પાલેજા (ઉં. વ. 63) સ્વ. ભારતીબેન બાબુભાઈ પાલેજાના સુપુત્ર. અ. સૌ. કલ્પના પંકજા, અ. સૌ. પુર્ણિમા યોગેશ અને પંકજ બાબુભાઈ પાલેજાના ભાઈ. યોગેશ ગોકલદાસ સંપટના સાળા. તે જ્યોતિકા ઉજવલાના કાકા. કુણાલ, ચેતન અને નકુલના મામા તા. 24-12-23ના મુંબઈ મુકામે શ્રીજીનાચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-12-23ના 5 થી 7. ગીતા હોલ, સ્ટેશન રોડ, ભાંડુપ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. ભવાનજી મોરારજી કતીરા ગામ કચ્છ ભાડરા, હાલ મુલુંડ નિવાસીની સુપુત્રી અ. સૌ. જયોતિબેન (ઉં. વ. 58) તે નરેશભાઇ લાલવાનીના ધર્મપત્ની. સ્વ. લતાબેન મુલચંદ લાલવાનીના પુત્રવધુ. ચી. ખુશબુ અને ચી. હર્ષના માતુશ્રી. ચિ. વિજયભાઇના બહેન. અ. સૌ. વીણા વિજયના નણંદ. શનિવાર તા. 23-12-23ના કટરા મધ્યે શ્રીરામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. 26-12-23ના 5થી 5.30. ઠે. ગુરુ નાનક સચખંડ દરબાર યુથ સર્કલ, મુલુંડ કોલોની, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
નાગરદાસ વિશ્રામ મજીઠીયા (ઉં. વ. 96), મૂળ ગામ જામસલાયા, હાલ મુંબઇ, ગો. વા. જકલબાઇ (ઝવેરબેન) અને ગો. વા. વિશ્રામભાઇના પુત્ર. શાન્તાબેનના પતિ. ગો. વા. રમણદાસ, ગો. વા. વિઠ્ઠલદાસ (બાબુભાઇ)ના ભાઇ. ઉત્સવ, રસિક, અમૂલ, જમનાદાસ (જેડી), અ. સૌ. કમલ શૈલેષકુમાર બાટવિયા, ગં. સ્વ. ચંદ્રિકા હેમંતકુમાર ડોકટર (ખાલપાડા)ના પિતાશ્રી. જામકલ્યાણપુરવાળા સ્વ. લીલાધર ગોરધનદાસ ભાયાણીના જમાઇ. સોમવાર તા. 25 ડિસેમ્બરના ગૌલોક વાસ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા બુધવાર, ડિસેમ્બર 27, 23ના 10થી 11.30, ઠે. હાલાઇ લોહાણા બાળાશ્રમ, અતુલ ટાવરની બાજુમાં, મથુરાદાસ રોડ એકસટેન્શન, કાંદિવલી (વેસ્ટ).
હાલાઈ લોહાણા
ચિ. પારુલ (ઉં.વ. 66) તે સ્વ. જ્યોત્સનાબેન રસીકલાલ સામાણીના પુત્રી સોમવાર, તા. 25-12-23ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. રીટાબેન ચંદ્રકાંત કાનાબાર અને મેઘાબેન શૈલેશકુમાર વીઠલાણીના બેન. કેતન, નીલેશ, કલ્પેશ તથા લીનાની બેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છ વાગડ સાત ચોવીસી
ગામ લાકડીઆ હાલ દાદર નાનાલાલ ઘેલાભાઈ કૂબડીઆ (ઉં. વ. 89) તે સ્વ. ચંદનબેનના પતિ, હિમાંશુ, શ્રેયાંશ, શ્રેયશીના પિતા. નિધિ, જીમિષા, કલ્પિત, નીરવના દાદા. સ્વ. કાંતિભાઈ, સ્વ. દિપચંદભાઈ, સ્વ. ડાહીબેનના ભાઈ. પ્રભુદાસ કરશનદાસ વસાના જમાઈ. 23/12/23 ના રોજ અરિહંતશરણ પામેલ છે. તેમની શત્રુંજયની ભાવયાત્રા 27/12/23 ના રોજ 10 થી 12 કલાકે કચ્છી ગુર્જર વાડી, 26, લક્ષ્મી નારાયણ લેન, માટુંગા સેન્ટ્રલ રેલવે. રાખેલ છે.
લાડ વણિક
ગં. સ્વ. બાલવીબેન ચંદ્રકાંત રેશમદલાલ (ઉં. વ. 98) તેઓ સ્વ. છગનલાલ મોતીરામ પારેખના દીકરી. સ્વ. દીપક નટવરલાલ રેશમદલાલ, શ્રીમતી આશા નરેશચંદ્ર મણિયાર, સ્વ. નયના મનિષ શાહના કાકી, કેતકી દીપક રેશમદલાલના કાકીસાસુ. તા. 25/12/2023ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી વણિક બંધુ મંડળ
ડૉ. ચિનુભાઈ દેસાઈ (દહીસર) (ઉં. વ. 89) તા. 21-12-2023ના શ્રીજીચરણ પામ્યા છે. જે સ્વ. મણીલાલ દેસાઈ અને સ્વ. શારદાગૌરીના સુપુત્ર. શ્રીમતી તરલા દેસાઈના પતિ. તથા નિલેશ અને ચંદ્રેશના પિતા. સ્વ. કિશોરભાઈ, સ્વ.મેરૂલતાબેન, સ્વ.નિરંજનભાઈ અને શ્રી દિનેશભાઈના ભાઈ. સ્વ.અરૂણાબેનના દિયર તથા શ્રીમતી મીનાબેન અને શ્રીમતી મયુરીબેનના જેઠ. પ્રાર્થનાસભા તા. 27-12-2023 બુધવાર, મુક્તિ કમલ હોલ, એલ.ટી.રોડ, દહિસર સ્ટેશનની સામે, દહિસર-વેસ્ટ, 5 થી 7.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત