મરણ નોંધ

હિન્દુ મરણ

હાલાઇ લોહાણા
ગં. સ્વ.પુષ્પાબેન (મંગુબેન) અમૃતલાલ નથવાણી (ઉંમર ૯૨) તે સ્વ. અમૃતલાલ વલ્લભદાસ નથવાણીના પત્ની તે સ્વ. બાબુભાઇ વલ્લભદાસ નથવાણી , ગિરધરભાઈ વલ્લભદાસ નથવાણી તેમજ સ્વ. ચુનીલાલ વલ્લભદાસના ભાભી,સુંદરજી મોરારજી ઠકરાર ના દીકરી, તે યોગેશભાઈ અમૃતલાલ નથવાણી, મીનાબેન હરસુખલાલ જોબનપુત્રા, જાગૃતિ જીજ્ઞેશ કાચલિયાના માતુશ્રી, રક્ષા યોગેશ નથવાણીના સાસુ ૨૨ ડિસેમ્બર ૨૦૨૩, શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા ૨૫ ડિસેમ્બર ૨૦૨૩, સાંજે ૪.૩૦ થી ૬.૦૦ શ્રી હાલાઇ લોહાણા મહાજન વાડી, ૧ લે માળે કાંદિવલી (વેસ્ટ).
લુહાર સુથાર
ગામ ભાવનગર હાલ બોરીવલી કેશવલાલ પ્રેમજીભાઈ મકવાણા (ઉ.વ.૯૨) તે ૨૨.૧૨.૨૩ના અક્ષરધામ નિવાસી થયેલ છે. તે મુકતાબેનના પતિ, સ્વ.ચંદુભાઈ, સ્વ.બચુબેન, સ્વ.ચંદનબેન, ગં. સ્વ શારદાબેનના મોટાભાઈ. હસમુખ તથા દમયંતીબેનના પિતા, નીતા તથા દેવેન્દ્રના સસરા, સ્વ. માવજીભાઈ ડાયાભાઈ પરમારના જમાઈ. પ્રાર્થનાસભા ૨૫.૧૨.૨૩ના રોજ ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ
પરજીયા સોની
મૂળગામ ગઢડા સ્વામિના હાલ બોરીવલી ગં.સ્વ ચંપાબેન જમનાદાસ સોની (ધકાણ) (ઉ.વ.૮૬) તે ૨૨.૧૨.૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે કમલેશ, જયેશ, કિરણ, હંસા, લતા, નયનાના માતુશ્રી, સરોજ, હર્ષા, શોભના, સ્વ. હિંમતલાલ સતિકુંવર, દિગંબર ગણેશભારતી, સ્વ. ભાસ્કર સતિકુંવરના સાસુ. સ્વ. અમૃતલાલ આત્મારામભાઈ ધકાણના નાનાભાઈના પત્ની, મનીષ, વિપુલ, પુનિત, ધર્મેશ, રાજ, ઉર્વી સતિકુંવર, રિદ્ધિના દાદી, પિયરપક્ષે અમરાવતી નિવાસી સ્વ. દિવાળીબેન તથા સ્વ. વિઠ્ઠલભાઈ સાર્દુલભાઈ સતિકુંવરના દીકરી. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૫.૧૨.૨૩ના રોજ ૪ થી ૬ કલાકે સોની વાડી, શીમ્પોલી સિગ્નલ, બોરીવલી વેસ્ટ. રાખેલ છે.
હાલાઇ લોહાણા
નિર્મળાબેન જયંતીલાલ કોટેચા (ઉ.વ.૭૫) તે ૨૨.૧૨.૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે કંકુબેન નાથાલાલ મજીઠીયાના દીકરી, સ્વ. જયંતિલાલ લીલાધર કોટેચાના ધર્મપત્ની. કેતન, હિના, નિતેશના માતુશ્રી, રિટા કેતન કોટેચાના સાસુ. પ્રાર્થનાસભા તા. ૨૫.૧૨.૨૩ના ૧૦ થી ૧૨ કલાકે નિવાસ સ્થાન: ૪/બી ગુરુકૃપા, રામગલ્લી, કાંદિવલી વેસ્ટ રાખેલ છે.

મચ્છુ કાઠીયા મોઢ ચાતુર્વેદી બ્રાહ્મણ
ગામ જાલિયા દેવાની હાલ બોરીવલી અરવિંદભાઈ ધીરજલાલ દવે (ઉ.વ.૮૦) ૨૦.૧૨.૨૩ના દેવલોક પામ્યા છે. તે સ્વ. કુસુમબેનના પતિ. સ્વ. જયશંકર ત્રિવેદિના જમાઈ. નિલેશભાઈ. જયેશભાઈ, અ. સૌ. આલ્પાના પપ્પા. અને પ્રતિક હેમંતકુમાર દેસાઇના સસરા, તે ઉમાબેન, અરૂણાબેન, સ્વ. નવીનભાઈ, શરદભાઈ, ઉમેશભાઈ ધીરજલાલ દવેના મોટાભાઈ. પ્રાર્થનાસભા અને લોકિકરિવાજ બંધ છે.
કચ્છી રાજગોર બ્રાહ્મણ
ગામ ભિટારાના હાલ ઘાટકોપર ગં. સ્વ. કંકુબેન વાલજી રામજી માકાણી (ઉં. વ. ૯૪) તે સ્વ. વિશનજી, સ્વ. મેઘજી તથા સ્વ. લક્ષ્મીબેન માવજી મોતા (બાગ)ના ભાભી. પ્રવીણભાઇ વાલજી માકાણી, ગં. સ્વ. શોભાબેન કરશનભાઇ વ્યાસ, જયોતિબેન ભરતભાઇ ગોર (બાવા)ના માતા. જોનિકા, મોનિકા, રિકેશ મોતા, ડીમ્પલ ભાવિન જોશી, કપીલદેવ, કવિતા આનંદભાઇ મહેતા, કૃપાલી પાર્થ શીણાઇના દાદી-નાની. તે ગામ બાગના હાલ માંડવીના સ્વ. જમણાબેન ડોસાભાઇ મોતાના પુત્રી. તે સ્વ. રામજીભાઇ સ્વ. પરસોતમભાઇ, રવિભાઇ, સ્વ. મોંઘીબેન, સ્વ. લક્ષ્મીબેન, ગં. સ્વ. લીલાવંતીબેનના બહેન. તા. ૨૩-૧૨-૨૩ના કૈલાસવાશી થયેલ છે. સાદડી રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
દેસાઇ સઇ સુતાર દરજી
મુંબઇ નિવાસી સ્વ. રમાબેન તથા સ્વ. કાંતિલાલ ઝવેરલાલ દેસાઇ (ગોહિલ)ના પુત્ર ગુણવંતરાય દેસાઇ (ઉં. વ. ૭૮) શનિવાર તા. ૨૩-૧૨-૨૩ના સ્વર્ગવાસ પામેલ છે. તે પ્રફુલ્લાબેનના પતિ. તે કીર્તિકુમાર, વિજયકુમાર, હિતેન્દ્રકુમાર (લંડન), કપિલાબેન કુણાલકુમાર બોર ખતરીયાના પિતા. તે કિશોરભાઇ, સ્વ. ઇન્દુબેન, સ્વ. કુંદનબેનના ભાઇ. તે દક્ષાબેન તથા ઉર્મિલાબેનના સસરા. તેમની સાદડી સોમવાર, તા. ૨૫-૧૨-૨૩ના સાંજે ૫થી ૬.૩૦. ઠે. સંત સાવતા માળી ભુવન, ભાયખલ્લા સ્ટેશનની સામે, ડો. બી. એ. રોડ, ભાયખલ્લા (પૂર્વ) મુંબઇ-૨૭.
કચ્છી લોહાણા
લક્ષ્મીદાસ મોહનજી મજેઠીયા (ઉં. વ. ૭૯) રાધાબાઇ તથા મોહનજી નરસિંહ મજેઠીયા કચ્છ ગામ ટોડીયા હાલ નાસિકના પુત્ર. તે ગં. સ્વ. વિમળાબેનના પતિ. ઉદય, સ્વ. ઉમંગ, ધર્મેશ, તથા વિપુલના પિતાશ્રી. તે કાનજી દેવકરણ કારીયાના જમાઇ. શિલ્પા, કામીની, હિરલના સસરાજી. ડોલી, દિવ્યાંસ, હિત, વંશના દાદાજી તા. ૨૧-૧૨-૨૩ના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૪-૧૨-૨૩ના બપોરે ૩થી ૪-૩૦. ઠે. નીલકંઠ સભાગૃહ બીએપીએસ, સ્વામીનારાયણ મંદિર કેવલીવન પંચવટી નાશિક, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી માહેશ્ર્વરી વણિક
પનવેલ નિવાસી કોમલ હિરેન શાહ (માંડણ) (ઉં. વ. ૪૨) તા. ૨૩-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે હિરેન ધીરજલાલ માંડણના ધર્મપત્ની. જૈનિશના માતુશ્રી. સરસ્વતીબેન ધીરજલાલ માંડણના પુત્રવધુ. હેતલ પ્રકાશ ઠક્કરના ભાભી. પ્રેમલતા પદમશી હીરજી નવધરેની સુપુત્રી. બન્ને પક્ષે પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૫-૧૨-૨૩ના સાંજે ૪થી ૫.૩૦. ઠે. કાળણ સમાજ હોલ, જયેષ્ઠ નાગરિક હોલની સામે, થાણા નાકા રોડ, પનવેલ ખાતે રાખવામાં આવી છે, લૌકિક વ્યવહાર બંધ છે.
શિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારસે બ્રાહ્મણ દિહોર
હાલ અંધેરી નિવાસી પ્રવિણચંદ્ર રસિકલાલ દવે (ઉં. વ.૮૮) જે સરયુબેન દવેના પતિ. અ. નિ. શારદાબેન રસિકલાલ દવેના પુત્ર. હરસુખભાઇ, અ. નિ. ચંદ્રવદનભાઇ, અ.નિ. કોકિલાબેન અરવિંદ દવે, અ. નિ. ઘનશ્યામભાઇના દવેના મોટાભાઇ. અ. નિ. મનોરમાબેન જયંતીલાલ દવેના જમાઇ. અશોક, કૌશિક અને સુરભી કમલેશ દેસાઇના પિતાશ્રી. શ્રી હર્ષા અને આશાના સસરા. જય, ઉમંગના દાદા. જીગર દેસાઇના નાના. તા. ૨૩ના રોજ અક્ષરનિવાસી થયા છે, લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
હળવદ નિવાસી હાલ મુંબઇ અક્ષરનિવાસી ઠાકરશી વ્રજલાલ ગાંધીના ધર્મપત્ની જસવંતીબેન ગાંધી (ઉં. વ. ૮૬) તા. ૨૨-૧૨-૨૩ શુક્રવારના અક્ષરનિવાસી થયા છે. તે સ્વ. જયાબેન જટાશંકર મહેતાની દીકરી. તે હર્ષદભાઇ, અક્ષરનિવાસી વિનોદભાઇ તથા જયોતિબેનના માતુશ્રી. તે આશાબેન, વર્ષાબેન તથા વિનોદકુમારના સાસુ. તે કિંજલ-અમીતકુમાર, ખ્યાતિ-ગોરાંગકુમાર, ભાવિક, યશ, જીનય, જીમીશા તથા પૂજાના દાદી. પ્રાર્થનાસભા લાડવાડી, વી. પી. રોડ, સી. પી. ટેન્કની બાજુમાં, મુંબઇ-૪૦૦૦૦૨, તા. ૨૫-૧૨-૨૩ના ૪થી ૬ કલાકે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે…