મરણ નોંધ

હિન્દુ મરણ

મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડીયા
રસિકલાલ નરસિહદાસ શાહ (ઉં. વ. ૮૩) (મૂળ વતન વડાગામ) હાલ થાણા ૭/૧૨/૨૩ ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર તા. ૧૦/૧૨/૨૩ના ૧૦ થી ૧૨. સેલિબ્રેશન્સ બેન્કવેન્ટ હોલ, અરુણોદય, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, પંચપાખાડી, મોદી હાઉસ પાસે, થાણા (વેસ્ટ) સ્વ. શકુન્તલાબેન શાહના પતિ. સ્વ. વલ્લભદાસ, જયંતિભાઈ, સ્વ. સવિતાબેન સ્વ.કપિલાબેનના ભાઈ. રથિનભાઈ, પ્રણવભાઈ અને રિપલબેનના પિતાશ્રી. અલપાબેન, ડીમ્પલબેન, બિપિનકુમારના સસરા. સ્મૃતિ, રિયા, મનન, ધૃવ, નીલ, જાહ્નવી, નિષિતકુમારના દાદાજી. પિયરપક્ષનું સ્વ.ડો. સી. એમ. શાહ બાયડ બેસણું સાથે જ રાખવામાં આવ્યું છે.
વિશા લાડ વણિક
સુરતના હાલ મુંબઈ ગ્રાન્ટરોડ ઇન્દ્રવદન હીરાલાલ પારેખ (ઉં. વ. ૮૯) તા. ૮-૧૨-૨૦૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે ઉષાબેનના પતિ. ભાવિન, દેવેન, જોગેનના પિતાશ્રી. કૌશલ અને ડો. નિકીના સસરા. ધૈર્ય, આયુષી અને નિધિશના દાદા સ્વ. ઉર્મિલાબેન, સ્વ. અરવિંદભાઈ, સ્વ. ચંદ્રિકાબેન અને સુધાબેનના ભાઈ. નિવાસસ્થાન: ઊનવાલા બિલ્ડીંગ, ગ્રાન્ટ રોડ, મુંબઈ-૭. (લૌકિક વ્યવહાર બંધ છે).
હાલાઈ લોહાણા
કરાચીવાળા, હાલ ઘાટકોપર પુષ્પાબેન (ઉં. વ. ૯૫), તે સ્વ. મગનલાલ કોટકના પત્ની. કંકુબેન ડુંગરશી કોટકના પુત્રવધૂ. સ્વ. જાનુબેન ઈન્દુભાઈ ચંદારાણાના પુત્રી. અરવિંદભાઈ, સ્વ. હરિભાઈ, સ્વ. વિજયાબેન, સ્વ. કાંતિભાઈ, દિલીપભાઈ અને પ્રદિપભાઈના બહેન, મીના રજનીભાઈ ઘેલાણી, ભારતી ભરતભાઈ આણંદવાળા, પ્રિતી દિપકભાઈ શાહ અને નિલેશભાઈના માતુશ્રી. સંધ્યાબેનના સાસુ શુક્રવાર, તા. ૦૮-૧૨-૨૦૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
ખંભાળીયાવાળા (હાલ મુંબઈ, ચીરાબજાર) રમણિકભાઈ કાનજી પંચમતીયા (ઉં.વ. ૮૧) તે ગં. સ્વ. કુમુદબેનના પતિ. પરાગભાઈ, સ્વ. દીપકભાઈના પિતા. અ. સૌ. સીમાના સસરા. સ્વ. નઊથુભાઈ, સ્વ. રમેશભાઈ, ગં. સ્વ. ભાનુબેન કીશ્ર્નાકુમાર કાપડીયા, ગં. સ્વ. હંસાબેન રામદાસ કાપડીયા, ગં. સ્વ. મધુબેન પ્રવિણભાઈ ઠક્કરના ભાઈ. કરાચીવાળા સ્વ. બાબુભાઈના જમાઈ તા. ૮-૧૨-૨૩, શુક્રવારના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. સરનામું: ૧૫ એફ, ૧૬૦ હાલાઈ લોહાણા નિવાસ, શંકરબારી લેન, ચીરાબજાર, મુંબઈ-૨.
ભટ્ટ મેવાડા બ્રાહ્મણ
રાયગઢના હાલ માટુંગા ગીતાબેન રવિન્દ્રકુમાર હરેન્દ્રપ્રસાદ શામળદાસ ઉપાધ્યાય (ઉં.વ. ૬૬) તા. ૭-૧૨-૨૩ના શ્રીએકલીંગજી શરણ થયા છે. તે કુકરવાડાના આશાબેન રમણલાલ શામળદાસ જોશીના પુત્રી. રવિન્દ્રના ધર્મપત્ની. કચ્છ મોટા લાયજાના શિવાની જયોમ, સ્વાતિ મહેશ ગાલાના માતુશ્રી. રૂહનીશ, સોહનીલના નાનીમા. કુકરવાડાના જયમીન, હિમાંશુ, મયુર, જાદરના નીતાબેન ભૂપેન્દ્ર ભટ્ટના મોટા બેન. લૌકિક વ્યવહાર અને બેસણું બંધ રાખેલ છે.
દેસાઈ સઈ સુતાર
ગામ વંડાપીયાવા હાલ ભાયંદર (વેસ્ટ) સ્વ. ઠાકરશીભાઈ અરજણભાઈ રાઠોડના પુત્ર ભરતભાઈ રાઠોડ (ઉં.વ. ૬૭) તા. ૫-૧૨-૨૩, મંગળવારે રામચરણ પામ્યા છે. તે ભારતીબેનના પતિ. રચનાબેનના પિતા. રૂતેશ દુર્વેના સસરા. મનસુખભાઈ, ગં. સ્વ. સવિતાબેન ગીરધરલાલ, મંગળાબેન ચંદ્રકાંતભાઈ, ગં. સ્વ. પુષ્પાબેન કાંતિભાઈ, રસીલાબેન વિઠ્ઠલભાઈના ભાઈ. સ્વ. રામજીભાઈ લાખાભાઈ પરમારના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૦-૧૨-૨૩, રવિવારના ૪ થી ૬ કપોળ વાડી, ગીતાનગર, ફાટક રોડ, ભાયંદર (વેસ્ટ). (લૌકિક પ્રથા બંધ છે.)
હાલાઈ લોહાણા
મેંદરડા, હાલ મુંબઈ (વિલેપાર્લા) સુરેશભાઈ (ઉં.વ. ૭૭) તે સ્વ. મણીબેન અને સ્વ. નાથાલાલ ત્રિકમજી ચંદારાણાના સુપુત્ર. શીલાબેનના પતિ. સમીર, ધવલના પિતા. પૂર્વીના સસરા અને આરનવના દાદા. તે
સ્વ. ભિખાલાલ, ચંદ્રકાંત, ગં.સ્વ. નિર્મલાબેન, સ્વ. ભારતીબેન, ગં.સ્વ. પ્રવિણાબેનના ભાઈ. સ્વ. ગુણવંતીબેન અને સ્વ. ગોપાલદાસ પોપટલાલ લાલના જમાઈ તે ગુરુવાર, તા. ૭-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર રાખેલ નથી.)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ …તો 160થી શરૂ થશે Mobile Number! ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી