હિન્દુ મરણ
કચ્છી લોહાણા
કચ્છ ગામ વિંઝાણ (ભુજવાળા) હાલે મુલુંડ સ્વ. શાંતાબેન હિરજી રૂપારેલના મોટા પુત્રવધૂ. તે સ્વ. રમેશભાઇના ધર્મપત્ની. તે સ્વ. અનુસુયા વિઠ્ઠલદાસ ગણાત્રા ગામ કચ્છ મઉંવાળાની મોટી સુપુત્રી ગં. સ્વ. દિક્ષા (ઉં. વ. ૭૨) તા. ૩-૧૨-૨૩ના રામશરણ પામેલ છે. તે નીતા હિતેશ નાસા તથા રાજેશ અને જીજ્ઞેશના માતા. તથા પ્રીતિ અને પરિતાના સાસુ. પ્રાર્થનાસભા તા. ૫-૧૨-૨૩ના સાંજે ૫-૩૦થી ૭. ઠે. ગોપૂરમ હોલ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, આર. પી. રોડ, મુલુંડ (વેસ્ટ). બૈરાંઓએ તે જ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
પુષ્કર્ણા બ્રાહ્મણ
જામનગર હાલ બોરીવલી સૌ. કલ્પનાબેન ભીખુભાઇ જોશી (ઉં. વ. ૭૪) તા. ૩-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે હરિશંકર બોડાના પુત્રી. કમલકાંતના ધર્મપત્ની. મુકેશભાઇ, સ્વ. હસમુખભાઇ અને યોગેશભાઇના ભાભી. ડોલી, મનોજ, ભરતના માતુશ્રી. સ્નેહા, શશીકલાના સાસુમા. પ્રાર્થનાસભા તા. ૫-૧૨-૨૩ મંગળવારના વર્ધમાન હોલ, એલ. ટી. રોડ, બોરીવલી (વેસ્ટ) સાંજે ૪થી ૬.
હાલાઇ લોહાણા
મૂળ બાલા ગામ હાલ પૂનમનગર અંધેરી સ્વ. વલીબેન પ્રાગજીભાઈ બાટવીયાના પુત્ર જગજીવનદાસ બાટવીયા (ઉં. વ. ૯૧) તે ૨/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. વિજયાબેનના પતિ. મુકુંદ મીના, ભદ્રેશ નીતા, અતુલ ભાવના, સુષ્મા મનોજ ભાવસારના પિતા. સ્વ.વ્રજલાલ, સ્વ. ગોકુલદાસ, સ્વ. કાંતાબેન નંદલાલ અઢિયા, સ્વ. તારાબેન ગીરધરલાલ ખીમાણી, ગં. સ્વ ત્રિવેણીબેન શાંતિલાલ કોટકના ભાઈ. સ્વ. રવજીભાઈ, સ્વ. છોટાલાલ, સ્વ. ભગવાનદાસ અમરશીભાઇ ઠક્કર તથા ગં.સ્વ. પદમાંબેન ધરમશીભાઈ રાડિયાના બનેવી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મોડાસા એકડા દશા ખડાયતા
બાયલ ઢોકરોલા નિવાસી સ્વ. અમૃતલાલ ડુંગરદાસ શાહના ધર્મપત્ની શારદાદેવી શાહ (ઉં. વ. ૯૫) તે હાલ મલાડ મુંબઈ જીતેન્દ્ર, રક્ષા, દીપિકા, ભદ્રેશના માતા. વીણા, રજનીકાંત શાહ, સુહાસ વેલે, મીતાના સાસુ. મિતેષ, દીશ્રા મિતેષ શાહ, રોનક, રિદ્ધિ આકાશ શાહ તથા સિદ્ધિ હર્ષ શાહના દાદી. પિયરપક્ષે સ્વ. ડાહ્યાલાલ તથા સ્વ. ગોરધનદાસ શંકરલાલ શાહના બહેન તે ૧/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે તેમની પ્રાર્થનાસભા ૫/૧૨/૨૩ના ૪ થી ૬ કલાકે સરદાર વલ્લભભાઈ પટેલ હોલ, પહેલે માળે, સીટી સેન્ટર સામે, એસ. વી.રોડ ગોરેગાવ વેસ્ટ.