હિન્દુ મરણ
કચ્છ ગામ ગુઈર હાલે મુલુંડ વિજ્યાબેન જેઠાનંદ દુઆખોભડિયા (ઠક્કર) (ઉં. વ. ૬૯) તે ૧.૧૨.૨૩ના રામશરણ પામેલ છે. તે સ્વ. સાકરબેન જેઠાનંદ દુઆખોભડિયાની સુપુત્રી. તે ગં. સ્વ. ગીતા રમેશ મુડિયા (ગોદાવરી), મીના રવીલાલ ગણાત્રા, શંકર જેઠાનંદ, નરેશ જેઠાનંદના બેન. સ્નેહા જગદીશ, સાગર, કિશન પ્રેરણા, નિહાલના ફઈબા. રાજેશ, બંટી, માયા મુડિયા, નયના નિલેશ કતિરા, નિશા તુષાર પાલણ અને મિત્તલ હસમુખ જૈન, ઉમેશ, કિરણ ગણાત્રાના માસી. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કોળી પટેલ
ગામ ધમડાછા હાલ વિલેપાર્લા તે ગં. સ્વ. મણીબેન છોટુભાઈના પૌત્ર રાકેશ બળવંતભાઈ પટેલ (ઉં. વ. ૪૫) તા. ૧/૧૨/૨૩ શુક્રવારના અવસાન પામેલ છે. તે હેતલના પતિ. આરાધ્યા જિસનાના પિતા. નલીનીબેન બળવંતભાઈના પુત્ર. નયનાબેન વિજયભાઈના જમાઈ (વલસાડ) તેમ જ નયનાબેન હસમુખભાઈ, જ્યોતિબેન દીપકભાઈ, વનિતાબેન રવિન્દ્રભાઈ, ગં. સ્વ. કંચનબેન વિજયભાઈ, સ્વ. મીનાબેન અંબેલાલભાઈ, શોભાબેન અરૂણભાઇના ભત્રીજા. જીજ્ઞેશ, અરૂણા, પ્રગતિ, નીરજ, મોક્ષા, ટીશાના ભાઈ. બંને પક્ષનું બેસણું ૪/૧૨/૨૩ના સોમવારે ૨ થી ૪ રાખેલ છે. પુષ્પાણી ૧૧/૧૨/૨૩ના સોમવારે સાંજે ૪ વાગે રાખેલ છે. રે. ઠે.: રૂમ નંબર ૨૭, પાટીલ વાડી, દયાળદાસ રોડ, વિલેપારલે પૂર્વ. લૌકિક રિવાજ બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
ચંપક કાનાબાર (ઉં. વ. ૯૨) તે સ્વ. કપુરબા અને નાગજીભાઈ કાનાબારના પુત્ર. બુલબુલબેનના પતિ. સ્વ. સવીતાબેન, વિમલાબેન, શરદભાઈ, ભાનુબેન, સ્વ. હેમલતાબેન, ચંદ્રકાંતભાઈના ભાઈ. સ્વ. રસુબેન અને પ્રેમશંકર ભટ્ટના જમાઈ. સમીર, સોનાલી કપીલ, ચારૂ મનીષ, મિહિર અને મુકલના કાકા ૩૦.૧૧.૨૩ના શ્રીજીચરણ પામેલ છે. બેસણું: ૫૧૩ – ૫૧૫, ચંદ્રલોક બી, માનવમંદિર રોડ, મું – ૬.
કચ્છી ભાટિયા
હાલ નવી મુંબઈ નિવાસી ભાનુ સુંદરદાસ લાઈજાવાલા (ઉં. વ. ૮૫) તા. ૧-૧૨-૨૦૨૩, શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. પરષોત્તમ દયાળજી, ગં. સ્વ. શાંતાબેનના પુત્રી. તે સ્વ. તુલસીદાસ ઉદેશી, સ્વ. જયસિંહ ઉદેશી, સ્વ. ચંદુ, સ્વ. બંસરી અને સ્વ. આશાના બેન. તે જશુ અને હેમલતાના નણંદ. તે મીતિન, પ્રતિક, પ્રિયંકા, દિપાલી, નિલેશ, પ્રીતિ, જ્યોતિ, પાયલ, જીગર અને પરેશના ફઈ. પ્રશિવ, નિષ્ઠાની દાદી. લૌકિક વહેવાર બંધ છે.
સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે
ઠાડચ – હાલ વસઈ મુંબઈ સ્વ. શાંતિલાલ અનોપરામ વ્યાસના મોટા દીકરા સ્વ. ભરત શાંતિલાલ (ઉં.વ. ૫૯) તે વિણાબેનના પતિ. કમળેજ નિવાસી રમણીકલાલ દયાશંકર જોષીના જમાઈ. જુની છાપરી કિશોર નાનાલાલ ભટ્ટના ભાણેજ. ઘનસુખ, બલવંતના મોટા ભાઈ. હિરેન, તૃપ્તીના પપ્પા. પંકજ, ચારવીના સસરા તા. ૧-૧૨-૨૩ના રામચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૪-૧૨-૨૩ના સમય ૪ થી ૬, ઘરે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે. સ્થળ: દિવાન ભુવન, એ-૨૦૨, યુનિયન બેન્કની સામે, ગુજરાતી શાળાની બાજુમાં, માણેકપુર, વસઈ (વેસ્ટ).
કચ્છી દશા ઓસવાલ જૈન
ગામ નાની સીંધોડીના સ્વ. ગોવિંદજી ધરમશી (ઉં.વ. ૭૪), તા. ૧/૧૨/૨૩, શુક્રવારના ડોંબિવલી અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. ધનબાઈ દેવશી ધરમશીના પુત્ર. રંજનબેનના પતિ. જયેશ, મીના, શિલ્પાના પિતા. ગીતા, મુકેશ હીરાચંદ દંડ (નલિયા), ધીરજ રાજેન્દ્રના સસરાજી. તેઓ સ્વ. ટોકરશી, સ્વ. માણેકજી, લક્ષ્મીચંદ, હંસરાજ, રતિલાલ, ધનજી, સ્વ. લીલબાઈ હિરજી, સ્વ. સુશીલા મણિલાલ, બાયાબાઇ માણેકજીના ભાઈ. સામાપક્ષે સ્વ. ઠાકરશી હરશી દંડ (પરજાઉ)ના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩/૧૨/૨૩. રવિવારના ૩-૦૦ થી.
સુરત વિશા શ્રીમાળી જ્ઞાતિ જૈન
મુંબઈ નિવાસી સ્વ. જ્યોતિ ઝવેરી (ઉં.વ. ૮૩) તા. ૨૮/૧૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. માનચંદ અમીચંદ ઝવેરીના પત્ની. હિતેશ અલ્પાના માતા. સપના અને શિતલકુમારના સાસુ. મેઘલ પૂજાના દાદી. સાહિલકુમારના દાદીસાસુ. સ્વ. ચીમનલાલ અને પુષ્પાબેન કારાણીના પુત્રી. લૌકિક વ્યાવહાર બંધ છે.
મારવાડી દશા ઓસવાલ
શ્રી હેમંત દિપચંદજી જૈન (ઉમર:૫૮) તે શિલ્પાના પતિ, કૃશાંગ તથા અવિતના પિતા, ચાર્વીના સસરા, સંજય, કુસુમ, લતાના ભાઈ, કે. સી. જૈન લંડન તથા મનસુખલાલ મલ્લેશાના ભત્રીજા. ૩૦/૧૧/૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૪/૧૨/૨૩ ના રોજ સવારે ૧૦ થી ૧૨ કલાકે વર્ધમાન સ્થા જૈન સંઘ, ડાયમંડ ટોકીઝ સામે, એલ. ટી. રોડ બોરીવલી વેસ્ટ રાખેલ છે.
પરજીયા સોની
બગસરા નિવાસી હાલ ભાયંદર સ્વ. મોહનલાલ કેશવજીભાઈ ધકાણના નાનાભાઈ તથા સ્વ. વલ્લભભાઈ કેશવજીભાઈ ધકાણના ધર્મપત્ની ગં.સ્વ હંસાબેન વલ્લભભાઈ ધકાણ તે ૧/૧૨/૨૩ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે જસદણ નિવાસી સ્વ. ભુરાભાઇ ત્રિકમભાઇ થડેશ્વરના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન
મોરબી હાલ ઘાટકોપર સ્વ. સવિતાબેન રસિકલાલ માધવજી શાહના સુપુત્ર શૈલેષ શાહ (ઉં. વ. ૬૧) જે સ્વ. જયેશભાઇ, ભરતભાઇ, જનકભાઇ તથા સ્વ. જયશ્રીબેન દિનેશભાઇ સંઘવીના ભાઇ. જેસિકા, રોનકના મામા. નિશા જનક શાહના દિયર. દેશનાના કાકા. મોરબી નિવાસી મોહનલાલ શીવલાલ મહેતાના ભાણેજ તા. ૧-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
૨૫ ગામ ભાટીયા
ખોખરી ગામ હાલ ઘાટકોપર રેખાબેન દીલીપકુમાર આસરના સુપુત્ર વિરલ (ઉં. વ. ૫૦) તે બેલાબેનના પતિ. ચિ. ઉમંગ, મિલનના પિતા. અરવિંદ મણીલાલ શાહના જમાઇ. હરીશ ભૂદરજી જોશીના ભાણેજ તા. ૧-૧૨-૨૩ના શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી સઇ-સુતાર જ્ઞાતિ
મૂળી હાલ સાયન ઝવેરભાઇ ગોરધનદાસ ચાનપુરા (ઉં. વ. ૮૬) તા. ૧-૧૨-૨૩ના શુક્રવારે અક્ષરનિવાસી થયેલ છે. તે કંચનબેનના પતિ. કિશોર, સંજય, સુનિતા દિપક ચૌહાણ તથા જીજ્ઞાના પિતાશ્રી. સ્વ. અમૃતલાલ, સ્વ. કુસુમબેન રસિકલાલ ચૌહાણના ભાઇ. ભારતીબેનના દિયર. ભાવીની, હેમાલીના સસરા. સ્વ. રંભાબેન ધનજીભાઇ ધંધુકિયાના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૩-૧૨-૨૩ના રવિવારે ૪થી ૬. ઠે. ૨૦૨, બીજે માળે, મુરલીધર મંદિર, રામમિલન શુકલા માર્ગ, સાયન (ઇસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
વાલમ ભાર્ગવ બ્રાહ્મણ
વસો-ભરૂચ હાલ ચર્ચગેટ ગં. સ્વ. હસમનબેન રસીકલાલ ભટ્ટ (ઉં. વ. ૯૩) તા. ૨-૧૨-૨૩ના રોજ ગણેશધામ તરફ પ્રયાણ કરેલ છે. તે સ્વ. રમણબેન વસંતકુમાર પાઠકના પુત્રી. અને સ્વ. કમળાબેન હિંમતલાલ ભટ્ટના પુત્રવધૂ. તે અ. સૌ. મેઘાબેન સિદ્ધાર્થભાઇ પાઠક, અ. સૌ. પ્રીતીબેન સંજયભાઇ જોશી, સ્મૃતિબેન, ડો. મિલિંદભાઇ ભટ્ટના માતુશ્રી. ડો. હીનાબેન મિલિંદભાઇ ભટ્ટના સાસુ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૪-૧૨-૨૩ના ૪થી ૬. ઠે. બજાજ ભવન, નરિમાન પોઇન્ટ રાખેલ છે. લૌકિક રિવાજ બંધ છે.
દશા સોરઠિયા વણિક
જામખંભાળિયા હાલ મુંબઇ કાંતિલાલ નરોતમદાસ ધ્રુવ (ઉં. વ. ૮૬) તે સ્વ. રૂક્ષમણીબેન તથા સ્વ. નરોતમદાસ હરિલાલ ધ્રુવના સુપુત્ર. સ્વ. વીણાબેનના પતિ. સ્વ. અમૃતલાલ રૂગનાથ કુરાણીના જમાઇ. કિરણ તથા તૃપ્તિના પિતાશ્રી. મોનાબેન ધ્રુવ તથા યોગેશભાઇ ગાદીયાના સસરા. રાધિકા નિશાંત ઝવેરી, રાજવી અને યુવરાજના દાદા-નાના તા. ૧-૧૨-૨૩ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
માંગરોળ દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ગં.સ્વ. શોભના ભૂપેન્દ્ર શાહ (ઉં. વ. ૭૬) તે સ્વ. ચુનીલાલ ગિરધરલાલ શાહ (ખાર)ના પુત્રવધૂ. ચિંચણ (હાલ બરોડા) સ્વ. રણછોડદાસ કૃષ્ણલાલ શાહના સુપુત્રી. સ્વ. જયેશ (લાલા)ના માતુશ્રી. તે જશવંતી રમણીકલાલ, ચંદ્રિકા મનસુખલાલ તથા હંસા કનકના ભાભી ૨૯.૧૧.૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૩.૧૨.૨૩ના ૫ થી ૭ ઠે. રોટરી કલબ, ગ્રાઉન્ડ ફલોર, જુહુ તારા રોડ, સાંતાક્રુઝ (વે).
હાલાઈ ભાટીયા
મૂળરાજ ઉદેશી તે સ્વ. ગોકલદાસ અને સ્વ. મણિભાઈનાં સુપુત્ર. તે સ્વ. નરોત્તમ ગોકલદાસ વિરજયાણિના જમાઈ. માલતીબેનના પતિ. ચિ. ભરત અને અ.સૌ. ચંદાના પિતા. ચિ. કેયા અને ચિ. રાહુલના દાદા. ચિ. કરીશ્મા-અભિષેક અને ચિ. પાયલના નાના ગુરુવાર, તા. ૩૦.૧૧.૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા સોમવાર તા. ૪.૧૧.૨૩ના ૪ થી ૬ ઠે. લાયન્સ હોલ, નવી કોર્ટની પાછળ, જૂના પાદરા રોડ, વડોદરા ખાતે.
પાટણ
રજનીકાંત પ્રમચંદ શાહ (તેલિયવલા) મનમોહનજીની શેરીના (ઉં.વ.૮૮) અરીહંતશરણ થયેલ છે. તે કમળાબેન પ્રેમચંદ નગીનદાસના પુત્ર. તે સ્વ. ભારતીબેનના પતિ. સ્વ. દલપતભાઈ, સ્વ. સુશીલાબેન, સ્વ. પુષ્પાબેન, સ્વ. ચંદ્રકાંતાબેન, વનીતાબેન, સ્વ. પ્રમોદભાઈ, મીનાબેનના ભાઈ. અમી અને રૂપેનના પિતાશ્રી. અમીષભાઈના સસરા. લૌકિક વ્યવહાર બંધ છે.
નાઘેર દશા શ્રીમાળી વણિક
સામતેર હાલ વાશી નવી મુંબઈ સ્વ. નિર્મળાબેન જયંતીલાલ ચાવડાના સુપુત્ર પ્રફુલભાઈ (ઉં. વ. ૬૧) તે તા. ૧.૧૨.૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે કિરણબેનના પતિ. જીગરના પિતા. નીકિતાના સસરા. તે સ્વ. હસમુખભાઈ, સ્વ. વિનોદભાઈ, સ્વ. જિતેન્દ્રભાઈ, સ્વ. પ્રકાશભાઈ તથા દિલીપભાઈના ભાઈ. તે નટવરલાલ તુલસીદાસ મહેતાના જમાઈ. તે કમલેશભાઈ, જ્યોતીબેન, સ્મિતાબેનના બનેવી. તેમની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૩.૧૨.૨૩ના ૪.૩૦ થી ૬ ઠે. બીએપીએસ સ્વામીનારાયણ કલા કેન્દ્ર, સેકટર – ૧૦/૧૨ એ, વાશી, નવી મુંબઈ.