મરણ નોંધ

હિન્દુ મરણ

કચ્છી લોહાણા
કચ્છ ગામ પતરી હાલે ઐરોલી સ્વ. લક્ષ્મીબેન અને ભાણજીભાઈ ઠક્કર (અનમ)ના પુત્રવધૂ ગં.સ્વ. રૂક્ષ્મણીબેન કિશોરભાઈ અનમ (ઉં.વ. ૭૯) તે સ્વ. ભાણજી નારાયણજી કારિયાના પુત્રી. ગુરુવાર, તા. ૩૦-૧૧-૨૩ના શ્રી રામશરણ પામેલ છે. ડૉ. શ્રી દીપકભાઈ તથા વિજયભાઈના માતુશ્રી. અ.સૌ. હિનાબેન તથા અ.સૌ. કાજલબેનના સાસુજી. તેઓ સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. રામજીભાઈ, સ્વ. મથુરાદાસ, શ્રી હરિશભાઈ, સ્વ. કસ્તુરબેન, સ્વ. લક્ષ્મીબેન તથા ગં.સ્વ. પુષ્પાબેનના બહેન. ચિ. ચિંતન, કિંજલ, મુસ્કાન અને મહેકના દાદીમા તથા સ્વ. કાંતિભાઈ, સ્વ. શારદાબેન છોટાલાલ કોઠારી અને અ.સૌ. મૃદુલાબેન મધુસુદનભાઈ ઠક્કરના ભાભી. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨-૧૨-૨૩ના ૫.૩૦થી ૭.૦૦ વાગ્ય દરમિયાન શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, ગ્રાઉન્ડ ફલોર, આર.આર.ટી.રોડ, મુલુંડ (પ.) (લૌકિક વ્યવહાર બંધ છે.)
દશા સોરઠિયા વણિક
બાબરા મુંબઇ હાલ વડોદરા જીતેન્દ્ર મનસુખલાલ વંકાણી (ઉં. વ. ૭૫) તા. ૩૦-૧૧-૨૩ના ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. રંજનબેનના પતિ. વિરલ અને દેવેનના પિતાશ્રી. રોશની અને કિંજલના સસરા. સ્વ. રવિન્દ્રભાઇ, સ્વ. પ્રફુલભાઇ, હેમલતાબહેન, નટવરલાલ વખારીયા તથા ભાવનાબેન રમેશચંદ્ર ગાંધીના ભાઇ. જશ, દિવતીકા મીત, માનસી અને વ્યાનાના દાદા. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
કચ્છી ભાટીયા
સ્વ. જનકસિંહ મથુરાદાસ વાઘાણીના ધર્મપત્ની જયાવંતીબેન (નર્મદાબેન) (ઉં. વ. ૮૮) તે પુરુષોતમદાસ ટોપરાણીની સુપુત્રી. અરુણા, જયશ્રી, મીનાક્ષી, માલા, સુક્ષમાના માતુશ્રી. તથા માનસિંગ, પંકજ, હરેશ, હરીશ, ભરતના સાસુજી તે તા. ૩૦-૧૧-૨૩ના મુંબઇ મુકામે શ્રીજીનાચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા.૩-૧૨-૨૩ના ૪થી ૫. ઠે. એફ-૧૨૦૩, ઓરચીટ સભરબીયા, લીંક રોડ, દહાણુકર વાડી, કાંદિવલી (વેસ્ટ).
કપોળ
બરવાળા, હાલ મલાડ સ્વ. પ્રતાપરાય પ્રભુદાસ ભુતાના ધર્મપત્ની ગં. સ્વ. જયશ્રીબેન (ઉં. વ. ૮૪) તે ૧/૧૨/૨૩ના શ્રી વલ્લભશરણ પામેલ છે. તે હરીબેન જેઠાલાલ દેસાઈના પુત્રી. રંજનબેન હિંમતભાઇ ભુતા તથા નયનાબેન જીતેન્દ્રભાઈ ભુતાના જેઠાણી. પરેશ, ચેતન તથા દીપ્તિ શૈલેષ પારેખના માતુશ્રી. હર્ષા તથા દર્શનાના સાસુ. તેમની પ્રાર્થનાસભા ૩/૧૨/૨૩ ના ૪ થી ૬. અસ્પી હોલ, માર્વે રોડ, મલાડ વેસ્ટ.
કપોળ
અમરેલીવાળા સ્વ. હસમુખરાય પારેખના ધર્મપત્ની ભાનુમતી પારેખ (ઉં. વ. ૭૮) તે સ્વ. કનૈયાલાલ નાથાલાલ પારેખના ભાભી. તરુલતા કનૈયાલાલ પારેખના જેઠાણી. હેમંત, જીજ્ઞેશ, દેવાંગ, મીનાક્ષી, સંગીતાના માતુશ્રી. પિયરપક્ષે શિહોરવાળા સ્વ. ચંપાબેન, સ્વ.મનસુખલાલ ગિરધરલાલ સંઘવીના દીકરી ૨૯/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
બ્રહ્મક્ષત્રિય
બાબરા, હાલ રાજકોટ સ્વ. રતિલાલ વનમાળી છાટબારના પુત્ર ભીખાલાલ છાટબાર (ઉં. વ. ૭૯) તે ૨૮/૧૧/૨૩ના રાજકોટ મુકામે શ્રીજીશરણ પામેલ છે. તે ચંદ્રકાન્ત રૂઘનાથ છાટબાર, ચંપાબેન મગનલાલ જોગીના કાકાના દીકરાભાઈ. જસુમતિ સિંઘવડ, રમાબેન વાઢેરના મોટાભાઈ. ભરત, મેહુલ, રાહુલના બાપુજી તેમની સાદડી ૨/૧૨/૨૩ ના ૫ થી ૬. લાલાબાપાનું મંદિર, મહરાણી પાડા, રાણી સતી માર્ગ મલાડ ઈસ્ટ.
વડનગર વિસનગર વણિક
વડનગર, હાલ મીરારોડ, દિપક વાડીલાલ શાહના પત્ની અને સ્વ.વલ્લભદાસ ગજ્જરના પુત્રી સ્વ. નીતા (ઉં. વ. ૬૪) તા. ૩૦.૧૧.૨૦૨૩ ગુરૂવારના શ્રીજીચરણ પામેલ છે. તેઓ દર્શિત અને નૂપુરના માતા. દીપિકાના સાસુ. સ્વ. રિતીનભાઈ, શૈલેષ, મુકેશ, સ્વ.જ્યોત્સનાબેન, ગોપી, બીનાના ભાભી. પ્રાર્થનાસભા તા. ૦૨.૧૨.૨૦૨૩ શનિવારે ૫થી ૭ બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારયણ મંદિર, સેક્ટર ૧૦, શાંતિ નગર, મીરારોડ.
વિશા લાડ વણિક
જંબુસર વિશા લાડ વણિક મહેન્દ્ર નવનીતલાલ શ્રોફ (ઉં.વ. ૯૨) તે સ્વ. ભગવતી શ્રોફના ભાઈ. સ્વ. સરોજ શ્રોફના પતિ. મુકેશ શ્રોફના પિતા. ભાવના શ્રોફના સસરા. દિશીતા રમિતભાઈ મસાલિયા તથા મિતાલી મુકેશ શ્રોફના દાદા હાલ કાંદિવલી તા. ૨૯-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ભીતરા ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિ
ભદ્રેષ બિપિનચંદ્ર દવે (ઉં.વ. ૬૨)નું અવસાન તા. ૨૮મી નવેમ્બરના થયું છે. તે બિપિનચંદ્ર અને સૌદામિનીના પુત્ર. જ્યોતિના પતિ. કમલેશ, માલિની, મીતાના ભાઈ. દુષ્યંત, પિનાકીનના સાળા. ઋષિના કાકા. ભાનુભાઈ અને જયશ્રીબહેનના જમાઈ. દીપાબહેન અને કાશ્મીરાબહેનના બનેવી. તેમની પ્રાર્થનાસભા તા. ૩-૧૨-૨૩ને રવિવારે સાંજે ૫થી ૭ જોશી જાગીર હોલ (શાંતિધામ), પારસીવાડા, સહાર રોડ, અંધેરી (પૂર્વ), મુક્તિધામ હિન્દુ સ્મશાનની બાજુમાં, મુંબઈ-૯૯માં રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker