મરણ નોંધ

હિન્દુ મરણ

વાગડ લોહાણા
ગામ આઘોઈ, હાલે અમદાવાદના સ્વ.જયાબેન કેશવજી રૈયાના પુત્ર શરદ (ઉં.વ. ૫૨) તા. ૨૮-૧૧-૨૩, મંગળવારે શ્રીજીશરણ પામ્યા છે. તે હેતલબેનના પતિ. માહીના પિતા. રંજન દીપકકુમાર ઠક્કર, સ્વ. જાગેશ, કુસુમ રાજેશ ઠક્કરના ભાઈ. જહાનવીબેનના દિયર. પરી, દીશાંકના કાકા. સ્વ. મોહનલાલ ગાંગજી રૈયા, સ્વ. ચંદ્રકાંત ગાંગજી રૈયા, સ્વ. કિર્તીકુમાર ગાંગજી રૈયાના ભત્રીજા. સદગતના અંગોનું દાન કરેલ છે. પ્રાર્થનાસભા તા. ૧-૧૨-૨૩ના ૪.૩૦ થી ૬. ઠેકાણું: મુકતેશ્ર્વર મહાદેવ મંદિર, ડૉ. આર. પી. રોડ, જગજીવન રામ નગર, મુલુંડ (પશ્ર્ચિમ). લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
કરાચીવાળા હાલ વિરાર ગં. સ્વ. ચંદ્રિકાબેન લાખાણી (ઉં.વ. ૭૩) તે સ્વ. હરીશભાઈ કાલીદાસભાઈ લાખાણીના પત્ની. તે ધર્મેશભાઇ, મિથુનભાઈ. સુનીલભાઈના માતૃશ્રી તેમજ જીજ્ઞાબેન, પુનિતાબેન અને આરતીબેનના સાસુ. તે રીયા, મનન, દેવ અને દક્ષના દાદી. તે નિરૂપમાબેન, ચંદ્રકાંતભાઈ, સ્વ. વિજયભાઈ, તથા સ્વ. જ્યોત્સનાબેન વિઠલાણીના ભાભી. જગદીશભાઈ ભગવાનજીભાઈ કોટકના બહેન તે તા. ૨૯/૧૧/૨૩ના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૧-૧૨-૨૩ના ૪ થી ૬. શ્રી હાલાઇ લોહાણા મહાજન વાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
હાલાઈ લોહાણા
ગામ જામખંભાળીયા, હાલ મુંબઈ (નેપયંસી રોડ) સ્વ. કાન્તાબેન ગોકલદાસ મજીઠીયાના પુત્ર વિજય (ઉં.વ. ૬૫) તે ઈનાબેનના પતિ. માનસી, ડીમ્પલ, કરીનાના પિતા. જસુબેન દિનેશચંદ્ર તન્ના, સ્વ. રંજન દેવન તન્ના, શોભા ગોપાલ દાવડા, કેતકી ભરત મહેતા, મીના વસંતભાઈ છેડાના ભાઈ. મુરલી રામકૃષ્ણ તથા વિનાયક બજોરીયાના સસરા. અમૃતબેન દામજીભાઈ વિઠલાણીના જમાઈ તા. ૨૯-૧૧-૨૩, બુધવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨-૧૨-૨૩, શનિવારે ૪.૩૦ થી ૬.૩૦ ભારતીય વિદ્યાભવન, ઓડિટોરીયમ, ૨૯, કે. એમ. મુનશી રોડ, ગામદેવી.
ઘોઘારી લોહાણા
અમરેલી, હાલ વસઈ, સ્વ. હિંમતલાલ તુલસીદાસ કાનાબાર (ઉં.વ. ૯૧) બુધવાર, તા. ૨૯-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ઈન્દુબેનના પતિ. સ્વ. ગુણવંતરાય, સ્વ. જયંતીભાઈ, સ્વ. કનૈયાલાલ, સ્વ. હસમુખરાય તેમજ સ્વ. સવિતાબેન, સ્વ. શારદાબેન, લતાબેન વસાણીના ભાઈ. સ્વ. ગૌરીબેન કાનજીભાઈ રૂપારેલિયાના જમાઈ. સ્વ. સતીશભાઈના કાકા. તે ભૂષણભાઈ, ધર્મિનભાઈ તથા માનસી કિંજલકુમાર ભાટિયાના દાદાની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧-૧૨-૨૩ના ૪થી ૫.૩૦ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ.ટી. રોડ, ડાયમંડ ટોકિઝની સામે, બોરીવલી (વે).
કચ્છી લોહાણા
કચ્છ-મુરુના પ્રજ્ઞેશ સોતા (ઉં. વ. ૪૩) તે સ્વ. ભારતીબેન અને સ્વ. હરિશભાઇ નારાયણજી સોતાના પુત્ર. ઇશિતાના પિતા. પ્રિતેશના ભાઇ. પૂજાના જેઠ. દિનેશભાઇ, મહેશભાઇ, નર્મદાબેન (નીતાબેન), બીનાબેનના ભત્રીજા. હસમુખભાઇ, શૈલેષભાઇ, વીરેન્દ્રભાઇ, સ્વ. પ્રવિણાબેન, ગં. સ્વ. ઉષાબેન , ગં. સ્વ. વીણાબેન, ગં. સ્વ. ઉર્વશીબેનના ભાણેજ બુધવાર, ૨૯મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવાર, ૧લીએ ૫થી ૭. ઠે. કચ્છી લોહાણા મહાજન વાડી, ગ્રાઉન્ડ ફલોર, આરઆરટી રોડ, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
મુંબઇ માટુંગા જશ મહેતા (ઉં. વ. ૨૭) તે દિપકભાઇ ખીમચંદભાઇ મહેતા તથા દક્ષાબેન દિપકભાઇ મહેતાના સુપુત્ર. પ્રફુલ્લાબેન, મહેન્દ્ર વોરા તથા મીનાબેન પરેશ શાહના ભત્રીજા. તથા કૃતિ ઉજ્જવલ પરીખ તથા ઇશાના ભાઇ વડોદરા મુકામે તા. ૨૬-૧૧-૨૩ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે, ચક્ષુદાન કરેલ છે.
લોહાણા
સ્વ. મનોજભાઇ દયાલજી મલાણીના સુપુત્ર વિશાલ મલાણી (ઉં. વ. ૮૪) તે પૂર્વી મલાણીના પતિ તા. ૩૦ નવેમ્બર ૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સિદ્ધાંતના પિતા. તે સતીષભાઇ શાહ તથા અસ્મિતા શાહના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે, પ્રાર્થનાસભા રાખેલ નથી.
કપોળ
ડુંગરવાળા રેશમિયા, હાલ મહાલક્ષ્મી, સ્વ. પ્રભાકર ધીરજલાલ મગનલાલ મહેતાના પત્ની ગં. સ્વ. ઈંદિરાબેન, (ઉં. વ. ૮૬) શુક્રવાર, ૨૪.૧૧.૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે દીપક, મુકેશ, નીતા ભરત પારેખના માતા, નતાશા, જાગૃતિ, સ્વ. ભરત પારેખના સાસુ. કશિશ, હિતેશના દાદી. સ્વ. લલીતાબેન મનસુખલાલ મેહતા, સ્વ. વીણાબેન જયકિશોરભાઈ શેઠના ભાભી. મોસાળ પક્ષે બારપટોળીવાળા સ્વ. જયાબેન હરિલાલ પારેખના દીકરી. બંને પક્ષીયની પ્રાર્થનાસભા ૨.૧૨.૨૩ના શનિવાર ૫થી ૭. સ્થળ: પાટીદાર સમાજ વાડી, એ. આર. રંગનેકર રોડ, ધરમ પેલેસની બાજુમાં, ગામદેવી, મુંબઇ – ૭. સર્વે લૌકિક પ્રથા બંધ છે.
ઝાલાવાડી સઈ- સુતાર જ્ઞાતિ
ભડીયાદ, હાલ ઘાટકોપર ચંદુભાઈ મુળજીભાઈ ચૌહાણ, (ઉં. વ. ૭૪) ૨૭-૧૧-૨૩ના સોમવારે સ્વર્ગવાસ થયેલ છે. તે કલાબેનના પતિ. નિતેશ, તુષાર, મનીષા મનોજકુમાર ચૌધરીના પિતા. સ્વ. મગનલાલ, સ્વ. પ્રેમજીભાઈ, સ્વ. રતિલાલભાઈ, હરિભાઈ, સ્વ. મંગુબેન હરગોવિંદદાસ મકવાણાના ભાઈ. સ્વ. રંભાબેન નાગરદાસ મકાણીના જમાઈ. મમતા, તૃપ્તિના સસરા. પ્રાર્થનાસભા ૧-૧૨-૨૩ના શુક્રવારે ૪ થી ૬. કડવા પાટીદાર વાડી, એલ. બી. એસ. માર્ગ, ઘાટકોપર વેસ્ટ.
દશા સોરઠીયા વણિક જ્ઞાતી
રાણાવાવ, હાલ ગોરેગાંવ ઇન્દુકુમાર પ્રાણલાલ કાપડીયા (શ્રીમાંકર) (ઉં.વ. ૮૯) બુધવાર, તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વર્ગીય ઇન્દિરાબેનના પતિ. તે સ્વર્ગીય દેવાંગ, આતિશ તથા અનીશના પિતા. તે શિલ્પા, એલિસન તથા દિવ્યાના સસરા. તે શ્ર્લોક અને અગસ્ત્યના દાદા. તે સ્વર્ગીય પ્રતાપરાય, સુરેન્દ્ર, નિરંજન, નિલેશ, સ્વર્ગીય ચંપાબેન, સ્વર્ગીય કુસુમબેન, જસવિંંતબેન તથા વીણાબેનના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી સઇ સુથાર
વઢવાણ, હાલ ભયંદરના સ્વ. કૌશિકભાઈ સુખલાલ મકવાણાના ધર્મપત્ની ગં.સ્વ. ચંદ્રિકાબેન મકવાણા (ઉં.વ. ૬૪) તે ૨૮/૧૧/૨૩ના રામચરણ પામેલ છે. તે પ્રશાંતના માતુશ્રી. આદિતિના સાસુ. પિયરપક્ષે સાયલાનિવાસી હાલ કાંદિવલી ગં. સ્વ. શારદાબેન ચીમનલાલ ચાવડાના દીકરી. દિનેશભાઇ, સ્વ. પ્રફુલ્લા, સ્વ. કૈલાશ તથા રિટાના બહેન. તેમની સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા મોંઢ માંડલિયા વણિક
સરસિયા, હાલ કાંદિવલી પ્રભુદાસ પરમાણંદદાસ દોશી (ઉં.વ. ૮૮) તે સ્વ. રંજનબેનના પતિ. નિલેશ, જયેશ, પારૂલના પિતા. રક્ષા, વૈશાલી તથા બિમલના સસરા. સ્વ. જમનાદાસભાઈ, રમેશભાઈ, સ્વ. લલિતાબેન, સ્વ. રમાબેન, સ્વ. સરોજબેનના ભાઈ. નંદલાલ સુંદરજી પારેખના જમાઈ. તા. ૨૮/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧/૧૨/૨૩ના ૫ થી ૭ મહાવીર બેન્કવેટ હોલ, પીઝાહટની સામે, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ.
લુહાર સુથાર
ગામ વાઘણીયાવાળા હાલ કાંદિવલી લાભુબેન દુલ્લભજીભાઈ સિદ્ધપુરાના પુત્ર સ્વ. નૈમિષભાઈ (ઉં.વ. પર) તા. ૨૫/૧૧/૨૩ને શનિવાર રામશરણ પામ્યા છે. તેઓ રીટાબેન નરેશભાઈના દેર અને નેહાબેન રાજેશભાઈના જેઠ તથા જ્યોતિબેન સુરેશકુમાર હરસોરાના ભાઈ. પ્રિયાંક, નિશાંક, પ્રેરકના કાકા. પ્રાર્થનાસભા તા. ૧/૧૨/૨૩ને શુક્વાર ૫ થી ૭ લુહાર સુથાર વેલ્ફર સેન્ટર, અંબાજી મંદિરની બાજુમાં, બોરીવલી પૂર્વ.
કચ્છી લોહાણા
પ્રજ્ઞેશ હરિશભાઈ સોત્તા (ઉં.વ. ૪૩), તે સ્વ. ભારતીબેન અને સ્વ. હરિશભાઈ નારાયણજી સોત્તાના મોટાપુત્ર કચ્છ – ગામ મુરુ હાલે થાણા, તે ચી. ઈશિતાના પિતાશ્રી. તે પ્રિતેશના મોટા ભાઈ. તે અ.સૌ. પૂજાના જેઠશ્રી. તે દિનેશભાઈ, મહેશભાઈ, અ.સૌ. નર્મદાબેન, અ.સૌ. બીનાબેનના ભત્રીજા. બુધવાર, તા. ૨૯/૧૧/૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧/૧૨/૨૩, ૫થી૭, શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, ગ્રાઉન્ડ ફ્લોર, આર.આર.ટી. રોડ, મુલુંડ (વેસ્ટ), બહેનોએ એજ દિવસે આવી જવું, લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
હાલાઇ લોહાણા
મૂળ ગામ મેંદરડા, હાલ મલાડ કુમારી ફાલ્ગુની રત્નાકર (ઉં.વ. ૪૯), તે ગીતાબેન તથા ગુણવંતરાય વ્રજલાલ રત્નાકરની પુત્રી. તે પ્રશાંત, નંદિતા હિતેનકુમાર, મનીષા ધર્મેશકુમાર, અજયભાઇ બળવંતરાય, જીતુભાઇ ક્ધહૈયાલાલ, દીપેન રાજેશભાઈ, રિદ્ધિમા ભાવિનકુમારની બેન. તે મનીષા પ્રશાંત, દીપ્તિ અજય, સોનુ જીતેન્દ્ર તથા પીનલ દીપેનના નણંદ. માનસી તથા ખનકના ફઈ. સાગર, યશ, પ્રાચી અને રિયાના માસી. તે તા. ૩૦/૧૧/૨૩ના મુંબઈ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર
બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા