મરણ નોંધ

હિન્દુ મરણ

મુંબઈ નિવાસી સ્વ. જયંતીલાલ મોહનલાલ ઠાકરના મોટાપુત્ર સ્વ. મધુસુદન ઠાકરના પત્ની વીણાબેન. તે આરતીબેન નિલેશ ભટ્ટ, જીજ્ઞેશ અને ભાવેશના માતા તા. ૨૭-૧૧-૨૩ના મુંબઈમાં અવસાન થયું છે. એમની પ્રાર્થના સભા ગુરુવાર તા. ૩૦-૧૧-૨૩ ના નિવાસસ્થાને ૨૦૫, ઇ વિંગ, ૩૧, મનિષ નગર, ચાર બંગલા, અંધેરી વેસ્ટ, ૪ – ૬.
ઘોઘારી દશા દિશાવળ વણિક
ગામ સનખડા, હાલ બોરીવલી જ્યોતિ કાનાણી (ઉં. વ. ૮૨) તે ચંદ્રકાન્ત ગીરધરલાલ કાનાણીના ધર્મપત્ની. દેવેશ, બીનાના માતુશ્રી. બંસરી (બીના), વીરેન શાહના સાસુ. ધ્રુવ, પાયલ, વેહાનના દાદી. પિયરપક્ષે સ્વ. શાંતિલાલ મોહનલાલ ઘીયાના દીકરી. ૨૭/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. બંને પક્ષની સાદડી ૩૦/૧૧/૨૩ના ૪ થી ૬. ઓરા હોટલ બેન્કવેટ હોલ, ઉપરના માળે, બી/૬, બ્રિન્દાવન એપાર્ટમેન્ટ, જંક્શન ઓફ લિંક રોડ તથા યોગી નગર રોડ, બોરીવલી વેસ્ટ.
ગણદેવી વિસા લાડ વણિક
અશ્ર્વિનભાઇ (અજય) ચંદુલાલ શ્રોફ તે સ્વ. ચંદુલાલ તથા સ્વ. ત્રિલોચનાબેનના પુત્ર. નમિતા ભાવેશભાઈ શાહ, બિનલ ચિરાગભાઈ પરીખના પિતા. સુધાબેન, તરલાબેન, સોનલબેન, ભાવનાબેનના ભાઈ. શ્રિયા, ધ્રુવ, યતી, મનીતના નાના. ૨૬/૧૧/૨૩ શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી નાથળિયા ઊનેવાળ બ્રાહ્મણ
(ગામ – સીમર) ઊના ના સ્વ.કમળાબેન જીવરાજભાઈ પાઠકના પુત્રવધૂ તથા છેલશંકરભાઈ પાઠકનાં ધર્મપત્ની અ.સૌ.પ્રજ્ઞાબેન પાઠક (ઉં. વ.૫૯) તે સ્વ.કિરીટભાઈ, સ્વ.હરેશભાઈ, વસુમતિબેન ચંદ્રકાંતભાઈ, નીતાબેન મહેશકુમારનાં ભાભી. કિરણબેન ભાવેશકુમાર, પ્રિયંકાબેન રવિકુમાર, નિખીલભાઈ, ચિરાગભાઈનાં માતુશ્રી તથા સ્વ. અરવિંદભાઈ નાનાલાલ પંડ્યા (ગામ- કોટગાંગડ, હાલ વસઈ-મુંબઈ)નાં દિકરી તા.૨૪/૧૧/૨૦૨૩, શુક્રવારનાં ઉના મુકામે કૈલાશવાસ થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૯/૧૧/૨૦૨૩ ને બુધવાર ૪ થી ૬ શાંતિ પાર્ક સોસાયટી ઓપોઝિટ માતૃછાયા સ્કૂલની સામે છત્રપતિ શિવાજી ક્રોસ રોડ નંબર ૨ દહીસર ઇસ્ટ. તેમની ઉત્તરક્રિયા ઉના ખોડીયાર ધામમાં રાખેલ છે તા.૦૬/૧૨/૨૦૨૩ ના લૌકિક પ્રથા બંધ છે.
લુહાર સુથાર
ગામ દાઠા, હાલ બોરીવલી સ્વ પુષ્પાબેન અને સ્વ પ્રાગજીભાઈ પાચાભાઈ ચિત્રોડાના સુપુત્ર નરેન્દ્રભાઇ ચિત્રોડા (ઉં. વ. ૫૬) તે વિશાખાબેનના પતિ. પ્રથમેશ તથા ભવ્યના પિતાશ્રી. ધર્મેન્દ્ર, ચંદ્રિકાબેન ધર્મેન્દ્રભાઈ, ઉમાબેન દિલીપભાઈ, જીગનાબેન શાંતિભાઈના ભાઈ. બાબુભાઈ, નાગજીભાઇ, કેશવભાઈ પાચાભાઈના ભત્રીજા તા. ૨૧/૧૧/૨૩ના મંગળવારે રામચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. ૩૦/૧૧/૨૩ ના ગુરૂવારે ૪ થી ૬. સરનામું શ્રી લુહાર સુતાર જ્ઞાતિ વાડી, કાર્ટર રોડ નં-૩, અંબાજી મંદિર ની બાજુમાં, બોરીવલી ઇસ્ટ.
સાબરકાંઠા નાયક સમાજ
મૂળ ભદ્રેસર હાલ બોરીવલી રામલાલ કેશવલાલ નાયક (સાફાવાળા), તે લક્ષ્મીબેનના પતિ. કીર્તિ, વિજય, યશવંત, અશોકના પિતાશ્રી. પ્રફુલ્લા, હીના, સીમાના સસરા. નીતિશ, શિવાની, નિરવ, સિદ્ધાર્થ, નિધિ, તેજસ્વીના દાદા. માહિ, આધ્યાના પરદાદા ૨૮-૧૧-૨૩ ના પ્રભુશરણ પામેલ છે. લૌકિક વિધિ વતન ખાતે રાખેલ છે.
હાલાઇ લોહાણા
મૂળ ગામ રાજકોટ હાલ કેનેન શરદભાઇ અનડકટ (ઉં. વ.૬૧) તા. ૧૯-૧૧-૨૩ના શ્રીરામશરણ પામેલ છે. તે ગં. સ્વ. શારદાબેન અને સ્વ. જયંતીલાલ દુર્લભજી અનડકટના સુપુત્ર. સ્વ. ઉષાબેન, સ્વ. અમ્રતલાલ રામજી ગંડેચાના જમાઇ. તે અંજનાબેનના પતિ. દિશા અને નરેશના પિતાશ્રી. દિનેશભાઇ, કિશોરભાઇ, રવિભાઇના ભાઇ, હરીશભાઇ, પ્રદીપભાઇ ગંડેચા, કલ્પનાબેન ઠકરારના બનેવી. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૩૦-૧૧-૨૩ના ૪થી ૬. ઠે હાલાઇ લોહાણા મહાજનવાડી, ૧લે માળે, એસ. વી. રોડ, શંકર મંદિરની બાજમાં, કાંદીવલી (વેસ્ટ).
નાગર બ્રાહ્મણ (કપોળ)
સાવરકુંડલા નિવાસી હાલ મુંબઈ સ્વ.હીરાબેન વોરા (ઉં. વ. ૯૩) તે શ્રી ઉષાકાન્તભાઇ વોરાના ધર્મપત્ની. શ્રી દ્વારકાદાસભાઇ પારેખના પુત્રી, શાન્તીબેન કનૈયાલાલ સંઘવી, ભારતીબેન મહેતા, શૈલેષભાઈ પારેખના બહેન, હેમાબેન (ચિકા) તથા ધીલેનનાં માતુશ્રી. ટીવશા તથા રુચિકના દાદીમા, હર્ષના નાનીજીનું અવસાન તારીખ ૨૫/૧૧/૨૦૨૩ ને શનિવાર નાં સાવરકુંડલા- સૌરાષ્ટ્ર ખાતે થયેલ છે. સાદડી પ્રથા ને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિસા સોરઠીયા વણિક
બાલાગામવાળા હાલ કાંદિવલી અ. સૌ. મધુબાળા તે ચંદ્રકાન્ત દ્વારકાદાસ શાહના ધર્મપત્ની (ઉં.વ.૬૧) તા. ૨૭-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે વિવેક, હિમાના માતુશ્રી. વિણા, જયેશના જેઠાણી. પ્રવિણા, રશ્મી, સ્મિતાના ભાભી. તે જામખંભાળીયા સ્વ. બાબુલાલ હીરજીના પુત્રી તથા મહેન્દ્રના બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી મોઢ વણિક
ખસ હાલ ડોમ્બિવલી રાગેશ (ઉં. વ. ૬૪) તા. ૨૭-૧૧-૨૩ના સોમવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જયંતીભાઇ તથા સ્વ. કુમુદબેનના મોટા પુત્ર. નીકિતાના પતિ. વિનીતના પિતાશ્રી. અ. સૌ. સુનીતાના સસરા. કિયારાના દાદા. સ્વ. ધીરજલાલ વોરા તથા સ્વ. કપિલાબેનના જમાઇ. ભરતભાઇના બનેવી. અતુલ અને અ. સૌ. બિંદુ વિજય જસાણીના મોટાભાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button