મરણ નોંધ

હિન્દુ મરણ

સ્વ. લક્ષ્મીકાંત શંકરલાલ મેઘજી કેશવાણી (ઉં. વ. ૮૧) ગામ નાના ભાડિયા હાલે ઘાટકોપર તા. ૨૬-૧૧-૨૩ના મુંબઇમાં રામશરણ પામેલ છે. તે સ્વ. મીઠાબેન શંકરલાલ કેશવાણીના સુપુત્ર. તે ગં. સ્વ. ગોદાવરીબેનના પતિ. તે દિનેશભાઇ અને સ્વ. સુરેશભાઇના પિતાશ્રી. તે ચેતનાબેન, ગં. સ્વ. પ્રજ્ઞાબેનના સસરાજી. તે સ્વ. શંભુલાલ, હરસુખરાય, પ્રવીણકુમાર તથા સ્વ. અરવિંદકુમારના ભાઇ. સ્વ. અમૃતબેન ખીમજી સુંદરજી વ્યાસ ગુંદિયાલીના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૨૮-૧૧-૨૩ના મંગળવારે શ્રી બ્રાહ્મણ સમાજ હોલ, ૩જે માળે, જોશી લેન, ઘાટકોપર (ઇસ્ટ),૫થી ૭.
કોળી પટેલ
મૂળ ગામ ગંઘોર હાલ ડોમ્બિવલી છગનલાલ મકનજી પટેલ (ઉં. વ. ૮૩) શનિવાર તા. ૧૮-૧૧-૨૩ના પ્રભુશરણે ગયેલ છે. તે મંજુલાબેનના પતિ. ચેતના, આરતી, કવિતા, કામિની, શૈલેષ અને નિલમના પિતાજી. સ્વ. મકનજી અને ગં. સ્વ. પાર્વતીબેનના પુત્ર. સ્વ. નાથુભાઇ અને સ્વ. લક્ષ્મીબેનના જમાઇ. સ્વ. બાબુભાઇ, સ્વ. રામુભાઇ, શાંતિલાલ, સ્વ. મોહનલાલ, ગં. સ્વ. ગોદાવરીબેન અને લીલાબેનના ભાઇ. ઇલા, આશા, લતા, અશોક, દિપક, જનક, પ્રયાગ, મિલનના કાકા. લૌકિક રિવાજ બંધ છે. પુચ્છપાણી બુધવાર, તા. ૨૯-૧૧-૨૩ના ૩થી ૪. ઠે. છગનલાલ મકનજી પટેલ, ૦૦૨-સર્વોદય સ્વરૂપ બિલ્ડિંગ, નં.૧, ખંભાલપાડા, મોડેલ કોલેજની પાસે, કાંચનગાવ, ડોમ્બિવલી (ઇસ્ટ).
કોળી પટેલ
ગામ પાથરી (હાલ સાંતાક્રુઝ) ધનુબેન (ઉં.વ. ૭૫) ૨૫ નવેમ્બરના શનિવાર શ્રીજીચરણ પામેલ છે. તે ગુલાબભાઈ મકનજી પટેલના પત્ની. સ્વ. રાજેશ, દક્ષા, શીલાના માતા. સ્વ. અંજના, સુનીલ, કિશોરના સાસુ. કમુબેન દોલતભાઈના દેરાણી. દીપક, ભાવનાના કાકી. હિરેન, રોનક વેદ, સ્મૃતિના દાદી. બંને પક્ષનું બેસણું ૨૯ નવેમ્બરના બુધવારે ૨થી ૫ એમના નિવાસસ્થાને રાખેલ છે. સ્થળ: ગાવડે ભાવુવા ચાલ, ફિરોજશાહ મહેતા રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ).
કપોળ
અમરેલી હાલ ભાયંદર સ્વ. કનુભાઇ હરિલાલ દેસાઇના ધર્મપત્ની સવિતાબેન (ઉં. વ. ૯૫) રવિવાર, તા. ૨૬-૧૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સરલાબેન, કિરણબેન, જયશ્રીબેન, નિલેશભાઇ તથા સ્વ. પન્નાબેનના માતુશ્રી. કુસુમના સાસુ. સોમદત્તા નિશીત, રજની ચિરાગ, ભૂમિ પ્રલવ, જેનવના પર દાદી. પિયર પક્ષે ખાંભાવાળા, હાલ થાણા કેશવજી વશરામ સંઘવીના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ બગસરા હાલ કાંદિવલી રમણીકલાલ દામોદર તન્ના (ઉં. વ. ૭૮) તે રમાબેનના પતિ શનિવાર, તા.૨૫/૧૧/૨૩ ના શ્રીજીચરણ પામેલ છે. તે દેવાંગ અને જયેશના પિતાશ્રી. અ. સૌ. શિતલબેન તથા અ. સૌ. મયુરીબેનના સસરા. તે દીપ, હર્ષ અને યશવીના દાદા. તે સ્વ. પોપટલાલ ગોરધનદાસ સવજીયાણીના જમાઈ. તે સ્વ. ત્રિવેણીબેન, સ્વ. મનસુખભાઇ, સ્વ. કિશોરભાઈ તથા સ્વ. જયાબેનના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કપોળ
ચાવંડ, ધમતરીવાળા ચીમનલાલ રામજી મહેતા (ઉં. વ. ૯૪) તે ૨૪/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. શાંતાબેનના પતિ. ભુપેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ તથા ગીતાબેન મુકેશ વોરાના પિતા. દીપ્તિ તથા સ્મિતાના સસરા. સ્વ. મુળજીભાઈ, ગં. સ્વ. ભાનુમતી કાંતિલાલ, ગં. સ્વ. વસુમતિ ધીરજલાલ ચિતલિયાના ભાઈ. સ્વ. કમળાબેનના દિયર. સાસરાપક્ષે લક્ષ્મીદાસ રામજીભાઈ દોશી કોટડીવાળાના જમાઈ. પ્રાર્થનાસભા ૩૦/૧૧/૨૩ ના ૫ થી ૭. જલારામ હોલ, જુહુ સ્કીમ, વિલેપાર્લા વેસ્ટ.
વિશા મોઢ વણિક
પાટણ, હાલ મુંબઈ સ્વ. ચંદ્રકાન્ત ગાંધી (ઉં. વ. ૯૩) તે ૨૬/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. સોમાલાલ ગાંધીના પુત્ર. સ્વ. પદમાવતીના પતિ. પ્રદીપ, સ્વ. વર્ષા, પ્રજ્ઞાના પિતા. રીતા, પ્રદીપકુમાર તથા શશીકાંતભાઈના સસરા. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠીયા વણિક
કનૈયાલાલ ચંદુલાલ શાહ (ઉં. વ. ૮૯) તે ચિંચણ નિવાસી હાલ બોરીવલી ૨૬/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. કાંતાબેનના પતિ. કિરણ તથા નીતા પિતા. હિના તથા નરેન્દ્રકુમારના સસરા. સ્વ. મંજુલાબેન, નંદકિશોર દિલીપભાઈના ભાઈ. સ્વ. મંજુલાબેન ભગવાનદાસ કોઠારી અને સ્વ. રમીલાબેન અમૃતલાલ વિભાકરના વેવાઈ. ખ્યાતિ, હાર્દિકના દાદા. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
ગં સ્વ. મંજુલાબેન અનંતરાય ખખ્ખર (ઉં. વ. ૮૩) તે સ્વ અનંતરાયના પત્ની. સંગીતા, શ્રીજી (નિલેશ) અને રૂપાના માતા. પુનિતા અને આનંદના સાસુ. મીરા અને રુદ્રના દાદી ૨૪/૧૧/૨૦૨૩ના શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. જમનાદાસ દામોદર ટોડાઇ તથા સ્વ. રુક્ષમણીબેન જમનાદાસ ટોડાઇ ગામ ટોડાના સુપુત્રી પ્રમિલાબેન (ઉં. વ. ૮૧) તે સ્વ. ભવાનજી લક્ષ્મીદાસ રાયમંગીયા ગામ ટપ્પર સોનારાવાલીના દોહિત્રી. તે સ્વ.નરેન્દ્રભાઇ, સ્વ.રસિલાબેન, સ્વ.સુધીરભાઇ તેમજ દિલીપભાઇના બહેન તા.૨૫-૧૧-૨૦૨૩ના પરમધામ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
મહુવા, હાલ વિરાર રમીલાબેન તુલસીદાસ ભગવાનદાસ મહેતા (ઉં. વ. ૭૭), તે જાગૃતીબેન નિલેશભાઈ પાતાણી, હિનાબેન રાજેશભાઈ પારેખ, જયશ્રીબેન હિમાંશુભાઈ સરવૈયા, દિપા કમલેશ મોદીના માતુશ્રી. જશુમતી વનરાવનભાઈ શાહ, કપીલાબેન પ્રવિણચંદ્ર શાહ, મધુબેન અશોકભાઈ મહેતાના ભાભી. હશુમતીબેન, જીતુભાઈ હરગોવિંદભાઈ શાહ, સ્વ. મંજુલાબેન તથા પ્રેમીલાબેનના બહેન તા. ૨૬-૧૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
મહુવા નિવાસી હાલ ઘાટકોપર ગં.સ્વ. જ્યોતિબેન અનંતરાય મહેતા (ઉં.વ. ૭૮) શુક્રવાર, તા. ૨૪-૧૧-૨૩નાં રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેઓ મનીષા, અમિત, હિતેષના માતુશ્રી. તેઓ શ્રેયા-ભાવનાના સાસુ. તેઓ સાચી, ફિલોનીના દાદી. તેઓ પિયર પક્ષ મોરચંદ નિવાસી શરદભાઈ રતિલાલ ભગતના બહેન. પ્રાર્થનાસભા રાખેલ નથી.
ખંભાત દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ખંભાત હાલ થાણા નિવાસી ચંદ્રકાંતભાઈ જગમોહનદાસ ભગત (ઉં.વ. ૮૭) સ્વ. સરોજબેનના પતિ તા. ૨૬-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે હિમાંશુભાઈ તથા સ્વાતિબેનના પિતા. રોહિણી તથા પ્રશાંતકુમારના સસરા. તારાના દાદા. શિવાની અને સંજનાના નાના. સ્વ. વિરબાળાબેન, સ્વ. રજનીકાંતભાઈ, સ્વ. કનુભાઈના ભાઈ. પ્રાર્થનાસભા મંગળવાર, ૨૮-૧૧-૨૩ના સાંજે ૪થી ૬ સેલીબ્રેશન્સ હોલ, સર્વિસ રોડ, પાંચ પખાડી, શેલ પેટ્રોલપંપની બાજુમાં, થાણા (વેસ્ટ).
કચ્છી લોહાણા
સ્વ. વિજયાબેન વિશનજી ખટાઉ પલણ ગામ અંજાર (ઠોડા પલણ)ના પૌત્ર તેમ જ સૌ. જયશ્રીબેન ભૂપેન્દ્ર (શંભુભાઈ)ના નાનાસુપુત્ર શ્રી પ્રણવ (ઉં.વ. ૪૯) રવિવાર, તા. ૨૬-૧૧-૨૩ના શ્રી રામશરણ પામેલ છે. તે નિશાના પતિ. કેવિનના પિતા. સચિનના નાનાભાઈ. ઉર્વિના દિયર. શ્રીમતી મનજીતકૌર તેજપાલસિંહ ગુલાટીના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૨૮-૧૧-૨૩, મંગળવારના ૫થી ૭ ગોપુરમ બેન્કવેટ હોલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ માર્ગ, મુલુંડ (પ), બેરાઓએ તેજ દિવસે આવી જવું. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
કચ્છી ભાટિયા
ગં.સ્વ. હંસાબેન માધુભાઈ ભાટિયા, ચિ. હરીશના માતુશ્રી. સ્વ. કમળાબેન ત્રિકમદાસ ઠાકરસી બરાવી (ગોકળગાંધી)ના પુત્રી. પ્રકાશભાઈ, સ્વ. વીણા (બબીબેન), અ.સૌ. નલીની ગોરધનદાસ પલીચા, સ્વ. તરુણાના બેન. અ.સૌ. નયનાના સાસુ. ચિ. સોહન અને હીરના દાદી તા. ૨૭-૧૧-૨૩ સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. સર્વે લૌકિક વ્યવહાર બંધ છે.
વિશા મોઢ અડાલજા
સ્વ. ડૉ. જગદીશ બાબુભાઈ બરફીવાલા (ઉ. વ. ૯૫) મૂળ ગામ ખંભાત હાલ ખાર પશ્ચિમ તે સ્વ. અ. સૌ. વાસંતીબેન બરફીવાલાના પતિ, સ્વ. ભરતભાઈ, ભગીરથભાઈ અને દુષ્યંતભાઈના પિતાશ્રી. સ્મીતાબેન, દીપ્તિબેન અને નેહાબેનના સસરા. પ્રશાંત – સર્જના, વિશાલ – શ્ર્વેતા, કેતકી – ગૌરવ અને રિદ્ધિ – દર્શનના દાદા અને નિવાન, પ્રિઅંશ, ઈરા અને રેવાના પરદાદા શુક્રવાર તા. ૨૪-૧૧-૨૩ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થના સભા તા. ૩૦-૧૧-૨૩ ગુરુવાર સાંજે ૬થી ૭.૩૦માં ઑનલાઈન ઝૂમ પર રાખેલ છે.
કચ્છી લોહાણા
હરીશ બડીયા (ઉં. વ. ૭૩) કચ્છ ગામ નાગ્રેચા હાલે મુલુંડ ચેકનાકા તે સ્વ. બચુબાઇ માધવજી બડીયાના પુત્ર શનિવાર, તા. ૨૫-૧૧-૨૩ના રામશરણ પામેલ છે. તે સ્વ. જવેરબેન વલ્લભજી ભીમજી ચંદનના જમાઇ. તે જયશ્રીબેનના પતિ. તે પિયૂષ તથા હીનાબહેનના પિતા. અ. સૌ. સીમાબેન તથા વિજય ભોસલેના સસરા. તે તન્વી અને શુભમના દાદા. સરસ્વતી રામજી કોટક, ચંદબાળા પ્રેમજી કોટક, સ્વ. ભૂપેન્દ્રભાઇના નાનાભાઇ. પ્રાર્થનાસભા મંગળવાર, તા.૨૮-૧૧-૨૩ના ૫.૩૦થી ૭. ઠે. બ્રહ્માંડેશ્ર્વર મહાદેવ ભકત મંડળ હોલ, નાહુર રોડ, મુલુંડ (વેસ્ટ) લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગં. સ્વ. નયના કિશોર રૂપારેલ (ઉં. વ. ૮૦) તે કચ્છ બીટા હાલે મુલુંડ સ્વ. સાકરબેન કાનજી રૂપારેલના વહુ. કરાચીવાલા સ્વ. કલાવતી જયંતીલાલ પાંધીની દીકરી. સુધીર અને રાખીના માતા. જયોત્સના અને દેવેનના સાસુ. હેનાના દાદી. સ્વ. સુરેન્દ્ર, ગં. સ્વ. ચંદ્રા, સ્વ. પુષ્પા, સ્વ. ગોવિંદજી, ગં.સ્વ. નલિની, સ્વ. રાજેન્દ્રના ભાઇના પત્ની તા. ૨૬-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત