હિન્દુ મરણ
ગામ વેરાવાસદના વતની સ્વ. નાનુંબેન રમેશ હાથીવાલા (ઉં. વ. ૬૬) તા. ૨૧-૧૧-૨૩ના સ્વર્ગવાસ થયેલા છે. પ્રાર્થનાસભા તા. ૨૭-૧૧-૨૩ના સોમવાર સાંજના ૪થી ૬. ઠે. શિરડીનગર બાબા ધામ, બિલ્ડિંગ, રૂમ નં. ૧૦, ભાયંદર (ઇસ્ટ).
ઝાલાવાડી સઇ સુતાર જ્ઞાતિ
વઢવાણ નિવાસી હાલ સાંતાક્રુઝ અમૃતલાલ નાગરદાસ સોલંકી (ઉં. વ. ૮૨) તા. ૨૫-૧૧-૨૩ના શ્રીજીચરણ થયેલ છે. તે સ્વ. નાગરદાસ વિઠલદાસ સોલંકીન મોટા પુત્ર. શારદાબેનના પતિ. ભરત, જગેન્દ્ર, ચંદ્રેશના પિતાજી. હેમાંગી, આશા, સવિતાના સસરા. સ્વ. ગોપાલદાસ નાગરદાસ સોલંકીના મોટાભાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૭-૧૧-૨૩ના સોમવારે ૪થી ૬. ઠે. ડાયાભાઇ, લાલુભાઇ મેમોરિયલ હોલ, ખીરા નગર, ઇ બિલ્ડિંગ, રિલાયન્સ મોલની સામે, સાંતાક્રુઝ (વેસ્ટ).
કચ્છી લોહાણા
સ્વ. આણંદબાઇ દેવજી રાયકંગોર કચ્છ ગામ લખપતવાળાના પુત્રવધૂ વિમળાબેન (ઉં.વ. ૭૩) તે શંભુલાલના ધર્મપત્ની. સ્વ. દેવકાબેન જેરામ આશાણી (બારૂ)ના પુત્રી તા. ૨૫-૧૧-૨૩ના શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે જયેશ, હિતેશ, હેમંત, કાર્તિકા ભરતકુમાર રૂપારેલના માતુશ્રી. ઠાકરશી, સ્વ.ત્રીકમજી, સ્વ. કનૈયાલાલ, સ્વ. શાંતાબેન, સ્વ. ગંગાબેન, સ્વ. નર્મદાબેનના ભાભી. તે સ્વ. માધવજી, સ્વ. રમણીક, મંગલદાસ, સ્વ. ભાગીરથીબેન, ગં. સ્વ. સાવિત્રીબેન, સ્વ. લક્ષ્મીબેન, ગં. સ્વ. કમળાબેનના બહેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૭-૧૧-૨૩ સોમવાર ૫થી ૭. ઠે. કચ્છી લોહાણા મહાજનવાડી, આર. આર.ટી.રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે, બૈરાઓએ તેજ દિવસે આવી જવું.
હાલાઇ લોહાણા
મૂળ ગામ શેરગઢ હાલ કાંદિવલી નિવાસી ગં. સ્વ. સરલાબેન સૂર્યકાંત રાજપોપટ (ઉં. વ. ૭૧) તે સ્વ. ઉજમબેન છગનલાલ વિઠલાણીના પુત્રી. નીતાબેન દિનેશકુમાર તન્ના, બિનાબેન મુકેશકુમાર પંચમતીયા, દિપક, પિયુષના માતુશ્રી. વૈશાલી, રિનાના સાસુ. તે દેવ, કાવ્ય, પ્રિયમ અને નિષ્ઠાના દાદી. વિરલ, રિંકલ, વત્સલ અને જીલના નાની તા. ૨૬-૧૧-૨૩ના રવિવારના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા હાલાઇ લોહાણા મહાજન વાડી, શંકર મંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી તા. ૨૭-૧૧-૨૩ના સોમવારના ૪થી ૬.