મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ ખરસાડ, કોદગરા ફળીયા, હાલ ઘાટકોપર, સ્વ. હર્ષદરાય અમૃતલાલ પટેલ (ઉં. વ. ૬૭) તે સ્વ. મીનાબેનના પતિ. પંકજ, રાગિણીના પિતા. નિમિષા, શૈલેષના સસરા. રાશિ, નિમિષા, અદિતિના દાદા-નાના. ધનસુખરાયના ભાઇ. નિતાબેનના જેઠ. બેસણું સોમવાર, તા. ૨૭-૧૧-૨૩ના ૨થી ૪, અને પુચ્છપાણી સોમવાર, તા. ૪-૧૨-૨૩ના ૩થી ૪. મુંબઇના નિવાસસ્થાને રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસસ્થાન: રૂમ, નં.૪, ચાલ નં.૨, સાવંત વાડી, ચિરાગ નગર, એલ. બી. એસ. માર્ગ, ઘાટકોપર (પ.).
કપોળ
ચાવંડના વતની (ધમતરીવાળા) ચીમનલાલ રામજી મહેતા (ઉં. વ. ૯૪) તા. ૨૪-૧૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. શાંતાબેનના પતિ. ભૂપેન્દ્ર, નરેન્દ્ર તથા ગીતા મુકેશ વોરાના પિતાશ્રી. સૌ. દીપ્તી, સૌ. સ્મિતાના સસરા. સ્વ. મુળજીભાઇ, ગં. સ્વ. ભાનુમતી કાંતિલાલ કાણકીઆ તથા ગં. સ્વ. વસુમતી ધીરજલાલ ચીતલીઆના ભાઇ. સ્વ. કમળાબેનના દિયર. શ્ર્વસુર પક્ષે લક્ષ્મીદાસ રામજી દોશી (કોટડીવાળા)ના જમાઇ. તે વિવેક, શીતલ, પિયાંક, જાનકી, અનુજ, મનસ્વી, જુબીન, જુહીના દાદા. પ્રાર્થનાસભા તા. ૨૮-૧૧-૨૩ના મંગળવારે, ૫થી ૭. ઠે. વિશ્ર્વ કર્મા બાગ, બજાજ રોડ, વિલેપાર્લે (પશ્ર્ચિમ).
ખંભાત દશા શ્રીમાળી વણિક
સ્વ. નવનીતલાલ શાહના સુપુત્ર અરુણકુમાર (ઉં. વ. ૮૦) તે શીલાબેનના પતિ. તે સંદીપ, વિમેશ, ભાવિતાના પિતાશ્રી. તે વર્ષા, પ્રીતી, કેયુરના સસરા. તે સ્વ. રજનીકાંત ઠાકોરલાલ શાહના જમાઇ. તે બાબુભાઇ. સ્વ. ઉર્મિલાબેન, સ્વ. મીનાબેન, સુધાબેન, રમીલાબેન, પૂર્ણિમાબેન, સુમનબેન, નવીનભાઇ, રાજેશભાઇના ભાઇ. શુક્રવાર, તા. ૨૪-૧૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પુષ્કર્ણા બ્રાહ્મણ
કચ્છ ગામ મુંદ્રા હાલ ડોમ્બિવલી સ્વ. ઇશ્ર્વરલાલ માવજી જોષી (પણીયા)ના ધર્મપત્ની ગં. સ્વ. સુશીલાબેન (ઉં. વ. ૯૦) તા. ૨૪-૧૧-૨૩ના શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. દેવકાબેન દયાળજી ઉપાધ્યાયના પુત્રી. તે સ્વ. જમનાદાસ, ભગવાનદાસના ભાભી. તે અ. સૌ. ભાનુમતી ભગવાનદાસના જેઠાણી. તે સ્વ. શાંતિ, સ્વ. જયા, સ્વ. રમા, સ્વ. ગોવિંદના બેન. તે સ્વ. અશ્ર્વિન, સ્વ. જયસિંહ, રમેશ, સ્વ. બીના, સ્વ. ધીરજના માતુશ્રી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દેસાઇ સઇ-સુતાર જ્ઞાતિ
ગામ ઘાંઘળી (ભાવનગર) હાલ લોઅર પરેલ સ્વ. મુકતાબેન તથા સ્વ. જયંતિભાઇ નારણભાઇ ગોહિલના સુપુત્ર. સ્વ. મહેન્દ્રભાઇ ગોહિલ (ઉં. વ. ૬૮) તા. ૨૨-૧૧-૨૩ના મંગળવારના રામચરણ પામેલ છે. તે જયશ્રીબેનના પતિ. તે મફતભાઇ, કરનભાઇ, દિલીપભાઇ, મધુબેન બાબુલાલ સરવૈયાના ભાઇ. તે અમ્રિતા તથા નીતીશના પિતાશ્રી. તે હીનાબેન દિનેશભાઇ, જયોત્સનાબેન પ્રતાપભાઇ, ફાલ્ગુનીબેનના કાકા. તે ઇન્દુબેન, સ્વ. પ્રાણજીવનભાઇ ઝવેરભાઇ માડલ્યાના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૨૬-૧૧-૨૩ન રવિવારના બપોરે ૩થી ૫. ઠે. ક. વી. ઓ. સ્થાનકવાસી જૈન મહાજન વાડી, ડો.આંબેડકર રોડ, વોલ્ટાસ સામે, ચિંચપોકલી (ઇસ્ટ). લૌકિક પ્રથા બંધ છે. ધાર્મિક વિધી ચાણોદ રાખેલ છે.
નવગામ વિશા દિશાવળ
કલોલ હાલ મુંબઇ સ્વ. રમેશભાઇ શકરાલાલ શાહના ધર્મપત્ની પલ્લવીબેન (ઉં. વ. ૬૫) તા. ૨૪-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે દર્શિત, જેસિકાના માતા. એકતા, સુકેતુના સાસુ. સ્વ. દિનેશભાઇ, સ્વ. હસમુખભાઇ, ચંદ્રકાન્તભાઇ, તરુણભાઇ, સ્વ. પ્રવિણાબેનના ભાભી. રોહિતભાઇ, પીનેશભાઇ, વર્ષાબેનના બેન. ધ્વેન, માહીરના દાદી. પ્રાર્થનાસભા તા. ૨૬-૧૧-૨૩ના રવિવારે ૪થી ૬, પિયર પક્ષે સ્વ. નવનીતલાલ ગોરધનદાસ મોદી (કલોલ-મુંબઇ). ઠે. લોહાણા મહાજન વાડી, ૧લે માળે, શંકર મંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી લોહાણા
સ્વ. કેતન પ્રતાપ ચંદન (ઉં. વ. ૬૨) શુક્રવાર, તા. ૨૪-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. દમયંતી પ્રતાપ ભીમજી ચંદનના સુપુત્ર. તે કલ્પનાના પતિ. નારાણજી માધવજી બળીયાના જમાઇ. અપૂર્વ તથા અ. સૌ. અદિતીના પિતા. અ. સૌ. અમી અને અંક્તિ વિજય વરગીના સસરા. હરેશ, તથા નિમેષ, અ. સૌ. તેજલ ચેતન ઠક્કરના ભાઇ. મધુસુદન, મોહન, નરેન્દ્ર, મહાવીર ભીમજી ચંદનના ભત્રીજા. પ્રાર્થનાસભા રવિવાર, ૪થી ૬. ઠે. ચંદન બેન્કવેટ, પામ બીચ રોડ, સેકટર-૧૭, સાનપાડા, નવી મુંબઇ.
વિસા સોરઠિયા વણીક
ધુણેજવાળા હાલ કાંદિવલી રંજનબેન (ઉં.વ. ૭૫) તે સુબોધભાઈ ગુલાબદાસ જેચંદના પત્ની. તે સુરતવાળા લતાબેન દુર્લભદાસ ચત્રભુજના દીકરી. તે ગૌરવ, પૂર્વીના માતુશ્રી. તે ચેતન, નેહાના સાસુ. ભાનુબેન, મીનાક્ષીના દેરાણી. સ્વ. ઉર્મિલા, જયશ્રીના જેઠાણી, તા. ૨૨-૧૧-૨૩ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
સુરતી દશા શ્રીમાળી વૈષ્ણવ
વિજયકુમાર જસવંતલાલ મોગલ (ઉં.વ. ૮૦) તે સ્વ. ગીતાબેનના પતિ. ચિરાગ તથા તેજસના પિતા. સ્વ. શાંતાબેન તથા સ્વ. જશવંતલાલના પુત્ર. બકુલકુમાર તથા ધનેશના ભાઈ. ૨૪/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૬/૧૧/૨૩ના ૪ થી ૬. તેજસ મોગલ સી ૨૬ વેદાંત સોસાયટી, પ્લોટ ૮૨૬, સેક્ટર ૮ ચારકોપ, કાંદિવલી વેસ્ટ.
ભરુચ મોઢ જ્ઞાતિ
ભરુચના, હાલ મલાડ દિનેશભાઇ બાબુલાલ ભરૂચવાલાના ધર્મપત્ની જ્યોત્સ્નાબેન (ઉં.વ. ૬૨ ) તા. ૨૧-૧૧-૨૩ ને મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે હર્નિશભાઈ તથા મીરજભાઈના માતુશ્રી. પૂનમબેન તથા માધુરીબેનના સાસુ. સ્વ. ચંપકલાલ અંબાલાલ વાતાનાવાલાની પુત્રી તથા સ્વ. સુરેશભાઈ, દીપકભાઈ તથા ભરતભાઈ ભરૂચવાલા અને હસુમતીબેન કિરીટકુમાર મેહતાના ભાભી. તા. ૨૬-૧૧-૨૦૨૩ના પ્રાર્થનાસભા ૫ થી ૭. સરફ માતૃ મંદિર હોલ, પોદ્દાર રોડ, મલાડ ઈસ્ટ.
હાલાઈ લોહાણા
મહેન્દ્ર સામાણી (ઉં.વ. ૮૩), હાલ કાંદિવલી, સ્વ. જયાબેન, સ્વ. જમનાદાસ સામાનીના સુપુત્ર. સ્વ. રાજેન, નરેન, દીપાના પિતા. ધ્વનિ, ભક્તિ, બંસી, હર્ષ, હીરલ, રિદ્ધી, હીરેનના દાદા- નાના. જયેશકુમાર, જયશ્રી, મીતાના સસરા. સ્વ. જસુબેન, સ્વ. હસીબેન, સ્વ. સુશીલાબેન, સ્વ. પુષ્પાબેનના ભાઈ. સ્વ. વલ્લભદાસ ધનજી દેવાણીના જમાઈ, શુક્રવાર, તા. ૨૪-૧૧-૨૩ના દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એ-૪૦૧, નીશીતા કો. હા. સોસાયટી, દહાણુકરવાડી, એમ.જી. રોડ, કાંદિવલી-વેસ્ટ.
વિસા સોરઠીયા વણીક
મૂળ બાલાગામ હાલ વસઈ સ્વ. જયંત હીરાચંદ શાહ (ઉં.વ. ૬૬) તા. ૨૫/૧૧/૨૩ શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. હીરાચંદ હરજીવનદાસ શાહના સુપુત્ર. તે સ્વ. પ્રિતીબેન શાહના પતિ. તે સ્વ. કાંતિલાલ ઝવેરીના જમાઈ. તે જય અને કાજલના પિતા. તે વિનિતાના સસરા. તે શ્રીયાના દાદા. લૌકીક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button