મરણ નોંધ

હિન્દુ મરણ

સ્વ. શાંતાબેન વૈકુંઠરાય કોઠારીના સુપુત્રી. સ્વ. ચંપાબેન રામજીભાઇ સામાણીના પુત્રવધૂ. સ્વ. દિનેશભાઇ સામાણીના પત્ની. સ્નેહા અવધેશ, મીરા શ્યામલાલના માતાજી. અને ચિરંજીવી સંયમ શ્યામલાલના નાની ગં. સ્વ.દર્શનાબેન સામાણી શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા કાંદિવલી લોહાણા મહાજન વાડી, એસ.વી. રોડ, શંકર મંદિરની બાજુમાં, 1લે માળે, તા. 17-9-23ના રવિવારે 4થી 6.
ઘોઘારી વિશા શ્રીમાળી સમાજ
પાલીતાણા હાલ ઘાટકોપર સ્વ. ચંદ્રકાન્ત હરજીવનદાસ શેઠના ધર્મપત્ની સ્વ. પ્રફુલ્લા બેન (ઉં. વ. 75) તા. 14-9-23ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે જીતેન, પ્રીતિબેન, જાસ્મિન, બીનીતાના માતુશ્રી. ધ્રુતી, ઉમેશ રસિકલાલ શાહ, જીતેશ ભોગીલાલ સાવડીયા, દિપક ચંદ્રકાન્તભાઇ શાહના સાસુ. સ્વ. જસુમતી નેમચંદભાઇ સુતરિયાના ભાભી. વત્સલ અને જીનાંગના દાદી. પિયર પક્ષે સ્વ. અમરચંદ હેમચંદ શેઠના સુપુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. જીતેન ચંદ્રકાન્ત શેઠ, ન્યુ તારા એપાર્ટમેન્ટ, ઘાટકોપર.
પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ
કૃષ્ણપ્રસાદ મહેતા (ઉં. વ.102) બિહાગ કૃષ્ણપ્રસાદ મહેતા અને રાજેશ્રી કૃષ્ણપ્રસાદ મહેતાના પિતાશ્રી. અ. સૌ.ચેતનાના સસરા. ચિ. નારાયણ બિહાગભાઇ, જૈમિની બિહાગના દાદા. અ. સૌ. અશ્મિ નારાયણ અને અ. સૌ. અમોલીના દાદા-સસરા. રવિવાર, તા. 10-9-23ના મોક્ષ પામ્યા છે. ઉઠમણું શનિવાર તા. 16-9-23ના દિને પાંચ વાગે તેમના નિવાસસ્થાન ફલેટ નં.2, અમરકુંજ સોસાયટી, અગાશી રોડ, પ્રેમવલ્લભ હોલ પાસે, વિરાર (પશ્ચિમ), લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
સિમ્બર સમવાય ઔદીચ્ય
પાદરી (હાલ સાંતાક્રુઝ) ભાવેશભાઇ (ઉં. વ. 56) તે ગં. સ્વ. વસંતબેન રમણલાલ જોષીના પુત્ર. નૈનાબેનના પતિ. માનસ, નિહારના પિતા. વિજય, કેતનના ભાઇ. સ્વ. શાંતાબેન વજેશંકર મહેતાના જમાઇ. રાજેશ મૂળશંકર, નયના અરુણભાઇ જોશીના ભાણેજ. બુધવાર, તા. 13-9-23ના કૈલાસવાસી થયેલ છે. પ્રાર્થનાસભા રવિવારે તા. 17-9-23ના 3થી 5. ઠે. એમ. એમ. પીપલ્સ ઓન સ્કૂલ, ખાર એજયુકેશન સોસાયટી ઓડિટોરિયમ, ખાર પોલીસ સ્ટશનની બાજુમાં, ખાર (વેસ્ટ), લૌકિક ક્રિયા બંધ છે.
સુરતી વિશા લાડ વણિક
લલિતકુમાર મરચંટ (ઉં. વ. 91) સાંતાક્રુઝ તે સ્વ. પુષ્પાબેન તથા સ્વ. જગમોહનદાસ મરચંટના સુપુત્ર. તે અ. સૌ. હંસાબેનના પતિ. તે જયના, યતિન, ઉર્મિલના પિતા. તે સ્વ. સનતભાઇ, સ્વ. કિરીટભાઇ, સ્વ. સુરભિબેન, સ્વ. બકુલભાઇ, સ્વ. સતિશભાઇ, શ્રીમતી ઉષાબેન, કુમારી મીનાબેન, પંકજભાઇના મોટા ભાઈ. તે સ્વ. દિનેશભાઇ મરચંટના સાળા, તે ડો. રાજેન ગોરધનદાસ, શિલ્પા, દિપ્તીના સસરા. બુધવાર તા. 13 સપ્ટેમ્બર ના શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા શનિવાર તા. 16 સપ્ટેમ્બરના 5 થી 7 હિરાવતી હોલ, પોદ્દાર સ્કુલની પાછળ, ટાગોર રોડ, સાંતાકૃઝ વેસ્ટ.
ઘોઘારી લોહાણા
ધોલેરાવાળા હાલ કાંદિવલી સ્વ. વસંતરાય શાંતિલાલ મરચન્ટ (વસાણી) ના ધર્મપત્ની ગં. સ્વ દેવયાનીબેન (ઉં. વ. 87) તે 8/9/23ના શ્રીજીશરણ પામેલ છે. તે રશ્મિ પ્રકાશચંદ્ર બુદ્ધદેવ, નીતિન, પાલ મહેશ મહેતા, નેહા નલિન ઠક્કર, ફાલ્ગુનીના માતુશ્રી. કલ્પનાના સાસુ. સ્વ. નાગજી કાભાઇ શાહના પુત્રી. પ્રેમજીભાઈ, ગં. સ્વ સુંદરબેન નેમચંદ શાહ તથા રાજેશના બહેન. શ્રુષ્ટિ નીનેશ કેસરવાનીના દાદી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
અમરેલીવાળા હાલ સાવરકુંડલા સ્વ. જગજીવનદાસ પરષોત્તમદાસ વોરાના પુત્ર શશીકાંતભાઈ (ઉં. વ. 86) તે સ્વ જયાબેનના પતિ. ભાવના, ધ્રુમન, મીતાના પિતા, સ્વ. પ્રફુલભાઇ, હિના, બળવંતરાયના સસરા, સ્વ. નવીનચંદ્ર, સ્વ. અરવિંદભાઈ, સ્વ. હંસાબેન સુરેશચંદ્ર દોશીના મોટા ભાઈ, ટીમ્બીવાળા વૃજલાલ છગનલાલ મહેતાના જમાઈ 12/9/23 ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
નવગામ ભાટીયા
અમરેલી, હાલ મીરારોડ, ગં સ્વ સરલાબેન (ઉં. વ. 85) તે સ્વ. અનિલભાઈ આશરના ધર્મપત્ની, તે સ્વ કાંતાબેન પાનાચંદ આશરના પૂત્રવધૂ. તે નિલેશભાઈ, દીપકભાઈ અને સોનલબેનના માતુશ્રી. તે નેહાબેન, રશ્મિબેન અને રમેશભાઈ બાથમના સાસુ. તે કાજલ અને યશના દાદી /નાની. તા. 13 / 9/ 2023 બુધવારે શ્રીજીનાચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
હળવદ હાલ ઘાટકોપર સ્વ. સુરેશકુમાર મગનલાલ વોરાના ધર્મપત્ની શ્રીમતી હંસાબેન (ઉં. વ. 79), તે સોનલ, હેમલ તથા બીજલના માતુશ્રી. આશા તથા હિતેશકુમાર પ્રફુલચંદ્ર ભગતના સાસુ. સાગર. યશ, સાહિલ તથા ધ્રુવના દાદી-નાની, પિયરપક્ષે ગોવાવાળા સ્વ. કંચનબેન તથા સ્વ. સવાઈલાલ પારેખના દિકરી તા. 14-9-2023ના સ્વર્ગવાસી થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. 17-9-2023ના 4.30 થી 6.00. સ્થળ- સ્વામિનારાયણ મંદિર હોલ, ગ્રાઉન્ડ ફ્લોર, 90 ફીટ રોડ, લવંડર બોની બાજુમાં ઘાટકોપર-ઈસ્ટ.
સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગીયારસે બ્રાહ્મણ
મૂળ ઉસરડ ગામના હાલ દહિસર દિનેશભાઈ જાની, તે સ્વ.હરગોવિંદ મણિશંકર જાની અને સ્વ. જયાબેન જાનીના સુપુત્ર અને પ્રવીણભાઈ, જયંતભાઈના નાના ભાઈ, તે મધુબેન પિનાકિનભાઈ, સરોજબેન યોગેશભાઈ, અનિલાબેન રોહિતભાઈ , પ્રજ્ઞાબેન જાનીના ભાઈ, તે સ્વ.નંદલાલ મણિશંકર અને સ્વ.માણેકલાલ મણિશંકરના ભત્રીજા, તે અમેરિકા નિવાસી રમેશભાઈ નંદલાલ , ઇંદુબેન નંદલાલ , હરેશભાઈ નંદલાલના ભાઈ, તે દહિસર નિવાસી વિજયભાઈ માણેકલાલ અને હરીશભાઈ માણેકલાલના ભાઈ, તા.13-09-2023 શિવજીના ચરણે કૈલાશવાસ પામ્યા છે. પ્રાર્થના સભા તા.16-09-2023 શનિવાર 4 થી 6 . રીવેરા -રિવર વ્યુ બેંકક્વિટ હોલ, બાપુ બાગવે રોડ, દહિસર નદી કિનારે, કાવેરી બિલ્ડિંગ ની બાજુમાં, કાંદરપાડા, દહિસર પશ્ચિમ.
કપોળ વૈષ્ણવ
સિહોરવાળા સ્વ. જયંતિલાલ હરીલાલ સંઘવીના ધર્મપત્ની ગં.સ્વ. દેવયાનીબેન (ઉં. વ. 94), તે ભિવંડીવાળા પ્રભુદાસ વાલજી મહેતાના દિકરી. દિલીપ, અશ્વિન, પરિમલ તથા પલ્લવી દિનેશકુમાર પારેખના માતુશ્રી. સ્વ.કુસુમ, અ.સૌ. સુષ્મા તથા અ.સૌ.નીતાના સાસુ. નિરજ, નેમિષ, પ્રતિશ, ઈશા કુનાલ ગોરડિયા, પ્રાચી મહેંક મહેતા, ખ્યાતિ આદિત્ય ટિબરેવાલાના દાદી, અ.સૌ. રાજુલ, અ.સૌ. એકતા અને અ.સૌ. રિદ્ધિના મોટાસાસુ તા. 13-9-2023ના બુધવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
ચિતલવાળા (હાલ હુબલી) કમલનયનના ધર્મપત્ની લત્તા (ઉં. વ. 72), તે સ્વ ભાનુબેન કાંતીલાલ મહેતાના પુત્રવધૂ. મોહિત-સોનલ, રીના-ચેતન, પ્રગ્ના-દેવલના માતુશ્રી. તે બિમલ-નીપા, સ્વ. અનીલા-નવિનચંદ્ર, ભારતી-ભરત, કુમુદ-દિનેશ, નયના-નરેશ, રૌલા-હેમાંશુના ભાભી, અમોલ, રોહન, શ્રેય, ખુશી, દિશા, અનન્યાના દાદી, તે પિયરપક્ષે સ્વ. ઉર્મિલાબેન નટવરલલ સંઘવીના દિકરી, સોમવાર તા. 11-9-2023ના શ્રીજીચરણ પામેલ છે.
દશા સોરઠિયા વણિક
અંધેરી અ. સૌ. જયોત્સના પારેખ (ઉં.વ.84) તે વિનોદરાય પ્રાણજીવનદાસ પારેખનાં ધર્મપત્ની. તે સ્મિતા, રાજેશ, રીટા, નિલેશના માતુશ્રી. તે મુકેશ રઘાણી, સુભાષ શાહ, તેજલ તથા ખ્યાતિનાં સાસુ. તથા સ્વ. હરકિસનદાસ, સ્વ. કલાવતીબેન, હર્ષદભાઇના બહેન. તે સ્વ. ગિરીશભાઇ ગગલાણી તથા અનંતરાય વેકરિયાના વેવાણ તથા મોક્ષિતા, જીલ, ક્રીના અને હેત તથા જીજ્ઞા, એકતા, જય, દેવાંશી, નિખીલના દાદી-નાની. તા. 14-9-23ના શ્રીજીચરણ પામેલ છે. સાદડી તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
લાલપુર ભાટિયા
કપિલભાઇ પાલેજા (ઉં. વ. 69) હાલ (સાંતાક્રુઝ) તે સ્વ. તારાબેન તથા સ્વ. વિજયભાઇ પાલેજાના પુત્ર. તે સ્વ. જયોત્સનાબેન તથા સ્વ. રસિકભાઇ મણિયારના જમાઇ. લજજુના પતિ. ખ્યાતિ, ખુશબુ તથા ધિરેનના પિતા. વિશાલ, નિકુંજ તથા શ્વેતાના સસરા. પ્રિતી તથા કુમારના ભાઇ. તા. 14-9-23ના ગુરુવારના શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તા. 17-9-23ના રવિવારે 5થી 7. ઠે. હીરાવતી હોલ, ટાગોર રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…