મરણ નોંધ

હિન્દુ મરણ

કપોળ
શિહોરવાળા હાલ કાંદિવલી સ્વ. ચંદ્રિકાબેન અજીતરાય મહેતાના પુત્ર વિમલ (ઉં.વ. ૫૬) તે પારુલના પતિ અને ફોરમના પિતા. ચેતન-ભારતી, શિલ્પા-હિમાંશુ સંઘવીના ભાઈ. મોસાળપક્ષે મહુવાવાળા રજનીકાંત રમણીકલાલ દોશીના ભાણેજ. શ્ર્વસુર પક્ષે બિપિનચંદ્ર રમણલાલ ભુતાના જમાઈ તા. ૨૧-૧૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે તેઓની લૌકિક પ્રથા બંધ છે અને પ્રાર્થનાસભા નથી. (ચક્ષુદાન અને ત્વચાદાન કરેલ છે.)
કચ્છી લોહાણા
કચ્છ ગામ કોટડી મહાદેવપુરી હાલે મુલુંડ સ્વ. રામજી ભીંડેના ધર્મપત્ની સાવિત્રીબેન (ઉં.વ. ૮૪) તે સ્વ. હરિરામ દામજી ભીંડેના મોટા પુત્રવધૂ. તે અરુણ ભીંડે, લક્ષ્મી ભરત કક્કડ અને રેખા સુનીલ કારિયાના માતુશ્રી. તે સ્વ. દામજી નરશી સચદે કચ્છ ઢોરીવાળાની મોટી પુત્રી. તે દમયંતી માણેક, કાંતા મેઘજી, જ્યોતિ રમેશ, નિર્મળા મધુસુદન, ગીતા ગીરીશ અને જ્યોતિ રાજેશના મોટા ભાભી. તે શીતલ રીતેશ બારુ, જીજ્ઞા ધર્મેશ ઠક્કર અને કેવલ અરુણ ભીંડેના દાદીમા. તે સોમવાર, તા. ૨૦-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૩-૧૧-૨૩ના ૫થી ૭ પેલેસ બેન્કવેટ હોલ, બીજા માળે, ઈન્ડસુડ બેંકની ઉપર, વિકાસ સેન્ટર, નેતાજી સુભાષચંદ્ર રોડ, મુલુંડ (વે). લૌક્કિ વ્યવહાર બંધ છે. બૈરાઓએ તેજ દિવસે
આવી જવું.
હાલાઈ લોહાણા
મૂળ ગામ રાજકોટ, હાલ કાંદિવલી, ગં.સ્વ. રાધાબેન ઠક્કર (ભીમજીયાણી) (ઉં.વ. ૯૪) તે સ્વ. વ્રજલાલ ત્રિભોવનદાસ ભીમજીયાણીના ધર્મપત્ની. તે વિનોદભાઈ, રાજેશભાઈ અને હિતેશભાઈના માતુશ્રી. તે દયાળજી નરશી રુઘાણી (મેવાસાવાળા) હાલ કાંદિવલીના દીકરી. તે રૂપાબેન, બંદિનીબેન તથા હિનાબેનના સાસુ. તે કરિશ્મા, નિશિતા સૌરભ દત્તાણી, હેજલ, ફોરમ હિતેન સોમાણી, હર્ષ તથા વિરાજના દાદી. તા. ૨૧-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૪-૧૧-૨૩ના ૫થી ૭ હાલાઈ લોહાણા મહાજન વાડી, પહેલે માળે, શંકર મંદિરની બાજુમાં, એસ.વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
નવગામ ભાટિયા
રાજકોટ, (આફ્રિકાવાળા) હાલ ડોમ્બિવલી ગો.વા. સવિતાબેન જયંતીલાલ આશરના પુત્ર અશ્ર્વિનભાઈ (ઉં.વ. ૬૯) તે શોભનાબેનના પતિ. જોડિયાવાળા ગો.વા. વનરાજ લક્ષ્મીદાસ વેદના જમાઈ. પરાગ અને મિહિરના પિતાશ્રી. સ્વ. અરુણાબેન હેમંત છેડા અને પ્રકાશભાઈના ભાઈ. મેઘાના સસરા. તા. ૨૦-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૨૩-૧૧-૨૩ના ગુરુવાર ૪.૦૦થી ૫.૩૦. પીપી ચેમ્બર, સર્વોદય બેંકવેટ હોલ, રેલવે સ્ટેશન નજીક, ડોમ્બિવલી (ઈસ્ટ), લૌકિક વ્યવહાર
બંધ છે.
લોહાણા
ભાવનગર નિવાસી, હાલ વસઈ ગં.સ્વ. હંસાબેન ખંધેડિયા (ઉં.વ. ૮૨) તા. ૨૧-૧૧-૨૩ ને મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ધીરજલાલ ભગવાનદાસ ખંધેડિયાના ધર્મપત્ની. સ્વ. લલીતાબેન વૃજલાલ ગણાત્રાના દીકરી. હેમંત, દિવ્યેશ, તુષાર અને મનીષાના માતા. અલ્કા, નિશા, ઊષા અને બ્રિજેશકુમાર સામાણીના સાસુ. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
કુંભણ (મહુવા), હાલ મુલુંડ સ્વ. દોશી દોલતરાય ફૂલચંદ દોશીના ધર્મપત્ની મંગળાબેન (ઉં.વ. ૯૨) તા. ૧૮-૧૧-૨૩ ને શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે વિનોદભાઈ, રતીભાઈ, ફતેચંદભાઈ, નાગરભાઈ, ચુનીભાઈ, પ્રભુભાઈ તથા બાબુભાઈના ભાભી તથા ચંદ્રાબેનના જેઠાણી. સ્વાતી નિકુંજ, નીશા જીગ્નેશકુમાર, હિના હિમાંશુકુમારના ભાભુ. ટિશા, શાયશાના દાદી. પિયર પક્ષે ખંઢેરાવાળા જીવનલાલ લાલચંદ ગાંધીના દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એડ્રેસ: બાબુલાલ મોહનલાલ દોશી, ૭૦૧, કૃષ્ણકુંજ નંબર-૩, તાંબેનગર, મુલુંડ (વેસ્ટ).
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
મૂળ ભાવનગર નિવાસી હાલ ડોમ્બિવલીના સ્વ. ચંદ્રકાંત જેન્તીલાલ શાહ (ઉં.વ. ૭૫) તા. ૨૦-૧૧-૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે જેન્તીલાલ પરમાનંદદાસના પુત્ર. તે વીરલના પપ્પા. બીનાબેનના સસરા. તે રાશીના દાદા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
બાવીશી બરવાળાવાળા, હાલ ભાયંદર સ્વ. હિરાલાલ જીવરાજ પારેખના ધર્મપત્ની ગં.સ્વ. મિનાક્ષીબહેન (ઉં.વ. ૭૭) તા. ૨૧-૧૧-૨૩, મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. તે કેતન, પિયુષ, ભાવેશ, રક્ષા અને હેમાલીના માતુશ્રી. તે હિના, ભાવિશા, રાજીવકુમાર ચંદ્રકાંત વળિયા ને હિતેશકુમાર નગીનભાઈ મહેતાના સાસુ. તે ભાનુદાસ ગંગાદાસ પુનાવાળાના બહેન. તે દર્શ, હર્ષ અને ધારાના દાદી અને જય, ઊર્જા અને સમયના નાની. ઉઠાણમું અને લૌકિક પ્રથા બંધ છે.
નવગામ ભાટિયા
ગોંડલ નિવાસી, હાલ ભાયંદર નીતા વિજય સંપટ (ઉં.વ. ૬૫), તે સ્વ. રાધાબેન વલ્લભદાસ સંપટના પુત્રવધૂ. તે સ્વ. કનકસિંહ (બાબુભાઈ) ડાહ્યાલાલ આશરના પુત્રી. તે પ્રણવ, સૌ. નિયતિ હિમાંશુ મહેતાના માતૃશ્રી. તે સોનલ, સ્વ. પ્રીતિ અનિલ ગાંધી તથા મનીષના બહેન. તે ઇન્દુબેન, અનિલભાઈ, સૌ. પુષ્પાબેન દીપક ઉદેશી, ભરતભાઈ તથા સૌ. ઉર્વશી જયંત સંપટના ભાભી. તા. ૨૧-૧૧-૨૩ ને મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ
રાખેલ છે.
ઘોઘારી લોહાણા
વસઈ નિવાસી કુ. અમિતા (ઉં.વ. ૫૧), તે મમતાબેન અવિનાશ (શેખરભાઈ) રાજાણીની સુપુત્રી. તે સ્વ. લલીતાબેન છબીલદાસ રાજાણીના પૌત્રી. તે કલ્યાણ નિવાસી સ્વ. કંચનબેન ચીમનલાલ મૃગના દોહિત્રી. તે સ્વ. જશવંતભાઈ, સ્વ. જીતેન્દ્રભાઈ, સ્વ. અરવિંદભાઈ, સ્વ. સુધાબેન ધનસુખલાલ ખંધડિયા, શ્રીમતી સુરેખાબેન અજીતભાઈ પોપટના ભત્રીજી, તા. ૨૦/૧૧/૨૩ના શ્રીજી ચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. અમિતા બંગલો, રાજાણી વાડી, પોલીસ સ્ટેશન સામે, કિલ્લા રોડ, વસઈ ગામ ૪૦૧૨૦૧.
કપોળ
ભાવનગર, હાલ ભાયંદર સુધા જયંત ત્રંબકલાલ મોદીના પુત્ર જનક (ઉં.વ. ૩૯) તે ૨૦/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે બિનલના પતિ. ધવલ તથા નેહા અમિત પારેખના ભાઈ. ઉગલવાણવાળા પારૂલબેન હિતેષભાઇ કનૈયાલાલ મહેતાના જમાઈ. સ્વ. બાલક્રિષ્ણ ત્રિભોવનદાસ મથુરીયા મહેતાના ભાણેજ. સ્મર્થના પિતા. પ્રાર્થનાસભા ૨૪/૧૧/૨૩ના ૫ થી ૭. ભાયંદર કપોળ વાડી, ગીતા નગર, ભાયંદર વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
રાધનપુર તીર્થ જૈન
હાલ મલાડ નિવાસી સ્વ. નાનાલાલ મંગળદાસ કોઠારીના ધર્મપત્ની. ગં.સ્વ. પદમાબેન (ઉં.વ. ૮૭) તે ભાવેન, મયંક, મયુરી, દીપિકા, જયશ્રી, અલકાના માતુશ્રી. મોનીકા, જયકુમાર, રાજેશકુમાર, નવીનકુમારના સાસુ. ભૌતિક, હાર્દિકના દાદી. પિયરપક્ષે સ્વ. ચુનીલાલ મયાચંદ શાહ રાધનપુરવાળાના દીકરી. તે ૨૧/૧૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
જામનગર મોઢ વણિક
વિલેપાર્લે, હાલ કાંદિવલી દિવ્યાબેન તથા હસમુખભાઈ ગોરધનદાસ ગાંધીના પુત્ર દિપકભાઈ (ઉં.વ. ૫૪) તે હીનાબેનના પતિ. ધ્રુવી તથા માનવના પિતા. યામિની દેવેન દેસાઈના ભાઈ. ઇન્દુમતીબેન તથા મહેન્દ્રભાઈ બુદ્ધિધન શાહના જમાઈ. ૨૧/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૩/૧૧/૨૩ના ૫ થી ૭. લોહાણા મહાજનવાડી, બીજા માળે, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
હરેન્દ્રભાઈ પોપટ (ઉં.વ. ૭૭) તે નાથદ્વારાવાળા હાલ પૂના સ્વ. સુભદ્રાબેન કાનજી હંસરાજ પોપટના પુત્ર. હંસાબેનના પતિ. સ્વ. ચંપાબેન દામજી જાધવજી ઉનડકટના જમાઈ. હરિદાસ, નિરંજન, અજય, ગં. સ્વ. ચંદ્રિકા મધુકાંત ગણાત્રાના મોટાભાઈ. ચિરલ ભાવિક સોતા, ફોરમ કુણાલ ઠક્કરના પિતા. ૧૯/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
મહુવા, હાલ મુંબઈ રવિન્દ્રભાઈ જયંતીલાલ મહેતા (ઉં.વ. ૭૭), તે સ્વ. ક્રિષ્ણાબેનના પતિ. સેજલ મનીષ વોરા, પાયલ પ્રશાંત ગાંધીના પિતાશ્રી. સ્વ. ભુપેન્દ્રભાઈ, કિરીટભાઈ, સ્વ. કોકિલાબેન અશોકકુમાર મહેતા, ભારતીબેન રસિકલાલ ગાંધી, સ્વ. દેવયાનીબેન હર્ષદરાય પારેખના ભાઈ. સાસરાપક્ષે ચિતળવાળા સ્વ. અંબાવીદાસ મોહનલાલ મહેતાના જમાઈ. મોસાળપક્ષે મોટા ખટવડાના સ્વ. કાળીદાસ પ્રેમજી ચિતલીયા, તે હાર્દિકના નાના, મંગળવાર, તા. ૨૧-૧૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા સર્વ લૌકિક પ્રથા બંધ
રાખેલ છે.
કપોળ
રાજુલાવાળા, હાલ અંધેરી સ્વ. નાનાલાલ શામજી દોશીના પુત્ર હેમંતભાઈના ધર્મપત્ની પુર્ણીમા (પ્રફુલ્લા) (ઉં.વ. ૭૩), તા. ૨૦-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે પીયુષ, વૈશાલી જતીનકુમાર લાયજાવાળા, હેમાલી ક્ષીતીજ મહેતાના માતુશ્રી. તે કાજલના સાસુ. તે અમરેલીવાળા સ્વ. મગનલાલ શામજી મહેતાના દીકરી. સ્વ. પ્રફુલ્લભાઈ, હસમુખભાઈ, દિપીકાબેન, પન્નાબેનના ભાભી. પ્રાર્થનાસભા તા. ૨૪-૧૧-૨૩ના ૫ થી ૭, સ્થળ- મહેશ્ર્વરી ભુવન, મહેશ્ર્વરી ભુવન ચોક, ન્યુ લીંક રોડ એક્સ., ઓશીવારા પોલીસ સ્ટેશનની બાજુમાં, અંધેરી-વેસ્ટ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…