હિન્દુ મરણ
શ્રીમાળી બ્રાહ્મણ
કચ્છ અંજાર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. મનહરલાલ નારાયણજી દવેના પુત્ર (ઉં. વ. ૬૭) રાજેન્દ્ર (બબાભાઈ) તે કલ્પનાબેનના પતિ. દિશા અને ઉજજવલના પિતા. તે પ્રવિણા, કુસુમ, ઉષા, શોભા, મીના, સ્વ. જયેશ, કપિલ, ભરતના ભાઈ. તે હરિશંકર બેચરલાલ દવેના જમાઈ તા.૧૮/૧૧/૨૩ ના કૈલાશવાસ થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૦/૧૧/૨૩ ના ૪ થી ૬ ઘાટકોપર બ્રાહ્મણ સમાજ, જોશી લેન ખાતે રાખેલ છે.
મેઘવાળ
ગામ મોરબી હાલ મુંબઈ સ્વ. દેવુબેન પ્રેમજીભાઈ પરમાર તે સ્વ. પ્રેમજી લક્ષમણ પરમારના ધર્મપત્ની, સ્વ.પુંજીબેન અને નાનજીભાઈ ચાવડાના દીકરી. હસમુખ કમળા નીલમના માતૃશ્રી. જીતેન્દ્ર બાબરીયા નરોત્તમ વેગડાના સાસુ. કાર્તિકય.પાર્થના દાદી ક્રિષ્ના, વિકીના નાની તા:૧૧/૧૧/૨૩ શનિવારના રામચરણ પામ્યા હતા. તેમના બારમાની વિધિ તારીખ ૨૧-૧૧-૨૩ મંગળવારે ૫:૦૦. નિવાસ્થાન એ૪ હા.સો. સંતશ્રી વીરમેઘમાયા માર્ગ તુલસીવાડી મુંબઈ ૩૪,
શ્રી નાઘેર દશા શ્રીમાળી વણિક
સામતેર, હાલ વાશી, સ્વ. શાહ જેચંદ વાલજીના પુત્ર શ્રી હરકીશનદાસ શાહ (ઉં. વ. ૮૭) તે અશ્રુબેનના પતિ. પરેશભાઇ, પરાગભાઈ ત્થા વંદનાબેનના પિતા. ત્થા સ્વ. મનોરદાસ, શાંતીલાલ, છોટાલાલ, કિશોરભાઇ, સ્વ. જડાવબેન ભાઇચંદ, સ્વ. તરવેણીબેન નરોત્તમદાસ, અ.સૌ. તારાબેન ભુપેન્દ્રભાઇ, ગં. સ્વ. ભાનુબેન મનસુખલાલના ભાઇ. સ્વ. લાલચંદભાઇ વલ્લભદાસ શાહના જમાઇ – બુધવાર, તા. ૧૫.૧૧.૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૯.૧૧.૨૩, રવિવાર, ૪:૩૦ થી ૬.૦૦ – શીવ કુટીર, સોસાયટી ગ્રાઉન્ડ, પ્લોટ નં ૧૦૫/૧૦૬, સેક્ટર ૨૯, વાશી, નવી મુંબઇ.
મોઢ વણિક
કોડીનાર, હાલ (ભાયંદર) કુસુમબેન ભગત (ઉં. વ. ૭૭) તે સ્વ.જીવનલાલ ભગત તથા સ્વ. હરકુવરબેન ભગતના પુત્રવધૂ. તે સ્વ.કાંતિલાલ ભગતના પત્ની. તે સ્વ. પ્રીતિ હરેશ મહેતાના માતૃશ્રી. તે અ.સૌ. નિધિ મોનીશ સોમાણી તથા કુમારી નૂપુરના નાની. તે સ્વ.વિઠ્ઠલદાસ, સ્વ.નર્મદાબેનના દીકરી. તા.૧૬/૧૧/૨૩ ના ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે. જી-૨, એ િંવગ, ગીતા પાર્ક, ટીંબા રોડ,ભાયંદર (વેસ્ટ).
કંડોડિયા બ્રામ્હણ
સાવરકુંડલા, હાલ મુંબઈ અ.સૌ. રમાબેન તથા મહેન્દ્રભાઈ અંબાશંકર અધવર્યુંના પુત્ર પાર્થેશ (ઉં. વ. ૪૮) તે ચેતનાના પતિ. હેતા, ખુશી, મંથનના પિતા, સાસરાપક્ષે સ્વ. ભાવનાબેન તથા સ્વ. ચંદ્રકાન્ત ફુલશંકર વ્યાસના જમાઈ. રચના, ઉમેશ કે અધવર્યું, જીતેન્દ્ર બી અધવર્યુંના મોટાભાઈ, તે તા. ૧૩/૧૧/૨૩ના કૈલાશવાસી થયેલ છે. તેમની ટેલિફોનિક પ્રાર્થનાસભા ૧૯/૧૧/૨૩ ના ૪ થી ૬.
હાલાઇ લોહાણા
જૂનાગઢ, હાલ મુંબઈ કાંતિલાલ વિઠલાણી (ઉં. વ. ૯૨) તે સ્વ. મોહનલાલ જીવણભાઈ તથા સ્વ હરીબેન વિઠલાણીના પુત્ર. સ્વ. કમળાબેનના પતિ. બીના, ભરત, સ્વ. દિનેશના પિતા. રેખા, કલ્પના તથા કિશોરભાઈ રાચ્છના સસરા. મોહનભાઇ માવજીભાઈ વડેરા લાસાના જમાઈ. તા. ૧૭/૧૧/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૦/૧૧/૨૩ ના ૪.૩૦ થી ૬. સેવા સદન, મલબારી હોલ, પહેલે માળે, ગામદેવી પોલીસ સ્ટેશન પાસે, ગામદેવી ગ્રાન્ટ રોડ વેસ્ટ.
હાલાઇ લોહાણા
તનસુખલાલ કારિયા (ઉં. વ. ૮૮) તે હાલ મુંબઈ ૧૭/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. શાંતાબેન તથા સ્વ. મોહનલાલ ઓધવજી કારિયાના પુત્ર. જીસોવનપ્રભાના પતિ. સંદીપ, સંજય, અનુપના પિતા. ગીતા, વર્ષા, ફોરમના સસરા, ધ્રુવ, શિખા, ડોલી, ખુશીના દાદા.
લુહાર સુતાર
ગામ હરમડીયા હાલ દહિસર ઈસ્ટ સ્વ. શાંતાબેન વાઘેલા (ઉં. વ. ૫૮) તા.૧૫/૧૧/૨૩ બુધવારનાં શ્રી રામચરણ પામ્યા છે. તેઓ. સ્વ. જમનભાઈ માવજીભાઈ વાઘેલાના પત્ની. નરેશભાઈ, નયનાબેન અને હીનાબેનના માતુશ્રી. પ્રિયંકાના સાસુ અને ફ્રેયાના દાદી. સ્વ.હેમચંદભાઈ ગોવિંદભાઇ કવાના સુપુત્રી. પ્રાર્થનાસભા તા. ૨૦/૧૧/૨૩, સોમવારના લુહારસુથાર વેલફેર સેંટર, કાર્ટર રોડ નં ૩ બોરીવલી ઈસ્ટ, ૫ થી ૭ લૌકિક પ્રથા બંધ છે.
ખંભાતી લાડ વણિક
અ. સૌ. ચારૂબેન, (ઉં. વ. ૮૮) તે ઇન્દ્રવદન હરકિસનદાસ મહેતાના પત્ની. સ્વ. જસવંતીબેન – સ્વ. હરકિસનદાસ મોરસાવાળાના પુત્રવધૂ. સ્વ. તારાબેન – સ્વ. હરકિસનદાસ ઝવેરી (સેઠના)ના પુત્રી. જલ્પા-કોષાના માતુશ્રી. કલ્પેશ ધારિઆ – રાકેશ ધારિઆના સાસુ. તા.૧૭-૧૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
મણિશંકર મહેતા (ઉં. વ. ૮૫) ગામ સીમર હાલ કાંદીવલી તે સ્વ.ગોદાવરીબેન પરમાનંદ મહેતાના પુત્ર. સ્વ. લલિતાબેનના પતિ તથા દિનેશ અને મહેશના પિતાશ્રી, તા.૧૬/૧૧/૨૩ ના કૈલાસવાસી થયા છે. તેમની સાદડી હાલાઈ લોહાણા મહાજન વાડી, એસ વી રોડ, શંકર ભગવાનના મંદિરની બાજુમાં, કાંદીવલી વેસ્ટ, ૧૯/૧૧/૨૩, રવિવાર ના ૪:૦૦ થી ૬:૦૦. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
દામનાગરવાળા હાલ મુંબઈ શ્રીમતી અરૂણા મહેતા, (ઉં. વ. ૮૨) તા. ૧૭-૧૧-૨૩, શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. અનિલ હરીલાલ મહેતાના ધર્મપત્ની. જનક, અ.સૌ. તોરલ, સૌ. હીરલના માતુશ્રી. સૌ.લોપા, પરેશ પારેખ,અમિતાભ કાપડીયાના સાસુ અને દેવાંશી-સાહિલ અને માલવના દાદી અને નવાપુરવાળા સ્વ. પુષ્પાબેન અને કૃષ્ણલાલ હીરાલાલ મહેતાના પુત્રી. પ્રાર્થનાસભા તા. ૨૦-૧૧-૨૩, ટા. ૪ થી ૬, આઇ, એમ.એ. હોલ, જે.આર.મ્હાત્રે માર્ગ, ચંદન સિનેમાની પાછળ, જુહુ, મુંબઈ-૪૯.
કપોળ
રાજુલાવાળા, હાલ વિલેપાર્લા સ્વ. પ્રદિપકુમાર જયાલક્ષ્મી જયંતીલાલ ભુતાના પત્ની ગં.સ્વ. દિનીતાબેન (ઉ.વ.૬૭), તા. ૧૭-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે હિમાંશુ-ચિરાગના માતુશ્રી. હિરલ-કિશીતાના સાસુ. નાયશા-શિવાયના દાદી. અમરેલીવાળા ગં.સ્વ. મંજુલાબેન પ્રભુદાસ દ્વારકાદાસ ગાંધીના દિકરી. સર્વ પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૦-૧૧-૨૦૨૩, સોમવારે ૫ થી ૭ , અમૃત બાગ, બજાજ રોડ, વિલે પાર્લા(પ.). લોકિક પ્રથા બંધ છે.
વડનગરા નાગર બ્રાહ્મણ
મૂળ પેટલાદ, હાલ મુંબઈ અ.સૌ.સુહાની ઉત્કર્ષ દીક્ષિત (ઉં. વ. ૪૮)નું અવસાન સોમવાર, તા. ૧૩-૧૧-૨૩ના થયેલ છે. તે ઉત્કર્ષ દીક્ષિતનાં પત્ની, રૈનાની મમ્મા, નેહા તથા સાંવરિની બહેન. ઉઠમણું મંગળવાર,તા. ૨૧/૧૧/૨૩ના ૪.૦૦ થી ૬.૦૦ સ્થળ: પાવનધામ, ડી-માર્ટની પાછળ, બીસીસીઆઈ ગ્રાઉન્ડ પાસે, મહાવીર નગર, કાંદિવલી (પશ્ર્ચિમ).
ગુર્જર સુતાર
મુળગામ ઈગોરાળા હાલ થાણે, સ્વ.રાજેન્દ્રભાઈ તલસાણીયા (ઉં. વ. ૬૯) તા.૧૬-૧૧-૨૦૨૩- ગુરૂવારના અવસાન થયેલ છે તે સ્વ. હંસરાજભાઈ કરસનભાઈના પુત્ર. વર્ષાબેનના પતિ. સ્વ.જયેન્દ્રભાઈ , સ્વ.જગદીશભાઈના ભાઈ. સેજલભાઈ, મિતાલીબેનના પિતાશ્રી, સ્વ. ગોવિંદભાઈ ભીખાભાઈ ખોરદિયાના જમાઈ.
મેવાડા સુથાર
ગામ માલોસણ હાલ મુલુંડ સ્વ. મણિલાલ ગિરિધરદાસ મિસ્ત્રીના સુપુત્ર બાબુભાઇ મિસ્ત્રી (ઉં. વ. ૮૧) તા. ૧૨-૧૧-૨૩ના રવિવારે દેવલોક પામ્યા છે. ભાનુમતીબેનના પતિ. હિમાંશુ, નીતાના પિતા. કિરણ મિસ્ત્રી, પ્રશાંત મોઇલીના સસરા. ભાર્ગવ, નમન, ખવિશના દાદા. પ્રાર્થનાસભા તા. ૧૯-૧૧-૨૩ રવિવારે ૪થી ૬. ઠે. હોલ નં. ૪, ગોપુરમ હોલ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, એન. એસ. રોડ, મુલુંડ (પશ્ર્ચિમ). લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ મોટી બેર હાલ વાશી નવી મુંબઇના સ્વ. શાંતાબેન ખીમજી ઠક્કરના પુત્ર સ્વ. રેખાબેન ઠક્કરના પતિ લક્ષ્મીકાંત ઠક્કર (ઉં. વ. ૮૦) શુક્રવાર, તા. ૧૭-૧૧-૨૩ના રામશરણ પામેલ છે. તે સ્વ. લક્ષ્મીબેન ધરમશી પ્રધાન કોઠારીના જમાઇ. તથા વિરલ, અંકુરના પિતા તથા નમ્રતા, સવિતાના સસરા. સ્વ. જયાબેન પ્રાગજીભાઇ મૃગ, સ્વ. પ્રભાબેન રમણીકલાલ ગણાત્રા. મધુબેન વસંતભાઇ ભીંડે, લતાબેન રમણીકલાલ ઠક્કર, પ્રફુલાબેન વસંતભાઇ આઇયાના ભાઇ. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
પાટણ ક્ષત્રિય
અ. સૌ. મંજુલા ગોઠી, પાટણ નિવાસી હાલ મુંબઇ તે નીતિનભાઇ ગોઠીના ધર્મપત્ની. તે મિતેષ, માલિનીના માતુશ્રી. અ. સૌ. ક્ધિનરી તથા મનોજ ત્રિવેદીના સાસુ. દિશા, હેનાના દાદી. આદિત્યના નાની તા. ૧૭-૧૧-૨૩ના શુક્રવારે વૈકુંઠવાસી થયા છે. લૌકિક પ્રથા રાખી નથી.
લુહાર સુથાર
અમરેલીવાળા હાલ અંધેરી અ. સૌ. બીનાબેન તારકભાઇ કારેલીયા (ઉં. વ.૫૧) તા. ૧૬-૧૧-૨૩ના ગુરુવારના રામશરણ પામેલ છે. તે પ્રભાબેન ત્રિભુવનભાઇ કારેલીયાના પુત્રવધૂ. ભૂમિના માતા. કિરણબેન, મનીષાબેન, રૂપલબેનના ભાભી. ગં. સ્વ. કાંતાબેન લવજીભાઇ મકવાણાના પુત્રી. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૦-૧૧-૨૩ના ૪થી ૬. ઠે. મુકતી ધામ, પારસીવાડા, સહાર રોડ, ચકાલા, અંધેરી (ઇ). પિયર પક્ષની પ્રાર્થનાસભા પણ સાથે જ રાખવામાં આવી છે.
ખેડવાબાજ બ્રાહ્મણ
હિંમતનગર હાલ કાંદિવલી અ. સૌ. તૃપ્તિ વિનીત પંડયા (ઉં. વ. ૫૪) તે સ્વ. શારદાબેન પુરુષોતમદાસ પંડયાના પુત્રવધૂ. સ્વ. મૃદુલાબેન નવનીતરાય શાહના પુત્રી. ગ્રીષ્માના માતા શુક્રવાર તા. ૧૭-૧૧-૨૩ના શ્રીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૦-૧૧-૨૩ના ૪થી ૬. ઠે. પાવનધામ, ૧લે માળે, સચીન તેંડુલકર જિમખાના પાછળ, મહાવીર નગર, કાંદિવલી (વે).
કચ્છી લોહાણા
જાનકી ઠક્કર (ઉં. વ. ૮૪) તે સ્વ. બુદ્ધિધન પૂ. ઠક્કરના ધર્મપત્ની. સ્વ. સાકરબેન તથા સ્વ. કરમશીભાઇ સોમૈયાના સુપુત્રી શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે ઉદય તથા મનોજના માતુશ્રી. રૂપા, અનૈતાના સાસુમા. ભારતી, જયસિંહના ભાભી. સ્વ. શાંતિલાલભાઇ સોમૈયા તથા લીલાબેન, સાવિત્રીબેન, દિવ્યાબેન, નિરૂબેન, ભારતીબેન તથા પ્રતિમાબેનના બેનની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૦, સાંજના ૫થી ૭. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. એસ. એન. ડી. ટી. શ્રી રવજી જીવરાજ ચાંગડાઇવાલા હોલ, ૩૩૮, રફી એહમદ કીડવાઇ રોડ, માટુંગા (ઇસ્ટ).
બાવીસી ભાવસાર
માણસા નિવાસી હાલ ગોરેગામ સ્વ. રવચંદ દાસ અને સ્વ. સાકુબેનના પુત્ર સુરેશભાઇ ભાવસાર (ઉં. વ. ૮૭) તા.૧૭-૧૧-૨૩ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તેઓ કુણાલના પિતા. મીતાના શ્ર્વસુર. ધ્રૂવ અને જીમિતના દાદાજી. સ્વ. કોકિલાબેન ભાવસારનાં પતિ તથા સ્વ.મણીલાલ શાહના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.