મરણ નોંધ

હિન્દુ મરણ

ત્રિવેદી મેવાડા બારીશી બ્રાહ્મણ
ગામ બામણા હાલ મુલુંડ નટવરલાલ મુળશંકર પંડ્યા (ઉં.વ. ૮૫) તા. ૧૪-૧૧-૨૩ મંગળવારના શિવચરણ પામેલ છે. તે ડાહીબેનના પતિ. ભરત, મીના, અનિલના પિતા તથા સુધા, અનિલકુમાર, ભાવનાના સસરા. અંબિકાબેન, ચીમનભાઈ, નર્મદાશંકરના ભાઈ. ધારા, હિનલ, ધ્રુવ, પાર્થના દાદા. પ્રાર્થનાસભા તા. ૧૭-૧૧-૨૩ શુક્રવારે સાંજે ૫થી ૭. શ્ર્વસુર પક્ષ બામણા નિવાસી સ્વ. સોમનાથ કોદરલાલ જોષી તરફથી સાથે રાખેલ છે. સ્થળ: કાલીદાસ ઓડિટોરિયમ, પી.કે. રોડ, મુલુંડ (વે.). લૌકિક વ્યવહાર બંધ છે. ઉત્તરક્રિયા મુલુંડ મુકામે રાખેલ છે.

ઘોઘારી લોહાણા
ભાવનગર નિવાસી હાલ દહિસર ગં.સ્વ. રમાબેન ચત્રભુજ વસાણી (ઉં.વ. ૭૫) તે સ્વ. ચત્રભુજ જીવરાજ વસાણીના ધર્મપત્ની. ભૂપેન્દ્ર, રૂપલ, વિમલ તથા મેહુલના માતુશ્રી. શોભના, ચેતના, સ્વ. નલિનકુમાર જોબનપુત્રાના સાસુ. રાજકોટ નિવાસી સ્વ. મોરારજી જાધવજી શીંગાળાના દીકરી. રોહિત, વત્સલ, ખુશ્બુ, શીતલના બા ૧૫/૧૧/૨૩ના રોજ શ્રીજીશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૭/૧૧/૨૩ના રોજ ૪ થી ૬ સમાજ કલ્યાણ કેન્દ્ર હોલ, ઝરી મરી ગાર્ડન બાજુમાં, વિદ્યા મંદિર સ્કૂલની સામે, દહિસર ઈસ્ટ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ભટ્ટ મેવાડા બ્રાહ્મણ
ગામ ગલોડિયા હાલ વિરાર અ.સૌ. ઉષાબેન જોશી (ઉં.વ. ૬૧) તે ચંદ્રકાન્ત ગણપતલાલ જોશીના પત્ની. દીપેશ તથા નિશાના માતા. જીજ્ઞા તથા શારંગકુમાર રાવલના સાસુ. સ્વ. નિર્મળાબેન કૃષ્ણકાંત મહેતાના પુત્રી. મનીષ, નિલેશ, ભરત, રાજુ તથા સોનલના બહેન તે તા. ૯/૧૧/૨૩ના રોજ અક્ષરધામ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૮/૧૧/૨૩ શનિવાર ૩ થી ૫ સ્વામિનારાયણ મંદિર સંસ્કાર ધામ, સરસ્વતી સ્કૂલ રોડ, ધીમહી બેન્કવેટ હોલ પાસે, વિરાર વેસ્ટ.

કચ્છી લોહાણા
ગં. સ્વ. દેવકાબાઇ (ઉ. વ. ૯૧) તે દામજી હરજી મજીઠિયાના ધર્મપત્ની. સ્વ. કરમશી ગાંગજી ધીરાવાણીના સુપુત્રી. સ્વ. મમીબાઇ તથા ગંગાબાઇ હરજી મજીઠિયાની પુત્રવધૂ. તે સ્વ. મધુસુદન, સ્વ. ધરમશી, સ્વ. કમલકાંત, સ્વ. સુરેન્દ્રભાઇ, સ્વ. જયસિંહ, સ્વ. કુમાર પ્રવિણ, સ્વ. ચંદ્રબાળા, રમા, ગીતા., સ્વ. લતા, સ્વ. ચતુરલક્ષ્મી, કિશોરીના માતુશ્રી. તા. ૧૫-૧૧-૨૩ના બુધવારે રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૭-૧૧-૨૩ના શુક્રવારે ગોપુરમ હોલ, પુરુષોતમ ખેરાજ ઇસ્ટેટ. ડો. રાજેન્દ્ર પ્રસાદ રોડ, જ્ઞાનસરીતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ), સાંજે ૫થી ૭. બૈરાઓએ તે જ દિવસે આવી જવું, લૌકિક વ્યવહાર બંધ છે.

સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ગામ સિહોર, હાલ કાંદિવલી ગં. સ્વ. કાંતાબેન નવનીતરાય દવે (ઉ. વ. ૯૨) તે ઉમેશ, મીતાબેન રાવલ, દક્ષાબેન પઢીયાર, હેમલતાબેન જાનીના માતુશ્રી. તથા સ્વ. પ્રભાબેન મનુભાઇ દવે, ગં. સ્વ. તારાબેન જયંતીલાલ જોશી, સ્વ. ભૂપેન્દ્ર કૃષ્ણરામ મહેતાના બહેન, તે અરુણકુમાર રેવાશંકર રાવલ, સ્વ. રાજુભાઇ હરિપ્રસાદ પઢીયાર, હરનીશકુમાર પ્રતાપરાય જાની, તૃપ્તિબેન પ્રવીણચંદ્ર કનાડા, જીગિશા વિભોર દવેના સાસુ/મોટા સાસુ. તે સ્વ. જયાબેન પ્રભાશંકર જાની. સ્વ. રમાબેન શંભુપ્રસાદ ભટ્ટ, સ્વ. હીરાગૌરી કાન્તિલાલ જાની, સ્વ. ભાનુબેન જયંતકુમાર જોશી, સ્વ. શારદાબેન લાભશંકર પંડયા, સ્વ. બાળાબેન ગુણવંતરાય ત્રિવેદીના ભાભી. તે વિભોર, વત્સલ, મિરાજ, જીગર, કેસીન, ધારાના દાદી/નાની. તે ૧૪-૧૧-૨૩ના કાંદિવલી મુકામે સ્વર્ગવાસ થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૯-૧૧-૨૩ના રવિવારે સાંજે ૪થી ૬. ઠે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ લેન, એસ.વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).

ગુર્જર ક્ષત્રિય કડિયા
અમરેલી નિવાસી હાલ મુંબઇ વિલેપાર્લે ગોવિંદભાઇ આણંદજીભાઇ ચાવડા (ઉં. વ. ૮૧) તા. ૧૫-૧૧-૨૩ના બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. આણંદજીભાઇ અને ગં. સ્વ. અવલબેનના સુપુત્ર. ભાનુબેનના પતિ. સ્વ. લાલજીભાઇ, સ્વ. છગનભાઇ, ગં. સ્વ. જમનાબેન અને ગં. સ્વ. સવિતાબેનના ભાઇ. પ્રકાશ અને મનીષના પિતા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button