હિન્દુ મરણ
કચ્છ ગામ વિંઝાણ, હાલે મુલુંડ સ્વ. જયરામભાઈ પુરુષોત્તમ પલણના ધર્મપત્ની ગં. સ્વ. ભાનુમતી (ઉં.વ. ૮૯) તા. ૧૦-૧૧-૨૩, શુક્રવારે રામશરણ પામેલ છે. તે યોગેશના માતુશ્રી. સ્વ. જમનાદાસ તથા સ્વ. પરમાનંદ પુરુષોત્તમ મજેઠીયા ગામ ફરાદીના બહેન. વિમળા (બીના)ના સાસુ. રાજ, રુચિ અંકિત ઠક્કરના દાદી. અર્ચનાના દાદી સાસુ. મહેશ, જનક, મનિલા જનકભાઈ મહેતા, નિલમ ઉમેશભાઈ ચંદેના ફઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
કપોળ
સિહોરવાળા હાલ કાંદિવલી (ઈસ્ટ) ગં.સ્વ ગુલાબબેન નટવરલાલ વનરાવનદાસ ભુતાના પુત્ર જીતેન્દ્રભાઈ (ઉં.વ. ૭૩) તારીખ ૧૨.૧૧.૨૩ ને રવિવારે શ્રીજી ચરણ પામ્યા છે, તે કિશોરભાઈ, સ્વ દીપકભાઈ, શરદભાઈ, સ્વ મયુરભાઈ, ભારતીબેન હરેશકુમાર ભુતાના ભાઈ, તે જ્યોતિબેન ભુતાના જેઠ, તે મહુવાવાળા કનૈયાલાલ નંદલાલ પારેખના ભાણેજ, તે નિરાલીના મોટા બાપુજી. સર્વ લૌકિક વ્યવહાર બંધ છે.
નવગામ ભાટીયા
ગોંડલ નિવાસી હાલ મુંબઈ,બીપીનચંદ્ર (ઉં.વ.૬૬) , સ્વ.ચંપાબેન ધીરજલાલ સંપટના સુપુત્ર, વર્ષાબેનના પતિ. ગં.સ્વ ઇન્દુબેન ધીરજલાલ વેદના જમાઈ, જીગરના પિતાશ્રી, તે વિજયસિંહ ધીરજલાલ સંપટના લઘુબંધુ. તા. ૧૧/ ૧૧/૨૩ ના શનિવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા.૧૬/૧૧/૨૩, ગુરૂવાર, સ્થળ, મુંબઈ હાલાઈ ભાટિયા મહાજન, કાલબાદેવી રોડ, મુંબઈ ૨. સમય સાંજના ૫ થી ૭. લૌકિક પ્રથા નથી.
શ્રી કચ્છી લોહાણા
અ. સૌ. દક્ષાબેન ( ઉ. વ. ૬૬ ) તે નરેન્દ્રભાઇ લવજીભાઈ ગંગારામ કોઠારી, કચ્છ ગામ સુમરી રોહા હાલે નવી મુંબઈ (વાશી)ના ધર્મપત્ની, તે સ્વ. રામજી વિશ્રામ ઠક્કર કચ્છ ગામ વાકીપત્રીના સુપુત્રી,સ્નેહા વિક્રમ કોટકના માતુશ્રી,પુર્વાન તથા અક્ષરા ના નાનીમા, સ્વ. પ્રવિણ, સ્વ. કિરિટ, જયોતિ, સ્વ. ભારતી, વર્ષા, નિતાના બહેન, રવિવાર તા. ૧૨-૧૧-૨૩ ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
નવગામ ભાટિયા
વેલા કુરજીવાલા હાલ નાલાસોપારા, અ.સૌ. છાયા, (ઉ.વ.૬૩) તે અશ્ર્વીનકુમાર આશરના ધર્મપત્ની, સ્વ.દમયંતીબેન દ્વારકાદાસ આશરના પુત્રવધૂ. અ.સૌ. પ્રિતી, હેતલ, અમી, કિશનના માતુશ્રી, વિશ્વા, ખુશવલ, મહેકના નાની, સ્વ.દિલીપ, ગં.સ્વ. દિપા દિલીપભાઈ વેદ, સ્વ. ગીતા, અ.સૌ. જ્યોતિબેન મનોજ વેદના ભાભી, સ્વ. લીલીબેન છોટાલાલ ઉદ્દેશીના દિકરી. તા. ૮-૧૧-૨૦૨૩ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. લોકિક વ્યવહાર બંધ છે.
શ્રીગૌડ બ્રાહ્મણ
બાયડ નિવાસી, હાલ મલાડ ગં. સ્વ. ઈંદિરાબેન કુલીનચંદ્ર પાઠકના પુત્ર સ્વ. પ્રજેશ કુલીનચંદ્ર પાઠક (ઉં.વ. ૫૯) તા. ૧૨-૧૧-૨૩, રવિવારે દેવલોક પામ્યા છે. તે વિભાબહેનના પતિ. યશેષના પિતા. નિશિતાના સસરા. તિતિક્ષા અતુલકુમાર ચોકસીના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
દેલવાડાવાળા સ્વ. લક્ષ્મીદાસ નાગરદાસ ગોરડીયાના ધર્મપત્ની નલીનીબેન (નીલુબેન) (ઉં.વ. ૯૦) તા. ૧૧-૧૧-૨૩, શનિવારે શ્રીજીચરણ પામેલ છે. રાજુલાવાળા સ્વ. વિઠ્ઠલદાસ વનમાળીદાસ ભુતાના પુત્રી. મિતુલના માતુશ્રી. ઉર્વલ, વત્સલના દાદી. સર્વે લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
ડોળીયાવાળા, હાલ ગોરેગાંવ સ્વ. વિનોદભાઈ વેણીલાલભાઈ ગાંધીના પત્ની ગં. સ્વ. મધુબેન (ઉં.વ. ૭૭) તે સ્વ. શાંતાબેન વેણીલાલ ગાંધીના પુત્રવધૂ. વિજય, અ. સૌ. માલાના માતુશ્રી. અ. સૌ. જયશ્રી, વિવેક કાંટાવાલાના સાસુ. સ્વ. રસિકભાઈ, સ્વ. કનૈયાલાલભાઈ, મહેન્દ્રભાઈ, ભુપેન્દ્રભાઈ, સ્વ. શશીબેન, રંજનબેનના ભાભી. જાલનાવાળા સ્વ. શાંતાબેન દોલતરાઈ કાનજી મહેતાની પુત્રી તા. ૧૩-૧૧-૨૩, સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર પ્રથા
બંધ છે.
વાલ્મીક કાયસ્થ
પ્રિતેશ શિરીષ વકીલ (ઉ. વ. ૬૯) તે પારુલના પતિ. નીલના પિતા. સુમંગલના સસરા. અમિતા અને આશુતોષના ભાઇ. રશ્મિકાન્ત ચોકસીના સાળા. અલકાના જેઠ તા. ૧૧-૧૧-૨૩ના અવસાન થયેલ છે. ઠે. ૨૦૧,ગુલાબ પુષ્પ, માલવિયા રોડ, વિલેપાર્લે (ઇસ્ટ).