હિન્દુ મરણ
કોળી પટેલ
ગામ ધમડાછા હાલ અંધેરી સ્વ. રતિલાલ ભીખાભાઇ પટેલ ગં. સ્વ. જસવંતીબેન રતિલાલ પટેલના પુત્ર સંતોષ પટેલ તે સૌ. જયશ્રીબેન સંતોષ રતિલાલ પટેલના પુત્ર ધાર્મિક સંતોષ પટેલ (ઉં. વ. ૧૧) ૯મીના દેવલોક પામ્યા છે. તે હેતાંશના મોટાભાઇ. મીનાક્ષીબેન, ગીતાબેન, કાશ્મીરાબેન તથા નંદાબેનના ભત્રીજા. તેમનું તેરમું મંગળવાર, ૨૧મીના નિવાસસ્થાને ઠે.૨-એ-૧૨, પ્રિયદર્શની બિલ્ડિંગ, પી. એમ. જી. પી. કોલોની, મહાકાલી, ગુફા રોડ, અંધેરી (ઇ), લૌકિક રિવાજ બંધ છે.
લુહાર સુથાર
ગામ રાજુલા, હાલ વિર્લે પાર્લા સ્વ. દિનેશભાઈ જીવરાજભાઈ સોલંકી (ઉં. વ. ૬૬) તા. ૧૧-૧૧-૨૦૨૩ને શનિવારનાં શ્રી રામ ચરણ પામ્યા છે. તેઓ શ્રીમતી હંસાબેનના પતિ. શૈલેષભાઈ, સંજયભાઈના પિતાશ્રી. અનિલભાઈ જીવરાજભાઈ સોલંકી, રાજેશભાઈ જીવરાજભાઈ સોલંકીના મોટા ભાઈ. હીરાબેન, કલાબેન, રંજનબેન, ગીતાબેન, મીનાબેનના ભાઈ. છગનભાઈ વશરામભાઈ મકવાણાના જમાઈ. તા. ૧૭-૧૧-૨૩ના રોજ શ્રી લુહાર-સુથાર વાડીએ પ્રાર્થનાસભા રાખેલ છે. સમય સાંજે ૫ થી ૭.
શ્રી દશા મોંઢ માંડલિયા વણિક
ચોરવાડ નિવાસી હાલ બોરીવલી વસંતભાઈ ભોગીલાલ દામાણી (ઉમર:૭૬) તે નયનાબેનના પતિ. પ્રેમલ, તેજલ તથા પ્રજેશના પિતા. સ્વ. રમેશચંદ્ર, સ્વ. રાજનીકાંત (બટુકભાઈ), સ્વ. નલિનીબેન ભુપતરાય મહેતા, ઉષાબેન નરેન્દ્રભાઈ શાહના ભાઈ. અમિષા, કાર્તિક તથા પરિતાના સસરા. દિવ નિવાસી સ્વ. મોતીલાલ રામચંદ્ર શાહ ના જમાઈ. ૧૧/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
પરજીયા સોની
બરડીયા હાલ વિરાર સ્વ. પ્રભુદાસ વલ્લભભાઇ ધાણક (ઉ. વ. ૮૦) તા: ૮-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે હિતેષભાઇ અને નિશાબેનના પિતાશ્રી. તે વિક્રમભાઇ, ધર્મિષ્ઠાબેનના સસરા. દક્ષના દાદા. અને અલિશાના નાના થાય. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
ગં. સ્વ. હીરાબેન આથા (ઉં. વ. ૮૮) તે સ્વ. લીલાધર કલ્યાણજી આથાના ધર્મપત્ની કચ્છ ગામ ઉગેડી હાલે મુલુન્ડ તા. ૧૨-૧૧-૨૩ રવિવારના શ્રીરામશરણ પામેલ છે. તે અશ્ર્વીન, સ્વ. અજય, દેવયાની તથા સ્વ. નીમાના માતુશ્રી. તે નરોતમ રૂપારેલ, કિશોર રૂપારેલ તે નીતા માવજી અનમ, નલિયા તથા વર્ષા શંભુભાઇ હરીયાણી ગુંદીયાણીના સાસુજી. તે સ્વ. રામજી ખેરાજ ઘુંઘટ કચ્છ મુરૂવાલાન પુત્રી. સ્વ. કુંવરજી તથા સ્વ. સીતાબેનના બહેન. તે સ્વ. સીતાબેન તથા સ્વ. શાંતાબેનના ભાભી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૩-૧૧-૨૩ના ૫-૩૦થી ૭. ઠે. પવાણી હોલ, પહેલે માળે, શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. બૈરાઓએ તે જ દિવસે આવી જવું.
કચ્છી લોહાણા
સ્વ. જીવાબાઇ હંસરાજ દેવજી જોબનપુત્રા ગામ કચ્છ કેરા હાલે ઘાટકોપરના પુત્ર પુરુષોતમ (ભગતભાઇ) (ઉં. વ. ૮૮) બુધવાર, તા ૮-૧૧-૨૩ના રામશરણ પામેલ છે. તે સ્વ. હેમલતા (હંસાબેન)ના પતિ. તે સ્વ. સાકરબેન લીલાધર સુંદરજી કોટક ગામ કોટડી મહાદેવપુરીના જમાઇ. તે અજીત, સ્મિતા દિનેશ ઠક્કર, વંદના પંકજ ઠક્કરના પિતા. તે નીતાબેન અજીતના સસરા. તે દમયંતીબેન ધરમશી ચોથાણીના ભાઇ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર
ગામ રાજુલા હાલ વિલપાર્લે સ્વ. દિનેશભાઇ જીવરાજભાઇ સોલંકી (ઉં. વ. ૬૬) તા. ૧૧-૧૧-૨૩ના શનિવારના શ્રીરામચરણ પામેલ છે. તે હંસાબેનના પતિ. શૈલેષભાઇ, સંજયભાઇના પિતાશ્રી અનિલભાઇ જીવરાજભાઇ સોલંકી, રાજેશભાઇ જીવરાજભાઇ સોલંકીના મોટાભાઇ. હીરાબેન, કલાબેન, રંજનબેન, ગીતાબેન, મીનાબેનના ભાઇ. છગનભાઇ વશરામભાઇ મકવાણાના જમાઇ. અરવિંદભાઇ છગનભાઇ મકવાણા અને દિનેશભાઇ છગનભાઇ મકવાણાના બનેવી તા. ૧૭-૧૧-૨૩ના લુહાર સુથાર વાડીએ પ્રાર્થનાસભા રાખેલ છે. સાંજે ૫થી ૭.
હાલાઇ લોહાણા
અમદાવાદ હાલ બોરીવલી સ્વ. ચંદ્રિકાબેન મો. ઠક્કર (નંદાણી) (ઉં. વ. ૭૫) તા. ૧૧-૧૧-૨૩ના શનિવારે અક્ષરનિવાસી થયા છે. તે સ્વ. મોહનલાલ અને સ્વ. નર્મદાબેનની પુત્રી તથા કંચનબેન અને ઇશ્ર્વરભાઇના બહેન. જીજ્ઞેશ, નિખિલ, ખુશ્બુના ફઇબા. પૂર્વી, શ્રુતિકાના ફઇસાસુ. નવ્યા, સ્નિથિક, ટિવશાના ફઇદાદી. બેસણું તા. ૧૩-૧૧-૨૩ના સોમવાર સાંજે ૫થી ૭. ઠે. લોહાણા મહાજનવાડી, બીજે માળે, એસ. વી. રોડ, શંકર મંદિર પાસે, કાંદિવલી (પ.)
કચ્છી લોહાણા
સ્વ. મુક્તાબેન કાનજીભાઇ ઠક્કર (હિંગવાલા) હાલ નાશિક ગામ અંજારના પૌત્ર કૃતિક (કુકી) (ઉં. વ. ૩૬) તે મનીષા-કિરીટભાઇ કાનજીભાઇ ઠક્કરના નાના સુપુત્ર.તે ત્રિષ્નાના પતિ. જીયાંશના પિતા. તે કાર્તિક, કોમલ, સપના, રીયાના ભાઇ. તે રાજશ્રી વિનોદ દિલીપકુમાર મજેઠીયા ગામ આડેસર હાલ નાશિકના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૩-૧૧-૨૩ના સોમવારના ૪-૩૦થી ૬. ઠે. આર. પી. વિદ્યાલય, નીમાણી બસ ડેપોની બાજુમાં, પંચવટી નાશિક મધ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ એજ દિવસે આવી જવું. ચક્ષુદાન કરેલ છે.
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
ગૌરીશંકર જીવાભાઇ પાઠક (ઉં. વ. ૧૦૩) મોછા નિવાસી હાલ કાંદિવલી તા. ૧૦-૧૧-૨૩ શુક્રવારના કૈલાસવાસી થયેલ છે. તે કિરીટભાઇ, પ્રહલાદભાઇ, કિશોરભાઇના પિતા. પ્રાર્થનાસભા તા. ૧૩-૧૧-૨૩ના સોમવારના સાંજે ૪થી ૬. ઠે. બાપા સ્વામીનારાયણ મંદિર, ડાયમોડ હોલ, ૩જે માળે, એસ. વી. રોડ, દહીંસર (ઇ).