હિન્દુ મરણ
દશા સોરઠીયા વણિક
ખંડવા, હાલ બોરીવલી સ્વ. લક્ષ્મીચંદ માધવજી શાહ (માધાણી)ના પુત્ર ભરત શાહ (ઉં. વ. ૮૧) તે હર્ષદભાઈ તથા ભાવેશભાઈ, અનિતા અશ્ર્વિનભાઇ, દક્ષા પ્રકાશભાઈ, હંસા શશીકાંત, નયના જયેશભાઇના પિતા. સ્વ. જયંતીભાઈ, પ્રવીણભાઈ, કિશોરભાઈ, સ્વ. કલાવતી હસમુખલાલ વખારિયા, રંજનબેન કિશોરભાઈના ભાઈ. તે સાસરાપક્ષે સ્વ. વલ્લભદાસ વિઠ્ઠલદાસ માંડવીયા ખાંડવાના જમાઈ. તા.૧૦/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
ગૌ. વા ગંગાબેન કાકુભાઇ મનજીભાઇ અમલાણીના પુત્ર પોરબંદર હાલ કાંદિવલી રમણીકભાઇ (ઉં. વ. ૬૯) તે ભારતીબેનના પતિ. નીરવ તથા જીજ્ઞા જયેશકુમાર સીરોદરીયાના પિતા. કાંતિભાઈ, લક્ષ્મીદાસ તથા સ્વ. અરુણભાઈના નાનાભાઈ. ગં. સ્વ. હીરાબેન ઈશ્ર્વરલાલ ગઢીયાના જમાઈ. તે ૧૦/૧૧/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કપડવંજ દશા પોરવાલ
કપડવંજ વાલા, હાલ વડોદરા સ્વ. મોહનલાલ અંબાલાલ પરીખ તથા સ્વ.ચંપાબેન પરીખના પુત્ર અશ્ર્વિનભાઈ પરીખ (ઉં. વ. ૯૧) તા. ૦૮.૧૧.૨૦૨૩ ના બુધવાર શ્રીજી ચરણ પામેલ છે. તે મનોજ, અચલા, અમિત, સ્વ. સમીર તથા સ્વ. સૌનકના પિતા. આરતી, જયના અને સ્વ.પારુલના સસરા. મિત્રભાઈ, કિરીટભાઈના મોટાભાઈ. કાંતિલાલ મણીલાલ દેસાઈના જમાઈ. લૌકિક પ્રથા બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
તળાજા, હાલ મુંબઈ મોતીલાલ હરગોવનદાસ દાણીના સુપુત્ર બળવંતરાય (બાલાભાઈ) (ઉં. વ. ૯૦) તા. ૧૧.૧૧.૨૩ના શનિવારે મુંબઈ શ્રીજીચરણ પામ્યા છે. તે શાંતાબેનના પતિ. પૂર્ણિમા-યોગેશ, હીના-ધીરેન, અલકા-અતુલ, સાધના-નિમેશ, નમ્રતા-હેમંત, નીતા-નીતિનના પિતાશ્રી. વિનુભાઈ, ચંદુભાઈ હિંમતભાઈ, વિમળાબેનના ભાઈ. પિયરપક્ષે સ્વ. કપિલાબેન જેઠાલાલ છગનલાલ શાહના જમાઈ. ટવીન્કલ અભિષેક, કૌશિકા, દીક્ષિત, મેઘના, અલોક, ધ્રવીન, બીજલ, સેજલ, પૂજા, પ્રિયા, ચાંદની, રાધિકા, સલોની, આશિતા, કિંજલના દાદાની પ્રાર્થનાસભા તા. ૧૬.૧૧.૨૦૨૩ ના ગુરુવારે ૫:૦૦ થી્ ૭:૦૦ શ્રી મુંબઈ પાટીદાર સમાજ, ફ્રેન્ચ બ્રિજ, મુંબઈ – ૪૦૦ ૦૦૭ (લૌકિક વ્યવહાર બંધ છે.)
કપોળ
મોટા ખુંટવડાવાળા (હાલ કાંદિવલી) મુકુંદ સંઘવીના ધર્મપત્ની હેમલતા (ઉં. વ. ૭૩) તે ગીરજાલક્ષ્મી નારણદાસ સંઘવીના પુત્રવધુ. અંકુર, અવની મીતેન મોદીના માતુશ્રી. રેશમાના સાસુ. સ્વ. વનિતાબેન હિંમતલાલ ગોરડીયા, સ્વ. મધુમાલતી સૂર્યકાંત મહેતા, અ. સૌ. કુંદનબેન સુરેશચંદ્ર દેસાઇના ભાભી. તે પિયરપક્ષે પીપરલાવાળા સ્વ. બાવાલાલ લક્ષ્મીદાસ કાચરીયાના દિકરી. શુક્રવાર તા. ૧૦-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૬-૧૧-૨૩ ગુરુવારના ૫થી ૭. ઠે. સનરાઇઝ પાર્ટી હોલ, આનંદીબાઇ કાલે કોલેજ પાસે, પવાર સ્કૂલની પાછળ, સાંઇબાબા નગર, સચીન તેન્દુલકર જીમખાનાની બાજુમાં, કાંદિવલી (પશ્ર્ચિમ).
દશા સોરઠીયા વણિક
શેરગઢ હાલ મુંબઇ ગં. સ્વ. લીલમબેન (ઉ. વ. ૮૭) તે સ્વ. જગમોહનદાસ શેઠના ધર્મપત્ની બુધવાર તા. ૮-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે હેમંત, હિમાંશુ અને જયશ્રીના માતુશ્રી. ચંદ્રિકા, નીતા, દિનેશકુમારના સાસુજી. તે સ્વ. શાંતિલાલ, સ્વ. જશવંતીબેન ચીમનલાલ પારેખ, રમેશભાઇ, સ્વ. છબીલભાઇ, નવીનભાઇ, હરેશભાઇના ભાઇના પત્ની. તે સ્વ. જમનાદાસ પુરુષોતમ માંડવીયાના પુત્રી. સ્વ. અમૃતલાલ, કાંતાબેન, મૃદુલાબેન, કુમુદબેનના બેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પચ્ચીસ ગામ ભાટીયા
માછરડાવાલા તુલસીદાસ મેઘજી આશરના પૌત્ર ચિ. હિતેષ (ઉં. વ. ૫૫) તે નિરંજના-રાજેન્દ્ર આશરના પુત્ર. અનીતાના પતિ. સીમ્મીના પિતાજી. અમીતના ભાઇ, નમ્રતાના જેઠ. તે દિવ્યલતા-ભૂપતરાય પારેખના જમાઇ. સુધીરભાઇ, ભરતભાઇ, પ્રહ્લાદભાઇ, ગિરીશભાઇ, સુધાબેન, વિમલાબેન, ગીતાબેનના ભત્રીજા. તા. ૧૦-૧૧-૨૩ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
શિહોરવાળા હાલ ઘાટકોપર સ્વ. જડીબેન અને મંગળદાસ નાગરદાસ મહેતાના પુત્ર મુકેશભાઇ (ઉં. વ. ૭૨) તે જાગૃતિના પતિ. દર્શિકા હર્ષ શાહ, તૃષા એમીલ શાહના પિતા. હસમુખરાય, ઉત્તમલાલ તથા સ્વ. અમુલખરાય, નવનીતરાય, મનસુખલાલ, ધીરજલાલ, મહેશભાઇ, રમેશભાઇ તથા સ્વ. જયશ્રીબેન કિશોરભાઇ ભુવાના ભાઇ. રસનાળવાળા મોનજી જેઠા મહેતાનાં ભાણેજ. તથા સસરા પક્ષે શાંતિલાલ અમીચંદ શાહના જમાઇ. શુક્રવાર, તા. ૧૦-૧૧-૨૩ના શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
ઇડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ બ્રાહ્મણ
ગામ બડોલી, હાલ બોરીવલી કિશોર ચંદ્રશંકર જાની (ઉં.વ.૮૭) તા. ૧૦-૧૧-૨૩ને શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે સુશીલાબેનના પતિ. રેણુકા અને નિમેષના પિતા. વિજયકુમાર અને ઝરણાના સસરા. ગં. સ્વ. યશોમતીબેન દિલીપભાઇ મહેતા, વિનોદભાઇ, સ્વ. ઘનશ્યામભાઇ, મહેશભાઇ, પ્રતિમાબેન અજયભાઇ જાનીના મોટાભાઇ. ધર્મ અને ધૈર્યના નાના.બડોલી નિવાસી સ્વ. પીતાંબર હરગોવિંદદાસ ભટ્ટના જમાઇ. પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
ગૌરીશંકર જીવાભાઇ પાઠક (ઉં. વ. ૧૦૩) મીઠા નિવાસી હાલ કાંદિવલી તા. ૧૦-૧૧-૨૩ના શુક્રવારન કૈલાસવાસી થયેલ છે. તે કિરીટભાઇ, પ્રહલાદભાઇ, કિશોરભાઇના પિતા. પ્રાર્થનાસભા તા. ૧૩-૧૧-૨૩ના સોમવારના ૪થી ૬. ઠે. બાપા સ્વામીનારાયણ મંદિર, ડાયમંડ હોલ, ૩જે માળે, એસ. વી. રોડ, દહીંસર (ઇ).
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
માળીયા, હાટીના હાલ ચેમ્બુર મુંબઇ કમલેશ અનીલકાંત ગોકલદાસ જુઠાણીનાં ધર્મપત્ની પ્રિતી (પ્રફુલા) (ઉ. વ. ૬૨) તે રોનકના માતુશ્રી. સ્વ. બિમલ, વિનય, હર્ષદા વિનોદ તલાજીયાના ભાભી. પૂજા તથા દર્શનાના જેઠાણી. કૃપા, મેઘલ જીગર દેસાઇ, રુષભ, વિરાજ, રિદ્ધિના મોટા મમ્મી. ગારીયાધાર નિવાસી સ્વ. જયંતીલાલ અમૃતલાલ જાગાણીના દીકરી. તા. ૧૦-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. દયારામ રામજી કોઠારી તથા સ્વ. મંગળાબેન કોઠારી ગામ ભડલી અને હાલ ભટ્ટવાડી ઘાટકોપરના સુપુત્ર દિપક કોઠારી (ઉં. વ ૫૨) તે જયંતીલાલ રાઘવજી ખંભાળિયાના જમાઇ. પ્રીતિ દીપક કોઠારીના પતિ. હાર્દિકના પિતાશ્રી. વિક્રમ દયારામ કોઠારી અને સ્વ. ફાલ્ગુની ભાવેશકુમાર સતયુગાના મોટાભાઇ. સ્વ. વર્ષા વિક્રમ કોઠારીના જેઠ. શુક્રવાર તા. ૧૦-૧૧-૨૩ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખવામાં આવેલ નથી અને લૌકિક વ્યવહાર
બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. ખીમજી દેવજી મૃગાણી કચ્છ ગામ સાયરાવાલાના ધર્મપત્ની ગં. સ્વ. વસંતબેન (ઉં. વ. ૭૮) તે કચ્છ ગામ વાકુંવાળા સ્વ. બચુબેન (રતનબેન) હીરજી રૂપારેલના સુપુત્રી શુક્રવાર, તા. ૧૦-૧૧-૨૩ના રામશરણ પામેલ છે. તે મહાલક્ષ્મી (સોની) મનીષ મૃગાણીના સાસુ. તે દિપક, રમાબેન નિમિત ઠક્કર તથા મનીષના માતુશ્રી. તે જીયાના દાદીમા. તે સ્વ. કનૈયાલાલ તથા સ્વ. દેવજીભાઇના બેન. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.