મરણ નોંધ

હિન્દુ મરણ

ઘોઘારી લોહાણા
સ્વ. મધુબેન ઈશ્ર્વરલાલ મશરૂ (ઉં. વ. ૭૬) મૂળ ગામ સાવરકુંડલા હાલ વિરાર ૧૩.૯.૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે ઉમા, વર્ષા, નીલા, ગિરીશ અને કેવલના માતુશ્રી. પંકજ ખાલપાડા, કિરીટ મોદી, અનિતા, કોમલના સાસુ. લક્ષ્મીબેન આણંદજી મશરુના પુત્રવધૂ. છોટાલાલ ત્રિભુવનદાસ મસરાણીના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા વાયડા વણિક
કડી હાલ કાંદિવલી, સ્વ. કાંતાબેન કાંતિલાલ શાહના પુત્ર બિપીનચંદ્ર શાહ (ઉં. વ. ૯૨) તા. ૧૩-૯-૨૩, બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે ધર્મિષ્ઠાબેનના પતિ. અતુલ, મનોજ અને રેખાના પિતા. રીના-આરતી અને જસ્મીનકુમારના સસરાની પ્રાર્થનાસભા રવિવાર તા. ૧૭-૯-૨૩ના ૫ થી ૭. કેવલબાગ ટ્રસ્ટ, કિલાચંદ રોડ, શંકર લેનની સામે, ફ્લાઈઓવરની બાજુમાં, કાંદિવલી-વેસ્ટ.
દશા મેવાડા વૈષ્ણવ વણિક
કુમાર કૌશિક શાહ (ઉં. વ. ૫૬) હાલ મુંબઈ તા. ૧૩-૯-૨૩, બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. મનહરલાલ મણિલાલ શાહ અને સ્વ. તરુલતા શાહના દીકરા અને સ્વ. ક્ધિનરીબેન, પ્રશાંતભાઈ, કેતનભાઈના ભાઈ. પારુલ કેતન શાહના દિયર. મુકુંદભાઈ, સ્વ. કમલકાંતભાઈ, રાજેન્દ્રભાઈ, ગં. સ્વ. રંજનબેન, ગં. સ્વ. જયબાળાબેનના ભત્રીજા. સ્મિતના કાકા. બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઔદીચ્ય સહસ્ત્ર બસીઆ જ્ઞાતિ
ટીંટોઈ હાલ નાશીક અ. સૌ. હીરાબેન (ઉં. વ. ૮૫) તા. ૧૩-૯-૨૩ ને બુધવારના દેવલોક પામ્યા છે. તે મોહનલાલ પ્રહલાદજી વ્યાસના ધર્મપત્ની. સ્વ. મનોજભાઈ, સ્વ. જતીનભાઈ, મયુરભાઈ અને અંજુબેનના માતુશ્રી. સ્વ. દક્ષાબેન, ગં સ્વ. હીનાબેન, યોગીનીબેન અને યોગેશકુમાર ભાનુશંકરના સાસુ. તે પદમાબેન તથા વિજયભાઈ, સ્વ.ચંદનબેન, સ્વ.વિમળાબેન, સ્વ.કમળાબેનના ભાભી. તે ચિંતન, સૌરભ, દીપેન, અમી, નિધિ, દેવેન અને કીંજલ ના દાદી-નાની. પિયરપક્ષ: સ્વ. જગદીશભાઈ, નવીનભાઈ અને દીનેશભાઈ, સ્વ. સાવિત્રીબેન, ગં. સ્વ. વિમળાબેન, ગં. સ્વ. ગીતાબેનના બહેન. બંને પક્ષની પ્રાર્થનાસભા તથા લૌકિક વહેવાર રાખવામાં આવેલ નથી. ઉતરક્રિયા નાશીક મુકામે.
ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
મૂળ ગામ કપડવંજના મધુમતીબહેન મધુસૂદન ઉપાધ્યાય (ઉં. વ. ૮૦) તા. ૧૧-૯-૨૩ના રોજ કૈલાસવાસી થયેલ છે. તે વિકાસ, કિશોર, ભાવના, પ્રીતિના માતુશ્રી. પ્રાર્થનાસભા તા. ૧૭-૯-૨૦૨૩ રવિવારે, ૯ થી ૧૨. સ્થળ: સનસાઈન બેન્કવેટ, પ્રેરણા તીર્થ દેરાસર પાસે, સેટેલાઇટ, જોધપુર ગામ, અમદાવાદ.
દશા સોરઠિયા વણિક
મુંબઈ હાલ ગ્રાન્ટરોડ વિમળાબેન શ્રીમાંકર (ઉં. વ. ૯૨) તે ૧૨/૯/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. શાંતિલાલ પુરુષોત્તમદાસ શ્રીમાંકારના ધર્મપત્ની. સ્વ. પ્રેમચંદ ગાંગજી કાચલીયાના દીકરી. સ્વ. રાજેન્દ્ર (સુનિલ) તથા સ્મિતા જયકાંત મલકાન, દેવયાની મુકેશ માંડવીયા, મીના સંજય શાહના માતુશ્રી. લીના તથા મયુરીના સાસુ. ધારા દીપેન દેસાઈ, ભાવિક કરણ તથા દર્શનના દાદી, લૌકિક પ્રથા બંધ છે.
લુહાર સુથાર
શ્રી વનમાળી પુનાલાલ મકવાણા (ઉં. વ. ૭૯) તે ગામ ગુંદ્રણ હાલ કાંદિવલી ૧૧/૯/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તે પુષ્પાબેનના પતિ. નરોત્તમભાઈ, ગં. સ્વ રેખાબેન રતિલાલ ડોડીયાના મોટાભાઈ. યોગેશ, નિકેતા અજય ગોડસે, જ્યોતિ નયન કવા, રાખી નવીન મિસ્ત્રીના પિતા. સ્વ. બાબુભાઇ નરશીભાઈ કારેલીયા સુરતના જમાઈ. ફાલ્ગુની મકવાણાના સસરા. પ્રાર્થનાસભા ૧૫/૯/૨૩ ના ૫ થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટરરોડ ૩, અંબામાતા મંદિર પાસે બોરીવલી ઈસ્ટ.
નવગામ ભાટિયા
મુકેશ ઉદેશી (ઉં.વ. ૬૬) તે રમણિકભાઈ ઉદેશી તથા સ્વ. પુષ્પાબેનના પુત્ર. ડોલીના પતિ. કરિશ્મા, અરવિંદના પિતા. વિક્રમ ગોહીલ, દેવયાનીના સસરા. હરેશ, જયેશ, સ્વાતિના ભાઈ. મંજુલા અને વિજયસિંહ વેદના જમાઈ તા. ૧૧-૯-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૬-૯-૨૩, શનિવારના ૪ થી ૬ વિલેપાર્લે મેડિકલ હેલ્થ કલબ, ૧૩-બી, સંત ધ્યાનેશ્ર્વર માર્ગ, ચંદન સિનેમાની પાછળ, સાંઈનાથ નગર, જુહુ, મુંબઈ.
દેસાઈ સઈ સુતાર જ્ઞાતિ મુંબઈ
ગામ સાંજણાવાવ હાલ મુંબઈ સ્વ. કંચનબેન તથા સ્વ. બાબુભાઈ સવજીભાઈ સોલંકીના પુત્ર કિશોરભાઈ સોલંકી (ઉં.વ. ૬૫) તા. ૯-૯-૨૩, શનિવારે રામચરણ પામ્યા છે. તે લતાબેનના પતિ. હિતેષભાઈ, કરીશ્માબેન, ધનાબેનના પિતાશ્રી. વિનીતા, સચીનકુમાર, ધર્મેશકુમારના સસરા. હિંમતભાઈ, સુરેશભાઈ, પ્રવિણભાઈ, મંજુલાબેન, નયનાબેનના મોટા ભાઈ. કિકરીયા નિવાસી સ્વ. ભીમજીભાઈ સોંડાભાઈ વાઘેલાના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૫-૯-૨૩, શુક્રવારે ૪ થી ૬. સ્થળ: સ્વામીનારાયણ મંદિર, રાજાજી રોડ, ડોમ્બીવલી (ઈસ્ટ). લૌકિક પ્રથા બંધ છે. ધાર્મિક વિધિ નાસિક રાખેલ છે.
બાલાસિનોર દશાનીમા વણિક
ભારતીબેન (ઉં.વ. ૮૦) તે અજીતભાઈ કાંતિલાલ ચાંદીવાલાના પત્ની. તે સ્વ. કલાવતીબેન કાંતિલાલ ચાંદીવાલાની પુત્રવધૂ. સ્વ. કમળાબેન મણિલાલ મોદી (ચેપ)ની પુત્રી. સ્વ. શિલ્પા, બિન્દુ, તૃપ્તિ, સૌરભના માતુશ્રી. શરદકુમાર, હિમાંશુકુમાર, ચેતનકુમાર, બ્રિન્દાબેનના સાસુ. પ્રિયાંશી, હપિષ, બોસ્કી, નમ્રતા, સલોની, જીગીષ, જવલ, શ્ર્વેનીની દાદી-નાની તા. ૧૨-૯-૨૩, મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૬-૯-૨૩, શનિવાર ૫ થી ૭. શ્રી બ્રીજ મંડળ, ૨૯, ડૉ. આત્મારામ રંગેકર માર્ગ, ચોપાટી, મુંબઈ-૭.
ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
પાટડીવાસી (હાલ વડોદરા) સ્વ. લાભશંકર સુંદરજી ભટ્ટ (ઉં.વ. ૮૮) તા. ૧૩-૯-૨૩ના કૈલાસવાસી થયેલ છે. તે સ્વ. ચંદ્રીકાબેનના પતિ. રાજીવ, ધીમંત, સ્વ. દેવાંગના પિતા. સ્વ. પલ્લવી, મનિષા, રશ્મિના સસરા. ધવલ, જય, યુક્તાના દાદા. અ. સૌ. અંજલીના દાદા સસરા.
દેસાઈ સઈ – સુતાર જ્ઞાતિ
કુંઢડા હાલ સાંતાક્રુઝ સ્વ. ભીખાભાઈ રામજીભાઈ સોલંકીના ધર્મપત્ની સ્વ. દેવકુરબેન સોલંકી (ઉં.વ. ૭૯) તા. ૧૧-૯-૨૩, સોમવારના રામચરણ પામેલ છે. તે જીતેન્દ્રભાઈ, ઉમેશભાઈ, વિનોદભાઈ, ગૌરીબેન કનુભાઈના માતોશ્રી. હંસાબેન, દીપિકાબેન, મનિષાબેનના સાસુ. નિમિષા જયેશભાઈ, રશ્મિ હેમાંશુ, ભુમિકા સચિન, જેસલ કૈલાશ, ઋષભ, કશ્યપ, હર્ષ, ધ્રુવ, રેયાંશના દાદીમા. તગડી નિવાસી હાલ ભાવનગર સ્વ. મોહનભાઈ, બાબુભાઈ, પોપટભાઈ, કાંતિભાઈ વશરામ, સ્વ. નીમુબેન બાબુભાઈના બેન. પ્રાર્થનાસભા તા. ૧૫-૯-૨૩, શુક્રવારના ૪ થી ૬. સમાજ ભવન શ્રી દેસાઈ સઈ – સુતાર જ્ઞાતિની વાડી, પ્લોટ નં. ૧૫, અશોક ચક્રવર્તી રોડ નં. ૪, સ્વયંભૂ ગણેશ મંદિરની બાજુમાં, કાંદિવલી પૂર્વ.
ખંભાતી લાડ વણિક
સ્વ. જયંતીલાલ છોટાલાલ શેઠ તથા અનસૂયાબેન શેઠના પુત્ર રોહિત જયંતીલાલ શેઠ (ઉં.વ. ૭૨) તે જયનાબેનના પતિ. પાયલ હીનલ ધારેશના પિતા. હિતેશના સસરા. દિયા, અર્જુનના નાના. જયોતિ, ગં. સ્વ. ઉષા, સ્વ. નયના, સ્વ. પરિમલના ભાઈ તા. ૧૩-૯-૨૩, બુધવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૬-૯-૨૩, શનિવારના ૫ થી ૭. સ્થળ: લાડની વાડી, સી. પી. ટેન્ક, મુંબઈ-૪. (૧લે માળે, શ્રીનાથજી એ.સી. હોલ.)
ઘોઘારી લોહાણા
અ. નિ. ગં. સ્વ. દેવ્યાની પૂજારા તે સ્વ. સુરેશચંદ્ર ચંપકલાલ પૂજારાના ધર્મપત્ની. ઉષ્મા, તેજસ, દર્શનાના માતુશ્રી. રચનાના સાસુ. સ્વ. લવજી પ્રાગજી તન્નાના દીકરી. પ્રેમ, જાનવીના દાદી. બરખા, ક્રિષ્ણા રિયા માનસી પાયલના નાની. પ્રાર્થનાસભા તા. ૧૫-૯-૨૩ ૪થી ૬. ઠે. અમરજયોત એપાર્ટમેન્ટ, એ-વિંગ,ગ્રાઉન્ડ ફલોર, હાલર રોડ, વલસાડ ખાતે રાખેલ છે.
વેદાંત બ્રાહ્મણ
કચ્છ ગામ બિદડા હાલ મુલુંડના સ્વ. વિનોદચંદ્ર જેઠાલાલ વેદાંતના ધર્મપત્ની વસંતબેન (ભાનુબેન) (ઉં.વ. ૮૮) તા. ૧૩-૯-૨૩ રામશરણ પામેલ છે. તે સ્વ. ભરત, પ્રવીણના માતુશ્રી. ભક્તિ, અ. સૌ. જયોતિના સાસુ. દર્શન, કાંચીના દાદી. સ્વ. મૂળજી ઓધવજી વેદાંતના સુપુત્રી. સ્વ. શાંતિલાલ, સ્વ. હરિલાલના ભાઇના પત્ની. પ્રાર્થના રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. માયાબાઇ તથા સ્વ. માધવજી ખટાઉ કતીરા માતાજીના નેત્રા (કચ્છ)ની સુપુત્રી દાનેશ્ર્વરી (લાખુડી) (ઉં. વ. ૭૨) તે ગિરીશ, જગદીશ, મૃદુલા નવીન ઠક્કર, દેવયાની રમેશ ધારાણી તથા સ્વ. ભારતી આશુતોષ શર્મા તથા બેન તથા મધુ તેમ જ શીલાના નણંદ તે તા. ૧૩-૯-૨૩ બુધવારના અક્ષરધામ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
ખંભાતી દશા પોરવાડ
નડીયાદ હાલ મુંબઇ કાંદિવલી રજનીકાંત રસીકલાલ દેસાઇના ધર્મપત્ની અ.સૌ. ઉલ્હાસ બેન (ઉં.વ.૭૭) તા. ૧૧-૯-૨૩ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. આશિષ, ચિરાગના માતુશ્રી. પૂનમ આશિષ દેસાઇ તથા પૂનમ ચિરાગ દેસાઇના સાસુ. માનવ, વંશ, શ્ર્લોકના દાદી. હર્ષદ, ગીતા, રીટાના ભાભી. પિયરપક્ષે સ્વ. શાંતીલાલ જેઠાલાલ શાહની દીકરી. સર્વે પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૬-૯-૨૩ના ૫થી ૭. ઠે. કેવલ બાગ, કિલાચંદ રોડ, શંકરલેનની સામે, કાંદિવલી ફલાયઓવર બ્રીજની નીચે, કાંદિવલી (વેસ્ટ).
ગૌડ બ્રાહ્મણ
મૂળ શહેરાના, હાલ મલાડ સ્વ. દેવન્દ્રકુમાર કમળાશંકર દવેના ધર્મપત્ની ગં. સ્વ. રંજનબેન દવે, રવિવાર તા. ૧૦-૯-૨૩ને દેવલોક પામ્યા છે. તે નટવરલાલ જોશીના સુપુત્રી. પ્રકાશભાઇ જોશીના બેન. અમીત અને પ્રશાંતના માતુશ્રી. તે અ. સૌ. અમી તથા હીનાના સાસુમા. પૃથા, ઉત્સવ, માનુની અને માલવના દાદીમા. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૬-૯-૨૩ના પંચનાથ મહાદેવ મંદિર, ૧લે માળે, એસ. વી. રોડ, મલાડ (વેસ્ટ) ૪થી ૬.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાઈફલ ચલાવવામાં પાવરધો છે ચીનનો આ ‘Dog’, શ્વાસ લીધા વિના જ… અભિનેત્રીઓ પણ ચેઇન સ્મોકર છે SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ