મરણ નોંધ

હિન્દુ મરણ

ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ
માણાવદર, હાલ થાણા સ્વ. નર્મદાબેન દયાશંકર ત્રિવેદીના પુત્ર શરદ (બબલભાઈ) ત્રિવેદી (ઉં. વ. ૬૪) તે ૯/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે કવિતાના પતિ. હિમાંશું તથા અનીશના પિતા. જાગૃતિ તથા આસ્થાના સસરા. માયાના દાદા, સ્વ.દિનેશભાઇ, સ્વ. મહેશભાઈ, નયનાબેનના નાનાભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
સિદ્ધપુર વિશા દિશાવળ
સિદ્ધપુર, હાલ બોરીવલી ગં. સ્વ હંસાબેન દામોદરદાસ મહેતા (ઉં. વ. ૮૫) તે ૯/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. જયેશભાઇ, ભરતભાઈના માતુશ્રી. શીલા તથા બિંદુના સાસુ. સ્વ. નરોત્તમભાઇ, સ્વ. ચીમનલાલ, રમણભાઈના ભાભી. સ્વ. નાથાલાલ પ્રહેલાદજી શાહ બાલીસણાના દીકરી. સ્વ. ગોવિંદભાઇ, નરેન્દ્રભાઈના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશા સોરઠિયા વણિક
લોઢવાવાળા હાલ કાંદિવલી ગં.સ્વ. ઉર્મિલાબેન સુરેશકુમાર કપૂરચંદ શાહ (ઉં. વ. ૭૦) તે ૯/૧૧/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તે જીગર- અ.સૌ.મિત્તલ તથા મનીષા ભાવેશકુમાર શાહના માતુશ્રી. સ્વ. છગનભાઇ, સ્વ. પ્રફુલભાઇ, જેઠાભાઇ, મીનાબેન જયંતીલાલ, સ્વ. દક્ષાબેન ભીખાભાઇના ભાઈના પત્ની. પિયરપક્ષે બામણાસાવાળા સ્વ. મટુબેન નારાયણદાસ ગાંધીના દીકરી. સ્વ.મહેન્દ્રભાઈ, સ્વ. મનુભાઈ, રંજનબેન શાંતિલાલ, માલતીબેન નારણદાસના બહેન. ગં.સ્વ. સુશીલાબેન મહેન્દ્રભાઈ ગાંધીના નણંદ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ખેડવાબાજ બ્રાહ્મણ
કડિયાદરા, હાલ નાલાસોપરા ગં.સ્વ. કૈલાશબેન પંડ્યા, તે સ્વ. હરગોવિંદદાસ ભોગીલાલ પંડ્યાના ધર્મપત્ની, સ્વ.ઇલાબેન, નીલિમાબેન, કિરણબેન, ફાલ્ગુનભાઈ, રાકેશભાઈનાં માતાશ્રી. દિપીકા, પારસ, નલિનભાઈ, સુધીરભાઈ, ચેતનભાઈનાં સાસુ. સલોની, પ્રિયલ, ધૃતિ, વિદિતના દાદી. પ્રશાંત, રુચિ, ઈશાન, કેનીલના નાની તા. ૦૩/૧૧/૨૦૨૩ નાં નાલાસોપરા દેવલોક પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
ઘોઘારી લોહાણા
મોટા આંકડીયા, હાલ કાંદિવલી સ્વ. દિવાળીબેન દામોદરદાસ કારિયાના પુત્ર મનસુખભાઇ (ઉં. વ. ૮૮) તે ૯/૧૧/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તે રમીલાબેનના પતિ. વિપુલ, જયેશ, લીના યોગેશ ઠક્કર, જયશ્રી રાજેશ ભીમજીયાણીના પિતા. સ્વ. ધીરુભાઈ, અતુલભાઈ, સ્વ. ભાનુબેન પ્રતાપરાય પુજારા તથા સ્વ. મંજુલાબેનના ભાઈ. પ્રીતિ, નીતાના સસરા. સ્વ. ગોદાવરીબેન પુરુષોત્તમ પોપટના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી મોઢ વણિક
સાયલા, હાલ મુલુંડ મનમોહન પરીખ (મનુભાઈ) (ઉં. વ. ૭૭) શુક્રવાર તા. ૧૦/૧૧/૨૦૨૩ ના અક્ષર નિવાસી થયા છે. તે સ્વ. રૂક્ષ્મણીબેન હરખચંદ હરિલાલ પરીખના સુપુત્ર, સુશીલાબેનના પતિ. રચિતા ઉમેશ પવાર, પૂજા આકાશ તિવારીના પિતા. કીયા, કબીર, મેહરના નાના, સ્વ. મહેન્દ્ર ભાઈ, સ્વ. અનંતરાયના ભાઈ. પ્રાથનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ અંજાર હાલ નાશિકવાળા સ્વ. મુક્તાબેન કાનજીભાઈ ઠક્કર (હિંગવાળા)ના પૌત્ર કૃતિક (કુકી) (ઉં. વ. ૩૬) તે મનીષા કિરીટભાઈ કાનજીભાઈ ઠક્કરના નાના સુપુત્ર. તે ત્રિષ્નાના પતિ. જીયાંશના પિતા. તે કાર્તિક, કોમલ, સપના, રીયાના ભાઈ. તેમજ રાજશ્રી વિનોદ દિલીપકુમાર મજેઠીયા ગામ આડેસર હાલ નાશિકના જમાઈ. એમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૩/૧૧/૨૦૨૩ સોમવારના સાંજે ૪.૩૦ થી ૬.૦૦ વાગે આર.પી. વિદ્યાલય, નીમાણી બસ ડેપોની બાજુમાં, પંચવટી, નાશિક મધ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. ચક્ષુદાન કરેલ છે.
કપોળ
કરદેજવાળા હાલ ઘાટકોપર સ્વ. પોપટલાલ પ્રાણલાલ મોદીના ધર્મપત્ની ગં. સ્વ. ઇંદુમતી (ઉં. વ. ૯૦) તે ગીરીશ, જયેશ, અ. સૌ. રેખાબેન તથા અ. સૌ. નયનાબેનના માતુશ્રી. તે અ. સૌ. જયોતીબેન, અ. સૌ. ફાલ્ગુનીબેન, અ. સૌ. મોસમ, હારીતભાઇ, પરેશભાઇના સાસુ. તે સિહોરવાળા સ્વ. હરીલાલ પ્રાણલાલ ભૂતાના દીકરી. તે સ્વ. કાંતિલાલ હરીલાલ, સ્વ. ક્રિષ્ણાબેન ધીરજલાલ, સ્વ. રંજનબેન હરજીવનદાસ તથા સ્વ. જયોતીબેન ધીરજલાલના બેન. બુધવાર તા. ૮-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ખંભાત દશા શ્રીમાળી વણિક
કિરીટભાઇ શાહ (ઉં. વ. ૮૨) તે સ્વ. જયંતિલાલ જગજીવનદાસ શાહના પુત્ર. સ્મિતાબેનના પતિ. શારદાબેન સુંદરલાલ શાહના જમાઇ. દિલીપ, અશોક, મીરા પરીખ, સ્મિતા ભુખાનવાલા, મમતા શેઠના ભાઇ. તા. ૪-૧૧-૨૩ના શનિવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. પાર્વતીબેન અને સ્વ. મણીલાલ વેલજી ઠક્કર (રવાણી) ગામ કચ્છ માધાપર હાલે મુલુંડના પુત્રવધૂ જયશ્રીબેન (ઉં. વ. ૭૮) તે સ્વ. ચંદ્રકાંત મણીલાલ ઠક્કરના ધર્મપત્ની ગુરુવાર, તા. ૯ નવેમ્બર ૨૩ના શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. ત્રિવેણીબેન તુલસીદાસ લીલાધર કારીયા હાલે મલાડના સુપુત્રી. તે કમલેશ અને કેતકીબેન રાજેન્દ્રભાઇ રમણીકલાલ મહેતાના માતુશ્રી. તે મયુરીબેન અને રાજેન્દ્રભાઇના સાસુમા. સરોજબેન હિંમતલાલ સોમૈયા, શોભનાબેન પ્રતાપભાઇ ગણાત્રા (ઠક્કર), સ્વ. વિજયભાઇના ભાભી. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર રાખેલ નથી. ઠે. કમલેશ ચંદ્રકાંત ઠક્કર, સી-૧,૨૦૬ લોક એવરેસ્ટ. મુલુંડ (વેસ્ટ).
આજક ગીરનારા બ્રાહ્મણ
આજક હાલ કાંદિવલી સુધાબેન દિલીપકુમાર પૂરોહિત મંગળવાર, તા. ૭-૧૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. જયાલક્ષ્મીબેન દેવદત જોશીના સુપુત્રી. તે સ્વ. સરસ્વતીબેન ગીરધરલાલ પૂરોહિતના પુત્રવધૂ. તે સ્વ. હરેશભાઇ, વિજયભાઇ, મુકુંદભાઇ જોશી, ગં. સ્વ. રંજનાબેન, ચારૂબેનના બેન. તે ગં. સ્વ. કાલંદીબેન, નેહાબેન, પ્રિતીબેનના નણંદ. તે મયુર, ગોપી, ચિત્રા, ભાર્ગવ, માધવ, યશસ્વીના ફઇ. તે જિકુલ, મેહુલ, નીતીશ, ઝરણાંના માસી. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
ભટ્ટ
રાજપીપળા નિવાસી હાલ અંધેરી જયંતભાઇ ઉપેન્દ્ર પંડયા અને સ્વ. હર્ષાબેન જયંતભાઇ પંડયાના પુત્ર. અર્ચનાના પતિ મીહીર (ઉં. વ. ૩૭) તે રમેશભાઇ મોહનલાલ મકવાણા, અરુણાબેન રમેશ મકવાણાના જમાઇ. તા. ૮-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૧-૧૧-૨૩ના ૪થી ૬. ઠે. મહાલક્ષ્મી ટાવર્સ, કોમ્યુનિટી હોલ, ગેટ નં-૧ રૂસ્તમજી એલીમેન્ટ પાછળ, ન્યુ ડી.એન. નગર, ડી. એન. નગર, અંધેરી (વેસ્ટ), લૌકિક પ્રથા બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?