મરણ નોંધ

હિન્દુ મરણ

દશા સોરઠિયા વણિક
બાબરા નિવાસી, હાલ કાંદિવલી, ગં.સ્વ. જસવંતી (ઉં.વ. ૮૯) તે સ્વ. રતિલાલ વિઠ્ઠલદાસ પારેખનાં ધર્મપત્ની સ્વ. પંકજ, બિપિન, સ્વ. પરેશ તથા રૂપાનાં માતુશ્રી. ગં.સ્વ. ઈન્દુમતિ, જયશ્રી તથા મુકેશ વિભાકરના સાસુ. નેહા, કાર્તિક, દિશા, સિદ્ધિ તથા ચેતનનાં દાદી. ઐશ્ર્વર્યાનાં નાની. સ્વ. શાંતાબેન ગોપાલજી ધ્રુવ મલકાણનાં પુત્રી. તા. ૩૧-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. સાદડી પ્રથા બંધ છે. સરનામું: એ-૫૦૨, સાઈ ચિત્રા સીએચએસ, સેક્ટર-૮, ચારકોપ, કાંદિવલી (વેસ્ટ).

કપોળ
જાફરાબાદવાળા હાલ કફ પરેડ, મુંબઈ સ્વ. બાબુભાઈ પરમાણંદદાસ વોરાના પુત્ર દ્વારકાદાસ (ઉં.વ. ૯૨) બુધવાર, તા. ૧ નવેમ્બરના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ઉર્મિલાબેનના પતિ. ગોરાંગ તથા દર્શનાબેનના પિતાશ્રી. અમલભાઈ તથા રૂપલના સસરાજી. સ્વ. નિર્મલાબેન જયંતીલાલ ગોરડિયા તથા ધૈર્યબાળાબેન કૃષ્ણકાંત સંઘવીના ભાઈ, ગોપાળદાસ ભગવાનદાસ સંઘવીના જમાઈ. પ્રાર્થનાસભા તથા સર્વે લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

સંત રોહિદાસ વઢિયારા
ગામ દુદાધાર, વલ્લભીપુર, ભાવનગર હાલ વાલપખાડીના ગણેશભાઈ (ઉં.વ. ૬૧) તા. ૨૩-૧૦-૨૩ના રામશરણ પામ્યા છે. તે સ્વ. સોનાબાઈ અને સ્વ. જેરામભાઈ બીજલભાઈ કતપરાના પુત્ર. નિર્મળા, સ્વ. કિશોર, ભારતી, સ્વ. મનોજ, જયા, લીલા, નમિતા, દીપકના મોટાભાઈ. મનીષાના જેઠ. મુકેશ અને ધીરજના સાળા. પંકજ, જિજ્ઞા, યશ અને આર્યનના મામા. સ્વ. જીવીબેન મીઠાભાઈ સિંગલ અને વાલીબેનના ભાણેજ. બારમાની વિધિ તા. ૩-૧૧-૨૩ના ૮.૦૦ સમ્રાટ સદન, રૂમ નં. ૩૧૦ માવજી રાઠોડ રોડ, વાલપખાડી, મુંબઈ-૯.

કચ્છી લોહાણા
શ્રી રમેશ સોમૈયા, ગામ અંજાર, હાલ સિક્કા નગર, મુંબઈ તે સ્વ. હંસરાજ વસનજી સોમૈયાના જયેષ્ઠ સુપુત્ર. સ્વ. ઉર્મિલા (ઉષા) રમેશ સોમૈયાના પતિ તથા સ્વ. કાલાવતીબેન વાલજીભાઈ, ગં.સ્વ. ચંદ્રા મધુસુદન, સ્વ. નારાયણના ભાઈ તથા શ્રી નટવર, હર્ષદ અને શ્રી કૌશિકના પિતા, શ્રીમતી ગાયત્રી નટવર, શ્રીમતી ભાવના હર્ષદ અને ભાવિષા કૌશિકના સસરા. સ્વ. ભગવાનજી બેચરદાસ સિકરાઈ (સોનેતા), ગામ: અંજારના જમાઈ. તા. ૧-૧૧-૨૩ના રામશરણ પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨-૧૧-૨૩ના શ્રી લક્ષ્મી નારાયણ મંદિર, માધવ બાગ, સી.પી. ટેંક પાસે, મુંબઈ- ૪૦૦૦૦૪ના ૪થી ૬ લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ પણ તેજ દિવસે આવી જવું.

ઘોઘારી દશા શ્રીમાળી વણિક
દહાણુ સ્વ. અ.સૌ. જ્યોતિબેન (ઉં.વ. ૭૨) જે નરેશભાઈ શાંતિલાલ શાહના ધર્મપત્ની, કાશ્મીરા જિતેન્દ્રકુમાર દેસાઈ, ભામિની હેમતકુમાર દેસાઈ, જિજ્ઞા જયેશકુમાર કોઠારી અને સંતોષના માતા. સૌ. જાન્વીના સાસુ. તે કૈલાસબેન હીરાલાલ કપાસીની સુપુત્રી. તે સ્વ. રાજેન્દ્ર, મહેશ, રમેશ, અજયના મોટીબેન તે ગં.સ્વ. મધુબેન, ગં.સ્વ. નલીનીબેન, સ્વ. બિપિનભાઈ, સ્વ. નીરંજનાબેનના ભાભી. તા. ૨૮-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. નિવાસસ્થાન: મેન રોડ, સબ રજિસ્ટર ઓફિસની બાજુમાં, દાહણુ ગામ.

કપોળ
ચંદ્રકાંત ભાઈલાલ ગાંધી (ઉં.વ. ૮૭), અમરેલીવાળા, હાલ અમદાવાદ ૩૦/૧૦/૨૩ના અમદાવાદ મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે સુધાબેનના પતિ. વિનાયકના પિતા. કામિનીબેનના સસરા. જીગીષા, રવિના દાદા. દિનાનાથ માધવરાવ લાડના જમાઈ. સ્વ. ગુણવંતભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. ઇન્દુબેન ગુણવંતરાય શેઠના ભાઈ. પ્રાર્થનાસભા ૨/૧૧/૨૩, ગુરુવાર, ૪ થી ૬, બી ૧૦૨, અતુલ્યમ અપાર્ટમેન્ટ, ટોરન્ટ પાવર સબસ્ટેશન, ૧૩૨ ફિટ રિંગરોડ, મકરબા, અમદાવાદ.

હાલાઈ લોહાણા
મુંબઈ, હાલ વસઈ સ્વ. સવિતાબેન, સ્વ.ભાઈચંદ અમરસી ગણાત્રાના પુત્રવધૂ અ.સૌ. પુષ્પાબેન (ઉં.વ. ૭૬), તા. ૧-૧૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે અરવીંદભાઈ ગણાત્રાના પત્ની. સ્વ. કમલેશ, પ્રિતી, સ્વ. પલ્લવી (બીના)ના માતા. ગં.સ્વ. જયશ્રીબેન, ગં.સ્વ. મોહિનીબેન (જામનગર), ગીતાબેન, ગૌરીબેનના ભાભી. મુકેશ ત્રીભોવનદાસ પટેલીયાના સાસુ. સ્વ. શારદાબેન જેચંદભાઈ ભીમજીયાણીના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવેલ છે.

લુહાર સુતાર
ગામ અખોદડવાળા, હાલ મીરા રોડ સ્વ. ભાણજીભાઈ ટપુભાઈ ડોડીયા (ઉં.વ. ૮૦), તેઓ જ્યોત્સનાબેન ડોડીયાના પતિ. ગં.સ્વ. દુધીબેન ટપુભાઈ રણછોડ ડોડીયાના પુત્ર. સ્વ. કેશુભાઈ, સ્વ. બાબુભાઈ, સ્વ. ધીરૂભાઈ, સ્વ. ધીરીબેન મોહનભાઈ કવા, સ્વ. ગોદાવરીબેન દેવજીભાઈ સિદ્ધપુરા, અનિબેન શામજીભાઈ વાઘેલા, જ્યોત્સનાબેન નાનજીભાઈ સોલંકી, હંસીબેન વિનોદભાઈ જીલ્કા, ગામ જામનગરવાળા હરિશભાઈ લક્ષ્મણભાઈ સિદ્ધપુરા, રવિન્દ્રભાઈ લક્ષ્મણભાઈ સિદ્ધપુરાના બનેવી. તેમની સાદડી તા. ૨-૧૧-૨૩ ગુરૂવારના ૫ થી ૭. વેલફેર સેન્ટર, વિશ્ર્વકર્મા ચોક, કાર્ટર રોડનં-૩, બોરીવલી-ઈસ્ટ.
કપોળ
રાજુલાવાળા, (હાલ કાંદીવલી) સ્વ. હર્ષદરાય ગોકળદાસ સંઘવી તથા ગં.સ્વ. દક્ષાબેન સંઘવીના સુપુત્ર પંકજ સંઘવી (ઉં.વ. ૫૭), તે રૂપલબેનના પતિ. આશુતોષના પિતા તથા કાજોલના સસરા. જાફરાબાદવાળા સ્વ. કિશોરભાઈ જીવરાજ મહેતાના જમાઈ તથા કેરીયા નાગેશવાળા વિજયભાઈ ધનજીભાઈ મહેતાના ભાણેજ, તા. ૩૧-૧૦-૨૩ના મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. સર્વ લૌકિક પ્રથા બંધ છે.

દસા સોરઠીયા વણીક
ગ.સ્વ. નલીનીબેન પ્રવિણચંદ્ર કાપડિયા (શ્રીમાંકર) (ઉં.વ. ૮૧) વિલેપાર્લે રવિવાર, ૨૯-૧૦-૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે ગીતા નિલેશ કાચલિયા, ઘનશ્યામ, કશ્યપ તથા વંદના પંકજ બાબરીયાના માતુશ્રી. સ્વ. અનસૂયા વલ્લભદાસ કાટકોરીયા તથા સ્વ. મૂળરાજ વલ્લભદાસ શેઠના બહેન. સ્વાતી તથા રૂપલના સાસુ. તે રિતુ જય દોશી, નિકિતા તથા બંસીના દાદી અને માનસી નિક જેમ્સ, બ્રિજ કાચલિયા, રાહુલ બાબરીયા તથા સુજાતાના નાની. લૌકિક વ્યવહાર બંધ છે.

પરજીયા સોની
લાઠીવાળા, હાલ: મુંબઈ ગં.સ્વ. શારદાબેન/ કંચનબેન ચીમનલાલ હિરાણી (ધકાણ) (ઉં.વ. ૭૮), તા. ૩૧/૧૦/૨૩ને મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. તેઓ રૂપલ અને ઊર્મીના માતુશ્રી. ચિ. તુલસી તેમજ ચિ. રીશાના નાનીમાં. ભરતભાઈ રમેશભાઈ સુરૂ(લાઠી)ના સાસુ. જતીન ધાણક અને પરાગ ધાણકના મામી. તેઓ આંબરડીવાળા માણસુરભાઈ રામજીભાઈ જગડાના દિકરી. પ્રાર્થનાસભા તા. ૨/૧૧/૨૩ને ગુરૂવારે ૪ થી ૬, સોનીવાડી; શિંપોલી; બોરીવલી વેસ્ટ. લૌકીક વહેવાર બંધ છે.

કપોળ
લાઠીવાળા, હાલ દહિસર ભુપતભાઇ વનરાવનદાસ ત્રિકમજી વડિયા (ઉં.વ. ૮૪) તે ૩૦/૧૦/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે મધુબેનના પતિ. પરેશ તથા પિયુષના પિતા. ધાર્મિ તથા પ્રીતિના સસરા. સ્વ. કિશનભાઇ તથા જ્યોત્સ્નાબેનના ભાઈ. ચારોડીયાવાળા સ્વ. જમનાદાસ જગજીવનદાસ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી ભાટિયા
મુન્દ્રા, હાલ મસ્કત જયેશ બજરીયા (ઉં.વ. ૪૮) તે સ્વ. ભગવતી પરમાણંદ ભગતભાઈ બજરીયાના પુત્ર. સ્વ. રતનબેન રતનસિંહ બજરીયાના પૌત્ર. જીજ્ઞેશ તથા ભરતના ભાઈ, ૩૦/૧૦/૨૩ના મસ્કત ઓમાન મુકામે શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

લુહાર – સુથાર
ગામ ઘોબાવાળા, હાલ કાંદિવલી, સ્વ. હરિભાઈ મોહનભાઈ ડોડિયાના પુત્ર મહેશભાઈ હરિભાઈ ડોડિયા (ઉં.વ. ૪૬). તેઓ શ્રી શનિવાર, તા. ૨૮-૧૦-૨૩ ને શ્રીજીચરણ પામેલ છે. તેઓ ઈલાબેનના પતિ. તેઓ રિદ્ધિ તથા ધ્રુવીનના પપ્પા તથા તેઓ શ્રીમતી ભાવનાબેન પ્રકાશભાઈ, નયનાબેન અશોકભાઈના ભાઈ તથા ગામ ભાવનગરવાળા, શ્રી. જયંતભાઈ અને પંકજભાઈ બચુભાઈના ભાણેજ તથા તેઓશ્રી ગામ છતડીયાવાળા રમેશભાઈ જેરામભાઈ મકવાણાના જમાઈ. તેઓની પ્રાર્થનાસભા ગુરુવારે, તા. ૨-૧૧-૨૩, ૫ થી ૭, બીજે માળે, શ્રી લુહાર સુથાર વેલફેર સેન્ટર, વિશ્ર્વકર્મા ચોક, અંબા માતા મંદિરની બાજુમાં, કાર્ટર રોડ-૩, બોરીવલી (પૂ.).

શ્રી દશગામ પંચાલ જ્ઞાતિ
ગામ દાદરા, હાલે બોરીવલી, સ્વ. ગંગાબેન નગીનદાસ નારણદાસ પંચાલના પુત્રવધૂ ગં.સ્વ. કોકિલાબેન (ઉં.વ. ૭૫) તા. ૨૮-૧૦-૨૩ ને શનિવારના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ શ્રી સ્વ. મણિલાલભાઈ (મનુભાઈ)ના ધર્મપત્ની. તેઓ નિલેશભાઈ, તૃપ્તિબેનના માતુશ્રી. તેઓ હેતલબેનના સાસુજી. તેઓ સ્વ. લલિતાબેન જગજીવનદાસ નારણદાસ પંચાલ દમણવાળાના પુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩-૧૧-૨૩ ને શુક્રવાર ૪:૦૦ થી ૬:૩૦ વર્ધમાન સ્થાનકવાસી જૈન હોલ, ડાયમંડ ટોકીઝના સામે, એલ. ટી. રોડ, બોરીવલી પશ્ર્ચિમ, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઔદીચ્ય સહ બસીઆ બ્રાહ્મણ
ગામ કરણપુર હાલ મુલુંડ અ.સૌ. શશીકલા પંડ્યા (ઉં.વ. ૫૫) તા. ૨૯-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે ચંદ્રવદન પંડ્યાનાં ધર્મપત્ની. અમીશા, શિવાનીના માતુશ્રી. કિરાંગ વીરાના સાસુ, સ્વ. મંજુલાબેન જસવંતલાલ પંડ્યાનાં પુત્રવધૂ તથા સ્વ. શાંતાબેન, સ્વ. મુળશંકર ડાહ્યાલાલ ત્રિવેદીની પુત્રીની પ્રાર્થનાસભા તા. ૨-૧૧-૨૩, ગુરુવારના ગોપુરમ હોલ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, ડૉ. આર.પી. રોડ, ૫થી ૭ મુલુંડ (વે). બંને પક્ષની સાદડી સાથે રાખેલ છે. ઉત્તરક્રિયા નાસિક મુકામે રાખેલ છે.

લુહાર-સુતાર
સ્વ. મિી રતિલાલ માવજીભાઈ ઉમરાળિયા તથા સ્વ. નર્મદાબેન ઉમરાળિયાના સુપુત્ર નવનીતરાય (ઉં.વ. ૭૪) તા. ૨૮-૧૦-૨૩ને શનિવારના સિહોર મુકામે સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ. મંજુલાબેન છગનલાલ પરમાર તથા નટવરલાલના ભાઈ. અ.સૌ. મધુબેનના જેઠ. પ્રતિક, મનીષા તથા મિતના મોટાબાપા. દિલીપ, કેતન, સંગીતા અને બંસરીના મામા તથા પ્રવિણાબેન અને કોમલબેનના મામાજી. તેમની સાદડી તા. ૨-૧૧-૨૩ને ગુરુવારે ૫થી ૭ શ્રી લુહાર સુતાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ નં.૩, શ્રી વિશ્ર્વકર્મા ચોક પાસે, બોરીવલી (ઈસ્ટ).

કપડવંજ દશા શ્રીમાળી વણિક
ગં.સ્વ. સુધા અશોક દાણી તે સ્વ. અશોક કાંતિલાલ દાણીના ધર્મપત્ની. પરેશ મીનળ દોશીના માતુશ્રી. અ.સૌ. જિજ્ઞા તથા ચેતનકુમાર દોશીના સાસુ. ખુશીના નાની. મીનાબેન-કિરણ-રેખાબેન-વિભાબેનના ભાભી. સ્વ. બિપિનચંદ્ર મણીલાલ શાહના દીકરી. તા. ૧-૧૧-૨૩ના દેવલોક પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસસ્થાન: બાલકૃષ્ણ નિવાસ, રજી પાંજરાપોળ ગલી, સી.પી. ટેન્ક રોડ, મુંબઈ-૪૦૦૦૦૪.

કચ્છી લોહાણા
સ્વ. શિવજી રણછોડદાસ ઠક્કર કચ્છ નખત્રાણા હાલે મુલુંડના પુત્રવધૂ સૌ. નિર્મળા ઠક્કર (ઉં.વ. ૭૨) તે દિલીપ ઠક્કરની ધર્મપત્ની. તે કચ્છ ખેડોઈ હાલે ડોમ્બિવલીના સ્વ. ભાગીરથી હરીરામ જોબનપુત્રાના પુત્રી. તે ચિ. રાજેશ, સૌ. શિલ્પાના માતુશ્રી. તે પ્રશાંત પ્રવીણ માણેક તથા સૌ. કાશ્મીરા રાજેશ ઠક્કરનાં સાસુમા. તે ખુશી, ભૂમિના દાદીમા. તા. ૩૦-૧૦-૨૩ના રામશરણ પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨-૧૧-૨૩ના સારસ્વત વાડી, ઝવેર રોડ, પહેલે માળે, મુલુંડ (પશ્ર્ચિમ) ૫થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.

હાલાઈ ભાટિયા
ભારતી (હર્ષના) આશર (ઉં.વ. ૫૮) તે સ્વ. હરીશ આશરના ધર્મપત્ની. રતનશી પરસોતમ આશરના પુત્રવધૂ. તે ખંજનના માતુશ્રી. તે સ્વ. દમયંતી અને સ્વ. જગજીવનદાસ સંપટના પુત્રી. સુધાબેન સુરેન્દ્ર આશર તથા અ.સૌ. જ્યોતિ પુષ્પકસેન આશરના બહેન. તા. ૩૧-૧૦-૨૩ના શિવરી મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૩-૧૧-૨૩, શુક્રવારના ૫થી ૬.૩૦. દોસ્તી ફલેમિંગો કલબ હાઉસ, ટોકરશી જીવરાજ રોડ, શિવરી મુંબઈ-૪૦૦૦૧૫. લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?