મરણ નોંધ

હિન્દુ મરણ

કડવા પાટીદાર
લાડોલ હાલ કાંદિવલી ગં. સ્વ. સીતાબેન કાનજીભાઈ પટેલ (ઉં.વ. ૮૩) તે ૧૩/૯/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે જીતુભાઇ, લતાબેન, દિપીકાબેન, જીજ્ઞાબેનના માતુશ્રી. શોભા, રાકેશ, પરેશ તથા ચૈતન્યના સાસુ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર
બંધ છે.
દેસાઈ સઇ સુથાર જ્ઞાતિ
ગામ ઇંગરોડા (ભાડ) હાલ ભાંડુપ ચંદ્રિકાબેન જેન્તીભાઇ ભગવાનભાઇ હિંગુ (ઉં.વ. ૫૩) તે ૧૦/૯/૨૩ના રામચરણ પામેલ છે. તે જીતેશ, ચાંદની, પૂનમના માતુશ્રી. રમેશભાઈ, સ્વ. પ્રભાબેન, લીલીબેન, લાભુબેન, રેખાબેન, મુકેશભાઈ, મનસુખભાઇ, કમલેશભાઈના ભાઈના પત્ની. સ્વ. ત્રિભોવનભાઈ કરમશીભાઈ ભરખડાના દીકરી. ગીરીશભાઈ, વિનોદભાઈ, ભરતભાઈ, પુષ્પાબેન, મંજુબેનના બહેન. હરેશ, દયા તથા તુષારના સાસુ. પ્રાર્થનાસભા ૧૪/૯/૨૩ના ૩.૩૦ થી ૫.૩૦, દેસાઈ સઇ સુથાર જ્ઞાતિ, અશોક ચક્રવર્તી રોડ ૪, સ્વયંભુ ગણપતિ મંદિર પાસે, કાંદિવલી ઈસ્ટ.
ઝાલાવાડી સઇ સુથાર
સુરેન્દ્રનગર હાલ વડોદરા ગં. સ્વ. શારદાબેન કસ્તુરચંદ પરમાર (ઉં.વ. ૭૭) તે ૧૨/૯/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે જયશ્રી મુકેશ, મીના રાજેશ, અનિતા પિયુષના સાસુ. મીના ભાષ્માંક સોલંકી, લતા હેમત, રીટા જગદીશ, નીલ્યુના નરેન પરમારના કાકીજી. પિયરપક્ષે મઢાદ નિવાસી સ્વ. લલીતાબેન ચીમનલાલ સોલંકીના દીકરી. પિન્કેશ, ધ્રુવ, ધ્વનીલ, પાર્થ, આદિત્યના દાદી.
પરજીયા સોની
મૂળ ગામ સતાપર (નાગપુરવાળા) હાલ દહિંસર ગં. સ્વ. કુસુમબેન ધાનક (સોની) (ઉં.વ. ૮૯) તા. ૧૧-૯-૨૩ ને સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. નાથાલાલ જાદવજી ધાનક (સોની)ના ધર્મપત્ની. તે કોઠા વીસોત્રીવાળા સ્વ. ગોરધનદાસ રામજીભાઈ વાયાના દીકરી. તે રાજેન્દ્ર, અશોક, રેખા, મીના, સીમાના માતુશ્રી. તે કલ્પનાબેન તથા પ્રજ્ઞાબેન, બાબુલાલ, ચંદુલાલ, જીજ્ઞેશકુમારના સાસુ. તે પારુલ, નયન, સમીર, અભિષેક, ક્રિષ્ના શ્યામકુમાર સતિકુંવરના દાદીમાં. પ્રાર્થનાસભા: તા. ૧૪-૯-૨૩ ગુરુવાર ૧૧.૦૦ થી ૧૨.૦૦, સ્થળ: ડી. કે. હોલ, સોની વાડી, શિમ્પોલી ક્રોસ રોડ, બોરીવલી વેસ્ટ.
સુરતી દશા નાગર વણિક
સુરત હાલ મુંબઈ પુષ્પા લલિતમોહન મુગટવાળા (ઉં.વ. ૮૬), ૧૨-૯-૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. લલિતમોહનના પત્ની. હેમંત, રસેશ, રાજેશના માતા. હેમા, પ્રીતિના સાસુ. કિંજલ, બીજલના દાદી. પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી સઈ સુથાર
ભોયકા, હાલ મલાડ (પૂર્વ) ચિમનલાલ મોહનલાલ સોંલકીના ધર્મપત્ની ઉર્મિલાબેન (ઉં.વ. ૭૪) તા. ૧૦-૯-૨૩ના દેવલોક પામ્યા છે. તે યોગેશભાઈ, અનિલભાઈ તેમજ હેતલબેનના માતુશ્રી. અ.સૌ. સોનલ, કલ્પનાના સાસુમા. ચિ. જય તેમ જ આસીતાના દાદીમા. ભવ્યના નાનીમા. તે રોહિશાળાના નિવાસી લાલજીભાઈ મનજીભાઈ હાલારી (પરમાર)ના દીકરી. તેમની સાદડી તા. ૧૪-૯-૨૩, ગુરુવારના ૪.૦૦થી ૬.૦૦. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. શરાફ માતૃ મંદિર, પોદાર પાર્ક, મલાડ (પૂર્વ).
કચ્છી લોહાણા
ચંદ્રકાંત ઠક્કર (ગજરીયા) (ઉં.વ. ૭૪) ગામ-અંજાર કચ્છ, હાલ મુંબઈ તે સ્વ. શાંતાબેન દેવજી લધુભાઈના સુપુત્ર. નિર્મળાબેનના પતિ. તે સુનીલ તથા દીપા ધર્મેશચંદ્રના પિતાશ્રી. તે સ્વ. ભગવાનજી મુલજી સોઢાના જમાઈ. તે સ્વ. મહેન્દ્રભાઈ, પ્રવિણભાઈ, હરીશભાઈ તથા કંચનબેન ભરતભાઈ પૂંજાણીના ભાઈ. શ્રેયા, કૃપા રાજ ગણત્રાના દાદા-નાના તા. ૧૨-૯-૨૩ના મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૪-૯-૨૩ના ગુરુવારે શ્રી બ્રાહ્મણ સમાજ, ૧લે માળે, જોશી લેન, રામજી આશર સ્કૂલની સામે, એમ.જી. રોડ, ઘાટકોપર (ઈ). ૫થી ૭ લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
રાજુલાના (હાલ અમેરિકા) સ્વ. સરસ્વતીબેન કાનજીભાઈ દોશીના પુત્ર દક્ષેશ (ઉં.વ. ૭૨) તેઓ જ્યોતિના પતિ. જુલી શીલ અને એમી જયના પિતાશ્રી. હસમુખ-સુશીલા, ધ્રુવ-હંસા, રમેશ-મિતા, નરેન્દ્ર-મિનાક્ષી, સ્વ. પ્રબોધ-પદમા, વિનય-વાસંતીના ભાઈ. શ્ર્વસુર પક્ષે સ્વ. ઉર્મિલા હરકીસનદાસ સંઘવીના જમાઈ. ભરત, મનોજ, નીતા ધીરેન્દ્ર ગોરડિયાના બનેવી. નીલા સંઘવી, બીનાના નણંદોઈ તા. ૮ સપ્ટેમ્બરના રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ પોરબંદર હાલ બોરીવલીના મુકેશભાઈ (ઉં. વ. ૬૪) તે સ્વ. શાંતાબેન ત્રિકમદાસ સામાણીના પુત્ર. છાયાબેનના પતિ. તર્જની, હર્ષિલના પિતા. ભાવનાબેન અશ્ર્વિન સચદેવ, ઝરણા હરેશ પોબારી, રીટા મુકેશ ઠક્કરના ભાઈ. સ્વ. તુલસીદાસ લક્ષ્મીદાસ અમલાણીના જમાઈ બુધવાર, ૧૩-૯-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હા. લોહાણા
ભીખાલાલ (ઉં. વ. ૮૪) સ્વ. મણિબેન નાથાલાલ ચંદારાણાના પુત્ર. તે સ્વ. માલતીબેનના પતિ. સોના, ગૌરાંગના પિતા. ગં. સ્વ. નિર્મળાબેન ચંદ્રકાંત ઠક્કર, સ્વ. ભારતીબેન હરિવલ્લભ ગણાત્રા, ગં. સ્વ. પ્રવિણાબેન પ્રવિણભાઈ મોદી, સુરેશ, ચંદ્રકાન્તના મોટાભાઈ. સ્વ. રમાબેન પ્રાણવલ્લભદાસ કાપડિયાના જમાઈ મંગળવાર, ૧૨-૯-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
કંઠી ભાટિયા
મુંગણી જામનગર હાલ ઘાટકોપર મનવી (બીના) મુકેશ ભાટિયા (ઉં. વ. ૫૮) તે મિતેન તથા સાગરનાં માતુશ્રી. સુદર્શના તથા દૃષ્ટિના સાસુ. તે નીતા દિલીપ ભાટિયાના જેઠાણી. તે સ્વ. નિર્મળાબેન મંગળદાસ ગાંધીના પુત્રી. તે સ્વ. દીપક. અ. સૌ. રેખા, હિના તથા ચેતનના બહેન ૧૨-૯-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૪-૯-૨૩ના ૪.૩૦ થી ૬. સ્વામિનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (પૂર્વ). લૌકિક વ્યવહાર બંધ છે.

Related Articles
Back to top button
અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker