મરણ નોંધ

હિન્દુ મરણ

સ્વ. ભરતભાઇ ડી. રાવલ (બરોડા)નું અવસાન તા. ૩૦-૧૦-૨૩ના સોમવારના થયેલ છે. અંતિમયાત્રા તા. ૩૧ મંગળવારે સવારે ૭.૦૦ કલાકે તેમના નિવાસસ્થાન: એ-૩૦ સોમદત્ત પાર્ક સોસાયટી, ગોત્રી રોડ વડોદરાથી નીકળી વડીવાળી સ્મશાન, બરોડા ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવશે. ગં. સ્વ. પુષ્પાબેન (માતા), અંજનાબેનના (પત્ની), હાર્દિક, ગૌરાંગ (પુત્ર), અ. સૌ. હિરલ (પુત્રવધૂ), ચિ. જીયાંશ (પૌત્ર). અ. સૌ. જયશ્રીબહેન (બહેન). કિરીટભાઇ (બનેવી).
હાલાઈ લોહાણા
મૂળ ગામ કુરંગાવાળા, હાલ કાંદિવલી પૂજ્ય હરજીવનદાસ ત્રીકમદાસ દત્તાણી (ઉં.વ. ૯૭) તા. ૩૦-૧૦-૨૩ સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. તે મહેશભાઈ, સતીશભાઈ તથા સ્મીતાબેન બિપીનકુમાર મોદીના પિતાશ્રી. તે મૃદુલા, ભાવનાના સસરા. તે હેમેન, કેતન, કલ્પેશ, દિપાલી ભાવેશકુમાર બચ્છાના દાદા. દિપાલી હેમેન, બીજલ કેતન, સુષ્મા કલ્પેશના દાદાજી સસરા. કૃપા બ્રિજેશ વોરા તથા માનસીના નાના. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
સુધીરભાઈ (ઉં. વ. ૬૮) તે વ્રજલાલ ત્રિભેાવનદાસ મદલાની તથા ગં. સ્વ મંજુલાબેનના પુત્ર. શિલ્પાબેનના પતિ. રાજના પિતા. બકુલ, જયેશ, જયશ્રી ઈલેશ કેાટેચા, સ્વ. જસ્મીન તથા જેસલના ભાઈ. સ્વ. ગેાદાવરીબેન તથા સ્વ. પ્રભુદાસ ઠક્કરના જમાઈ. કિરીટ તથા પ્રફુલાના બનેવી. ૨૯/૧૦/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૩૧/૧૦/૨૩ ના ૫ થી ૬.૩૦. હાલાઇ લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, એસ. વી. રેાડ કાંદિવલી વેસ્ટ.
સિદ્ધપુર ઔ. સહસ્ત્ર બ્રામ્હણ
સિદ્ધપુર, હાલ બેારીવલી મીનાબેન ઇન્દુકુમાર ત્રિવેદી (ઉં. વ. ૮૨) તે શીલા રાજેશકુમાર પાધ્યા, હેમંત દુષ્યંત, જીગરના માતુશ્રી. નીલા, વંદના, પ્રેરણાના સાસુ. સુભાષ ઠાકરના બહેન. મુકેશના ભાભી. શ્ર્વેતા, અમરના નાની. પૂજા આદિત્ય, નિલાંગના દાદી ૨૯/૧૦/૨૩ ના દેવલેાક પામેલ છે. પ્રાર્થનાસભા ૨/૧૧/૨૩ ના ૫ થી ૭, સોની વાડી, સોનીવાડી લેન, ઓફ શીમ્પેાલી રેાડ, એસ. વી. રેાડ, બેારીવલી વેસ્ટ.
હાલાઇ લોહાણા
દ્વારકાવાળા, હાલ પુના અ. સૌ. રેખાબેન મેાદી (ઉં. વ. ૬૭) તે ૩૦/૧૦/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તે જતીનભાઈ બચુભાઈ મેાદીના ધર્મપત્ની, તેજસ તથા વૃશાલીના માતુશ્રી. રચના તથા અમિત મજીઠીયાના સાસુ. અવિશના દાદી. વિઆનના નાની. સ્વ. તારામતી વૃંદાવનદાસ ઠક્કરના પુત્રી. સ્વ. જગદીશભાઈ, દીપકભાઈ, છાયાબેન શૈલેષભાઇ સેાઢા, ગીતાબેન દિનેશભાઇ વિઠલાણીના બહેન. પ્રાર્થનાસભા બંને પક્ષની ૩૧/૧૦/૨૩ના ૫ થી ૭. પરમાર હેાલ, આર.સી. એમ હાઈસ્કૂલ, ફડકે હાઉદ, કસબા પેઠ, પુના ૨: લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ લોહાણા
સ્વ. રેવાબેન તથા સ્વ. જયંતભાઈ દયાળજી અઢિયાના પુત્ર નરેન્દ્રભાઈ (ઉં. વ. ૮૧) તે કલાવતીબેનના પતિ. નંદિતા લેરી મેલોનના પિતા. ખેમચંદ વશનજીના જમાઈ. ગૌતમ તથા ભરતના ભાઈ. લેરી મેલોનના સસરા. જૈવિકના નાના ૨૮/૧૦/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૩૧/૧૦/૨૩, ના ૪ થી ૫. એચ. વી. દેસાઈ કોલેજ હેાલ, ૫૯૬, બુધવાર પેઠ, શનિવાર વાડાની બાજુમાં પુના ૨ ખાતે.
ઘેાઘારી દશા શ્રીમાળી વણિક
મહુવા, હાલ દહિસર પ્રમોદરાય હરિલાલ શેઠ તથા પ્રેમિલાબેનના પુત્ર મેહુલ શેઠ (ઉં. વ. ૩૪) તે સોનીબેનના પતિ. હર્ષિદ તથા હર્ષના પિતા. હસમુખરાય હરિલાલ શેઠ, વસુમતીબેન નટવરલાલ કેાઠારી, દેવેન્દ્રબેન ચંદુલાલ મહેતા, દક્ષાબેન રમેશચંદ્ર પારેખ તથા સ્વ. નયનાબેન ભરતભાઈ ભાલાલાના ભત્રીજા. નયનભાઇ, જીજ્ઞાબેનના નાનાભાઈ. સ્વ. સલીમભાઈના જમાઈ ૨૯/૧૦/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તેમની સાદડી ૨/૧૧/૨૩ ના ૪ થી ૬. એ /૦૧, કેાલે હાઉસ, ડિસલવા વાડી, દ્વારકેશધામ બિલ્ડીંગની સામે, એલ. એમ. રેાડ, નવાગાવ દહિસર વેસ્ટ.
અનાવિલ
વેસ્મા, હાલ ગોરેગામ, સ્વ. બળવંતરાય રઘનાથજી દેસાઇના પુત્ર કિશોરભાઈ, તેઓ શોભનાબેનના પતિ. સ્વ. લલિતાબેન રમણલાલ દેસાઇના જમાઈ. અ.સૌ. ધરણી કનૈયા નાયકના પિતા. સ્વ. અનંતભાઈ, ગૌતમભાઈ, તથા સ્વ. જ્યોતિબેન સચિન્દ્રભાઈ પરીખના ભાઈ. કનૈયા ઈશ્ર્વરભાઈ નાયકના સસરા. ચિ. યશવીના નાનાજી તા. ૨૮/૧૦/૨૦૨૩ ના દેવલોક પામ્યા છે. લૌકિક પ્રથા તથા બેસણું પ્રથા બંધ રાખેલ છે.
કપોળ
મહુવાવાળા સ્વ. ઇશ્ર્વરદાસ ત્રિભોવનદાસ સંઘવીના ધર્મપત્ની લલિતા (ઉં. વ. ૮૪) તા. ૨૮-૧૦-૨૩ના શનિવારે શ્રીજીચરણ પામેલ છે. તે હરીશ, જયોતિ (જયશ્રી) પ્રદીપકુમાર દોશી તથા વર્ષા અજિતકુમાર વોરાના માતુશ્રી. તથા કલ્પનાના સાસુ. પિયર પક્ષે વાવેરાવાળા સ્વ. વૃજલાલ હરગોવિંદદાસ દોશીના પુત્રી. પ્રિયંકા તથા શ્રુતિના દાદી. તે જય તથા નિકીતાના નાની. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. વીરજી વિશ્રામ આડઠક્કરના ધર્મપત્ની ગં. સ્વ. શાંતાબેન (ઉં. વ. ૯૦) ગામ મસ્કા હાલ વડાલા તા. ૨૯-૧૦-૨૩ના રોજ રામશરણ પામેલ છે. તે સ્વ. લક્ષ્મીદાસ કાનજી મીરાણી ગામ જોડીયાના સુપુત્રી. મુલજીભાઇ, સ્વ. હરીશભાઇ, રમેશભાઇ, મહેન્દ્રભાઇ, જગદીશભાઇ, જયોત્સનાબેન મહેશભાઇ, નિર્મલાબેન અશ્ર્વિનભાઇના માતુશ્રી. ઇન્દુબેન, હેમાબેન, પૂર્ણિમાબેન, જયાબેનના સાસુ. કાજલબેન, દિપ્તીબેન, ભાવેશભાઇ ભીંડે, ભાવીન, જતીન, સંજય, અક્ષય, ઉમંગ, જીનલ, નેહલના દાદીમા. સમીર, તેજસ, નયંતના નાનીમા. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૩૧-૧૦-૨૩ના ૫થી ૭. ઠે. રામબાગ, લક્ષ્મીનારાયણ લેન, માટુંગા (ઇસ્ટ), સેન્ટ્રલ રેલવે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
સાયલા હાલ વિલેપાર્લે સ્વ. વાડીલાલ મણિલાલ પારેખના પુત્રવધૂ. તે સ્વ. હરેન્દ્રભાઇના પત્ની ઇન્દુમતીબેન (ઉં. વ. ૮૭) તે સોનલ ભવનેશ ગાંધી તથા મોના મયુર મહેતાના માતુશ્રી. હંસાબેન, રજનીભાઇ, સ્વ. દેવેન્દ્રભાઇ, અરુણાબેન તથા ઇલાબેનના ભાભી. સ્વ. રમાબેન, ડો. વિનોદભાઇ તથા રેખાબેનના બહેન. સોમવાર, તા. ૩૦-૧૦-૨૩ના અક્ષરનિવાસી થયા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?