હિન્દુ મરણ
હાલાઇ લોહાણા
મૂળ જામખંભાળિયા હાલ પુના સ્થિત સ્વ. નટવરલાલ છગનલાલ મપારા તથા નિર્મળાબેનના પુત્ર સુરેન્દ્રભાઈ (ઉં. વ. ૬૩), તે રૂપાબેનના પતિ, નવનીત તથા નિકુંજના પિતા, નરેન્દ્રભાઇ, સ્વ. જીતેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઈ તથા વંદનાબેન રાજેશ બાટવીયાના ભાઈ. જામસલાયાવાળા સ્વ. જમનાદાસ રામજી રાજા (મુંબઈ)ના જમાઈ. શ્ર્વેતા, નિયતિના સસરા. મધુર, મિસરી, કેસરના દાદા સોમવાર, તા. ૨૩-૧૦-૨૩નાં શ્રીજીચરણ પામ્યા છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૬-૧૦-૨૩ના ૪.૩૦ થી ૬. એચ. વી. દેસાઈ કોલેજ, ૫૯૬ ભાઉ રંગારી રોડ, શનિવારવાડા, બુધવાર પેઠ પુના-૪૧૧૦૦૨.
પાવરાઈ ભાટિયા
નારાયણદાસ મુલાણી (ઉં. વ. ૯૨) તે ગં. સ્વ. માણેકબાઈ અને સ્વ. પુરુષોત્તમ જેઠાભાઈ પૂંજાના પુત્ર. તે ભાનુબેન મુલાણીના પતિ. તે આરતી, મેઘા, હીના, દુષ્યંતના પિતાજી. તે પ્રધ્યુમન, દિલીપ, ઉપેન, હર્ષાના સસરાજી. તે રાશી, સાઈશા, શૌર્ય, આદિત્ય-યાશિકા, અનિરૂધ્ધ, મનાલી-પ્રતિક, હિતાયશી, ક્રિશ, રીષીના દાદા/નાના. તે મંગળવાર તા. ૨૪.૧૦.૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા: શુક્રવાર, ૨૭ ઑક્ટોબર ૨૩, ૫થી ૭. એફપીએચ બિલ્ડિંગ, લાલા લજપતરાય માર્ગ, હાજીઅલી, મુંબઈ-૪૦૦૦૩૪.
વિશા સોરઠિયા વણિક
જમનાબેન ભગવાનદાસ દયાળના પુત્ર યોગેશભાઈ બાલાગામ હાલ કાંદીવલી (ઉં.વ. ૬૯) તે જીતાબેનના પતિ. વાસંતીબેન નવીનચંદ્ર દયાળના દિયર. ચિંતન, રાધિકાના પિતાશ્રી. રાજ, રેખાબેન શૈલેશ કારીયા, કલ્પના નલીન શાહ, જીજ્ઞા હીરેન ગાંધી, શ્ર્વેતા તેજસ શાહ, હિમાની વિજય હીરનના કાકા. પાયલ, આશનાના સસરા તા. ૨૪-૧૦-૨૩, મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૬-૧૦-૨૩, ગુરુવારના ૫ થી ૭ વૈષ્ણવ બેકવેંટ હોલ, પારેખ નગર, શતાબ્દી હોસ્પિટલની સામેની ગલીમાં, એસ. વી. રોડ, કાંદિવલી વે. ચક્ષુદાન કરેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. કમલાબેન વસનજી માણેક (કચ્છ ગામ વર્ષામેડી) હાલે પવઈવાલાના પુત્ર સ્વ. અજીત માણેક (ઉં.વ. ૬૦) તા. ૧૮-૧૦-૨૩, બુધવારના રામશરણ પામેલ છે. તે વીણાબેનના પતિ. નિમેશના પપ્પા. સ્વ. હંસાબેન લાલજી સોમૈયા દુધઈવાલાના જમાઈ. સ્વ. વિજયાબેન લક્ષ્મીદાસ, પુષ્પાબેન હસમુખ, અલકાબેન અશ્ર્વિન, રાજયશ્રીબેન ઉમેશ, રમેશ વસનજી, સ્વ. બિપીન વસનજીના ભાઈ. નિધિબેન પ્રતીક માણેક, દર્શનાબેન અશ્ર્વિન માણેકના કાકા. પ્રાર્થનાસભા તા. ૨૬-૧૦-૨૩, ગુરુવારના ૫ થી ૭. સ્થળ: શ્રી બ્રહ્મહંડેશ્ર્વર મહાદેવ મંદિર હોલ, ૨, ઈન્દિરા નગર, મુલુંડ વેસ્ટ. (બહેનોએ તેજ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર બંધ છે.)
વાલ્મિક કાયસ્થ
શ્રીમતી લીનાબેન મઝુમદાર (ઉં.વ. ૮૬) તે સ્વ. નિકુંજભાઈ નટવરલાલ મઝુમદારના પત્ની. પરાગ, નિલયના મમ્મી. ક્ધિનરી, અલ્પાના સાસુ. સમીકા, સનાના દાદી. કિરીટભાઈ કરસુખલાલ મજમુદારના બહેન તા. ૨૨-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક ક્રિયા બંધ છે.
કચ્છી લોહાણા
ભદ્રેશ્ર્વર, હાલ મુલુંડના ગં. સ્વ. પુષ્પાબેન ચોથાણી (ઉં. વ. ૮૦) તા. ૨૨-૧૦-૨૩ રવિવાર શ્રીજીચરણ પામેલ છે. સ્વ. મધુકાંત ચોથાણીના પત્ની. સ્વ. જમનાદાસ પુરુષોત્તમ ચોથાણી અને સ્વ. મણીબેનના પુત્રવધૂ. સ્વ. પ્રેમજી કી ગાંધી બજાવાળીની પુત્રી. સૌ. ઉર્વશીબેન, હેમાંગ અને રાજેશના માતુશ્રી. યોગેશભાઈ હમાંણી, પા. ફાલ્ગુની અને સારૈનાના સાસુમા. સ્વ. ધનસુખભાઈ, રમેશભાઈ, ગં. સ્વ. સરલાબેન રતનશી કતિરાના ભાભી. પ્રાર્થનાસભા તા. ૨૬-૧૦-૨૩ ગુરુવાર ૫.૩૦થી ૭ શ્રી સારસ્વત વાડી, જવેર રોડ, મુલુંડ વેસ્ટ.
લુહાર સુથાર જ્ઞાતિ
ગામ ગુંજારવાળા હાલ બોરીવલી કનુભાઈ ધરમસિંહભાઈ મકવાણા (ઉં. વ. ૭૯) તારીખ ૨૨-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. સવિતાબેનના પતિ. નગીનભાઈના ભાઈ. તથા ભરતભાઈ, અશોકભાઈ અને સ્વ. અનિલભાઈના પિતાશ્રી. દમયંતીબેન, આશાબેનના સસરા. મયુર, રૂપા, દિવ્યાના દાદા. નગીનભાઈ ચંચલબેન ખરાદીના જમાઈ તેમની પ્રાર્થનાસભા ૨૭-૧૦-૨૩ના શુક્રવારના ૫થી ૭. લુહાર સુતાર વેલ્ફેર સેન્ટર દત્તપાડા મૈન રોડ, અંબાજી મંદિરની બાજુમાં, કાર્ટર રોડ નં. ૩, બોરીવલી પૂર્વ.
કચ્છી ભાટીયા
શ્રી હરેશ કુમાર ભાટીયા (કુમારભાઈ) (ઉં. વ. ૭૯) હાલ મુંબઈ તે તા. ૨૪-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે વનમાલાના પતિ. લીલાવંતી નારાયણદાસના પુત્ર. ભાનુમતી ધરમસિંહના જમાઈ. સંદીપ, સુચેતાના પિતાશ્રી. ઉર્મી, રૂપેશના સસરા. આર્યમન, ધૈર્ય, દૃષ્ટિના દાદા-નાના. તેમની પ્રાર્થના સભા ગુરુવાર તા. ૨૬-૧૦-૨૩, ૫થી ૬.૩૦ વિવારિયા કલ્બ હાઉસ, ટાવર ઈ, મહાલક્ષ્મી, સાત રસ્તા, મુંબઈ-૧૧.
દશનમ ગોસ્વામી
સ્વ. ગં.સ્વ. કાંતાબેન ગોસ્વામી (ઉં. વ. ૭૯) ગામ જોડિયા, હાલ મુલુંડ કોલોની, તુલશીગીરી માનગીરી ગોસ્વામીના પુત્રવધૂ. સ્વ. જયંતિગીરીના ધર્મપત્ની. રાજેશગીરી, મહેશગીરી, રજનીબેન, રેશ્માબેન, કિર્તિબેન, હર્ષદાબેનના માતુશ્રી, સરોજબેન, પ્રીતીબેનના સાસુજી. મુલગીરી નારાયણગીરી ગોસ્વામી (ગઢશીશા વાળા)ના પુત્રી, ગુલાબગીરી, જયંતિગીરી (મુંબાદેવી વાળા), સ્વ. પ્રભાબેન, પારુલબેન, ચંદ્રિકાબેનના બહેનશ્રી. એમની પ્રાર્થનાસભા સ્થળ: આશાપુરા મંદિર, જયભવાની માર્ગ, મુલુંડ કોલોની, મુલુંડ (વેસ્ટ) તા. ૨૬-૧૦-૨૩ ગુરુવાર ૪થી ૬.
કચ્છી લોહાણા
કચ્છ ગામ જખ સાંયરા હાલે સાંગરી સુશીલાબેન ઠક્કર (ચોથાણી) (ઉં.વ. ૮૪) તે સ્વ. શાંતિલાલ ઠક્કરના ધર્મપત્ની. તે સ્વ. કસ્તુરબેન કાનજી મંજેઠિયાની પુત્રી. સ્વ. કીશનભાઈ તથા જયાબેનના બેન. તે સ્વ. અનિલભાઈ દીપકભાઈ બેટુબેન મૈયાબેન તથા મીનાબેનના માતુશ્રી. તે આશાબેન હેમાલીબેન, કમલેશભાઈ, નરેન્દ્રભાઈ, મનીષભાઈના સાસુ. તે સ્વ. જવેરબેન, વસંતભાઈ, રતનશીભાઈ, અરવિંદભાઈ એકાદશીબેન, રમાબેનના ભાભી. તા. ૩૧.૧૦.૨૩ના સાંગલીમાં રામશરણ પામેલ છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૬.૧૦.૨૩ના ગુરુવારે ૫.૩૦થી ૭ વાગે સ્થળ કચ્છી લોહાણા મહાજનવાડી મુલુન્ડ વેસ્ટમાં પવાણી હોલ, ૧લે માળે.
કચ્છી ભાટિયા
ચિ. હિનાબેન વિજયસિંહ મરચંટ (વલ્લુ જેરામ) (ઉં. વ. ૭૧) હાલ મુંબઈ તે સ્વ. ઈન્દુબેન વિજયસિંહ માધવદાસની પુત્રી. તે સ્વ. સુધાબેન પ્રવિણ, સ્વ. મંજરીબેન ભરત, સ્વ. ઉમાબેન, ગં. સ્વ. હંસાબેન હરેશ, ચિ. હર્ષાબેન, ગં. સ્વ. જ્યોતિબેન, સ્વ. હમીરભાઈ, શ્રી હેમંતભાઈના બેન તથા ગં. સ્વ. સુરભી અને અ.સૌ. પૂર્ણિમાની નણંદ. કાકા સુરેન્દ્રભાઈ મરચંટ. કાકી જયશ્રી બેન. જેઠાભાઈ ખટાઉની દોહિત્રી મંગળવાર તા. ૨૪.૧૦.૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૬.૧૦.૨૩ના સી. સીકવન્સ, ૯મે માળે, વોલ્વો શોરૂમની ઉપર, અપ્પાસાહેબ મરાઠે માર્ગ, પ્રભાદેવીમાં રાખેલ છે. ૫થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.
દેસાઈ સઈ સુથાર જ્ઞાતિ
ચીખલી હાલ (દાદર) હરજીવનભાઈ શામજીભાઈ ગોહિલ અને જયશ્રીબેન ગોહિલના પુત્ર સ્વ. મહેશ ગોહિલ (ઉં. વ. ૪૨) શુક્રવાર, તા. ૨૦-૧૦-૨૩ના રામચરણ પામ્યા છે. તે સંજનાના પતિ. રિયાંશના પિતા. સ્વ. રતિલાલ, સ્વ. રમણલાલ, ગં. સ્વ. પ્રભાબેન પ્રાગજીભાઈ દેસાઈના ભત્રીજા. યોગેશ, મુકેશ, હર્ષા મિનલકુમાર સરવૈયા, ધર્મેશ દિપેશના ભાઈ. ગામ બારપટોળી હાલ સુરત સ્વ. ચતુરભાઈ વશરામભાઈ ચાવડાના ભાણેજ. એમની પ્રાથનાસભા ગુરુવાર, તા. ૨૬-૧૦-૨૩ના ૩ થી ૫. (લૌકિક પ્રથા બંધ છે) નોંધ: ધાર્મિક વિધી નાશિક ખાતે રાખેલ છે. પ્રાર્થનાસભા સ્થળ: માતુશ્રી વેલબાઈ સભાગૃહ, ૩૧૦/ચંદાવરકર રોડ, માટુંગા (સે.રે.), મુંબઈ-૪૦૦૦૧૯.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
મૂળ ભાવનગર, હાલ ઘાટકોપર ગં. સ્વ. કલ્પનાબેન (બીના) તે સ્વ. બકુલભાઈ નવનીતરાય દવેના પત્ની (ઉં. વ. ૬૫) તે ભાવિન અને પર્થીવના માતુશ્રી. નિલોફરના સાસુ. અમાયરાના દાદી. સ્વ. કાંતિલાલ શંકરલાલ ઠકોરના પુત્રી. સ્વ. નીતિનભાઈ અને હેમંતભાઈના બેન ૨૪.૧૦.૨૩ના કૈલાસવાસી થયા છે. પ્રાર્થનાસભા અને લૌકિક પ્રથા બંધ છે.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
વેરાવળ નિવાસી હાલ મુંબઈ (માટુંગા) સ્વ. દિનુભાઈ આણંદજી લૈયાના પુત્ર અશોકભાઈ (ઉં. વ. ૬૪) શ્રીજીચરણ પામ્યા છે તા. ૨૪-૧૦-૨૩ના. તે ગં. સ્વ. નિર્મળાબેનના પુત્ર. ગીરીશ યોગેશના ભાઈ. કૃણાલના કાકા. સ્વ. હકમીચંદ મોનજી જગડના ભાણેજ. લૌ. વ્ય. બંધ છે.
ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
પાટણ નિવાસી હાલ મુંબઈ સ્વ. ક્રિષ્નાબેન શિરીષભાઈ રાવલ (ઉં. વ. ૮૨) ૨૪-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે દિપન, જીજ્ઞાના માતા. શીતલબેન અને કેપલભાઈના સાસુ. કાનનબેન હરેશભાઈ રાવલના જેઠાણી. ઉર્મિલાબેન વિપિનચંદ્ર જાનીના ભાભી. દુર્વા, સિદ્ધના દાદી. પૂજનના નાની. તેમનું ટેલિફોનીક બેસણું રવિવાર, તા. ૨૯-૧૦-૨૩ના ૪થી ૫.
પંચાલ મિસ્ત્રી
સ્વ. અ. સૌ. ઈન્દિરાબેન જયંતીલાલ પંચાલ (ઉં. વ. ૭૪) ગામ વલસાડ હાલ લોઅર પરેલ તે સ્વ. લલિતાબેન તથા સ્વ. મૂળચંદભાઈ પંચાલના પુત્રવધૂ. સ્વ. અમૃતભાઈ તથા ગં. સ્વ. નિર્મલાબેન ઈશ્ર્વરભાઈના ભાભી. તે પ્રણવભાઈ, પરેશભાઈના માતુશ્રી. પૂર્વાબેન, સંપદાબેનના સાસુ. તે દીપ, કુંજ, વેદાંત, શુભમના દાદી. તે સ્વ. રૂક્ષ્મણીબેન તથા સ્વ. ગટુલાલ લાલભાઈ મિસ્ત્રીના દ્વિતીય દીકરી તા. ૧૯-૧૦-૨૩ ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. ૨૭-૧૦-૨૩ના ૪થી ૬. સ્થળ: ૧૫મા માળે, બયા સેન્ટ્રલ, લોઅર પરેલ, મુંબઈ.
હાલાઇ લોહાણા
મૂળ ગામ દ્વારકા વરવાળા, હાલ થાણા ભરતભાઈ (ઉં.વ. ૬૭) તે સ્વ. લીલાબેન તથા સ્વ. ભગવાનદાસ વિશ્રામદાસ ગોકાણી ઠક્કરના પુત્ર. સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. હસમુખભાઈ, સ્વ. હરીશભાઈ, સ્વ. હંસાબેન તથા ઈશ્ર્વરભાઈના ભાઈ. નિમીષા બીરેનકુમાર, સ્વ. વાસંતીબેન સંજયકુમાર, શૈલેષભાઇ શંભુલાલના મામા ૨૪/૧૦/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૬/૧૦/૨૩ના ૪.૩૦ થી ૫.૩૦. એ ૩૦૧, શ્રીનાથ પ્લાઝા, ધોબીયાળી લેન, ટીમ્બી નાકા, દત્ત મંદિર પાસે, થાણે વેસ્ટ.
શ્રી દેસાઈ સઇ સુથાર જ્ઞાતિ
પડવા, હાલ જોગેશ્ર્વરી સ્વ. ગુણવંતભાઈ આનંદજીભાઈ ગોહિલ તે ૨૨/૧૦/૨૩ના સ્વર્ગવાસ પામેલ છે. તે હર્ષાબેનના પતિ. પ્રિયેશ, જાગૃતિ જીગર સાવલા, બીજલ દીપેશ પરમાર, સેજલના પિતા. સ્વ. રતિલાલભાઈ, હરગોવિંદભાઈ, હસમુખભાઈ, અરુણાબેન મહેશકુમાર રાઠોડ, રસિકભાઈ, સ્વ. વનમાળીદાસ નટવરભાઈ, કિશોરભાઈ, મયુરભાઈના ભાઈ. પાણીયારી નિવાસી સ્વ. ભીખાભાઇ મુળજીભાઈ સરવૈયાના જમાઈ. ગિરધરભાઈ, બાબુભાઇ, ચીમનભાઈ, રતિભાઈ, નટુભાઈ, જયંતિભાઈ લાલજીભાઈ,જયંતીભાઈ રાધવજીભાઈના બનેવી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૬/૧૦/૨૩ના ૫ થી ૭. દેસાઈ સઇ સુથાર વાડી, અશોક ચક્રવતી રોડ, સ્વયંભુ ગણપતિ મંદિરની સામે, કાંદિવલી ઈસ્ટ.
નવગામ ભાટિયા
ચંદ્રિકાબેન ધીરજલાલ આશર (ઉં.વ. ૯૪) તે હાલ જુહુ મુકેશભાઈ, અરુણાબેન, પ્રકાશભાઈ, અંજનીના માતુશ્રી. ગ્રીષ્મા, જવાહર વરાડકર અને ભરત વેદના સાસુ. ગોકળભાઈ સુંદરજી નેગાંધી, હરિભાઈ, અનિરુદ્ધભાઈના બહેન. શ્રુતિ, ઉન્નતિના દાદી. પૂનમ, અભિષેક, અન્વી તથા ઉર્વીના નાની, ૨૩/૧૦/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છ વાગડ લોહાણા
ગામ ખોરોઈ, હાલે થાણા સ્વ. કંકુબેન તથા સ્વ. મણીલાલ લવજી રામનીના સુપુત્ર કિરીટભાઈ ((ઉં.વ. ૫૨) તે છાયાબેનના પતિ. તે જશના પિતાશ્રી. તે સ્વ. દિનકર ભવાનજી જોબનપુત્રા (વોંધ) વાળા જમાઈ. તે અશોકભાઈ, નીતિનભાઈ, મીનાબેન રમેશકુમાર મજીઠીયા (પનવેલ ) વાળાના ભાઈ. તે ઊર્મિના સસરા. તે તા. ૨૧-૧૦-૨૩ના શ્રીજીધામમાં ગયેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૬-૧૦-૨૩ના ૪ થી ૬. ઠે. એન. કે.ટી. સભાગૃહ ખારકર આલી થાણા, લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
નાગેશ્રીવાળા, હાલ મુંબઈ હરકિશનદાસ અમિદાસ મહેતાના ધર્મપત્ની તા. ૨૩-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે વિવેકના માતાશ્રી. શીતલના સાસુ. પિયાંશીના દાદી. તે પિયર પક્ષે (નોધડવદરવાળા) સ્વ. રંભાબેન વનરાવનદાસ નાગરદાસ મહેતાની પુત્રી. તે સ્વ. જ્યાંબેન, સ્વ. દમયંતીબેન, સ્વ. હીરાબેન, સ્વ. મંજુલાબેનના ભાભી. પ્રાર્થનાસભા તા. ૨૭-૧૦-૨૩ના ૫ થી ૭ મહેશ્ર્વરી ભવન, મહેશ્ર્વરી ભવન ચોક, ન્યૂ લીંક રોડ એક્સ્ટેન્શ, ઓશિવરા પોલીસ સ્ટેશનની બાજુમાં, અંધેરી વેસ્ટ.
ઘોઘારી દશાશ્રીમાળી વણીક
તળાજા નિવાસી સ્વ. વિજયાબેન શાંતિલાલ દાણીના સુપુત્ર હસમુખરાય દાણી (ઉં. વ. ૯૧) હાલ દહાણુ તા. ૨૫.૧૦.૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ભાનુમતિબેનના પતિ. તે સ્વ. મહેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, પ્રકાશભાઈ, ઇંદિરાબેન, રમેશચંદ્ર દોશીના ભાઈ તથા જયશ્રી પ્રદિપ શાહના પિતાશ્રી. તથા સ્વ. મથુરાદાસ શાહના બનેવી. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ મોવાણ હાલ મુંબઈ સ્વ. નાથાલાલ વિઠ્ઠલદાસ દાવડાનાં ધર્મપત્ની ગં. સ્વ. ગુણવંતીબેન (ઉં. વ. ૯૪) રવિવાર તારીખ ૨૨-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. જગજીવનદાસ, કેતન, સ્વ. હેમલતાબેન રસિકલાલ સેજપાલ, સ્વ. નયનાબેન ભરતકુમાર કોઠારી, રેખાબેન કિશોરકુમાર મદલાણી, માલતીબેન રાજેશકુમાર શાહનાં માતા. સુધાબેન, નીતાબેનનાં સાસુમા. વિશાલ, પ્રિયંકા શેનીલ શાહનાં દાદી. પરમના પરદાદી. સ્વ. જાદવજી મોનજી રાયકુંડલિયા વડતરાવાલાના દીકરી. તેમની પ્રાર્થનાસભા તારીખ ૨૬-૧૦-૨૩ના ગુરુવારે સાંજે ૫થી ૬.૩૦, સ્થળ: શ્રી મુંબઈ પાટીદાર સમાજ, મફતલાલ બાગ, ૬ ફ્રેન્ચ બ્રિજ, મુંબઈ. લૌકિક વ્યવહાર બંધ રાખી છે.
કચ્છી લોહાણા
ગામ કચ્છ – ગઢશીવાળા, હાલે ઘાટકોપર, સ્વ. ગોદાવરીબેન તુલસીદાસ મુલજી ચોથાણીના પુત્ર ઠા. કિશોરભાઈ ચોથાણી (ઉં. વ. ૮૦) તા. ૧૯-૧૦-૨૩ના ગુરૂવારે રામશરણ પામેલ છે. તે કલ્પનાબેન (કાશીના) પતિ. સ્વ. ઠા. હરીરામ તુલસીદાસ, સ્વ. કમળાબેન જમનાદાસના નાના ભાઈ. સ્વ. લવજીભાઈ ગંગારામ કચ્છ સુમરી રોહાવાળાના મોટા જમાઈ. વીકી અને ચિંતનના પિતા. પ્રીતી અને મનીશાના સસરા. ફેયા, તનય, ઓશ, ઓમના દાદાજી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૬-૧૦-૨૩ના ૫થી ૬.૩૦, લવંડરબાગ, સ્વામીનારાયણ મંદિરની બાજુમાં, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ).