મરણ નોંધ

હિન્દુ મરણ

દેવકરણ લક્ષ્મીદાસ દુવાખોભડીયા (કમાણી) કચ્છ ગામ ગુવર, હાલે પુના ધર્મપત્ની ભગવતીબેન કમાણી (ઉં. વ. ૭૮) મંગળવાર તા.૨૪/૧૦/૨૩ના રામશરણ પામેલ છે રમેશભાઈ, મીનાબેન લેરીભાઈ, સીતાબેન હિરેનભાઈ, રેખાબેન વસંતભાઈ, વંદનાબેન અનિલભાઈ, હેમાબેન હીતેશભાઈના માતૃશ્રી. પૂજાબેનના સાસુ. સ્વ. શિવજી રામજી, પ્રભાબેન પારપ્યાના બેન. તે મંજુલાબેન હીરજીભાઈના ભાભી. નિકુંજ અને નેહા પ્રિતેશભાઈ સચદેના દાદી. બંને પક્ષની પ્રાર્થના સભા ગુરૂવાર તા.૨૬/૧૦/૨૩ ના ૪ થી ૬ મહાવીર પ્રતિષ્ઠાન સેલસબરી પાર્ક, ગુલ ટેકડી પુના મધ્યે.

કોળી પટેલ
ગામ હાથિયાવાડી, હાલ મુંબઇ સ્વ. જીવણભાઇ તથા સ્વ. ભીખીબેનના પુત્ર દશરથભાઇ પટેલ (ઉં. વ. ૭૯) તા. ૨૦-૧૦-૨૩ શુક્રવારના દેવલોક પામ્યા છે. તે વાસંતીબેનના પતિ. તે દીપક-પારૂલ, પ્રદીપ, રોહિણી-આશિષના પિતા-સસરા. તે સ્વ. નટવરલાલ, સ્વ. લક્ષ્મીબેન, પાર્વતીબેન, લીલાબેન, ઉમાબેનના ભાઇ. તે નિયતી, પ્રિયાંશી, જાનવી, હેત, યુવિકાના દાદા-નાના. તેમનું બેસણું તા. ૨૬-૧૦-૨૩ ગુરુવારના કાશી વિશ્ર્વનાથ મંદિર, દાદીશેઠ અગિયારી લેનમાં ૪થી ૬. પુચ્છપાણીની ક્રિયા તા. ૩૧-૧૦-૨૩ના મંગળવારે ૩થી ૫, નિવાસસ્થાને ઠે. ૪ ખંડેરાવ વાડી, રૂમ.નં.૭, ગ્રાઉન્ડ ફલોર, મરીન લાઇન્સ (ઇસ્ટ), પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

ઘોઘારી મોંઢ વણિક
મોરબી, હાલ નાલાસોપારા ગં. સ્વ પ્રમીલા મનહરલાલ માધાણી (ઉં. વ. ૮૦) તે ૨૩/૧૦/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. લાભુબેન મથુરાદાસ માધાણીના પુત્રવધૂ. ભદ્રેશ તથા કલ્પાના માતુશ્રી. ભારતી મહેન્દ્રભાઈ તથા માલતી દિલીપભાઈના જેઠાણી. ચોરવાડ નિવાસી વિરેન્દ્રભાઈ, દિનેશભાઇ, સ્વ. હર્ષદભાઈ, સ્વ. પ્રદીપભાઈ ત્રિભોવનદાસ દામાણી તથા સ્વ. સુશીલા સેવંતીલાલ મોદી તથા સ્વ. કિશોરીબેન વેનીલાલ શાહ તથા ઈલા દિનેશચંદ્ર સોલંકીના બહેન. સીમા તથા વિજય હીરાલાલ શાહના સાસુ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.

કપોળ
મહુવાવાળા, હાલ કાંદિવલી ગં. સ્વ ધનલક્ષ્મીબેન ભુપતરાય દામજી મહેતા (ઉં. વ. ૮૮) તે નયના દિપક મહેતા, ગં. સ્વ જાગૃતિ યોગેશ મહેતા, પંકજ નિલેશ, પલ્લવીના માતા. રીટા તથા દીપ્તિ ના સાસુ. મહુવાવાળા સ્વ. જયાબેન નાગરદાસ દોશીના દીકરી. નિત્યાંશી તથા હાસ્યના દાદી. નિયતિ સાગર ઈશા ચિંતનના નાની ૧૯/૧૦/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨૬/૧૦/૨૩ ના ૫ થી ૭, લોહાણા બાળાશ્રમ, અતુલ ટાવર પાસે, મથુરાદાસ એક્ષટેનશન રોડ, કાંદિવલી વેસ્ટ ચક્ષુદાન કરેલ છે.

નવગામ ભાટિયા
ગોંડલ નિવાસી ગં. સ્વ શાંતાબેન સનતકુમાર સંપટ હાલ બોરીવલી (ઉં. વ. ૮૩) તે ૨૨/૧૦/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. જમનાબેન બચીબેન નારણદાસ સંપટના પુત્રવધૂ. સ્વ. ગંગાબેન મોરારજી નેગાંધીના દીકરી. કૃષ્ણરાજભાઈ, સ્વ. કલ્પનાબેન, અ. સૌ.દમયંતીબેન નરેન્દ્રકુમાર વેદના માતુશ્રી. જ્યોતિબેન નવીનચંદ્ર સંપટના જેઠાણી. સ્વ. ભગવાનદાસ સ્વ. જીવનદાસ, વિઠ્ઠલદાસ અને લીલાવતીના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

મોચી
સ્વ. ગીતાબેન સુરેશભાઈ જેઠવા ગામ માંગરોળ, હાલ બોરીવલી તે સુરેશભાઈ કાંતિલાલ જેઠવાના પત્ની. સાગર, નિશા તથા રૂપલના માતુશ્રી. તે ૨૩/૧૦/૨૩ના રામચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨૬/૧૦/૨૩ ના ૪ થી ૬, એ ૪૦૧, લક્ષલાભ બિલ્ડીંગ, કાર્ટર રોડ ૩, સાંઈધામ બિલ્ડીંગ ની બાજુમાં, બોરીવલી ઇસ્ટ.

નવગામ વિસા નાગર વણિક
ગામ માણસા, હાલ કાંદિવલી જીતેન્દ્ર શાહ (ઉં. વ. ૭૧) તે સ્વ. જશોદાબેન લક્ષ્મણદાસ ચંદુલાલ શાહના સુપુત્ર, ચંદ્રિકાબેનના પતિ. અનુજ અને આસુમીના પપ્પા. સ્વ અજીતભાઈ અને રાજેશભાઇના ભાઈ, સ્વ. જશોદાબેન રમણલાલ પ્રેમચંદદાસ શાહ ના જમાઈ તા. ૨૦-૧૦-૨૩ ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા, શ્રી લોહાણા મહાજન વાડી, ૧લે માળે, એસ. વી. રોડ, શંકર મંદિર પાસે, કાંદિવલી-વેસ્ટ, ગુરુવાર તા. ૨૬-૧૦-૨૦૨૩, ૫ થી ૭ . (લૌકિક વ્યવહાર બંધ છે).

શ્રી ઇડર ઔદિચ્ય સત્તાવીસ જ્ઞાતિ બ્રાહ્મણ
ગામ બેરણા, હાલ ગ્રાન્ટ રોડ પુરુષોત્તમ મોહનલાલ ઉપાધ્યાય (ઉં. વ. ૯૬) તે ગોદાવરીબેનના પતિ. ચી. પ્રદીપ, ભરત, અરુણ, રાકેશના પિતાશ્રી. તે અ. સૌ. છાયા, અંજના, જસ્મિના, રીટાના સસરા. જયાબેનના દિયર, તે મેસણ નિવાસી સ્વ. પુંજીરામ ગૌરીશંકર પંડ્યાના જમાઇ તા.૨૧.૧૦.૨૩ના દેવલોક પામ્યા છે. તેમની સાદડી ગુરુવાર તા.૨૬.૧૦.૨૩ ના ૫ થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે. સ્થળ: ધ કેનેરા સારસ્વત એસોસિયેશન, ૧૩/૧-૨ એસોસિયેશન બિર્િંલ્ડગ,તાલમકી વાડી, જાવજી દાદાજી માર્ગ, તાડદેવ, મુંબઇ.

ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
તણસા વાવડી નિવાસી હાલ ભરૂચ સ્વ. શાંતાબહેન અને સ્વ. પ્રેમચંદ વેલચંદ શાહના સુપુત્ર હિમતભાઇ (ઉં.વ. ૭૮) તે સ્વ. ભારતીબેનના પતિ. તે આશિષભાઇ, યોગેશભાઇ, દિપ્તીબેન વિપુલકુમાર ગોસલિયા, ભાવિનીબેન જયેશકુમાર મહેતલિયાના પિતાશ્રી. તે ક્ધિનરીબેન, ડિમ્પલબેનના સસરા. તે શુભમ, આસ્થા, ક્રિષ્ણા, કથનના દાદા. શ્ર્વસુર પક્ષે કાલિદાસ ફૂલચંદ પારખના જમાઇ. શનિવાર, તા. ૨૧-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૬-૧૦-૨૩ના ૩-૩૦થી ૫-૩૦. ઠે. સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ગુજરાતી શાળાની બાજુમાં, માણેકપુર, વસઇ (વેસ્ટ).
રાજગોર બ્રાહ્મણ
ગામ બાગ હાલ મુંબઇ સ્વ. નેહલબહેન (ઉં. વ. ૩૮) તે મહેન્દ્ર નાકરના પત્ની. ગં. સ્વ. ગોદાવરીબેન રવિલાલ નાકરનાં પુત્રવધૂ. નીલ, હર્ષીલનાં માતુશ્રી. લીનાબેન વિનોદ મોતાના ભાભી. મધુબેન ઉમેશભાઇ ભટ્ટના પુત્રી. જયાબેન અમૃતલાલ શંકરજી ભટ્ટનાં પૌત્રી. તેઓ તા. ૨૨-૧૦-૨૩ના રામશરણ પામેલ છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૫-૧૦-૨૩ના બુધવારના ૩થી ૫. ઠે. બાલાજી હોલ, પુરુષોત્તમ ખેરાજ એસ્ટેટ, ડો. રાજેન્દ્ર પ્રસાદ રોડ, જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ.

કચ્છી લોહાણા
સ્વ. રુક્ષમણીબેન હીરજી વિશ્રામ શ્રોતા કચ્છ ગામ મુરુ હાલે નાસીક રોડના પુત્ર સ્વ. જીતેન્દ્રભાઇ (ઉં. વ. ૬૭) તે પુષ્પાબેનના પતિ. તે સ્વ. રુક્ષ્મણીબેન જેઠમલ માવજી સેજપાલ કચ્છ ગામ અકરી હાલે નાસીક રોડના જમાઇ. તે અરુણભાઇ, નરેન્દ્રભાઇ, પ્રદીપભાઇ, હેમંતભાઇ ઇન્દિરાબેન શરદભાઇ પલણ, ધનલક્ષ્મીબેન રાજેશભાઇ પલણના ભાઇ. તે તન્વીબેન નિકેશભાઇ સોમૈયા, હેમિષાબેન, ધર્મેશભાઇ પલણ, નેહાબેન પંકજભાઇ ચંદારાણાના પિતાશ્રી. તે રતનશીભાઇ, દેવેન્દ્રભાઇ, પ્રકાશભાઇ, શાંતિલાલભાઇ, દમયંતીબેન મથરાદાસ રૂપારેલ, મંજુલાબેન કિશોરભાઇ માખીસોતાના બનેવી તા. ૨૨-૧૦-૨૩ના રામ સમરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૫-૧૦-૨૩ના બુધવારે ૪થી ૫.૩૦. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. મહેશ્ર્વરી ભવન, આર્ટિલરી સેન્ટર રોડ, નાસિક રોડ.

કચ્છી લોહાણા
ગં. સ્વ. ચંપાબેન તન્ના (ઉં. વ.૮૫) ગામ કચ્છ લોરીયા હાલે ઠાકુર્લી સ્વ. વિઠ્ઠલદાસ તન્નાના ધર્મપત્ની. સ્વ. પાર્વતીબેન મુલજી તન્નાના પુત્રવધુ. સ્વ. શાંતાબેન વૃજલાલ પૌઉના દીકરી. (કચ્છ અંજાર) ઉષાબેન રાજેશ, કીર્તિ, દીપકના માતોશ્રી. સુષ્માબેન, રેખાબેનના સાસુ. મૌલીક, વિશાલ ને ગૌરવના દાદી. વિનિત પ્રશાંતના નાની તા. ૨૨-૧૦-૨૩ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા બુધવાર, તા. ૨૫-૧૦-૨૩ના ૫-૩૦થી ૭. ઠે. સારસ્વતવાડી ગ્રાઉન્ડ ફલોર, ઝવેર રોડ, મુલુન્ડ (વેસ્ટ). બૈરાઓએ તે જ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે.

દશા સોરઠીયા વણિક
પોરબંદર હાલ કાંદિવલી રજનીકાંત ધ્રુવ (ઉં. વ. ૮૦) તે સ્વ. પ્રભાબેન ભાનુશંકર ધ્રુવના સુપુત્ર સ્વ. સરોજબેનના પતિ. તે સોનીયા જીગર લોટીયા, બેલાના પિતાશ્રી. યશના નાના. તે સ્વર્ગીય વિલાસભાઇ તથા વિરેન્દ્રભાઇ તથા રંજનબેન, બેબીબેનના ભાઇ. તે અમૃતલાલ સુંદરજી ગોરસીયાના જમાઇ તા. ૨૨-૧૦-૨૩ના રવિવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક ક્રિયા તથા વ્યવહાર રાખેલ નથી.

ભટ્ટ મેવાડા બ્રાહ્મણ
કાનપુર હાલ મુંબઇ જયંતીલાલ નર્મદાશંકર જોશી (ઉં. વ. ૮૮) તા.૧૭-૧૦-૨૩ના મંગળવારના સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ. વિજયાબેનના પતિ. તે દિપકભાઇ, મુકેશભાઇ, ભાવેશભાઇના પિતાશ્રી. તે જયોતી, દક્ષા, સોનલના સસરા. તે નકુલ, ઉદય, નિર્સગ, ઇશાના દાદા. વૈશાલી, નીના, મૈત્રીના દાદા-સસરા. તે સ્વ. નર્મદાશંકર અંબારામના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૨૬-૧૦-૨૩ના ગુરુવારના ૫થી ૭. સાસરી પક્ષનું બેસણું સ્વ. ભુરાલાલ નર્મદાશંકર જોષી મુડેટી તરફથી સાથે રાખેલ છે. ઠે. ઇન્દ્રેશ્ર્વર મહાદેવ મંદિર, ઇન્દ્રવન કોમ્પ્લેક્સ, દાદા-દાદી ગાર્ડન પાસે, દત્ત મંદિર રોડ, મલાડ (પૂર્વ).

હાલાઇ લોહાણા
કિશોરભાઇ ભીમજીયાણી (ઉં. વ. ૬૮) તે રીટાબહેનના પતિ. સ્વ.અનસુયાબહેન અને સ્વ. કરસનદાસ ભીમજીયાણીના પુત્ર. સ્વ.જયંતીભાઇ (બટુકભાઇ), વિનોદભાઇ, સુરેશભાઇ, મધુબહેન, ભાનુબહેન, આરતીબહેન, અને મીનાબહેનના ભાઇ. ચેતન, નેહુલના પિતાશ્રી. બીનાબહેન, નિકીબહેનના સસરાજી. સ્વ. શાંતાબહેન અને સ્વ. દામોદરદાસ મકનજી ઉનડકટના જમાઇ સોમવાર, તા. ૨૩-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૬-૧૦-૨૩ના ૪થી ૬. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન ટ્રસ્ટ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી (વેસ્ટ).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત