મરણ નોંધ

હિન્દુ મરણ

ગામ મુન્દ્રા ઘાટકોપર, ગં.સ્વ. લીલાવંતીબેન (ઉં.વ. ૯૦) તા. ૨૧-૧૦-૨૩ના અવસાન પામેલ છે. તે સ્વ. ચંદુલાલ મુલચંદ શાહના ધર્મપત્ની. હીના ચંદ્રકાંત સંઘવી, રશ્મીકાંત, પન્ના જયંત ગાંધી, રાજેશના માતુશ્રી. તે નયના રશ્મિકાંત અને રાજુલ રાજેશના સાસુ. તે કાનજી રતનશી વોરાના સુપુત્રી. તે અંકિત, દૃષ્ટિ, મુક્તિના દાદી. તે હરેન, દિશા અને યશના નાની. પ્રાર્થના તા. ૨૫-૧૦-૨૩ના ૩.૦૦થી ૪.૩૦ સ્થળ: સુમતી ગુજર ભુવન, સ્વસ્તિક પાર્ક, ચેમ્બુર, મુંબઈ- ૪૦૦૦૭૧.

ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ
મૂળ વતન સિદ્ધપુર તે યજ્ઞેશ રાજેન્દ્રભાઈ જાની, પરેશ રાજેન્દ્રભાઈ જાની, મમતા રાજેન્દ્રભાઈ જાધવ, કોમલ વૈભવભાઈ ક્ષેમકલ્યાણીના માતુશ્રી શકુંતલાબેન રાજેન્દ્રભાઈ જાની (ઉં. વ. ૭૮) શનિવાર, તા. ૨૧-૧૦-૨૩ના રોજ કૈલાસવાસ પામ્યા છે.

હરસોલા વૈષ્ણવ વણિક
વાશી, સ્વ. નટવરલાલ ચીમનલાલ ગાંધી (સંતરામપૂરવાળા)નાં ધર્મપત્ની ઉર્મિલાબેન (ઉં.વ. ૮૪) તે કલ્પેશ, રેખા અને લીનાનાં માતૃશ્રી. તેમ જ સ્નેહલ, મુકેશભાઈ અને કેતનના સાસુ. તેમજ સંકેત અને માનસીના દાદી અને ધ્રુવીના વડસાસુ. તેમજ લાવણ્યનાં પરદાદી. ગુરુવાર, તા. ૧૯-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.

લેઉઆ પાટિદાર (૨૬ ગામ)
ભરતકુમાર રતિલાલ પટેલ (ગામ નાવલી) (ઉં. વ. ૭૬) હાલ વિલેપાર્લે. તે સુધાબેન નાનુભાઈ દેસાઈના પુત્ર. તે નિર્મળાબેનના પતિ. ભાઇલાલભાઈ લલ્લુભાઇના જમાઈ. ઉદય, અવની વિપુલ શાહ તથા પ્રીતિ ઉત્પલ તલાટીના પિતાશ્રી. સેજલ જયેન્દ્રભાઈ વોરાના સસરા. તા. ૨૩.૧૦.૨૩ ના દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર
બંધ છે.

સંબંધિત લેખો

વિશા સોરઠીયા વણિક
બાલવાવાળા હાલ ગોરેગાવ સ્વ. મહેન્દ્રભાઈ (ઉં.વ. ૬૯) તે રંભાબેન તથા બાબુલાલ કાલિદાસના પુત્ર. શોભનાબેનના પતિ. ભૈરવીના પિતા. અશોક શાંતિલાલ મિસ્ત્રીના સસરા. આણંદબેન તથા આનંદજી રામજીભાઈ શાહના જમાઈ ૨૦/૧૦/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
મૂળ ભાવનગર સિહોર, હાલ બારડોલી અ. સૌ. વનિતાબેન (ઉં.વ. ૮૦) તે ૧૯/૧૦/૨૩ના શ્રીજી ચરણ પામેલ છે. તે વલ્લભદાસ જગડનાં ધર્મપત્ની. તે સ્વ. છાયાબેન ગજાનંદ કકૈયા કૃષ્ણકાંત અને હિતેશના માતુશ્રી. તે ગજાનંદ, રેણુકાબેન અને કિર્તીદાબેનના સાસુ. તે સ્વ. ડાહીબેન જુઠાલાલ સેતાના દીકરી. તે સ્વ. પુષ્પાબેન કિશોરચંદ્ર ધંધા, સ્વ. રજનીકાંત અને રમેશભાઈના બેન. પ્રાર્થનાસભા ૨૮/૧૦/૨૩ નાં ૪ થી ૬. જલારામ હોલ બારડોલી ખાતે.

નવગામ ભાટિયા
નીતાબેન (શશિબેન) નરેન્દ્રભાઇ છીછીયા, હાલ મુંબઈ (ઉં.વ. ૭૩) તે ગો.વા. જડાઉબેન નાથાલાલ છીછીયાના પુત્રવધૂ. તે ગો. વા. શાંતાબેન રતિલાલ સંપટના દીકરી. તે દર્શના પંકજ (જયેશ) ઉદેશી, કાનન જતીન સંપટના માતૃશ્રી. તે વિધી, ક્રિશ, કવિશના નાની, તા. ૨૩-૧૦-૨૩ના શ્રીજી ચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૬-૧૦-૨૩, ગુરુવારના ૫:૦૦ થી ૬:૩૦. ૨જે માળે, હાલાઈ લોહાણા મહાજન વાડી, એસ. વી. રોડ, કાંદિવલી પશ્ર્ચિમ.

હાલાઈ લોહાણા
બળેજ, હાલ અંધેરી હીમાબેન કોટેચા (ઉં.વ. ૫૧) તા. ૨૨-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. દમયંતીબેન પ્રભુદાસ છગનલાલ કોટેચાના પુત્રવધૂ તથા નીતાબેન જગદીશભાઈ નાગ્રેચા(થાણા)ની સુપુત્રી. તે ચંદ્રેશના ધર્મપત્ની. નમ્રતા ચિરાગકુમાર ઠક્કર, બ્રિજેશ કોમલના ભાભી. કેવિનના માતોશ્રી. તે રોમીલના, વિહાનના મોટામમ્મી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

વડનગરા નાગર ગૃહસ્થ
અતુલભાઇ પુષ્કરરાય વ્હોરા, તે સ્વ. વિલાસબેન અને સ્વ. પુષ્કરરાય વ્હોરાના સુપુત્ર. તે પ્રતિભા વ્હોરાના પતિ. તે હર્ષલ અને ચિરાગના પિતા. તે સૌ. શ્રદ્ધા, સૌ. પૂર્વિના સસરા. તે હિતાશુ અને આરવના દાદાજી તા. ૨૧-૧૦-૨૩ના સાંજે ૭ કલાકે હાટકેશ્ર્વર શરણ પામ્યા છે.

કપોળ
કરિયાણાવાળા હાલ પારલા, તે સ્વ. ચંદુભાઇ ચત્રભુજ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. યશવંતીબેન (ઉં.વ. ૮૭) તા. ૨૨-૧૦-૨૩ રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે રીટા, સ્વ. પલ્લવી, કેતન, વંદના, ભાવેશના માતુશ્રી. સ્વ. રુબી, અર્ચના, ભરત બુસા, કીર્તિ મહેતા, નીતીન ગોરડીયાના સાસુ. પિયરપક્ષે જાફરાબાદવાળા મોહનલાલ લવજી વોરાના દીકરી. સ્વ. દામોદરભાઇ, સ્વ. મંજુલાબેનના બહેન. વરુણ-ઇશા, માનસી, રિદ્ધિ, ઇશિતા, અર્પિતા, નીકીતાના દાદી-નાની. સર્વ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

કચ્છી લોહાણા
કચ્છ ગામ વરસમેડી હાલ અંજારના રાજેન્દ્રભાઇ (રાજુ) માણેક (ઉં. વ. ૬૪) તે ભગવાનજી ધરમશી માણેકના પુત્ર. જયાબેનના પતિ. તે સ્વ. શીવજી નરશી, પૂજારા ભચાઉવાળાના જમાઇ. તે હાર્દિક, મેહા પરેશ, હેતલ પ્રીતલ, આનંદી સાગરના પિતા. તે માન્યા, હેમ અને નિર્વાના નાના. તે સ્વ. વિઠ્ઠલભાઇ, ગોવિંદજીભાઇ, સ્વ. વિશ્રામભાઇ, વસંતભાઇ, પુષ્પાબેન ભવાનજીભાઇ, સ્વ. દમયંતીબેન ધીરજગર, ગં. સ્વ. દેવયાનીબેન, પ્રવીણભાઇના ભાઇ તા. ૧૯-૧૦-૨૩ના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૫-૧૦-૨૩ બુધવારના ૫થી ૬. મુલુંડ લોહાણા મહાજન વાડી, પવાણી હોલ, ૧લે માળે રાખેલ છે.

નવગામ વીસનગર વણિક
હાલ મુંબઇ નિવાસી રજનીકાંત મથુરદાસ શાહ અને ગીતા રજનીકાંત શાહના સુપુત્ર જતીન શાહ (ઉં. વ. ૩૯) તા. ૨૦-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે ટીનાના પતિ તથા સ્વ. મનસુખલાલ વીરજી મેર અને ગં. સ્વ. લીલાવતીબેન મનસુખલાલ મેરના જમાઇ. શીતલ જીતલકુમારના ભાઇ, જીતલકુમાર રમેશભાઇ શાહના સાળા. તથા હેમા, જયંત મનસુખલાલ મેર, દીપા મેહુલ ગોરના બનેવી. પ્રાર્થનાસભા તા.૨૬-૧૦-૨૩ના ૫થી ૭. ઠે. મોરાર બાગ, ૩૩ નાથ માધવ પથ, ૧લી ખત્તર ગલી, સી. પી. ટેંક, મુંબઇ-૪૦૦૦૦૪. લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button