હિન્દુ મરણ
સ્વ. હંસાબેન દેસાઈ (ઉં. વ. ૭૬) ગામ કાલલયાવાડી હાલ માટુંગા રોડ બકુલેશ છોટુભાઈ દેસાઈના પત્ની. સ્વ.મંજુલાબેન તથા કીકુભાઇ ગુલાબભાઈ દેસાઈના પુત્રી. વૈશાલી, લહરલ તથા ધારરણીના માતા. લમલહર અપેક્ષા તથા હુસૈનના સાસુ. રિયાના, કબીરના નાની. ઈવાનના દાદી, શક્રુવાર, તા.૦૧.૧૧.૨૪ના દેવલોક પામ્યા છે. લૌકિક રીવાજ બંધ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ રાજકોટ હાલ ભાઈંદર નિવાસી ગં. સ્વ. ઈન્દુબેન (ઉં.વ. ૭૧) તે સ્વ. જગદીશભાઈ તુલસીદાસ ચંદારાણાનાં ધર્મપત્ની, દિપેશનાં માતૃશ્રી. જિજ્ઞાનાં સાસુ. સ્વ. કાંતાબેન નરભેરામ વાડીવાલાનાં સુપુત્રી. સ્વ. રત્નસેન, સ્વ. જયંતીભાઈ, રસિકભાઈ, સૂર્યકાંતભાઈ, વસુમતીબેન, સ્વ. સરોજબેન તથા લતાબેનનાં બહેન. ગૌરીબેન જયંતભાઈ તથા જ્યોત્સનાબેન વસંતભાઇનાં ભાભી. રવિવાર તા. ૧૦/૧૧/૨૪ નાં રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. વનિતાબેન ગોરધનદાસ અનમ તથા સ્વ. ગોરધનદાસ લવજી અનમ ગામ કચ્છ પદ્ધર હાલ મુલુંડના સુપુત્ર નિતીન (ઉં.વ. ૬૭) રવિવાર, તા. ૧૦-૧૧-૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ. જયશ્રીબેન અને ચેતનનો ભાઇ. તે લવજી નરશી અનમનો પૌત્ર. તે રામજી વિશ્રામ સોનેતાનો દોહિત્રો. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
ભરત હરિરામ કોટક ગામ કચ્છ મોટી મંઉ હાલે ગીરગાંવ ચોપાટી મુંબઇ (ઉં. વ. ૬૫) તા. ૧૦-૧૧-૨૪ના રામશરણ પામ્યા છે. સ્વ. સંતોકબેનના પુત્ર. તે સ્વ. અરવિંદ, સ્વ. મૂળરાજ, સ્વ. સુરેશ, ગં. સ્વ. સુશીલા, અ. સૌ. કોકિલાના ભાઇ. ગં. સ્વ. મિનાના પતિ. અ. સૌ. નેહાના સસરા. હર્ષના પિતા. ગં. સ્વ. પૂજા અંકુરના કાકા. ઠે. ભરત હરિરામ કોટક, ગણપત ભુવન, ફલોર નં.૩, ગીરગામ ચોપાટી, મહીન્દ્રા શોરૂમ પાછળ, પ્રાર્થના રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. અમીચંદ ભાણજી ગંધા ઠક્કર તથા સ્વ. શાંતાબેનના પુત્રવધૂ અરુણા ઠક્કર (ઉં. વ. ૭૩) હાલ મલાડ તા.૧૦ નવેમ્બર ૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. સરસ્વતી વસનજી ગણાત્રાના સુપુત્રી. સ્વ.વિનોદ ઠક્કરના ધર્મપત્ની. પરેશ તથા કિરણના માતૃશ્રી. મીતા પરેશ ઠક્કર તથા સેજલ કિરણ ઠક્કરના સાસુમા. ઝરણા, વિધિ, યશ્ર્વી, વત્સલ તથા પ્રથમના દાદીમા. પ્રાર્થનાસભા મંગળવાર તા. ૧૨.૧૧.૨૪ના પ થી ૭. શ્રી હાલાઈ લોહાણા બાળાઆશ્રમ, મથુરા દાસ રોડ, અતુલ ટાવરની પાસે કાંદિવલી (પશ્ર્ચિમ), લૌકિક વ્યવહાર રાખેલ નથી.
હાલાઇ લોહાણા
મેંદરડા નિવાસી હાલ કાંદિવલી મધુબેન પુરષોત્તમ વિઠલાણી (ઉં. વ. ૭૭) તે સ્વ. શાંતાબેનના દીકરી. તારાબેન કિશોરભાઈ કોટક, સ્વ. ઉષાબેન નગીનદાસ જીમૂલ, જ્યોત્સનાબેન, સ્વ. અશોકભાઈ તથા સ્વ. બીનાબેનનાં બહેન. સ્વ.ભાવનાબેનનાં નણંદ. નેહા વિકી મોટલા, ધરા જીતન લખવાનીના ફઈબા. મનીષ કોટક, જીજ્ઞા ફડિયા, ભાવના ગોંધીયા તથા મીતા પાન્ડેના માસી તા.૧૧/૧૧/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
બુરહાનપૂર વિશા લાડ વણિક
બુરહાનપુર નિવાસી હાલ કાંદિવલી નટવરલાલ નારાયણદાસ શ્રોફ (ઉં. વ. ૮૦) તે લતાબેનના પતિ. સ્વ. હિતેશ તથા અર્ચના કોટકના પિતા. રૂપા તથા હિરેનકુમાર હિંમતલાલ કોટકના સસરા. સ્વ. કૃષ્ણકાંત, સૂર્યકાન્ત, રજનીકાંત, સ્વ. રેણુકાબેન તથા સાગરિકાબેન (દુર્ગાબેન) અમિતકુમાર જાનીના ભાઈ. સાસરાપક્ષે બનારસવાળા સ્વ.સરસ્વતીબેન જવાહરલાલ ગુજરાતીના જમાઈ તા.૯/૧૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પરજીયા સોની
મૂળ ગામ જસદણ હાલ મુંબઈ સ્વ. પ્રશાંતભાઈ થડેશ્ર્વર (ઉં. વ. ૫૧) તે સ્વ. કાંતાબેન પ્રભુદાસભાઈ મોહનભાઈ થડેશ્ર્વરના પુત્ર તા. ૩-૧૧-૨૦૨૪ શ્રીજીચરણ પામ્યા છે.
કચ્છી બ્રહ્મક્ષત્રિય
અ.સૌ.હસ્તાબેન શામજી હંસરાજ નિર્મળના પત્ની (ઉં. વ. ૬૬) ગામ બાયઠ હાલે દહીંસર તે શામજી મેગજી મચ્છરના પુત્રી (ભુજ). પ્રિયંકા પારસ ટાટારિયા (નખત્રાણા) રાકેશના માતુશ્રી. ભાઈલાલ હંસરાજના ભાભી. તા.૧૦/૧૧/૨૦૨૪ રવિવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.૧૩/૧૧/૨૦૨૪ને બુધવાર ૪ થી ૫. પાંજીવાડી કાંજુર માર્ગ. ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઔદિચ્ય સહસ્ત્ર બસીયા બ્રાહ્મણ
ચોયલા નિવાસી હાલ કલ્યાણ જોષી રમેશચંદ્ર નટવરલાલ (ઉં. વ. ૭૬) તે પદ્માબેન નટવરલાલ જોશીના પુત્ર. તે ભગવતીબેનના પતિ. જયંતીલાલ કોદરલાલ જોશીના ભત્રીજા. વિનોદભાઈ, સ્વ.ભરતભાઈ, પ્રજ્ઞાબેન નિકુંજકુમાર પંડ્યા, હિમાબેન હિમાંશુ રાવલના ભાઈ. કરણપુર નિવાસી કેશવલાલ અમથારામના જમાઈ. તા.૧૦/ ૧૧/ ૨૦૨૪ને રવિવારે દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.