મરણ નોંધ

હિન્દુ મરણ

ભરૂચ દશા લાડ વાણિક
ભરૂચ નિવાસી હાલ મીરા રોડ રણજીત ભાઈ હરિલાલ શાહ ( ઉ.વ. ૮૧) તે સ્વ. કુંદનબેન હરીલાલ શાહના પુત્ર , સ્વ. જ્યોતિબેનના પતિ, કિંજલ અને કોસા નિર્મેશ રાજગુરુના પિતા, સ્વ જસુબેન, ગ સ્વ. ઉષાબેન, સ્વ. નિમેષ ભાઈ, ગ.સ્વ દિવ્યાબેન તેમજ પ્રવિણાબેનના નાના ભાઈ. સવિતાબેન રમણલાલ જોશીના જમાઈ, તા. ૯-૧૧-૨૦૨૪ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
જગદીશભાઈ ખખ્ખરના પત્ની મીનુબેન
(ઉં. વ. ૬૪) તા. ૮.૧૧.૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. પુષ્પાબેન તથા સ્વ. ધીરજલાલ મોરારજી ખખ્ખરના પુત્રવધુ. સ્વ. દિલીપભાઈ તથા સ્વ.સરલાબેન સચદેની પુત્રી. અવનીની માતા. સચિનની બહેન. સ્વ. તરુણભાઇ – સ્વ. લક્ષ્મીબેન, અરુણ – બીના, પ્રદીપ – નિયતિ, જનક – લીના, સ્વ. અજય – સોનાલીના ભાભી. પ્રાર્થનાસભા ૧૧.૧૧.૨૪ સોમવારે સાંજે ૫ થી ૭. સ્થળ : પી ડી ખખ્ખર હોલ. અસ્પી ઓડિટોરીયમ. લક્ષ્મીનારાયણ કોમ્પ્લેક્સ. માર્વે રોડ.
મલાડ વેસ્ટ.
નવગામ ભાટીયા
કાલાવડ વાલા ગોપાલ જેઠાલાલ આશર (ઉં. વ. ૬૨) હાલ મુંબઇ નાલાસોપારા તે ઉષાબેનના પતિ. તે સ્વ. સુશીલાબેન જેઠાલાલ આશરના પુત્ર. તે સ્વ. શરદબેન, સ્વ. દેવીબેન, સ્વ. હિરાબેન, અ. સૌ. કુંજલતા, અ. સૌ. ક્રિષ્નાબેનના ભાઇ. અ. સૌ. હેતલ, કપીલ, વિશાખાના પિતા. તે ભાયાવદરવાળા સ્વ. મનસુખલાલ ઉદ્દેશી, હાલ બોઇસરના જમાઇ. યશ ભાટીયા, શૃતિ આશરના સસરા. તા.૧૦-૧૧-૨૪ના રવિવારે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જર ક્ષત્રિય કડીયા
ગામ અમરેલી હાલ કાંદિવલી સ્વ. હંસાબેન રમેશભાઇ કાચા (ઉં. વ. ૬૬) તે રમેશભાઇ કાચાના પત્ની. પારૂલા, દર્શના, મિતેશના મમ્મી. કેતનકુમાર, મહેન્દ્રકુમારનાં સાસુ. ઇશા, ટ્રીસા અને વેદાશુંનાં નાની અને અરવિંદભાઇ, રમેશભાઇ અને ભાવનાબહેનના મોટાબહેન. તા. ૬-૧૧-૨૪ના અક્ષરધામ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૧-૧૧-૨૪ના સોમવાર, સાંજના ૫થી ૭. ઠે. ગુર્જર ક્ષત્રિય કડીયા મહાજન વાડી, મામલતદાર વાડી, રોડ નં.૩. મલાડ (પ).
કચ્છી લોહાણા
સ્વ. હીરજી મુલજી રૂપારેલ ગામ સંઘડવાળાના સુપુત્ર તુલસીદાસ (ઉં. વ. ૮૪) શનિવાર તા. ૯-૧૧-૨૪ના શ્રીરામશરણ પામેલ છે. તે રમાબેન (ગોદાવરીબેન)ના પતિ. સ્વ. ત્રીકમજી સુંદરજી પોપટ ગામ રેહા (ગુરૂજીવાળા)ના જમાઇ. કમલેશ, શૈલેશ અને સંદીપના પિતાશ્રી. સ્વ. ધરમશીભાઇ, સ્વ.લક્ષ્મીદાસભાઇ અને અ. સૌ. સાવિત્રીબેન રમેશભાઇ પોપટના ભાઇ, રૂપલ, જાગૃતિ અને રૂપાના સસરાજી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૧ નવેમ્બર, સાંજે ૫.૩૦થી ૭. ઠે. ગોપુરમ હોલ, જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં, રાજેન્દ્ર પ્રસાદ રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી લોહાણા
વિરાર નિવાસી હાલ નાસિક ચુનીલાલ રણછોડદાસ ઠક્કરના પુત્ર રમેશભાઇ (ઉં. વ. ૭૯) ભારતીબેનના પતિ તા. ૭-૧૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
ઝાલાવાડી સઇ સુતાર જ્ઞાતી
લખતર નિવાસી હાલ ડોંબિવલી સ્વ. રતિલાલ મગનલાલ સોલંકીના સુપુત્ર સ્વ. જસવંતલાલ સોલંકી (ઉં. વ. ૭૮) તા. ૮-૧૧-૨૪ના દેવલોક પામેલ છે. સ્વ.મંજુલાબેન સોલંકીના પતિ. તે બીરેનભાઇ અને હિરલબેનના પિતાશ્રી. તે વિજલબેનના સસરા. તે સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. વિનોદભાઇ, સ્વ. રંજનબેન હસમુખભાઇ અને અ. સૌ. વર્ષાબેન સંજયકુમાર ગદાણીના ભાઇ. સાદડી સોમવાર તા. ૧૧-૧૧-૨૪ના સાંજે ૪થી ૬. ઠે. વિઠ્ઠલ પ્લાઝા, ડી-૫૦૨, બાલાજી મંદિર રોડ, સરોવર બારની નજીકમાં ડોંબિવલી (ઇસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નાઘેર દશા શ્રીમાળી વણિક
ટીંબી નિવાસી હાલ વિદ્યાવિહાર સ્વ. અંબાબેન છગનલાલ રતનજી મહેતાના પુત્રવધુ કલ્પનાબેન (ઉં.વ.૬૨) તે હર્ષદભાઇના ધર્મપત્ની રાજેશ તથા વૃતિ મિતેશકુમારના માતુશ્રી. હેતલના સાસુ.ગાંગડા નિવાસી હાલ દહીંસર સ્વ. ભાનુબેન અમૃતલાલ રતિલાલ કોઠારીના દિકરી શનિવાર તા. ૯-૧૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૧-૧૧-૨૪ના સાંજે ૪.૩૦થી ૬. ઠે. સ્વામિનારાયણ મંદિર, સરિતા પાર્ક, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ).
લુહાર સુથાર
ગામ સરસીયાવાળા હાલ દહિસર ગં. સ્વ ભાનુબેન ચુનીભાઇ મનજીભાઇ મકવાણા (ઉં.વ.૭૪) તે તા. ૭/૧૧/૨૪ ના રોજ સ્વર્ગલોક પામેલ છે. તે રાકેશ, હેતલ રમેશભાઈ પીઠવા , પાયલ શ્રીકાંતભાઈ રાઠોડ, ધારિતા ધવલભાઈ પીઠવાના માતુશ્રી, ફાલ્ગુનીના સાસુ, રીહાનના દાદી, ગં સ્વ મુકતાબેન બાબુભાઇ, સ્વ. કાંતાબેન મગનભાઈ, સ્વ. મંગળાબેન બાલુભાઇના દેરાણી, સાકારપરાવાળા સ્વ. જાધવજી કરશનભાઇ ડોડીયાના દીકરી. પ્રાર્થનાસભા તા. ૧૧/૧૧/૨૪ ના રોજ ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ ૩, અંબા માતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ રાખેલ છે.
હિંદુ મેઘવાળ
ગામ: ધરાઇ હાલ:તુલસીવાડી ૧૪૦૮ એ ૪ મહાલક્ષ્મી હાઈટસ હા. સો. રહેવાસી સ્વર્ગસ્થ શામજીભાઈ કાનજીભાઈ મારુ (ઉં. વ.૬૫) તેઓ ગ .સ્વ. મીનાબેનના પતિ. નિકેશ અને કેતનના તેઓ ૩૧/૧૦/૨૪ના રામચરણ પામ્યા છે. બારમાની વિધિ તા:૧૨/૧૧/૨૪ ના મંગળવારે સાંજે ૫ વાગ્યે એમના નિવાસ્થાન એ ફોર હા. સો. સંતશ્રી વીર મેઘમાયા માર્ગ તુલસીવાડી મુંબઈ ૩૪ એ રાખવામાં આવેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker