મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ ખરસાડના સ્વ. કાશીબેન ઉર્ફે સકુબેન તથા સ્વ. ઝીણાભાઈ નીછાભાઈ પટેલના પુત્ર મનુભાઈ (ઉં. વ. ૭૮) શુક્રવાર, ૧-૧૧-૨૪ના દેવલોક પામ્યા છે. તે દેવીબેનના પતિ. હરેશ, કલ્પના, શીતલના પિતા. ભાવનાબેન, અરવિંદભાઈ, ભાવેશભાઈના સસરા. મિનેશ, પંકિત, પ્રિયંકા જિગ્નેશભાઈ, નીલ, શિવાની, ભૂમિના દાદા-નાના. સ્વ. ધનગૌરીબેન ઉર્ફે સોમીબેન દેવજીભાઈ પટેલ, સ્વ. નટવરભાઈ ઉર્ફે બાબુભાઈ, ગં.સ્વ. પાર્વતીબેન જગુભાઈ, શારદાબેન નગીનભાઈ, હંસાબેન રમણભાઈ પટેલના ભાઈ. તેમનું બેસણું ગુરુવાર, ૭-૧૧-૨૪ના રોજ ૧૧ થી ૩ તેમ જ બારમાની પુષ્પપાણીની ક્રિયા મંગળવાર, ૧૨-૧૧-૨૪ના ૩.૦૦ વાગે તેમના નિવાસસ્થાને રાખેલ છે. સરનામું: હરેશભાઈ મનુભાઈ પટેલ, કોદગરા ફળિયા, સ્ટેશન અમલસાડ.

કચ્છી ભાટીયા
ગં. સ્વ. મંજુલા હંસરાજ (મધુરસિંહ) આશર (ઉં. વ. ૮૦) તે સ્વ. આણંદજી શામજી આશરના પુત્રવધૂ. સ્વ. મોરારજી રણછોડદાસ રામૈયા (મુંદરા)ના સુપુત્રી. સ્વ. મધુભાઇ, સ્વ. શાંતિબેન, સ્વ. ભરતભાઇ રામૈયાની બહેન. અ. સૌ. વૈશાલી જીજ્ઞેશ આશરના માતુશ્રી. જીજ્ઞેશ, મહેન્દ્ર આશરના સાસુ. ઉન્નતિના નાની. પુત્રીતુલ્ય કિલ્પા, દેવેન ઉદેશીના માતા તા. ૫-૧૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પરજીયા સોની
બાબરા નિવાસી, જગડા કુટુંબ, હાલ મુંબઈ સ્વ. વર્ષાબેન તથા સ્વ. વિનોદકુમાર મોહનલાલ ચોકસીના સુપુત્ર સંદીપભાઈ (ઉં. વ. ૫૯) તે નીપાબેનના પતિ. ઉત્સવી તથા ઝેનના પિતા. લીનાબેન બિપીનકુમાર બોરીચાના ભાઈ. રંજનબેન તથા સ્વ. નાનાલાલ સામંતભાઈ કતિરાના જમાઈ. સ્મિતના મામા રવિવાર, ૩-૧૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, ૭-૧૧-૨૪ના ૫ થી ૬.૩૦માં સ્થળ: વનિતા વિશ્રામ હાઈસ્કૂલ, એસ.વી.પી. રોડ, રિલાયંસ હોસ્પિટલ ગેટ નં. ૬ની બાજુમાં, ખેતવાડી મેઈન રોડ, ચર્નીરોડ (ઈસ્ટ).

સંબંધિત લેખો

હાલાઈ લોહાણા
મૂળ ગામ જામસલાયા હાલ બોરીવલી નિવાસી હરીદાસ કરસનદાસ ગઠીઆ (ઉં. વ. ૯૨) ૪-૧૧-૨૪ના સોમવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. લલિતાબેનના પતિ. સ્વ. વિઠ્ઠલદાસ ગોરધનદાસ મોદીના જમાઈ. મહેશ, રાજેશ, સ્વ. ભારતીબેન પ્રવિણકુમાર કક્કડ, કિરણ કિશોરકુમાર મજીઠીઆ, કિર્તીદાબેન (પુજા) પ્રફુલકુમાર માખેચા, પૂર્ણિમા કિરીટકુમાર સોમૈયા, પ્રીતિ મૃગેનકુમાર ભોજાણીના પિતાશ્રી. નીના (ભારતી) તથા રૂપાના સસરા. રસેશ-પુજા, રાધિકા ગૌરવકુમાર ગાંધી તથા નિતીના દાદા. પ્રાર્થનાસભા ૭-૧૧-૨૪ ગુરુવારે ૧૦ થી ૧૧.૩૦. સ્થળ: હાલાઈ લોહાણા મહાજન વાડી, ૧લે માળે, શંકર મંદિરની બાજુમાં, એસ.વી. રોડ, કાંદિવલી (વેસ્ટ). લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

કચ્છી લોહાણા
સ્વ. રૂક્ષ્મણીબેન અને સ્વ. સુશીલાબેન કરમશી શામજી સોતા (ચાવાળા) ગામ ઝરૂ હાલે મુલુંડના પુત્રવધૂ. તે સ્વ. રમેશભાઈ સોતાના ધર્મપત્ની ગં.સ્વ. મધુબેન (ઉં. વ. ૮૫) રવિવાર, ૩-૧૧-૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ. કસ્તુરબેન ઓધવજી મોહનજી મહીધર (જામનગરવાળા)ની સુપુત્રી. અ.સૌ. મીરા ભુપેન્દ્ર ઠક્કર અને અ.સૌ. દિવ્યા સંજીવ ઠક્કરના માતુશ્રી. પૂનમ, શ્રેયાંક અને મનનના નાનીમા. ગં.સ્વ. રમાબેન કિશોરભાઈ, સ્વ. ગૌરીબેન વિનોદભાઈ, સ્વ. ગીતાબેન વિજયભાઈ, અ.સૌ. જ્યોત્સનાબેન કિર્તીભાઈ, અ.સૌ. પૂજાબેન જીતુભાઈ તે સ્વ. મીનાક્ષીબેન મહેન્દ્રભાઈ માણેક અને ગં.સ્વ. નયનાબેન દિલીપભાઈ ચંદેના ભાભી. બંને પક્ષની પ્રાર્થનાસભા બુધવાર ૬-૧૧-૨૪ના ૫.૩૦ થી ૭. ગૌપૂરમ હોલ, ડો. રાજેન્દ્ર પ્રસાદ રોડ, મુલુંડ વેસ્ટ. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.

ભાવનગરી મોચી
ગામ પાપડી (તણસા)ના હાલ દહિસર નિવાસી જેન્તીભાઈ બાબુભાઈ મકવાણા (ઉં. વ. ૬૬) ૩-૧૧-૨૪ને રવિવારે રામચરણ પામ્યા છે. તે રસીકભાઈ, દલપતભાઈ, હરેશભાઈ, ચતુરભાઈ, ધર્મેશભાઈ, સ્વ. ચંપાબેન, સ્વ. રંભાબેન, નિર્મળાબેન, રમીલાબેનના ભાઈ. દિલીપભાઈ, ઉમેશભાઈ, જયશ્રીબેનના પિતાશ્રી. ઉર્મીલાબેન, સંજયકુમારના સસરા. શારદાબેન, જ્યોતનાબેન, રેખાબેન, વિણાબેન, નીતાબેનના જેઠ. સ્વ. શાંતિભાઈ, સ્વ. નંદલાલ, જેન્તીભાઈ, કાળુભાઈના સાળા. સ્વ. સથરાવાળા ગોવિન્દભાઈ રાજાભાઈ પરમારના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૭-૧૧-૨૪ને ગુરુવાર ૫ થી ૭. લુહાર સુતારની વાડી, કાર્ટર રોડ નં. ૩, અંબાજી મંદિરની બાજુમાં, બોરીવલી (ઈસ્ટ).

બાવન ગામ ભાવસાર
રમેશ ભોગીલાલ લોલિયનીયા (ઉં. વ. ૬૬) તા. ૨૯-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે કૌશિકાબેનના પતિ. કેયુરી-જયના પિતા. પલકકુમાર-દિશાના સસરા. ભારતીબેન, કોકિલાબેન, ઉષાબેન, ભાવનાબેન, સ્વ. વર્ષાબેનના ભાઇ. ભાવનગર નિવાસી સ્વ. જયંતીભાઇ લાલુભાઇ સોમાણીના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૭-૧૧-૨૪ના ગુરુવાર ૪થી ૬. ઠે. આજીવાસન હોલ, જુહુ તારા રોડ, એસ. એન. ડી. ટી. વુમન કોલેજ પાસે, એમ. આર. સોસાયટી, દૌલત નગર, સાંતાક્રુઝ (વેસ્ટ).

ઘોઘારી લોહાણા
ગં. સ્વ. મુક્તાબહેન ગઢીયા (ઉં. વ. ૮૨) મૂળ ગામ ભેરાઇ હાલ કલ્યાણ તા.૪–૧૧-૨૪ના ગોપાલશરણ પામ્યા છે. તે સ્વ. રમણીકલાલ જગજીવનદાસ ગઢીયાના ધર્મપત્ની. ગારીયાધરવાળા મગનલાલ વીઠ્ઠલદાસ રેલીયાના દીકરી. મુકેશભાઇ ભાવેશભાઇ, મધુબેન રાજેશકુમાર બુદ્ધદેવ, ચેતનાબેન દિપકકુમાર નગદિયાના માતુશ્રી. જયશ્રીબેન અને સ્વ. રાજેશ્રીબેનના સાસુ. કિંજલ અને કૃપાના દાદી. કપીલ, શ્ર્વેતા, ભૂમી અને દર્શનના નાની. લૌકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી લોહાણા
હાલ નાલાસોપારા સ્વ. હરજીવનદાસ (બચુભાઇ) વસાણી તથા સ્વ. કંચનબેન હરજીવનદાસ વસાણીના સુપુત્ર. તે નીતાબેનના પતિ શૈલેષભાઇ વસાણી (ઉં.વ. ૬૬) તા. ૪-૧૧-૨૪ સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સોનાલીના પિતા. હર્ષકુમાર વિજયભાઇ રાંભીયાના સસરા. સ્વ. સૂર્યકાંતભાઇ, સ્વ. જયેશભાઇ, સ્વ. નલિનીબેન, રજનીકાન્તના ભાઇ. અમૃતલાલ મોહનલાલ ખેતાણીના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી ભાટીયા
સ્વ. કાનજીભાઇ જે. ભીમાણી અને હિરુબહેન કાનજીભાઇ ભીમાણીના પૌત્ર. વિનેશ અને પૂર્ણિમા ભીમાણીના પુત્ર જય (ઉં. વ. ૩૦) તા. ૨૦-૧૦-૨૪ના યુએઇમાં શ્રીનાચરણ પામેલ છે.

કપોળ
મહુવાવાળા સ્વ. મુકતાબેન હરિલાલ નરોતમદાસ મહેતાના સુપુત્ર ધ્રુવકુમાર (ઉં. વ. ૭૪) તે સ્વ. કુસુમબેનના પતિ. તે હેમલ તથા પાયલ શાનિત ગુપ્તાના પિતાશ્રી. અ. સૌ. સેજલ તથા શાનિતભાઇના સસરા. તે દેલવાડાવાળા સ્વ. રસિકલાલ હરકીશનદાસ ગોરડીયાના જમાઇ. સ્વ. શર્મિષ્ઠાબેન, ગં. સ્વ. જયોતીબેન, સ્વ. કોકિલાબેન, હેમંતભાઇ તથા સ્વ. વીરેન્દ્રભાઇના બનેવી તા. ૨૩-૧૦-૨૪ના અમેરિકા મુકામે શ્રીજીચરણ પામ્યા છે. સર્વે લૌકિક વ્યવહાર બંધ છે.

વિશા સોરઠિયા વણિક
રાહિજ વાળા હાલ કાંદિવલી નલિન નરોત્તમદાસ શાહ (ઉં. વ. ૭૧) તે સ્વ. નરોત્તમદાસ દામોદર શાહના સુપુત્ર. તે ભાવનાબેનના પતિ. યાશિકાના પિતાશ્રી. રૂપેશકુમારના સસરા. સ્વ. બિપીનભાઇ, વિનોદભાઇ, સ્વ. વસુમતીબેનના ભાઇ. દક્ષ અને આર્યાના નાના તા. ૫-૧૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

કપોળ
રાજુલાવાળા હાલ બોરીવલી મુંબઇ ગં. સ્વ. રતિકાબેન (ઉ. વ. ૮૩) તે સ્વ. ભૂપતરાય ભાઇચંદ મહેતાના પત્ની. ગૌરાંગ, દિપા, વંદનાના માતા. અ. સૌ. નિશા, સ્વ. અતુલકુમાર શાહ, જીજ્ઞેશ દોશીના સાસુ. સ્વ. જયાલક્ષ્મી, અમૃતલાલ, સ્વ. શાંતાબેન રમણીકલાલ, ગં. સ્વ. અંજનાબેન જસવંતરાયના દેરાણી. સ્વ. મગનલાલ હરજીવનદાસ ગાંધી અમરેલીવાળાના સુપુત્રી. નીલ, વિહાનના દાદી. તન્વી, રાજવી, કરણકુમારના નાની તા. ૪-૧૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૭-૧૧-૨૪ના સાંજે ૪થી ૬. ઠે. સનરાઇઝ પાર્ટી હોલ, આનંદીબાઇ કાળે કોલેજની સામે, સાંઇબાબા નગર, બોરીવલી (પશ્ર્ચિમ).

મેઘવાળ
ગામ મોટા માલપરા હાલ મુંબઈ મહાલક્ષ્મી સ્વ.શાંતાબેન ભીખાભાઈ બોરીચા તે ભીખાભાઈ બોરીચાના ધર્મપત્ની. કમળાબેન, મહેશભાઈ, લતાબેન, રંજનબેન, દિનેશના માતૃશ્રી. મનોજભાઈ, રમેશભાઈ, નિર્મળા, સેજલના સાસુ તા.૨૭/૧૦/૨૪ રવિવારના રામચરણ પામ્યા છે. તેમના કારજ (બારમું) વિધિ તા. ૭/૧૧ /૨૪ ગુરુવારના પાંચ કલાકે, એ-૪ મહાલક્ષ્મી હા.સો. સામંતભાઈ રાઠોડ માર્ગના પટાગણમાં.
મેઘવાળ
ગામ ભાદ્રોડ હાલ મુંબઈ મહાલક્ષ્મી સ્વ.ડાયાભાઇ ભીમજી વાઘ તે સ્વ.કલુબેન અને સ્વ.ભીમજીભાઈના દિકરા. ગં.સ્વ.જયાબેનના પતિ. રંજનબેન, જયંતિ, ગીતા, રેખાના પિતાજી. મિનેશ, ધિરજ, ગીરીશના સસરા તા: ૨૭:૧૦:૨૪ના રામચરણ પામ્યા હતા. તેમના બારમાની વિધિ તા: ૦૭/૧૧/૨૦૨૪ ગુરુવારના ૦૫:૦૦કલાકે. મહાલક્ષ્મી, એ/૨ બિલ્ડીંગ ના પટાંગણમાં.
મેઘવાળ
ગામ ચિરોડા જી બોટાદ હાલ કાંદિવલી સ્વ.સવજીભાઈ ભાણજીભાઈ ચાવડા (ઉં. વ. ૮૭) તા. ૧. ૧૧.૨૪ના શ્રીજીચરણ પામેલ છે. સ્વ.નાથીબેનના પતિ. પુષ્પાબેન, કાશ્મીરાબેન, ભાવનાબેન, ધર્મિલાબેન, અને અલ્કેશભાઈના પિતા. બારમુ તા.૧૨/૧૧/૨૪ ૫ વાગે, ભક્તિધામ મંદિર, એવરાડનગર, બાવા ટાવર પાસે ચુનાભટ્ટી, સાયન.

કચ્છી બ્રહ્મક્ષત્રિય
મુલુંડ નિવાસી અ. સૌ. શીલા જયંત ખત્રી (ઉં. વ. ૮૪) તા. ૪-૧૧-૨૦૨૪ ના રામશરણ પામ્યા છે. તે ડૉ. જયંત વિશનજી ખત્રી ના ધર્મપત્ની. સ્વ. શૈલેષ તથા શ્રુતિના માતુશ્રી. આનંદ જયરામના સાસુ. જયત્રના નાની. તે સ્વ. જસ્ટિસ જયેન્દ્ર શેલત અને સ્વ. સરિતા શેલતના સુપુત્રી. તે સ્વ. વિશનજી રામજી સોનેજી (નલિયા) ના પુત્રવધૂ. તે મોના હિમાંશુ મેહતા ના બેન. પ્રાર્થનાસભા રાખી નથી.

હાલાઈ લોહાણા
મૂળ ગામ ધીણગી હાલ થાણા નિવાસી સ્વ.ચંપાબેન તથા સ્વ. છોટાલાલ સુંદરજી પંચમતિયાના સુપુત્ર રમેશભાઈ (ઉં. વ. ૭૧) સૌ. હંસાબેનના પતિ. તે શાંતિભાઈ, કાંતિભાઈ (સોમાભાઈ), સ્વ.ભરતભાઈ, પ્રવિણભાઇ, ભારતી મુકેશ બદિયાણી, શ્રીમતી રેખા જયેન્દ્ર કાનાણીના ભાઈ. જિગરના પિતાશ્રી. અ.સૌ.દિપીકાબેનના સસરા. ધિમાહી, સ્વ. હીરજીભાઈ હરિદાસ બાળદિયાના જમાઈ સોમવાર તા. ૪/૧૧/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરૂવાર તા.૭/૧૧/૨૪ના ૪.૩૦ થી ૬.૦૦. રઘુવંશી હૉલ, શ્રી થાણા હાલાઈ લોહાણા મહાજન વાડી, ખારકર આળી, થાણા પશ્ર્ચિમ. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા સોરઠિયા વણિક
સ્વ.પુષ્પાબેન તથા સ્વ.ધીરજલાલ મોહનલાલ મલકાણના પુત્રવધૂ તથા સ્વ. વિજયભાઈ મલકાણના ધર્મપત્ની ગં. સ્વ. તરલાબેન (ઉં. વ. ૫૭) ૩૧/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે ભાવિનના માતુશ્રી. મોનાના સાસુ. પિયરપક્ષે સ્વ.કમળાબેન બાબુલાલ સાંગાણી અમદાવાદવાળાના દીકરી. પ્રાર્થનાસભા રાખેલ નથી.

કપોળ
અમરેલીવાળા હાલ ભાયંદરના સ્વ.હેમકુંવરબેન પુરષોત્તમદાસ ઓધવજી મોદીના દીકરા રમેશભાઈ મોદી (ઉં. વ. ૭૮) ૩/૧૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.રેણુકાબેનના પતિ. અમિત-હેમલ, બિમલ-સ્નેહા તથા રીના ચિરાગ શેઠના પિતા. સ્વ.અંતુભાઈ, સ્વ.ઈશુભાઈ, અશોકભાઈ, સ્વ.રંજનબેન, ઉષાબેનના ભાઈ. સ્વ.હીરાબેન વ્રજલાલ ભગવાનજી ભુવાના જમાઈ. પ્રાર્થનાસભા ૭/૧૧/૨૪ના ૫ થી ૭. કપોળવાડી, ગીતા નગર, ભાયંદર વેસ્ટ.

કપોળ
કોટડીવાળા હાલ કાંદિવલી સ્વ.જ્યોતિબેન ચંદ્રકાંત મણિલાલ મહેતાના સુપુત્ર જીજ્ઞેશ મહેતા (ઉં. વ. ૫૮) ૧/૧૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે હીનાબેનના પતિ. નિહારિકા કુણાલ પારેખ તથા ધ્રુવના પિતા. દીપ્તિ રાજેશ મહેતા તથા કલ્પના સંદીપ મહેતાના જેઠ. સાસરાપક્ષે નાગેશ્રીવાળા સ્વ.જશવંતીબેન જયંતીલાલ ગોવિંદજી મહેતાના જમાઈ. સર્વ પક્ષની પ્રાર્થનાસભા ૭/૧૧/૨૪ના ૫ થી ૭. લોહાણા બાળાશ્રમ બેન્કવેટ હોલ, અતુલ ટાવર પાસે, મથુરાદાસ એક્ષટેંશન રોડ કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ગુર્જર ક્ષત્રિય કડિયા
ગામ અમરેલી હાલ મલાડ સૌ. લાભુબેન ચાવડા (ઉં. વ. ૭૫) તા. ૧/૧૧/૨૪ના રામચરણ પામેલ છે. તે કેશવલાલ નાનજીભાઈ ચાવડાના પત્ની. સ્વ.મોહનભાઈ કાનજીભાઈ મારૂના સુપુત્રી. રેખાબેન, નયનાબેન, માધવીબેન, સ્વ.રચનાબેન, આશાબેન, હેમાબેન, અમરભાઇના માતુશ્રી. સુરેશભાઈ, વિનોદભાઈ, શૈલેષભાઈ, રાહુલભાઈ, નિધિબેનના સાસુમા. ખીઆંશ, દેવિકા, દેવેશ, ધ્યાંશુ, હીતવાન્શી, યજ્ઞેતા, ધ્રુમી, વંદન, આર્ષ, શારવ, શનાયા, નિષ્કા, ક્રિશિવના બા.બેસણું તા.૭/૧૧/૨૪ના ગુરુવાર ૫ થી ૭. સ્થળ: કપોળ વાડી, રામચંદ્ર લેન એક્સટેન્શન, કાચપાડા, મલાડ વેસ્ટ.

વિસા સોરઠિયા વણિક
ગામ લોએજ હાલ ભાયંદર કવિતા શાહ (ઉં. વ.૬૩) શનિવાર તા.૩૦/૧૦/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે ભરત નાથાલાલ શાહના પત્ની. પ્રકાશની માતા. સ્વ.કલાવતી વસનજી રૂપારેલના દીકરી. સ્વ.પ્રેમીલા કપૂરચંદ, લીલાવતી હરકિશન, જ્યોત્સના વિઠ્ઠલદાસ, સુરેખા અનિલના દેરાણી, અલકા સુરેશના જેઠાણી, હરીશભાઈની બેન. પ્રાર્થનાસભા બુધવાર તા.૦૬/૧૧/૨૪ના ૫ થી ૭. શ્રી મહેશ્ર્વરી ભવન, શ્રી મહેશ્ર્વરી ભવન રોડ, ફ્લાય ઓવરની પાસે, ભાયંદર વેસ્ટ.

ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારીશી
અ.સૌ.દક્ષા પંડ્યા (ઉં. વ.૬૫) ગામ પુનાસણ હાલ દહીસર નિવાસી તા.૨/૧૧/૨૪ના શનિવાર દેવલોક પામેલ છે હરેન્દ્રભાઈ ભૂલેશ્ર્વર પંડ્યાના ધર્મપત્ની. નિધિના માતુશ્રી. મૂળશંકર ભૂલેશ્ર્વર, પુષ્પાબેન ભાનુપ્રસાદના ભાભી. નયનાબેનના જેઠાણી. પિયરપક્ષે ભાવનગર નિવાસી સ્વ. હિંમતલાલ, વિશ્ર્વનાથ જાની તથા સ્વ.ભદ્રાબેન જાનીના દીકરી. બંને પક્ષની સાદડી સાથે રાખેલ છે. તા. ૦૭/૧૧/૨૪ના ગુરુવાર ૫ થી ૭. આધાર હોલ, દોલત નગર રોડ નંબર ૧૦, બોરીવલી ઇસ્ટ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker