મરણ નોંધ

હિન્દુ મરણ

કનૈયાલાલ કાંતિલાલ થાણાવાલા (ઉં. વ. ૯૦) થાણા નિવાસી તા.૩૧.૧૦. ૨૪ ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. તે મૃદુલાબેન થાણાવાલાના પતિ. સ્વ.કુસુમબેન કાંતિલાલ થાણાવાલાના સુપુત્ર. સ્વ.અનિલભાઈ, સતીશભાઈ, વિજયભાઈના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી લોહાણા
સ્વ. ચંદ્રકાન્ત ગોવિંદજી પરબીયા (ઠક્કર)ના ધર્મપત્ની ગં. સ્વ. સરલાબેન (ઉં. વ. ૮૫) કચ્છ ગામ અંજાર જે સ્વ. અશ્ર્વીન, હેમંત અને મીતા જીતુભાઇ ચંદનના માતુશ્રી. સ્વ. નારણદાસ દેવજી ટોડાઇના પુત્રી. તે ઉષા અને તરૂબેનના સાસુમા. તે રોહન-આંચલ અને પ્રણવ-રમીયાના દાદી. તે ગૌરવ અને લીનાના નાની તા. ૩૧-૧૦-૨૪ના ગુરુવારે રામશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. પ્રાર્થનાસભા તા. ૫-૧૧-૨૪ના ૫થી ૬.૩૦. ઠે. રવજી જીવરાજ હોલ, એસ.એન.ડી.ટી. વુમનસ યુનિવર્સિટી, ૩૩૮, રફી અહમદ કીડવાઇ રોડ, માટુંગા.

નાઘેર દશા શ્રીમાળી વણિક
ગાંગડા નિવાસી હાલ ઘાટકોપર ગં. સ્વ. ચંદ્રપ્રભાબેન (ચંચળબેન) કામદાર (ઉં. વ. ૯૫) તે સ્વ. વાડીલાલ નાગરદાસ કામદારના ધર્મપત્ની. તે સુશીલાબેન, સ્વ. ચંદ્રકાન્ત, જયંત, નરેન્દ્ર તથા કિરીટના માતુશ્રી. શશીકાન્ત વોરા, જયશ્રી, રશ્મી, ઉષાના સાસુ. સ્વ. વૃજલાલ, સ્વ. મણીલાલ તથા પ્રવીણભાઇ કામદારના ભાભી. સીંમર નિવાસી સ્વ. હરીબેન ભીખાલાલ જીવરાજની દીકરી તા. ૨-૧૧-૨૪ના શનિવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના તેમ જ લૌકિક વ્યવહાર રાખેલ નથી.

સંબંધિત લેખો

કચ્છ વાગડ લોહાણા
ગામ મનફરા હાલ મુલુંડ સ્વ. ઠક્કર પ્રવીણચંદ્ર બાબુલાલ તથા વિજયાબેન પ્રવીણચંદ્ર ઠક્કરના સુપુત્ર હેમલ ઠક્કર (ઉં. વ. ૪૪) તે હેતલબેનના પતિ. અદિતિના પિતા. સ્વ. હસમુખ કુંવરજી દેઢિયાના જમાઇ. અ. સૌ. જાગૃતિ ભાવેશકુમાર દૈયા, મીનાબેન, હિરેનભાઇના ભાઇ. સંદીપ, નયન હસમુખ દેઢિયા, મયુરીબેન, રશ્મીબેન તથા શિલ્પાબેનના બનેવી. તા. ૩-૧૧-૨૪ના શ્રીજી ધામમાં ગયા છે. પ્રાર્થનાસભા તા. ૫-૧૧-૨૪ના મંગળવારે ૪.૩૦થી ૬. ઠે. ગોપુરમ આર.પી. રોડ, જ્ઞાન સરીતાની બાજુમાં, મુલુંડ (વેસ્ટ) લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વીરપુર દશાનીમા
વીરપુર નિવાસી હાલ કાંદીવલી હસમુખલાલ દેસાઇના સુપુત્ર પંકજભાઇ હસમુખલાલ દેસાઇના ધર્મપત્ની જયશ્રીબેન પંકજભાઇ દેસાઇ (ઉં. વ. ૬૪) તે મીતુલ પાપલાના મમ્મી. હેતાંશના નાની. સ્વ. સ્મીતાબેન જયેશકુમાર સુરા, મુકેશભાઇ, રેખાબેન દીપકકુમાર સુરા, જાગૃતિબેનના દેરાણી. તા. ૨-૧૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

મેઘવાળ
ગામ: ભેરાઈ હાલ મુંબઈ મહાલક્ષ્મી સ્વ. કુ. ઉદય જેસિંગ ચૌહાણ તે જ્યાબેન અને જેસિંગભાઈના જ્યેષ્ઠપુત્ર. પ્રદિપભાઈ અશોકભાઈ જ્યોતિબેનના ભત્રીજા. ગોવિંદભાઇ પરમારના પૌત્ર. અનીલભાઈના ભાણેજ. સાગર કુણાલ પાર્થના કૃતિકા ક્રિશીવના ભાઈ તા:૨૬/૧૦/૨૪નાના શનિવાર રામચરણ પામ્યા છે. તેમના કારજ નીલાક્રિયા (બારમું) વિધિ તા:૬/૧૧ /૨૪ બુધવારના ૯ કલાકે, નિવાસસ્થાન અ/૨ મહાલક્ષ્મી નવરંગ હા.સો. સામંતભાઈ રાઠોડ માર્ગના પાટાગણમાં.

પાટણ દશા પોરવાડ વણિક
અમદાવાદ નિવાસી હાલ કાંદિવલી સ્વ.નીલાબેન વિજયકુમાર પરીખના પૌત્રી. સપના ગૌરવ પરીખની દીકરી સ્નેહા પરીખ (ઉં. વ. ૨૦) ૨/૧૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે પ્રિતી પ્રણવ પરીખના ભત્રીજી. મોસાળપક્ષે પાટણ નિવાસી હાલ કાંદિવલી સ્વ. પ્રતિમાબેન જયેન્દ્રકુમાર પરીખના દોહિત્રી. શ્રીકાંત, અક્ષય, જીજ્ઞા નિલેશ શાહના ભાણેજ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા સોરઠીયા વણિક સમાજ
ઊંટવડ નિવાસી હાલ બોરીવલી સ્વ.નંદલાલ ધરમશી ધ્રુવના પુત્ર ભરતભાઈ ધ્રુવ (ઉં. વ. ૭૪) મીનાબેનના પતિ. તે મોનાબેન મિલનકુમાર વ્યાસના પિતાશ્રી. સ્વ.મહેન્દ્રભાઈ, દિલીપભાઈ, સ્વ.મુક્તાબેન શાંતિલાલ, સ્વ.દમયંતીબેન (દમુબેન) પ્રભુદાસ, હસુબેન પ્રવીણચંદ્ર, સ્વ.અનિલભાઈ, મધુબેન લલિતચંદ્ર, નીતાબેન જીતુભાઈ, હર્ષદભાઈ જમનાદાસ ધ્રુવના ભાઈ. ભોલેનાથ નર્મદાપ્રસાદ જયસ્વાલના જમાઈ. સોમવાર તા.૨૮/૧૦/૨૦૨૪ ના શ્રીજીચરણ પામેલ છે.પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

નવ ગામ ભાટીયા
અંકીત (ઉં. વ. ૪૧) તે ગો. વા. કામિનીબેન કનકભાઇ સંપટ, કમલેશભાઇ અમૃતલાલ ગાંધીના સુપુત્ર. ગં. સ્વ. ભાનુબેનના પૌત્ર. તે મોનાલીના પતિ. તે વિજયભાઇ વ્યાસના જમાઇ. ચિ. ફલકના પિતા. તે રમેશભાઇ, નગીનભાઇ નટવરલાલ સંપટના ભાણેજ. શનિવાર તા. ૨-૧૧-૨૪ના શ્રીજીનાચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા મંગળવાર તા. ૫-૧૧-૨૪ના ૫થી ૬. ઠે.સ્વામિનારાયણ મંદિર હોલ, અજમેરા ગ્લોબલ સ્કૂલની સામે, યોગીનગર, બોરીવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker