મરણ નોંધ

હિન્દુ મરણ

ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારીશી
ગામ ભિલોડા ના રહેવાસી ગં.સ્વ. શારદાબેન ચંદ્રકાંત પંડ્યા (ઉ.વ. ૮૨) મંગળવાર, તા. ૧૭-૧૦-૨૩ ના રોજ દેવલોક પામ્યા છે. સ્વ. ચંદ્રકાંત મણિલાલ પંડ્યાના ધર્મપત્ની. યામિની, જતીન, રૂપલ, સમીર, કેયુરીના માતા. સ્વ. ઈલેશકુમાર, હિરલ, નિલેશકુમાર, નેહાના સાસુ. તે સ્વ. ગજાનંદભાઈ, સ્વ. હરસુખભાઈ, ગં. સ્વ. ઇન્દુબેન, લાભુભાઈ, દિનેશભાઈ, સ્વ. કાન્તાબેન સ્વ. જશોદાબેનના ભાભી. વિરેન, નિધિ, જાનવી, દેવાંશ, રાજ, મિતિ, દર્શિલના દાદી. સ્વ. રમણલાલ, પ્રવીણલાલ, સ્વ. મંગુબેનના બેન. તેમની પ્રાર્થના સભા શનિવાર તા. ૨૧-૧૦-૨૩ના સાંજે ૫. થી ૭. સ્થળ: સન્યાસ આશ્રમ હોલ, સન્યાસ આશ્રમ માર્ગ, વિલેપારલા વેસ્ટ, મુંબઈ-૪૦૦ ૦૫૮. પિયર પક્ષની સાદડી સ્વ. કરુણાશંકર દેવશંકર જોષી (સરવણા) તરફથી સાથે રાખેલ છે.

ઝાલાવાડી સઇ સુથાર
સાચલા હાલ વસઇ સ્વ. ગુણવંતભાઇ ચાવડા, ગં. સ્વ. જયોત્સનાબેન ચાવડાની નાની સુપુત્રી દિનાબેન ચાવડા તા. ૧૭-૧૦-૨૩ના રામચરણ પામેલ છે. તે મહેશભાઇ ચાવડા, લિનાબેન જયેશકુમાર પાટડિયાના બેન. સ્વ. બીપીનભાઇ ચાવડા, વસુમતિબેન ગોહિલ, રેખાબેન ચાવડાની ભત્રીજી. તે કિંજલબેન, વિધી બેન પાટડિયાના માસી. પ્રાર્થનાસભા તા. ૨૧-૧૦-૨૩ના ૪થી ૬. ઠે. વિર્ષકર્મા હોલ, વીર સાવરકર નગર, વસઇ (વેસ્ટ).લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

મોઢ બ્રાહ્મણ
ગં. સ્વ. મીનાબેન ત્રિવેદી (ઉં. વ. ૮૭) હાલ જુહુ મુંબઇ તે સ્વ. બાલમુકુંદભાઇના પત્ની. હરિન, કેતનના માતુશ્રી. શ્રુતિ, મિતાના સાસુ. કરણ, જીત, માહીના દાદી. પ્રેરણાબેન, હરદેવ, ચેતનાના ભાભી તા. ૨૦-૧૦-૨૩ના શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

વિશા નાગર વણિક
નાથદ્વારાના હાલ કાંદિવલી ગોપાલદાસ ગોરધનદાસ પારેખ (ઉં. વ. ૯૨) તા. ૧૯-૧૦-૨૩ના ગુરુવારે શ્રીજીશરણ પામેલ છે. તે લીલાવતીબેનના પતિ. તે દ્વારકાદાસના નાનાભાઇ. તે રાજેશ, યોગેશ, મંજુલા, કલ્પનાના પિતા. તે કવિતા, નંદીતા, અશોકકુમાર, અશોકકુમાર (રાજુકુમાર)ના સસરા. તે અલ્પેશ, પ્રીતી, હાર્દિકના દાદા. તે પાયલ, પ્રીતેશકુમાર, જીનાલીના દાદા-સસરાની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૧-૧૦-૨૩ના ૪થી ૬. ઠે. લોહાણા બાળાશ્રમ, મથુરાદાસ એકસટેંશન રોડ, અતુલ ટાવરની પાસે, કાંદિવલી (વેસ્ટ).

હરસોલા વૈષ્ણવ વણિક
વાશી, સ્વ. નટવરલાલ ચીમનલાલ ગાંધી (સંતરામપુરવાળા)ના ધર્મપત્ની ઉર્મીલાબેન (ઉં.વ. ૮૪), તે કલ્પેશ, રેખા અને લીનાના માતુશ્રી તેમજ સ્નેહલ, મુકેશભાઈ અને કેતનના સાસુ તેમજ સંકેત અને માનસીના દાદી અને ધ્રુવીના વડસાસુ. ગુરુવાર, તા. ૧૯-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.

સુરતી દશા પોરવાડ વણીક
મુંબઈ ભૂલેશ્ર્વર નિવાસી શિરીષચંદ્ર દલાલ (ઉં.વ. ૯૪), તે સ્વ. ચંદ્રપ્રભા ધીરજલાલ દલાલના પુત્ર. ધિગંત, સ્વાતિના પિતા. માલતી દલાલ, હસમુખ તલાટીના સસરા. દીપક, અતુલના મોટાભાઈ ૧૯/૧૦/૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

શ્રી કચ્છી વિશા ઓશવાળ
વાંકીના હાલે કાંદિવલીના પ્રવિણ મોરારજી સાવલા (ઉં. વ. ૬૯) તા. ૧૯-૧૦-૨૩ના અવસાન પામેલ છે. લીલબાઇ મોરારજીના પુત્ર. મીનાક્ષીબેનના પતિ. આનંદ, અમીતાના પિતા. પોપટલાલ, ખીમજી, શાંતિલાલ, લક્ષ્મીચંદના ભાઇ. ડુમરાના વિજયાબેન હીરજી વરજાંગ કારાણીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. : આનંદ સાવલા, બી-૫૧૨, ચારકોપ અરવિંદો સોસાયટી, સેક્ટર ૯, ચારકોપ કાંદીવલી (વે), મું. ૬૭.

વાંકીના શ્રી ડુંગરશી વેલજી છેડા (ઉં. વ. ૮૮) તા. ૧૮-૧૦-૨૦૨૩ના અવસાન પામ્યા છે. માતુશ્રી મોંઘીબેન વેલજી દેવન છેડાના સુપુત્ર. પ્રાગપુરના માતુશ્રી લક્ષ્મીબેન ભાણજી લખમશી ગાલાના જમાઇ. જયવંતીબેનના પતિ. સુનિલ, દિપકના પિતાશ્રી. પ્રાર્થના શનિવાર, તા. ૨૧-૧૦-૨૩, સમય : ૫.૩૦ થી ૭.૦૦. ઠે. જલારામ હોલ, જુહુ સ્કીમ, રોડ નં. ૬, જોગર્સ પાર્કની સામે, વિલેપાર્લા (વેસ્ટ), મુંબઇ-૫૬.

તલવાણાના પ્રેમજી ગાંગજી શાહ (દેઢિયા) (ઉં. વ. ૮૮) તા. ૧૯-૧૦-૨૩ના દેવલોક પામેલ છે. નેણબાઇ ગાંગજી નરશીના પુત્ર. મંજુલાના પતિ. રેખા, શીલા, પ્રિતી, ગીરીશના પિતા. નાના ભાડીયાના કંકુબેન મગનલાલ, રતનશી, દામજી, દેશલપુરના સુંદરબેન લાલજી, મોટી ખાખરના હીરબાઈ પ્રેમજી, કોડાયના પુષ્પા કાંતીલાલના ભાઇ. કોડાયના મુલબાઇ તેજશી લાલનના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન, ત્વચાદાન કરેલ છે. ઠે. પ્રેમજી શાહ, બી /૮૩, સત્યમ, આર.પી.રોડ, મુલુંડ (વે), મું. ૮૦.

લુહાર સુથાર
ગં. સ્વ જયાબેન નારણદાસ સિધ્ધપુરા (ઉં. વ. ૮૪) તે ઉપલેટા સૂડીવાડા, હાલ દહિસર ૧૮/૧૦/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તે યશવંતભાઈ, કિશોરભાઈ, ગીરીશભાઈ, ચંદ્રિકાબેન અને જયશ્રીબેનના માતુશ્રી. રેખાબેન, ભારતીબેન, રમણીકલાલ હંસોરા, સ્વ. ભાસ્કરકુમાર ચુડાસમાના સાસુ. સ્વ. જમનભાઈ, સ્વ. શાંતિભાઈ, સ્વ. મણિલાલ, નવીનભાઈના ભાભી. તોરીવાળા પોપટભાઈ ગોવિંદભાઇ પરમારના દીકરી, બંસી, પાવન, જીલ તથા પ્રકાશ, કેન્સીના બા. પ્રાર્થનાસભા ૨૧/૧૦/૨૩ ના ૫ થી ૭. લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે બોરીવલી ઈસ્ટ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો