હિન્દુ મરણ
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગીયારસે બ્રાહ્મણ
શિહોર હાલ મુંબઈ ગોરેગામ સ્વ. શાંતિલાલ મહાશંકર વ્યાસના સુપુત્ર સ્વ. શ્રી દેવેન્દ્રભાઈ (ઉં.વ. ૮૪) સ્વ. ભાવનાબેનના પતિ. સ્વ. કિશોરભાઈ, સ્વ. ભદ્રાબેન, સ્વ. હંસાબેન, સ્વ. નંદીબેન, સ્વ. દિલીપભાઈ, ભારતીબેનના ભાઈ. સ્વ. વિરલ અને સંગીતાબેનના પિતા. રીનીબેન અને રાજેશભાઈના સસરા. તે તા. ૧૧-૯-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
ભાવનગરવાળા હાલ મુલુન્ડ સ્વ. ભાગીરથીબેન મણિલાલ સંઘવીના સુપુત્ર તથા ભાનુબેનના પતિ ભરતભાઈ (ઉં.વ. ૭૧) તે ૧૦-૯-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે કલ્પેશ-સોનલ અને જિનલ-રાજીવના પિતા. તે પ્રમીલાબેન વોરા, સ્વ. પ્રવીણભાઈ, સ્વ. અરુણભાઈ, સ્વ. આશાબેન ભુતા તથા વર્ષાબેન મેહતાના ભાઈ. સ્વ. પ્રભાબેન સુંદરજી અરજણ ભીંડેના મોટાજમાઈ. સર્વ લૌકિક પ્રથા બંધ
રાખેલ છે.
વિશા સોરઠીયા વણિક
લોઢવા વાળા હાલ વિરાર સુરેશચંદ્ર મગનલાલ શાહના ધર્મપત્ની રેખાબેન શાહ (ઉં.વ. ૬૮) તે વલ્લભદાસ જમનાદાસ તલાટીના સુપુત્રી. સ્વ. નગીનભાઈ ભારતીબેન રશ્મિકાંત અનિલ તલાટીના બેન. અંકિતા તથા ગૌરાંગના મમ્મી તથા સુશીલાબેન મનહરલાલના ભાભી. તા. ૯/૯/૨૩ના શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા રાખેલી નથી.
કચ્છી લોહાણા
સ્વ. ગંગાબેન શામજી ગણાત્રાના પુત્રવધૂ. સ્વ. હરીલાલ ગણાત્રાના પત્ની ગામ ભુજ કચ્છ હાલે મુલુંડના ગં.સ્વ. વસંતબાળા (વસુબેન) જે સ્વ. પ્રેમાબેન વેલજી વોરાણીની સુપુત્રી (ઉં.વ. ૭૬) તા. ૧૧-૯-૨૩ના રામશરણ પામેલ છે. ભરત, શૈલેષ, સ્વ. ધર્મેન્દ્ર, સ્વ. વિરેન્દ્રના માતુશ્રી. ભાવના, નંદા, સોની તથા જ્યોતીના સાસુમા. તે અનામિકા સાગર ટીકડીયા, મયુરી આકાશ સીંગલ, હર્ષીત, સૃષ્ટી, મહિમા, દેવાંશના દાદીમા. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
અમરેલીવાળા હાલ વિલે-પાર્લા મોહનભાઈ રામજીભાઈ પારેખના ધર્મપત્ની અ.સૌ. મંજુલાબેન (મધુબેન) પારેખ (ઉં.વ. ૮૩) તા. ૧૧-૯-૨૩ ને સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે વિજયભાઈ પારેખ – પરેશભાઈ પારેખ – રક્ષાબેન સુધિરભાઈ વળિયાના માતુશ્રી. અ.સૌ. જ્યોતીબેન અને અ.સૌ. મનિષાબેનના સાસુ. ગૌરાંગ-ચાર્મી, રાહુલ-અનુશ્રી, રોહનના દાદી. યુવાન, કહાન, સમયના પરદાદી. પિયર પક્ષે કરદેજવાળા સ્વ. હરકિશનદાસ લક્ષ્મીદાસ મોદીના દીકરી. તેમની સર્વે પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૪-૯-૨૩ના ૫ થી ૭. સ્થળ: જલારામ હોલ, જુહૂ સ્કીમ રોડ નં. ૬, જોગસ પાર્કની સામે, વિલેપાર્લા (વેસ્ટ).
હાલાઈ ભાટિયા
અ.સૌ. મીના (ભારતી) રાજડા (ઉં.વ. ૭૫) તે મહેન્દ્રભાઈના પત્ની. સ્વ. પદમાબેન પદમશી રાજડાના પુત્રવધૂ. સ્વ. વ્રજકુંવરબાઈ વિઠ્ઠલદાસ (મડઈ) ઉદેશીના પુત્રી. ચી. ચિરાગના માતુશ્રી. અ.સૌ. ગીતાના સાસુ. ચી. ઈશિતાના દાદીમા. સ્વ. ચરણદાસભાઈ, સ્વ. રતનશીભાઈ, સ્વ. દિનેશભાઈ, સ્વ. રણધીર, સ્વ. દમયંતીબેન, સ્વ. લીલીબેન, સ્વ. મંજુલાબેન, સ્વ. જમુબેન તથા સ્વ. કુંજલત્તાબેનના બેન તા. ૧૧-૯-૨૩ના મુંબઈ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૪-૯-૨૩ના કલ્પતરુ એસ્ટેટ, ક્લબ હાઉસ, પહેલે માળે, જે.વી.એલ.આર., અંધેરી ઈસ્ટ ૪.૩૦થી ૬.૦૦. લૌ. વહેવાર બંધ છે.
હાલાઇ ભાટીયા
દ્વારકાવાળા હાલ હૈદ્રાબાદ પ્રદીપ મુળરાજ વેદ (ઉં. વ. ૭૦) તે લતાબેનના પતિ. તે નિકિતા, ચિરાગના પિતા. તે રૂષભ હેમેન્દ્ર શાહ અને નિકિતાના સસરા. નયનાબેન, સુનીલ, રેખાના મોટાભાઇ ને રક્ષાના જેઠ. સ્વ. કૃષ્ણદાસ મનોહરદાસ પાલેજાના જમાઇ. ભગવાનદાસ માધવદાસના ભત્રીજા. તા. ૧૦-૯-૨૩ના રવિવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવારે, તા. ૧૪-૯-૨૩ના ૫થી ૭. ઠે. લુહાર સુથાર જ્ઞાતિ હીતેચ્છક મંડળ, કાર્ટર રોડ, નં.૩ અંબાજી મંદિર પાસે, બોરીવલી (પૂર્વ), લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
સાવરકુંડલાવાળા હાલ ઘાટકોપર હર્ષદભાઇ દ્વારકાદાસ જયંતીલાલ મહેતાના ધર્મપત્ની લતાબેન (ઉ. વ. ૭૧) તા. ૧૨-૯-૨૩ના મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. તે ભાવેશ, પ્રીતિ, ઉત્પલ પારેખના માતુશ્રી. તે રત્નાના સાસુ. જયના દાદી. તે ભારતીબેન રજનીકાન્ત મહેતા, જયશ્રીબેન અમરીત મથુરીયાના ભાભી. સાસરા પક્ષે ભાવનગરવાળા રમણીકલાલ રતીલાલ મહેતાના દીકરી. પ્રાર્થનાસભા તથા સર્વે લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.