મરણ નોંધ

હિન્દુ મરણ

દશા નીમા વૈષ્ણવ વણિક
ઝાલોદ હાલ વિલેપાર્લે, નવીનચંદ્ર રતનલાલ દેસાઈ (ઉં. વ. ૯૮), સોમવારના તા. ૨૮-૧૦-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે મુકેશ, હિના, શ્ર્વેતા, લીનાના પિતાશ્રી, પિંકી, જેનીના દાદા. મીના, અંજન, સુનીલ, મયુરના સસરા. ચાર્વીના પરદાદા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કપોળ
બરવાળા બાવીસીવાળા સ્વ. મંગળાબેન રમણલાલ નાગજીભાઈના પુત્ર જનક, (ઉં. વ. ૬૬) તા. ૨૯-૧૦-૨૪ મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે કલ્પનાબેનના પતિ. મયુર તથા બંસીના પિતા. કૃપા તથા જીતેન પુજારાના સસરા. સ્વ. જગદીશભાઈ, સ્વ. નલિનીબેન મહેન્દ્રભાઈ કાણકિયા તથા ગં.સ્વ. ભારતીબેન મુકેશભાઈ કાણકિયાના નાનાભાઈ. અમરેલીવાળા (દિલ્હી), સ્વ. શાંતાલક્ષ્મી હિમ્મતલાલ કાણકિયાના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૪-૧૧-૨૪, સોમવારે એસ.એન.ડી.ટી. હૉલ, રફી એહમદ કિડવાઈ રોડ, માટુંગા-ઈસ્ટ, મુંબઈ.૧૯, સાંજના ૫ થી ૭ રાખેલ છે.

લુહાર સુથાર
મૂળ ગામ ગોંડલ હાલ કાંદિવલી સ્વ. લાભુબેન તથા સ્વ. દુર્લભજીભાઈ ટપુભાઈ પરમારના પુત્ર ભુપેન્દ્રભાઈ પરમાર (ઉં. વ. ૭૦) તે ૨૯/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સરોજબેનના પતિ. નિલેશ -અ.સૌ માનસી, તેજલ જતીશકુમાર સિધ્ધપુરા, કૌશાબેન ભાવેશકુમાર કેરાલિયા, રાજેશ્રીબેન અંકિતકુમાર ડોડીયાના પિતા. અશોકભાઈ, પદમાબેન હિમ્મતભાઈ ઉમરાણીયા, રંજનબેન વિનોદભાઈ મકવાણાનાભાઈ. જયંતીભાઈ પ્રાગજીભાઈ ચુડાસમાના જમાઈ. આરના ના દાદા, તેમની પ્રાર્થનાસભા ૪/૧૧/૨૪ સોમવારના ૫ થી ૭, ઠે. લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ ૩, અંબા માતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ રાખેલ છે.

હાલાઇ લોહાણા
પ્રવીણભાઈ (ઉં. વ. ૭૮) તે સોમનાથ વેરાવળવાળા હાલ પાર્લે સ્વ. ત્રિવેણીબેન તથા સ્વ. ભીમજીભાઈ ઉનડકટના પુત્ર, કુસુમબેનના પતિ. રાજેશ, અમુલ, નેહા દીપેશકુમાર પટેલના પિતા. સ્વ. શાંતુભાઇ, સુરેશભાઈ,સ્વ. મનુભાઈ, દીપકભાઈ, અરૂણભાઈ, સ્વ. જયાબેન પરસોત્તમદાસ, સરલાબેન કાંતિલાલ, સ્વ. કુસુમબેન અનીલકુમાર, સુધાબેન શશીકાંતના મોટાભાઈ. સ્વ. રાધાબેન જમનાદાસ વિઠલાણી બાટવાના જમાઈ તે ૨૮/૧૦/૨૪ ના રોજ વૈકુંઠવાસ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

સંબંધિત લેખો

ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
ધારવાડ નિવાસી હાલ ગોરેગાંવ બિપીનભાઈ ભીખાલાલ પંડ્યાના ધર્મપત્ની પારૂલબેન પંડ્યા (ઉં. વ. ૫૮) તે ૨૮/૧૦/૨૪ ના રોજ સ્વર્ગવાસ પામેલ છે. તે ભૂમિકા, ઉર્વીના માતુશ્રી. જિનેશકુમાર જૈન તથા મંથનકુમાર પટેલના સાસુ. શિવેનના નાની. અતુલ, મનોજ તથા છાયાના બહેન. તેમની પ્રાર્થનાસભા ૪/૧૧/૨૪ ના રોજ ૪ થી ૬ કલાકે રોલેક્સ શોપિંગ સેન્ટર, પહેલે માળે, સ્ટેશન રોડ, ગોરેગાંવ વેસ્ટ.

હાલાઇ લોહાણા
મૂળ ગામ દ્વારકા હાલ કાંદિવલીના ગં.સ્વ. વિજ્યાલક્ષ્મી (ઉં. વ. ૭૯) તે સ્વ. કિશોરચંદ્ર ઓધવજી ઠક્કર ઉનડકટના ધર્મપત્ની. પિયુષ, કલ્પેશ (પિન્ટુ) તથા પાયલના માતુશ્રી. જીજ્ઞા, સ્વાતિ, હિમાંશુ બિપીનચંદ્ર કાપડિયાના સાસુ. રીયા રિશી સેજપાલ તથા વિધિ, મીત મનાલ મોદી, હર્ષિતના બા. સ્વ. ગોદાવરીબેન હરિદાસ સચદેવના દીકરી, ૨૯/૧૦/૨૪ના રોજ શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા સોરઠીયા વણિક
એડન નિવાસી હાલ મુંબઈ સ્વ. ફૂલકુંવરબેન હરખચંદ માલવિયાના પુત્ર દિલીપભાઈ માલવિયા (ઉં. વ. ૭૮) તે કીર્તિબેનના પતિ. જીજ્ઞેશ, નિલેશ, સોનલના પિતાશ્રી. વસુબેન, સ્વ. હીરાબેન, લીલમબેન, કિશોરભાઈના ભાઈ. સ્વ. જમનાબેન તથા સ્વ. ગોપાલદાસ વિઠલાણી દ્વારકાના જમાઈ. ૨૭/૧૦/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

હાલાઇ લોહાણા
ગામ જોડિયા નિવાસી હાલ સાંતાક્રુઝ (મુંબઇ) અ. સૌ. ભારતીબેન તે પ્રમોદરાય નારણદાસ રાચ્છના ધર્મપત્ની. વિનિતના માતુશ્રી. આનંના સાસુ. નિકોલસના દાદી. રાજકોટ નિવાસી સ્વ. કાંતાબેન હરકિસનદાસ ભગદેવના દીકરી. પ્રફુલ્લાબેન, હંસાબેન, સ્વ.બિપિન, નયનાબેનના ભાભી. તા. ૩૧-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

સોની
કિર્તીકુમાર ભગવાનદાસ જગડા (સોની) રાજુલાવાળા હાલ બોરીવલી (ઉં. વ. ૮૦) તા. ૩૦-૧૦-૨૪ બુધવારના શ્રીજીચરણ પામેલ છે. ગં. સ્વ. મીનાબેનના પતિ. નંદલાલ આત્મારામ ધકાણ મોઉવાવાળાના જમાઇ. જતીન અને વિશાલ, ગં. સ્વ. સોનલ હેમંતકુમાર સાગર, કુંજન સોનીના પિતાશ્રી. છાયા, ઉન્નતિના સસરા. ગં. સ્વ. રૂપાબેન વિનોદકુમાર શાહના ભાઇ. લૌકિક પ્રથા બંધ છે.

શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારશે બ્રાહ્મણ
મહુવા નિવાસી હાલ મુંબઇ ભાસ્કરભાઇ અમૃતલાલ જોશી (ઉં. વ. ૯૧) તે કુસુમબેનના પતિ. તે જયેશ, હિતેશ, મિનળના પિતા. તે ભાવના, કાનન અને પંકજના સસરા. તે ઉમિયાશંકર વ્યાસના જમાઇ તા. ૩૦-૧૦-૨૪ના બુધવારે કૈલાસવાસી થયેલ છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી સારસ્વત બ્રાહ્મણ
સ્વ. સુશીલાબેન મથુરાદાસ જોશી કચ્છ ગામ જડોધર કોટડા હાલ મુલુન્ડના પુત્ર સંજય જોશી (ઉં. વ. ૫૫) તા. ૩૦-૧૦-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. તે રાજુ, તરુણ, માયાબેન ભરતભાઇ હરિયામાણેકના ભાઇ. તે ફોરમ, ગ્રીષ્મા ભાર્ગવ ચંડીચઠ્ઠ ઔરંગાબાદવાળાના મામા. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.

સતવારા
મુળ ગામ ચુડા (સુરેન્દ્રનગર) હાલ થાણા મુંબઇ સ્વ. અ. સૌ. દિના મહેશ મકવાણા (ઉં. વ.૫૯) તા. ૩૦-૧૦-૨૪ના બુધવારે દેવલોક પામેલ છે. તે મહેશ મણીલાલ મકવાણાના ધર્મપત્ની. તે ચિંતન, શ્રદ્ધાનાં માતુશ્રી. તે સ્વ. કરમશીભાઇ ડાહ્યાભાઇ બુનતારીયા (પટેલ) અને કાંતાબેનની સુપુત્રી. તે માયરાના દાદી. પ્રાર્થનાસભા તા. ૧-૧૧-૨૪ના શુક્રવારે સાંજે ૪થી ૬. ઠે. શ્રી સ્વામીનારાયણ સત્સંગ ભવન, શતરંજ વેફર્સની ઉપર, પાંચ પખાડી, થાણે (વેસ્ટ).

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button