મરણ નોંધ

હિન્દુ મરણ

રાજુલાવાળા જીતેન્દ્ર વલ્લભદાસ જીવનલાલ સંઘવી (ઉ. વ. ૭૪) તા. ૨૮-૧૦-૨૪ના સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે મનીષાબેન (મીનાબેન)ના પતિ. સ્નેહા-ફિલિપ, સમર્થ-પૂજાના પિતા. વીર, તનિરાના મોટા પાપા. ધીરુભાઇ, હસુભાઇ, ભાનુબેન, ધનુબેન, હેમલતાબેન, મૃદુલાબેન, અરુણાબેનના ભાઇ. પિયર પક્ષે મહુવાવાળા સ્વ. લલિતાબેન પરષોતમદાસ જાદવજી દોશીના જમાઇ. સર્વે લૌકિક પ્રથા બંધ છે.

કંડોળિયા બ્રાહ્મણ
જાફરાબાદવાળા હાલ મુંબઈ ચિ. કિશોર (ઉં. વ. ૭૨) તેઓ સ્વ. જયકૃષ્ણ કેશવજી ભટ્ટ તથા વાસંતીકાબેનના દીકરા. ગં.સ્વ. ભારતીબેન કૈલાસકુમાર ઠાકર, ચિ. પ્રવીણ, સ્વ. જયશ્રીબેનના ભાઈ. મોસાળ પક્ષે ભીખુભાઈ હરિશંકર અધ્યારૂના ભાણેજ નાસીકવાળા ૨૫-૧૦-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક ક્રિયા સાદડી પ્રથા બંધ રાખવામાં આવેલ છે. રે.ઠે. કાળુ ભુવન-૪/૫૯ લેડી જમશેદજી રોડ, માટુંગા રોડ (વેસ્ટ).

માધવપુર ગિરિનારાયણ બ્રાહ્મણ
અ. સૌ. હિના કાપડીયા (ઉં. વ. ૬૭) મુકામ થાણે તે કિશોર કાપડીયાના ધર્મપત્ની. તે સ્વ. હિરાલક્ષ્મી જગન્નાથ કાપડીયાના પુત્રવધૂ. તે ડિમ્પલ તથા લક્ષીકાના માતુશ્રી. સ્વ. અનસુયા લાલજી ભટ્ટના સુપુત્રી. અ. સૌ. સીમા સનત કાપડીયાના જેઠાણી. તે કૈલાશ તથા મયુર અને ગં. સ્વ. જયશ્રી સુરેન્દ્ર ત્રિવેદીના ભાભી. તા. ૨૪-૧૦-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંબંધિત લેખો

સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
મૂળ અગતરાય હાલ નાલાસોપારા નવીનચંદ્ર દેવરાજભાઈ જોગી (ઉં. વ. ૮૧) ૨૭/૧૦/૨૦૨૪ શ્રીજીચરણ પામેલ છે તે સ્વ.ઇન્દુબેનના પતિ. પ્રવીણ, સ્વ.પ્રંસુખભાઇના ભાઈ. સ્વ. સંજય, નીતિનના પિતાશ્રી. રઘુનાથ માર્થકના ભાણેજ. લોકીક પ્રથા બંધ છે.

કપોળ
નાગેશ્રીવાળા સ્વ. લીલાવતી મથુરદાસ ત્રિભોવનદાસ ગોરડીયાના પુત્રવધૂ તથા સ્વ. જયેન્દ્રભાઈ ગોરડીયાના ધર્મપત્ની. ગં.સ્વ હંસાબેન ગોરડીયા (ઉં. વ. ૭૨) ૨૫/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સ્વ.જશવંતીબેન (કળાબેન) જયંતીલાલ ગોિંવદજી મહેતાના દીકરી. મયુર પારૂલ, હિતેશ કરિશ્મા, ચિરાગ શીતલના માતુશ્રી. સ્વ.ગંગાદાસ, કિશનભાઇ, સ્વ. ધીરજલાલ, સ્વ. સાવિત્રીબેન, સ્વ. રમાબેન સ્વ. મંજુબેન, સ્વ. શશીબેનના ભાભી. પ્રાર્થનાસભા તથા સર્વ લૌકિક પ્રથા બંધ છે.

કપોળ
રાજુલાવાળા સ્વ. બાબુભાઈ પ્રાગજીભાઈ પારેખના પૌત્ર. ગં. સ્વ. રંજનબેન પ્રવિણચંદ્ર પારેખના પુત્ર વિક્રમ (ઉં. વ. ૫૦) તે પૂજાના પતિ. હર્ષના પિતાશ્રી. મનીષભાઈ, પરેશભાઈ તથા મીનાબેન દેવાંગભાઈ વોરાના ભાઈ. લીલીયા વાળા હરિલાલ નાથાલાલ મહેતાના ભાણેજ તા. ૨૫/૧૦/૨૪ના વડોદરા મુકામે શ્રીજીચરણ પામેલ છે, લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker