મરણ નોંધ

હિન્દુ મરણ

સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
અમરેલીવાળા હાલ ઘાટકોપર કાંતીલાલ ચાચા (ઉં. વ. ૭૯) ૨૦-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. પ્રભાબેન ભીખાભાઈ ચાચાના સુપુત્ર. ઉર્મિલાબેનના પતિ. સ્વ. જતીન, રીટા અશોક મણીયાર, પલ્લવી મનીષ રુઘાણીના પિતા. સ્વ. લક્ષ્મીબેન, સવીતાબેન તથા સ્વ. નલિનીબેનના ભાઈ. નીકિતાના સસરા. વિયોના તથા ધર્મવિરના દાદા ૨૪-૧૦-૨૪ના ૪.૩૦ થી ૬. સ્થળ- શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)

વઢીયાર ભાવસાર
રમીલાબેન ગણપતલાલ ભાવસાર (ઉં. વ. ૭૭) ૨૩-૧૦-૨૪, બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ગણપતલાલના પત્ની. મનીષભાઈ, યતીનભાઈ, આયેશાબેનના માતુશ્રી. મનીષાબેન અને ફઝલભાઈના સાસુ. હસ્તીપ અને કેનાના દાદી. ઊર્મિના દાદીસાસુ. તેઓની પ્રાર્થનાસભા ૨૫-૧૦-૨૪ સાંજે ૪ થી ૬. પાટકર હોલ, એસએનડીટી કોલેજની બાજુમાં રાખવામાં આવી છે.

કચ્છી લોહાણા
ગં.સ્વ. પ્રેમીલાબેન આઈયા (ઉં.વ. ૮૫) કચ્છ ગામ મોટી ગુવર (નારાયણ સરોવર) તે સ્વ. બાબુલાલ ગોવિંદજી આઈયાના ધર્મપત્ની તે નીતીનભાઈ, અ.સૌ. લક્ષ્મીબેન દીપકભાઈ, અ.સૌ. જીજ્ઞાબેન નિલેશભાઈ, અ.સૌ. જ્યોતિબેન પરેશભાઈના માતાજી. અ.સૌ. પૂજાબેનના સાસુમા. રોનક અને ભક્તિના દાદીમા. રામજીભાઈ, મંગલદાસ, લક્ષ્મીદાસ, લક્ષ્મીબેન, કલાબેનના ભાભીજી. સ્વ. ટોકરસીભાઈ, સ્વ. જેરામભાઈ, કરસનદાસ, નારાણદાસ, જેઠમલભાઈ, શંકરલાલ મુલજીભાઈ, અ.સૌ. જયશ્રીબેનના બેન તા. ૨૨-૧૦-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૪-૧૦-૨૪ના ૪થી ૫.૩૦ સ્થળ: જલારામ ભુવન, જલારામ મંદિર, કેવડીવન તપોવન પંચવટી નાસિક ખાતે.

ચરોતર રૂખી સમાજ
ગામ ધુટેલીના વતની હાલ મુંબઈ પ્રવીણભાઈ ઝવેરભાઈ વાઘેલા (ઉં.વ. ૬૬) તા. ૨૦-૧૦-૨૪ના વૈકુંઠ ધામ ગયા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૪-૧૦-૨૪ના રોજ ૫.૦૦થી ૭.૦૦ સરનામું: મનીષભાઈ પ્રવીણભાઈ વાઘેલા, બિલ્ડિંગ નં. ૬૦૧, ફલાઈટ બ્લ્યુ વાકોલા બ્રિજ, ધોબી ઘાટ રોડ, પંચશીલ બિલ્ડિંગની ઓપોઝિટ, સાંતાક્રુઝ (ઈસ્ટ).

સંબંધિત લેખો

હાલાઈ લોહાણા
સ્વ. મધુબેન ગંગારામ કાનાબારના પુત્ર (ખાખરેચી) હાલ ભાયંદર નિવાસી ભદ્રેશ ગંગારામ કાનાબાર (ઉં.વ. ૬૬) તે સ્વ. રંજનબેનના પતિ. રોહિત અને કવિતાના પપ્પા. શ્રીદેવી અને અમિતકુમારના સસરા. સ્વ. અમૃતલાલ, સ્વ. કનુભાઈ, સ્વ. મંજુબેન જે. વસાણી, ગં.સ્વ. લતાબેન એન. ગોરખ, કમલેશભાઈ, સ્વ. હરેશભાઈના ભાઈ. સ્વ. છોટાલાલ સહિતાના જમાઈ તા. ૨૨-૧૦-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૨૪-૧૦-૨૪ના ૫.૦૦થી ૭.૦૦ રાખેલ છે. સ્થળ: હાલાઈ લોહાણા મહાજન વાડી, એસ.વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).

શ્રીમાળી સોની
વઢવાણ નિવાસી હાલ બોરીવલી દીપક રોજાસરા (ઉં.વ. ૫૩) તા. ૨૦-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે યોગીતા રોજાસરાના પતિ. કુનલ અને માનસીના પિતાજી. દેવયાનીબેન ભરતભાઈના વેવાઈ. માલતીબેન હસમુખભાઈના દીકરા. જતીન અને હેમાના મોટાભાઈ. ચંદ્રિકાબેન જયંતીભાઈના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૪-૧૦-૨૪ના ૫થી ૭. સ્થળ: બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર, સી/૪૪, યોગીનગર, અજમેરા સ્કૂલની બાજુમાં, બોરીવલી (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.

દશા પોરવાડ વૈષ્ણવ વણિક
ગોધરા (જિ. પંચમહાલ), હાલ મુંબઈ હસુમતી (બેબીબેન) (ઉં.વ. ૯૦) તા. ૨૧-૧૦-૨૪ ને સોમવારે શ્રીજીચરણ પામેલ છે. તેઓ સ્વ. રૂક્ષ્મણી ગીરધરલાલ પરીખના પુત્રવધૂ. સ્વ. શાંતાબેન ચીમનલાલ મોદીના દીકરી. સ્વ. શશીકાંત પરીખના પત્ની. તે આરતી હિમાંશુ દોશી, યનિતા નિખિલ વ્યાસ, જીગ્નેશ, પ્રીતિના મમ્મી. વંદનાના સાસુ. તે તેજલ મૌલિક વ્યાસ, તન્મય, નૈસર્ગી, તેજલ દિપ્તી ચોકસીના નાની. લૌકિક વ્યવહાર બંધ છે.

ઝાલાવાડી સઇ સુથાર જ્ઞાતિ
વઢવાણ નિવાસી હાલ ભાયંદર સ્વ. વસંતભાઈ ચમનલાલ સોલંકીના ધર્મપત્ની વિમળાબેન (ઉં.વ. ૮૭) ૧૯/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે નયનાબેન, કલ્પનાબેન મયુરભાઈ, ઘનશ્યામભાઈ, પિનાકીનભાઈના માતુશ્રી. જયશ્રીબેન, સોનલબેન, વિરલબેન, પ્રવિણકુમાર, સુરેશકુમારના સાસુ. રવજી ધનજીભાઈ ગોહિલના દીકરી. બંને પક્ષની સાદડી ૨૫/૧૦/૨૪ના ૪ થી ૬ વિનાયક હોલ, વિનાયક મંદિર રોડ, રેલવે સ્ટેશન પાસે, ભાયંદર વેસ્ટ.

વૈષ્ણવ દશાનીમા
ગામ દેવગઢ બારીયા નિવાસી ટાવર શેરીમાં હાલ મુંબઈ સ્વ. ચંદ્રકાંતાબેન નગીનલાલ પરીખ (ઉં.વ. ૯૫) ૧૯-૧૦-૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે દિલીપભાઈ, સ્વ. કિશોરભાઈ, વિણાબેન, ઉષાબેનના માતુશ્રી. લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવેલ છે.

સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
કમળેજ નિવાસી હાલ પીપરલા પ્રદ્યુમનભાઈ જોષી (ઉં.વ. ૭૨) સ્વ. મંગળાબેન ભાનુશંકર જોષીના પુત્ર. જ્યોત્સનાબેનના પતિ. તે વિપુલભાઈ, જીગ્નેશભાઈ તથા સ્વ. મીનાક્ષીબેનના પિતાશ્રી. શારદાબેન જયંતીલાલ દવે, સ્વ. નીતાબેન હર્ષદરાય જોષી, રમાબેન વિનોદરાય ભટ્ટ, સ્વ. ચન્દ્રકાંતભાઈ, કિશોરભાઈ, યશવંતભાઈ, સ્વ. મહેશભાઈ તથા વિનોદભાઈના ભાઈ. કૂકડ નિવાસી સ્વ. ગુણવંતરાય શાંતિલાલ ભટ્ટના જમાઈ તા. ૨૧/૧૦/૨૪ના કૈલાશવાસી થયેલ છે. સાદડી ૨૪/૧૦/૨૪ ગુરૂવારના ૪ થી ૬. રામવાડી વિભાગ નં. ૧, ભાવનગર ખાતે.

હાલાઇ લોહાણા
પોરબંદર છાયા નિવાસી કમલેશભાઈ દાસાણી (ઉં.વ. ૬૧) સોમવાર, તા. ૨૧/૧૦/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. નારણદાસ દાસાણી તથા સ્વ. નિર્મળાબેન દાસાણીના પુત્ર. જય અને શ્ર્વેતાના પિતાશ્રી. પન્નાબેન, કુમુદબેન, કસુબેન, માલતીબેન, સ્વ. કોકીલાબેન, સ્વ. દિનેશભાઇના ભાઇ. સંદીપકુમારના સસરા. ખુશ્બુ પાર્થ દાસાણી અને હેમાંગીના કાકા. બન્ને પક્ષની સાદડી તા. ૨૪/૧૦/૨૪ના ગુરુવારે ૪.૧૫ થી ૪.૪૫. પોરબંદર લોહાણા મહાજન વાડી ખાતે.
લુહાર સુથાર

લાઠીવાળા હાલ સાયન મુંબઈ સ્વ. ત્રિવેણીબેન તથા કેશવલાલ હરિભાઈ પરમારના મોટાસુપુત્ર ગિરધરલાલ કે. પરમાર (ઉં.વ. ૮૬) તા. ૧૯-૧૦-૨૪ના શ્રીચરણ પામ્યા છે. તે સ્વ. તારામતીબેનના પતિ. સ્વ. પ્રભુદાસભાઈ-માયાબેન, સ્વ. સુરેન્દ્રભાઈ, સ્વ. વિજયાબેન ધીરજલાલ, ગં.સ્વ. શારદાબેન ઝવેરલાલ, ગં.સ્વ. નર્મદાબેન કાંતિલાલ, ગં.સ્વ. શાંતાબેન મુકુંદલાલ, સ્વ. મીનાબેનના મોટાભાઈ. જનક-દિન, પરિમલ-પ્રિતી, અ.સૌ. મીતાબેન દેવેન્દ્રભાઈ કવાના દાદા(મોટાભાઈ). સાવરકુંડલાવાળા સ્વ. શાંતાબેન ત્થા સ્વ. હિરજીભાઈ મોહનભાઈ કારેલિયાના જમાઈ. તેમની ટેલિફોનિક પ્રાર્થનાસભા તા. ૨૪-૧૦-૨૪ના ગુરુવાર ૪ થી ૬.

કપોળ
ઉના દેલવાડાવાળા હાલ મુંબઈ સ્વ. જયાલક્ષ્મીબેન તથા સ્વ. હરગોવિંદદાસ પરમાનંદદાસ સંઘવીના પુત્ર રમેશભાઈ (ઉં.વ. ૭૮) ૨૨/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે હેમાબેનના પતિ. દીપ્તિ હેમલકુમાર કાણકિયા તથા દર્શનાબેન ગૌરવભાઈ સંઘાણીના પિતા. દીવ નિવાસી સ્વ. રેવાબેન તથા સ્વ. ભાનુદાસ કલ્યાણચંદ જેઠવાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ
ભાદરોડ નિવાસી હાલ વિલે પારલે હર્ષદરાય રેવાશંકર પંડ્યા (ઉં.વ. ૯૫) તા. ૨૧/૧૦/૨૪નાં કૈલાસવાસી થયેલ છે. તે સ્વ. શોભનાબેનના પતિ. નીતિનભાઈ, દીપકભાઈ સ્વ. કલ્પનાબેન હેમેન્દ્રભાઈ ભટ્ટ, અ.સૌ. ભારતીબેન દેવેન્દ્રકુમારના પિતાશ્રી. શીલા, દીપ્તિના સસરા. સ્વ. કૈલાશભાઈ રેવાશંકર, સ્વ. પ્રભાબેન મણિશંકર, ગં.સ્વ. કુંદનબેન રવિશંકરના ભાઈ. બારપટોળી નિવાસી સ્વ. માવજી કાનજીભાઈ દેસાઈના જમાઈ. સંયુક્ત પ્રાર્થનાસભા તા. ૨૪/૧૦/૨૪ના ગુરુવારે ૫:૦૦ થી ૭:૦૦. વિશ્ર્વેશ્ર્વર ભવન, સંન્યાસ આશ્રમ કંપાઉન્ડ, વિલે પારલે વેસ્ટ.

પરજીયા સોની
ખજૂરી ગુંદાળાવાળા હાલ દહિસર સ્વ. બાબુભાઇ કાનજીભાઈ ઘાણકના ધર્મપત્ની ગં.સ્વ. હંસાબેન (ઉં.વ. ૮૦) ૨૨/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે અરવિંદભાઈ, સ્વ. નટુભાઈ, જયેશભાઈ, પરેશભાઈ, રંજનબેન, ઉષાબેન ચંદુભાઈ ધકાણના માતુશ્રી. ગીતા, પારૂલ, પૂનમ, ડિમ્પલના સાસુ. હિરલ નિશિતકુમાર ધક્કા, હર્ષિલી, મીતાંશુ, પ્રિન્સ, નિખિલ, ક્રિષ્ના, આરવના દાદી. પિયરપક્ષે સ્વ. કાનજીભાઈ નથુભાઈ ચલ્લા તોરીવાળાના દીકરી. પ્રાર્થનાસભા ૨૪/૧૦/૨૪ના ૪.૩૦ થી ૬.૦૦. સોનીવાડી, શીમ્પોલી સિગ્નલ, એસ. વી રોડ, બોરીવલી વેસ્ટ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button