મરણ નોંધ

હિન્દુ મરણ

મોઢ વણિક દશા મોઢ
મૂળ બાલાસિનોર હાલ મુંબઇ નિવાસી સ્વ. ધનશ્યામભાઇ અંબાલાલ શાહના સુપુત્ર સુનીલકુમાર (ઉં. વ. 50) તા. 17-10-24ના શ્રીજીચરણ પામેલ છે. તે અશ્વિની સુનીલ શાહના પતિ. દેવેન્દ્ર શાહ અને આનંદ શાહના મોટાભાઇ, અમી, માનસના પિતા. ઓમ, નિમાયના કાકા. પ્રાર્થનાસભા તા. 20-10-24ના રવિવારે સાંજે 4થી 5.30. ઠે. 232, એડુલાઇ ઇસ્ટેટ, 13મી ખેતવાડી, વનીતા વિશ્રામની સામે, મુંબઇ-400004.
દશા સોરઠિયા વણિક
ગામ સરધાર નિવાસી હાલ મુંબઈ સ્વ. ગુલાબચંદ પ્રાગજીભાઈ ઘિયા (શાહ)ના પૌત્રવધૂ ચંદ્રાબેન 17-10-24, ગુરુવારના શ્રીચરણ પામ્યા છે. તે ચંદ્રકાન્ત શાહના ધર્મપત્ની. તે ચી. પુરંજય તથા ચી. અપૂર્વના માતુશ્રી. અ.સૌ. પ્રિતી તથા અ.સૌ. રાધિકાના સાસુ. તે વિનોદભાઈ, સ્વ. હરિશભાઈ, હર્ષદભાઈ તથા સ્વ. ધીરજબેન, સ્વ. ચંપાબેન, સ્વ. કાંતાબેન, સ્વ. પ્રમિલાબેન તથા હિરાબેનના ભાભી. તે સ્વ. જડાવબેન દામોદરદાસ દેસાઈના સુપુત્રી. લૌકિક પ્રથા બંધ છે.

કડવા પાટીદાર
મૂળ વતન ઉમતા હાલ ભાયંદર, મુંબઈ જયેશ પટેલ (ઉં. વ. 47) તે નટવરલાલ અંબાલાલ પટેલ તથા કમુબેનના પુત્ર. તે રીનાબેનના પતિ. ધ્વનિના પિતા 18-10-24ના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા 19-10-24ના 9 થી 10.30. સ્થળ. સર્જન ટાવર, જેસલ પાર્ક, ભાયંદર પૂર્વ.
પરજીયા સોની
ગામ જેસરના હાલ વિલેપાર્લા નિવાસી સ્વ. દાનાભાઈ રામજીભાઈ સાગરના ધર્મપત્ની ગં.સ્વ. રમાબેન (ઉં. વ. 89) તે 16-10-24ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ઉષા, સ્વ. હર્ષદ, કિરણ, બીનાના માતુશ્રી. પિયર પક્ષે છગનલાલ ધનજીભાઈ હિરાણી (લાઠી)ના દીકરી. લૌકિક પ્રથા બંધ છે.
ઘોઘારી લોહાણા
ગામ વલાઈડી હાલ કાંદિવલી નિવાસી સ્વ. કમલાબેન અને ચંપકલાલ રાજપોપટના પુત્ર આશિષ (ઉં. વ. 64) તે દક્ષાબેનના પતિ. તે બંસરી અંકુર શાહ અને ક્રિનાના પિતાશ્રી. તે અરુણાબેન પી. પટેલ, વર્ષાબેન વી. મહેતા, સ્વ. ઉષાબેન કે. ડે્રસવાલા, અનિલભાઈ તથા સ્વ. રમેશભાઈના ભાઈ. તે અનસુયાબેન ચંદુલાલ કોટેચાના જમાઈ તા. 17-10-24, ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
પારૂબેન ચેતનભાઈ શાહ (ઉં. વ. 58) હાલ ખાર, મુંબઈ તે ચેતનભાઈના ધર્મપત્ની. તે સ્વ. નિર્મળાબેન, સ્વ. રમેશચંદ્ર જગમોહનદાસ શાહના પુત્રવધૂ. તે પૂજાના માતુશ્રી. પિયરપક્ષે રમાબેન અશોકભાઈ શાહના પુત્રી. તે મનીષભાઈ તથા પ્રીતિબેનના બહેન. તે કેતકીબેન મનીષભાઈના ભાભી તા. 17-10-24ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું:- 202, 302, રૂષભ એપાર્ટમેન્ટ, 8મા અને 10મા રોડના જંકશન ઉપર, ખાર પોલીસ સ્ટેશનની સામે, ખાર (વેસ્ટ).
કપોળ
લોઠપુર નિવાસી હાલ વિલેપાર્લા મુંબઈ, સ્વ. હેમંતભાઈ છગનલાલ મહેતાના ધર્મપત્ની મીનાક્ષીબેન (ઉં. વ. 77) તા. 18.10.24ને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. તે મયુર અને અપૂર્વના માતુશ્રી. તે પૂર્વીના સાસુ. તથા મોક્ષના દાદી. તે સ્વ. રણછોડભાઈ દેસાઈના પુત્રી. લૌકિક પ્રથા બંધ છે.
નવગામ શ્રી વિશા દિશાવાળ સમાજ
વિસનગર નિવાસી, હાલ બોરીવલી ઉર્મિલાબેન શાહ (ઉં. વ. 82) તા. 15/10/24ના શ્રીજીચરણ પામ્યા છે. તે રમેશભાઈ શાહનાં ધર્મપત્ની. રશેષભાઈ અને મૌલિકભાઈનાં માતુશ્રી. શીતલબહેન અને હેતલબહેનનાં સાસુ. વૈદિક અને દિયાનાં દાદી. તથા સૂર્યાબેન, નયનાબેન અને સંધ્યાબેનનાં બહેન. પ્રાર્થનાસભા 5 થી 7. સોની વાડી, શિંપોલી ક્રોસ રોડ, બોરીવલી (વેસ્ટ). પિયર પક્ષે સ્વ. હીરાલાલ વિઠ્ઠલદાસ શાહ બાલીસણા બેસણું પણ એ જ સમયે ઉપરોક્ત સ્થળે રાખવામાં આવ્યું છે.
કપોળ
અમરેલીવાળા હાલ કાંદિવલી સ્વ. યશવંતરાય કુંવરજી ધનજી સંઘવીના ધર્મપત્ની રેખાબેન (ઉં. વ. 72) ગુરૂવાર, તા. 17-10-2024ના શ્રીજીચરણ પામેલ છે. તે કેયુરના માતુશ્રી. દર્શનાના સાસુ. સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ. સુશીલભાઈ, સ્વ. હંસાબેન, સ્વ. કુસુમબેન, હેમલત્તાબેન, સ્વ. ઉષાબેનના ભાભી. પિયરપક્ષે મહુવાવાળા સ્વ. શાંતિલાલ કાળીદાસ ગાંધીના પુત્રી. પ્રાર્થનાસભા રવિવાર તા. 20-10-24ના 5 થી 7, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ. લોકિક પ્રથા બંધ છે.
લેઉઆ પટેલ
કંડારી હાલ અમેરિકા જેઠાભાઈ દેસાઈભાઈ પટેલના પુત્ર પ્રદિપ પટેલ (ઉં. વ. 68) તે ઈલાબેનના પતિ. દિશા, નિરવના પિતા તા. 9/10/24ના શ્રીજીશરણ પામેલ છે. સર્વ લૌકિક ળ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક સમાજ
ડોંબીવલી નિવાસી નીતાબેન તથા જતીનભાઈ દોશીના સુપુત્ર આયુષ દોશી (ઉં. વ.19) મંગળવાર, તા.15/10/24ના દેવલોક પામેલ છે. તે હંસાબેન રાજેન્દ્રભાઈ દોશીના પૌત્ર, ગં.સ્વ.કુસુમબેન સનતભાઇ વસાણીના દોહિત્ર, અમિતભાઈ દોશીનો ભત્રીજો. કુશલ, ધીર, જશનો મોટોભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
કપોળ
મહુવા નિવાસી હાલ મુંબઈ વિનાયકભાઈ ગોપાલદાસ સંઘવી (ઉં. વ. 93) તે શકુંતલાબેનના પતિ. અમરેલીવાળા સ્વ.હરિલાલ જેઠાલાલ મહેતાના જમાઈ. રાગિણી -સુધીર, સ્વ.ઉપેન્દ્ર, ઉષા- મુરારી, રૂપલ-સુહાસના પિતા. આનંદ વૃંદા – આલોક અને અભિજીતના દાદા તા.15/10/24ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
શ્રીમાળી સોની
માણાવદર નિવાસી હાલ નાલાસોપારા સ્વ.ત્રિવેણીબેન મુળજીભાઈ સિમેજીયાના પુત્ર અરૂણભાઈ (ઉં. વ. 74) 17/10/24ના અવસાન પામેલ છે. તે પુષ્પાબેનના પતિ. સ્વ. હસમુખભાઈના નાનાભાઈ. દીપકભાઈ, ધર્મિષ્ટાબેન તથા રૂપાલીબેનના પિતા. દર્શના, વિમલકુમાર તથા સિદ્ધાર્થકુમારના સસરા. પ્રાર્થનાસભા 19/10/24ના 5 થી 7. કરસન લઘુ નિસર ધર્મ સ્થાનક, તુલિજ રોડ ચાર રસ્તા, રાધા કૃષ્ણ હોટલની સામે, નાલાસોપારા ઈસ્ટ.
દશા શ્રીમાળી વણિક
ખંભાત નિવાસી હાલ વસઈ હર્ષદભાઈ ભગવતીલાલ શાહ (ઉં. વ. 80) તે સ્વ. લીલાવતીબેન શાહના પુત્ર. સુધાબેનના પતિ. હિના જયંત ચૌહાણ, જીજ્ઞેશ-અ.સૌ. તૃપ્તિ તથા ચિરાંગીબેન વૈભવ શાહના પિતા. સ્વ. વિદ્યાબેન નવનીતલાલ શાહના જમાઈ. પન્નાબેન રાજેન્દ્રકુમાર દલાલ, સ્વ.હર્ષાબેન કિશોરભાઈ શાહ, વિનયભાઈના મોટાભાઈ તા 16/10/24ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા 19/10/24ના 4 થી 6. વર્ધમાન સ્થા જૈન સંઘ, સર્વોદય હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ ટી રોડ, બોરીવલી વેસ્ટ.

સંબંધિત લેખો
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button