હિન્દુ મરણ
નૂતન સાડત્રીસ વિશા શ્રીમાળી સમાજ
ઝીંઝુવાડા નિવાસી હાલ મુંબઈ ભુપેન્દ્રભાઈ રસિકલાલ વોરાના સુપુત્ર સૌરભ (ઉં. વ. ૩૫) તે પ્રિયલના પતિ. તે ઝીવાના પિતા. તે હર્ષાબેન રાજેન્દ્રભાઈ દેસાઈના જમાઈ. તે પ્રણવના નાનાભાઈ.તે હિલ્લી ચિંતનભાઈ શાહના બનેવી. તે બીનલ તથા નિકીતાના ભાઈ તા. ૧૭-૧૦-૨૦૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૮-૧૦-૨૦૨૪ના બપોરે ૩ થી ૫ વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, પાર્લા વેસ્ટ ખાતે રાખેલ છે.
મોઢ જ્ઞાતિ
હરીવદન ચીમનલાલ મહેતા (ભરૂચાવાલા) હાલ વિલેપાર્લે તા. ૧૫-૧૦-૨૪ના મંગળવારના રોજ (વિલેપાર્લે) મુકામે સ્વર્ગવાસ પામેલ છે. બેસણું તા. ૧૮-૧૦-૨૪ના શુક્રવાર ૫થી ૬.૩૦. ઠે. વિશેશ્ર્વર ભવન, સન્યાસ આશ્રમ, ભગતસિંહ રોડ, વિલેપાર્લે (વે). પત્ની : ગીતાબેન હરીવદન મહેતા, પુત્ર-પુત્રવધૂ: રાહુલ, સ્વાતી, પુત્રી-જમાઇ. નમ્રતા, હેમંતભાઇ, પૌત્ર: જય, હેમાની, યશરાજ.
કચ્છી લોહાણા
ગામ કચ્છ ભુજ હાલ ભાંડુપ નિવાસી સ્વ. રતિલાલ વી. ભીંડેના ધર્મપત્ની ગં. સ્વ. જયાબેન ભીંડે (ઉં. વ. ૮૨) તે ગં. સ્વ. મમીબાઇ વલ્લભજી ભીંડેના નાના પુત્રવધૂ, રૂક્ષ્મણીબેન, કાન્તિલાલ ભીંડેના દેરાણી. તે સ્વ. રતનબેન વીરજીભાઇ સૌમેયાના પુત્રી. કીરીટભાઇ તથા દર્શનાબેનના માતુશ્રી. શીલાબેન, મનોજભાઇ પંડીતપૌત્રાના સાસુજી તા. ૧૬-૧૦-૨૪ના ભાંડુપ મધ્યે અક્ષરધામ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૮-૧૦-૨૪ના શુક્રવારના ૫થી ૬.૩૦. ઠે. કચ્છી વીશા લોહાણા મહાજનવાડી, ગ્રાઉન્ડ ફલોર, આર. આર. ટી. રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
દશા શ્રીમાળી ખડાયતા વણિક
ગં. સ્વ. મીરાબેન જહોની ફર્નાન્ડિઝ (ઉં. વ. ૮૯) તે સ્વ. હસુમતીબેન માણેકલાલ દેસાઇના સુપુત્રી. સ્વ. કુમુદચંદ્ર માણેકલાલ દેસાઇ, સ્વ. જગદીશચંદ્ર માણેકલાલ દેસાઇ અને સ્વ. વિભાકરભાઇ માણેકલાલ દેસાઇના બહેન. તા. ૧૪-૧૦-૨૪ના સી – કાસ્ટલ, વરસોવા ખાતે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવેલ નથી.
દશા સોરઠીયા વણિક
ગામ ચમારડી હાલ અંધેરી નિવાસી રમણીકલાલ પરિખ (ઉં. વ. ૮૬) તા. ૧૬-૧૦-૨૪ના બુધવારના અવસાન પામેલ છે. તે સ્વ. ઉજમબેન અને સ્વ. મોહનલાલ નારણદાસ પરિખના સુપુત્ર. તે સ્વ. ધીરીબેન નાગરજી દેસાઇ, સ્વ. નાગરજી લલ્લુભાઇ દેસાઇના જમાઇ. સ્વ. સાવિત્રીબેનનાં પતિ. લીના, અલકા, અર્ચના, ધર્મિનનાં પિતા. સ્વ. બાબુભાઇ, સ્વ. ધીરુભાઇ, સ્વ. વિજયાબેન અને સ્વ. સવિતાબેનના ભાઇ. લૌકિક રિવાજ બંધ છે.
વિસા સોરઠિયા વણિક
માધવપુરવાળા હાલ બોરીવલી શાહ નિતેશ નટવરલાલ હિરાચંદ (ઉં.વ. ૫૪) તા. ૧૫-૧૦-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. નલિનીબેન શાહના પુત્ર. વર્ષાના પતિ. જૈમિન અને નિસર્ગ (નિશી)ના પિતાશ્રી. નૈનેશ (રીંકુ), મનીષા, રશ્મી, જાગૃતિ, સ્વ. શિલ્પા, દીપ્તિના ભાઇ. દાતાના સ્વ. કંચનબેન અને માણેકચંદ વિરપર નગરીયાના જમાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૮-૧૦-૨૪ના ૫ થી ૭. વૈષ્ણવ હોલ, પારેખ ગલી, એસ.વી. રોડ, કાંદીવલી-વેસ્ટ.
કચ્છી દશા મોઢ માંડલિયા વણિક જ્ઞાતિ
હાલે કાંદીવલી મૂળ માંડવી કચ્છના સ્વ. બાલમુકુન્દ મહેતા (ઉં.વ. ૮૬) તે સ્વ. મુક્તાબેન હીરાલાલ મહેતાના પુત્ર. દમયંતીબેનના પતિ. ભાવેન અમર તથા વૈશાલીના પિતા. અ.સૌ. દીપા, અ.સૌ. માધુરીના સસરા. ચી. દિયા, ચી. રોનક તથા પ્રિષાના દાદા. સ્વ. ઇન્દ્રવદન, સ્વ. મધુબાલા, સ્વ. જયાલક્ષ્મી તથા કમલેશના ભાઈ, તા. ૧૬/૧૦/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
વળીયા નિવાસી હાલ મુંબઈ ચુનાભટ્ટી અ.સૌ. સ્મિતાબેન સાંગાળી (ઉં.વ. ૬૪) તે ૧૩/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. ગં.સ્વ. ચંપાબેન શાંતિલાલ સાંગાળીના પુત્રવધૂ. મહેન્દ્રભાઈના ધર્મપત્ની. પ્રતીક તથા વિકીના માતુશ્રી. રીના તથા શ્ર્વેતાના સાસુ. સ્વ. પુષ્પાબેન કેશવલાલ શેઠના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
કચ્છ બિટટો નિવાસી હાલ અંધેરી સ્વ. મોંઘીબેન રામજીભાઈ રૂપારેલના પુત્ર અનિલભાઈ (ઉં.વ. ૮૦) ૧૬/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. મીનાબેનના પતિ. સ્વ. પુરુષોત્તમભાઈ, સ્વ. લવજીભાઈ, સ્વ. વલ્લભદાસ, સ્વ. લીલાબેન, સ્વ. વિજયાબેન, સ્વ. શૈલેષભાઇના ભાઈ. શીતલ તથા નીરજના પિતા. વિશાલ તથા નેહલના સસરા. સ્વ. દેવજીભાઈ દેવકરણ તન્નાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૮/૧૦/૨૪ના ૫ થી ૭. અમૃતબાગ, બજાજ રોડ, વિલેપાર્લે વેસ્ટ.
દશા સોરઠીયા વણિક
બીલખા નિવાસી હાલ કાંદિવલી સ્વ. લાભુબેન નરભેરામ વસાણીના પુત્ર શશીકાંતભાઈ (ઉં.વ. ૮૦) ૧૬/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે મનહરબેનના પતિ. નીપા, ચિરાગ-પ્રિતી તથા હેમલ-હેતલના પિતા. સ્વ. વિજયાબેન શાંતિલાલ બાબરીયાના જમાઈ. સ્વ. ઇન્દુબેન મનુભાઈ મહેતા, રંજનબેન મુકુંદભાઈ રઘાણી, વિનોદભાઈના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર
ગોંડલ નિવાસી હાલ કાંદિવલી ચારકોપ સ્વ. લાધીબેન તથા સ્વ. લાલજી પ્રાગજીભાઈ રાઠોડના પુત્ર લીલાધરભાઈ (ઉં.વ. ૮૭) તે લાભુબેનના પતિ. હર્ષદભાઈ, ગં.સ્વ. વર્ષાબેન હસમુખભાઈ પંચાલ, દીનાબેન સંજયકુમાર મારૂના પિતા. સ્વ. કરસનભાઈ સુંદરજીભાઈ કારેલીયાના જમાઈ. લતાબેનના સસરા. ૧૪/૧૦/૨૪ના રામશરણ પામેલ છે. બેસણું ૧૮/૧૦/૨૪ના ૪ થી ૬. અગ્રવાલ ભવન, રવિ ટાવરની બાજુમાં, ચારકોપ સેક્ટર ૯, ચારકોપ, કાંદિવલી વેસ્ટ.
પરજીયા સોની
ગામ ચાવંડ હાલ ભાયંદર નંદલાલભાઈ હરદાસભાઈ થડેશ્ર્વરના ધર્મપત્ની અ.સૌ. મધુબેન સોની (થડેશ્ર્વર) (ઉં.વ. ૭૬) ૧૩/૧૦/૨૪ના અક્ષર નિવાસી થયેલ છે. પ્રવીણભાઈ તથા કિશોરભાઈના ભાભી. હસમુખભાઈ, કનુભાઈ, ઉર્મિલા ચંદ્રકાંત સોની, ગીતા નિલેશભાઈ સોનીના માતુશ્રી. જ્યોતિ તથા ઉર્મિલાના સાસુ. દામનગર નિવાસી સ્વ. ભગવાનભાઇ મામૈયા કાગદડાના દીકરી. પ્રાર્થનાસભા ૧૮/૧૦/૨૪ના ૪ થી ૬. પરજીયાસોની વાડી, શીમ્પોલી ક્રોસ રોડ, બોરીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
શ્રીમાળી બ્રાહ્મણ
લિખી નિવાસી હાલ બોરીવલી વિક્રમભાઈ શાંતિલાલ વ્યાસ (રાજુ) (ઉં.વ. ૬૫) તે અંકુરના પિતા. ભાવનાબેનના પતિ. ઓજસ્વીના સસરા. સ્વ. શાંતિલાલ ચુનીલાલ વ્યાસના જમાઈ. ગીતાબેન રમાબેનના ભાઈ. ૧૬/૧૦/૨૪ના કૈલાશવાસી થયેલ છે. પ્રાર્થનાસભા ૧૮/૧૦/૨૪ના ૪ થી ૬. વર્ધમાન સ્થા જૈન સંઘ સર્વોદય હોલ, એલ ટી રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી વેસ્ટ.