હિન્દુ મરણ
ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ
હાલ અંધેરી નિવાસી સરોજ (સોનલ) ઠાકર (ઉં.વ. ૭૬) તે ડો. રમેશભાઈ ઠાકરના પત્ની. સ્વ. ત્રંબકભાઈ કાનજીભાઈ ઠાકર અને સ્વ. મૃદુલાબેન ઠાકરના પુત્રવધૂ. સ્વ. ગુલાબભાઈ અને સ્વ. કમળાબેન જોશી (રાજકોટ)ના પુત્રી. સ્વ. મહેશભાઈ અને સ્વ. મીનાબેન ઠાકરના ભાભી. નેહા, દિપેનના માતુશ્રી. નિલેશભાઈ, બીજલ, નોયલ, નેહાના સાસુ શનિવાર, તા. ૧૨-૧૦-૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૭-૧૦-૨૪ના સી. ટી. સી. બેંકવેટ, સીટી પોઈન્ટ બિલ્ડીંગ, તૈલી ગલી, અંધેરી (ઈસ્ટ) ખાતે ૫ થી ૭.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
મોરચંદ નિવાસી હાલ વિરાર સ્વ. અમૃતલાલ વિઠ્ઠલદાસ મહેતા ને સ્વ. વિમલાબેન અમૃતલાલ મહેતાના પુત્ર સ્વ. પ્રવિણ અમૃતલાલ મહેતાના ધર્મપત્ની દક્ષા મહેતા (ઉં.વ. ૭૬) તે દીપકના મમ્મી. નિકિતાના સાસુજી. સ્વ. પ્રભાબેન મનસુખલાલ, સ્વ. ભૂપેન્દ્રભાઈ, સ્વ. ભારતીબેન, સ્વ.મહેશભાઈના ભાભી. મોસાળ પક્ષ સ્વ. જમનાદાસ ચાવડાની પુત્રી તા. ૧૨-૧૦-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મેઘવાલ
ગામ વાધધ્રા હાલ વિરારના સ્વ. શીતલ રાઠોડ તા. ૭-૧૦-૨૪ના અવસાન પામેલ છે. તે સ્વ. આવાભાઈ ટીડાભાઈ રાઠોડ અને કલ્લુ આપાભાઈ રાઠોડની પૌત્રી. સ્વ. હીરાલાલ રાઠોડ અને નલીની રાઠોડની પુત્રી. આશિષ, રાહુલની બેન.
કચ્છી લોહાણા
ગં. સ્વ. મીનાબેન સુરેશભાઈ ગોપાલજી ગણાત્રા ગામ તેરા હાલે મુલુંડના પુત્રવધૂ અ. સૌ. નમ્રતા (ઉં.વ. ૫૦) તા. ૧૦-૧૦-૨૪ના ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. તે સંજય સુરેશભાઈ ગણાત્રાના ધર્મપત્ની. શ્રેયાંશ, પ્રીતના માતુશ્રી. ગં. સ્વ. રમીલાબેન મહેશભાઈ બલીયા ગામ સાબરાઈવાળાની પુત્રી. શીલ્પા, સ્વ. પંકીલ બલીયાના બેન. જયોતી સુનીલ ગણાત્રા, રૂપલ જીતેન ગણાત્રા, આરતી કેતન ઠક્કરના ભાભી.
હાલાઈ લોહાણા
પોરબંદર નિવાસી હાલ કાંદિવલી કલ્પના સુર્યકાંત સામાણી તે સ્વ. સુર્યકાંત માવજીભાઈ સામાણી તથા સ્વ. ઈન્દુમતી સુર્યકાન્ત સામાણીની પુત્રી. કનૈયા સુર્યકાંત સામાણીના બહેન. ભક્તિ કનૈયા સામાણીના નણંદ. હીત કનૈયા સામાણીના ફોઈ તા. ૧૦-૧૦-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી તેમજ લૌકિક વ્યવહાર બંધ છે.
કંઠી ભાટીયા
સાપર – જામનગર નિવાસી હાલ ઘાટકોપર ધારશી ગાજરીયા (શંકરકાકા) તે ઝવેરબેન (મણીબેન) જીવણદાસના પુત્ર. સ્વ. દ્વારકાદાસ, સ્વ. તેજશી, સ્વ. અજીતસિંહ, રતનશીના ભાઈ. સ્વ. સુશીલાના પતિ. વિણા, ગીતા, દિનેશ, નિલેશના પિતાશ્રી. પરેશ, ઉમેશ, જયશ્રી, નીતાના સસરા. પ્રાગજી કલ્યાણજી ઉદ્દેશીના જમાઈ તા. ૧૩-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૧૫-૧૦-૨૪ના ૪.૩૦ થી ૬.૩૦ લાયન્સ કમ્યુનિટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર. (લૌકિક વ્યવહાર બંધ છે.)
નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ
ધુળીયા આગરીયા નિવાસી હાલ કાંદિવલી નિમેષ શરદચંદ્ર ભટ્ટ (ઉં.વ. ૫૬) તે સ્વ. દેવયાની શરદચંદ્ર ભટ્ટના પુત્ર. નતાશાના પતિ. નૂપુરના પિતા. અમિતના ભાઈ. જોધપુર નિવાસી ઈન્દુબેન જગદીશભાઈ સદારંગાણીના જમાઈ તા. ૧૩-૧૦-૨૪, રવિવારના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ છે.
હિન્દુ મેઘવાળ
ગામ રાજુલા હાલ બોરીવલી સ્વ.નામલબેન અમૃતભાઈ વિંઝુડા (ઉં. વ. ૬૦) વિપુલ અને અંજલિની માતા રવિવાર તા. ૬-૧૦-૨૦૨૪ના અવસાન પામ્યા છે. બારમાંની વિધિ બુધવાર ૧૬.૧૦.૨૦૨૪ સવારે ૧૦ ક. નિવાસસ્થાન: મ્હાત્રે ગાર્ડન, રંગગ્રેજ રેસ્ટોરન્ટની પાસે, સ્ટારબક્સ કોફીની સામે, ઈકસાર મેટ્રો સ્ટેશનની બાજુમાં, દેવકીનગર, ઈકસાર લિંકરોડ, બોરીવલી (પશ્ર્ચિમ).
સુરતી દશા દિશાવળ વણિક
અ.સૌ.મનીષા ઝવેરી (ઉં. વ. ૫૪) તે સુનિલ ઝવેરીના ધર્મપત્ની, સ્વ.સરોજબેન તથા સ્વ.ઉપેન્દ્રભાઈ મણિલાલ ઝવેરીના પુત્રવધૂ. સ્વ.ભારતીબેન તથા સ્વ.ભગવતભાઈ બાલક્રિષ્ન શાહના દીકરી. વિજય, રૂપલ સુહાસ રાજડેકર, નીતા નિશિતભાઈ કિનારીવાળાના ભાભી. કિરણભાઈના બહેન. ૧૩/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નાઘેર દશા શ્રીમાળી વણિક
દીવ નિવાસી હાલ કાંદિવલી સ્વ.રમણીકલાલ વિઠ્ઠલદાસ શાહના પુત્ર ભાવ્યેશભાઈ (ઉં. વ. ૬૫) દિપ્તીબેનના પતિ, અંકિતા હિમય દાની તથા ઈશા ભાવિકના પિતા. દીવ નિવાસી સ્વ.નવીનચંદ્ર ધીરજલાલ શાહના જમાઈ, સાગરભાઈ, દીપકભાઈ, કુમારભાઈ, અશોકભાઈ, સ્વ.હંસાબેન મથુરાદાસ, ભારતીબેન કિર્તીકુમાર, પૂનમબેન દિલીપકુમારના ભાઈ. ૧૨/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ ગુરગટ હાલ થાણા ચંદુલાલ સચદેવ (ઉં. વ. ૭૪) તા.૧૩.૧૦.૨૪ને રવિવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ.રંભાબેન તથા સ્વ.વિઠ્ઠલદાસ ગોવિંદજી સચદેવના પુત્ર. નયનાબેનના પતિ. જીતેન્દ્ર, દીપ્તિ વિશાલકુમાર, આરતી જનકકુમારના પિતા. સ્વ.લક્ષ્મીદાસ, સ્વ. પુરુષોત્તમભાઈ, માધવજીભાઈ, પ્રભુદાસભાઈ, સ્વ.મૂળજીભાઈ, ગિરધરભાઈ, સ્વ.સુખબાઈ ખીમજીભાઈ, સ્વ.ચંપાબેન મથુરાદાસ, સ્વ.ગોદાવરીબેન માધવજી, ભાનુબેન ગોકલદાસના નાનાભાઈ. સ્વ.મનુભાઈ કરસનદાસ દત્તાણીના જમાઈ. જ્યોતિબેનના સસરા. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર તા.૧૫.૧૦.૨૪ના ૪:૩૦ થી ૬.૦૦. શ્રી થાણા હાલાઈ લોહાણા મહાજન વાડી, (રઘુવંશી હોલ) ખારકરાળી, થાણા પશ્ર્ચિમ. લૌકિક વહેવાર બંધ છે.