હિન્દુ મરણ
દશા સોરઠીયા વણિક
વડિયા, હાલ કાંદિવલી સુરેશભાઈ સાંગાણી (ઉં. વ. ૭૬) તે સ્વ. ચંપાબેન શાંતિલાલ સાંગાણીના પુત્ર. સ્વ. જશવંતીબેન રમણીકલાલ ગગલાણીના જમાઈ. સ્વ. વિલાસબેનના પતિ. રોમીલ, રીમા તથા રાશિલના પિતા. ભૈરવી, પિન્કી તથા હેમલના સસરા ૧૮/૧૦/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૦/૧૦/૨૩ ના ૪ થી ૬. હાલાઇ લોહાણા બાળાશ્રમ, મથુરાદાસ એક્ષટેનશન રોડ, અતુલ ટાવર પાસે, કાંદિવલી વેસ્ટ.
શ્રી અહમદાવાદી શ્રીમાળી સોની
સુરતવાળા, હાલ કાંદિવલી ગં. સ્વ. કલાવતીબેન તથા સ્વ. રણજીતભાઇ છગનલાલ કંચનવાળાના પુત્ર નરેશ કંચનવાળા (ઉં. વ. ૬૪) તે ૧૮/૧૦/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે શૈલેનભાઈ, સ્વ. ભારતીબેન તથા પૂર્ણિમાબેનના નાનાભાઈ. વર્ષા પરેશ મહેતાના મોટાભાઈ. કુંજેશ, અંજેશ તથા હેતલ કૌશિક ઝવેરીના કાકા. પ્રાર્થનાસભા ૨૦/૧૦/૨૩ ના ૪ થી ૬. પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
સુરતી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
હાલ મુંબઈ, સ્વ. અનીલભાઈ હીરાલાલ મપારા અને સ્વ. મીનાક્ષીબેન અનીલ મપારાના સુપુત્ર, હિમાંશુ અનિલ મપારા (ઉં. વ. ૬૩), તા. ૧૭.૧૦.૨૩ના શ્રીજીચરણે થયા છે. સંગીતાબેનના પતિ. વિશાલ અને નિધિના પિતા. હીનાબેન પ્રમેશકુમાર કોઠારીના ભાઈ. સાસરાપક્ષે સ્વ. રાજેન્દ્રલાલ ગોિંવદલાલ પારેખ અને સ્વ. કાંતાબેન રાજેન્દ્રલાલ પારેખના જમાઈ. બધા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિસાનગર વણિક
ઊંઝા, હાલ મુંબઈ ગં.સ્વ ચંદ્રકાંતાબેન રસિકલાલ ગાંધી (ઉં. વ. ૧૦૨) તે રજનીકાંત ગાંધી અને માલતીબેન સુરેશકુમાર ગાંધીના માતુશ્રી. તે શર્મિષ્ઠાબેન, સુરેશકુમાર ચંપકલાલ ગાંધીના સાસુ દિનાંક ૧૮/૧૦/૨૦૨૩, બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા દિનાંક ૨૦/૧૦/૨૩ શુક્રવારના ૫ થી ૭. સનરાઈઝ હોલ, ગ્રાઉન્ડ ફ્લોર, શ્રીમહલ એ વિંગ આનંદીબાઈ કાલે કોલેજ પાસે સાઈબાબા નગર બોરીવલી (વેસ્ટ) લૌકિક વહેવાર રાખેલ નથી.
હાલાઈ લોહાણા
મેંદરડા (બારડીગામ), હાલ ખાર પ્રભાવતીબેન સોઢા (ઉં. વ. ૮૭) તે સ્વ. મોહનલાલ વિઠલદાસ સોઢાના ધર્મપત્ની સ્વ. વ્રજલાલ નરશી ઉન્નડકટના પુત્રી. સ્વ. અમૃતભાઈ, વસંતભાઇ, સ્વ. જયંતીભાઈ, અરવિંદભાઈ વ્રજલાલ, સ્વ. ધીરજબેન નાગજી, ગં. સ્વ. ચંપાબેન નાથાલાલના બેન. અ. સૌ. રંજનબેન પરેશકુમાર, અ .સૌ.નલીનીબેન અજયકુમાર, અ.સૌ. મંજુલાબેન ધર્મેન્દ્રકુમાર, અ.સૌ. હેમલતાબેન સંજયકુમાર, ગં.સ્વ. કાશ્મીરા હીરાચંદ, સ્વ. નયનાબેન પરેશકુમાર, નરેશના માતૃશ્રી. જીવલ, રાદિનીના દાદી. તે તા.૧૮-૧૦-૨૦૨૩ ને બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૦-૧૦-૨૦૨૩ ને શુક્રવાર ના ૪ થી ૬. પાઠારે પ્રભુ કો. ઓપરેટિવ હાઉસીંગ સોસાયટી લિમિટેડ, ૩૪૦, રોડ નંબર ૧૨, ગાયત્રી માતાજી મંદિરની બાજુમાં, ખાર (વેસ્ટ ) લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
ચંપકલાલ વિઠલાણી (ઉં.વ. ૮૨), મુળગામ આત્રોલી, હાલ ખપોલી, તે રામજી ગોકલદાસ વિઠલાણીના પુત્ર. તે નિર્મળાબેનના પતિ. તે દીપકભાઈ, મૂળજીભાઈ, રમેશભાઈ, દિનેશભાઈ, અશોકભાઈ, રમીલાબેન રમણીકલાલ, હંસાબેન પ્રવીણકુમારના ભાઈ. તે અલ્પેશભાઈ, જયેશભાઈ, ઇલાબેન મુકેશકુમાર, વર્ષાબેન કમલેશકુમાર, રીમાબેન ભાવેશકુમાર, નયનાબેન અતુલકુમાર, મીનાબેન જમનકુમારના પિતા. તે પુરૂષોત્તમભાઈ આણંદજી રાજા બીલખાવાળાના જમાઈ. તે અંકિત, કાજલ, ચિરાગ, રોહન, પૂજા, હર્ષ તથા દિશાના મોટા પપ્પા. એમની બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૦/૧૦/૨૩ ૩:૩૦ થી ૫:૦૦, શાંતાબેન જમનાદાસ રાયઠઠ્ઠા સભાગૃહ, ગો.વા.પ.ભ સરસ્વતીમાં લોહાણા મહાજનવાડી, સેંટ્રલ બેંક ઓફ ઇંડિયાની સામે, ખપોલીમાં રાખેલ છે.
હાલાઈ લોહાણા
જયંતીલાલ ગીરધરલાલ તન્ના (ઉં.વ. ૮૯) હાલ પુના તે સ્વ. લિલાવંતીબેનના પતિ. તે સુભાષ, દેવેશ, હસ્મિતા કિશોર, નીતા હિતેનના પિતાશ્રી. તે સૌ. લીના, સૌ. પ્રીતિના સસરા. તે સ્વ.ગોરધનદાસ પ્રધાનભાઇ રૂપારેલિયા (અમિપુરવાળા)ના જમાઇ. તે જીનલ જનમ, સોનાલી ચિરાગ, માનસી તથા રિયાના દાદા પુના મુકામે તા. ૧૯-૧૦-૨૩ના ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૨૦-૧૦-૨૩ના શુક્રવારે ૪ થી ૫ આર સી એમ કૉલેજ હૉલ, સકાળ પ્રેસની બાજુમાં, શનિવાર વાડાની પાછળ, પુના મુકામે રાખેલ છે.
માધવપુર ગિરનારા બ્રાહ્મણ
ભરતભાઈ પુરોહિત (ઉં. વ. ૮૧) તે નર્મદા ભાઈશંકર પુરોહિતના પુત્ર. રશ્મિના પતિ. કેયુરના પિતા. વિપિનચંદ્ર, મૃદુલા અરવિંદ સેવક, પ્રદીપ અંજના શરદ ભટ્ટ તથા હરીશના ભાઈ તા. ૧૮-૧૦-૨૩ બુધવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૧-૧૦-૨૩ શનિવારના ૪ થી ૬. ઠે: વનિતા વિશ્રામ હોલ, રિલાયન્સ હૉસ્પિટલ ગેટ નંબર ૬ની બાજુમાં, ૩૯૨, એસ. વી. પી. રોડ, મુંબઈ-૪૦૦૦૦૪ ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. મથુરાદાસ મુલજી બારૂ ગામ ખોંભડીવાલા હાલે નાસિકના ધર્મપત્ની મધુરીબેન (ઉં. વ. ૯૪) તે સ્વ. ભચીબેન ડુંગરશી વેલજી તન્ના ગામ ધુફીવાલાની પુત્રી. તા. ૧૭-૧૦-૨૩ને મંગળવારના રામશરણ પામેલ છે. તે ભાનુબેન કિશોરભાઈ, સ્વ. દક્ષાબેન સ્વ. દેવેન્દ્રભાઈ – હીનાબેન હરીષભાઈ, સરોજબેન ડૉ. વિક્રમભાઈના માતાજી. મહેક જયદીપ, દીપીકા પુનિત, સબા ભાવિક, જનક, અમૃતા આદિત્યના દાદીમા. વિકલ મનોજભાઈ, દીપાલી રામભાઈ, ચેતાલી સરદભાઈ, પૂજા પ્રકાશભાઈ, હર્ષિદાના દાદીમા. તેમની પ્રાર્થનાસભા તા. ૨૦-૧૦-૨૩ને શુક્રવારના રાખેલ છે. સ્થળ: પરમેશ્ર્વરી સેન્ટર, ૬૦/આશાનગર, નંદનવન ઈન્ડસ્ટ્રીયલની બાજુમાં, અચીજા હોટલની બાજુમાં, સાંજના ૪ થી ૫.૩૦. લૌકિક વ્યવહાર બંધ છે.
પાંચગામ વિશા ઝારોળા વણિક
પાટણ હાલે બોરીવલી અલ્પા ગાંધી (ઉં. વ. ૫૪) તા. ૧૮-૧૦-૨૩ બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. શશીકાંત મટુલાલ ગાંધી અને સ્વ. શર્મિષ્ઠા ગાંધીના સુપુત્રી. અમી તથા ભાવેશના મોટા બહેન. પ્રાર્થના રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
ખંભાતિ દશા પોરવાડ
હાલ મુંબઇ મુકેશ શાહ (ઉં. વ. ૬૨) તે સ્વ. સુશીલાબેન બાબુલાલ શાહના પુત્ર. સ્વ. અનિતાબેનના પતિ. યુકિન, બિનીતાના પિતા. ઇશાનના સસરા. રશમિકાબેન, રાજેન્દ્રભાઇ, યોગેન્દ્રભાઇના ભાઇ તા. ૧૬-૧૦-૨૩ સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
કોડિનાર
કોડીનારા હાલ પૂના સ્વ. લલિતાબેન અને સ્વ. લવચંદ ભગવાનદાસ ગાંધીના સુપુત્ર બીપીનભાઇ (ઉં. વ. ૭૮) તે સ્વ. અનિતાના પતિ. તે સ્વ. રજનીકાંત, વિજય, મહેન્દ્ર, મુકેશ, અજીત અને ભરતના ભાઇ. તે જીજ્ઞેશ અને ફાલ્ગુનીના પિતાશ્રી. તે મનીષ અને સમીરના સસરા. તે ઝીલ અને આરવ ઝોઇના દાદા-નાના તા. ૧૭-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
રાજપૂત ક્ષત્રિય
ગામ તળાતા (ભાવનગર) હાલ મુંબઇ જયરાજસિંહ, રાજેન્દ્રસિંહ, વિરભદ્રસિંહ, નયના બાના માતુશ્રી મનહરબા જિતેન્દ્રસિંહ વાળા તા. ૧૭-૧૦-૨૩ના સ્વર્ગવાસ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૧-૧૦-૨૩ સાઇબાબા મંદિરની બાજુમાં, ટાગોર નગર, વિક્રોલી (ઇસ્ટ), ૪થી ૫-૩૦. તેમની ઉત્તર ક્રિયા તા.૨૮-૧૦-૨૩નાં રાખવામાં આવેલ છે.