હિન્દુ મરણ
પ્રજ્ઞાબેન કિરણભાઈ સોનપાલ હાલ ઉંબરગામ સ્વ. દેવિકાબેન દેવજીભાઈ ઠક્કરના પુત્રી. સ્વ. જ્યોતિબેન રમણલાલ સોનપાલના પુત્રવધૂ. તેજલ મિહિર સોનપાલ અને હેતલ પાર્થ સોનપાલના સાસુમા. કેયા મિશ્રી અને નીરજાના દાદી. ચંદ્રાશ વ્યોમેશ ગિરીશ ચતુર અને મીરાના બેન ૧૦-૧૦-૨૪ ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર ૧૪-૧૦-૨૪ના બપોરે ૪ થી ૬ ઉંબરગામ ટાઉન ગાંધીસદન હૉલમાં રાખેલ છે.
મૂળ ગામ દમણ હાલ થાણા સ્વ.દશરથલાલ ગોપાલદાસ મિસ્ત્રીના પત્ની ગં.સ્વ.મમતા મિસ્ત્રી (ઉં. વ. ૮૪) તે સ્વ.લક્ષ્મીબેન અંબારામ પંચાલના દીકરી. તૃપ્તી, કુમારના માતા. મોનાકુમાર મિસ્ત્રી અને પ્રકાશ ઝાડના સાસુ. કનિકા, જાનવી, રીયાના નાની અને દાદી. તા.૧૧/૧૦/૨૦૨૪ના દેવલોક પાવેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
અ. નિ. પ્રેમજી હરિરામ (ઢોલુબાપા) ચંદન કચ્છ ગામ રવાપર તાલુકા નખત્રાણા હાલે પૂના નિવાસીના પૌત્ર. તે અ. નિ. મોહનલાલ અને અ. નિ. મંજુલાબેનના પુત્ર. તે કસ્તુરીબેનના પતિ દિનેશભાઇ (ઉં. વ. ૬૮) ગુરુવાર તા. ૧૦-૧૦-૨૪ના કચ્છ ગામ રવાપર મુકામે અક્ષરનિવાસ પામેલ છે. સુભાષભાઇ, પ્રકાશભાઇ, મહેશભાઇ અને સ્વ. રાજેશભાઇના ભાઇ. રાજેશના માનસ પિતા. શ્ર્વેતા રાજેશ ચંદનના સસરા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૩-૧૦-૨૪ના સાંજે ૪થી ૫. ઠે. રવાપર લોહાણા મહાજન વાડી મધ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
માંગરોળ દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
મુકુન્દલાલ ભગત (ઉં. વ. ૮૬) તે સ્વ. દ્વારકાદાસ રામદાસ ભગત તથા સ્વ. દિવાળીબેન દ્વારકાદાસ ભગતના પુત્ર. સ્વ. રમીલાબેનના પતિ. સ્વ. વ્રજદાસ તારાચંદ પારેખ તથા સ્વ. લક્ષ્મીબાઈ વ્રજદાસ પારેખના જમાઈ. સ્વ. પંકજભાઈના પિતા. ગં.સ્વ. બંસરીબેનના સસરા. સ્વ. લક્ષ્મીકાંતભાઈ, નવનીતભાઈ, ગં.સ્વ. ઉર્મિલાબેન, સ્વ. પદ્માબેન, ગં.સ્વ. કુમુદબેન, ગં.સ્વ. ચંપકબેન તથા કૃષ્ણાબેન નવીનચંદ્રના ભાઈ ૮-૧૦-૨૪, મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ઠા. વિશનજી પવાણી (ઉં. વ. ૭૩) ગામ મઉ મોટી, મુલુંડ, તે સ્વ. મઠામાં દયાળજી પવાણીના પુત્ર. સ્વ. નાથીબાઈ પરસોતમ ભગદેના જમાઈ. સાવિત્રીબેનના પતિ. પુરુષોત્તમભાઈના ભાઈ. હરેશ, નરેન્દ્ર, કલ્પનાબેન પરેશભાઈ સેજપાલના પિતા. રશ્મિ હરેશ પવાણી, પૂજા નરેન્દ્ર પવાણીના સસરા ૧૧-૧૦-૨૪ને શુક્રવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
ભાવનગરના હાલ બોરીવલી અ.સૌ. ચારુંબેન (ઉં.વ. ૭૪) તે ગુરુવાર, ૧૦-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે ભરત દિનકરભાઈ વોરાના ધર્મપત્ની. કેયુર અને ધ્રુવી કેયુર દોશીના માતુશ્રી. પાયલ તથા કેયુર દોશીના સાસુ. ભાવનગરવાળા સ્વ. રસીલાબેન કાંતિલાલ મણિયારના દીકરી. વંશિકા, જ્હાનવીના દાદી. રેહાનના નાની. સાદડી પ્રથા બંધ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠિયા વણિક
મૂળ ગામ પિલવાઇ હાલ અમદાવાદ નિવાસી સતીષભાઇ રમણલાલ (ઉં. વ. ૭૦) તે કોકિલાબેનના પતિ. સ્વ. નીલમબેન, તથા સ્વ. મનસુખલાલ ઝવેરીના જમાઇ. દિલીપભાઇ, નિલેશભાઇ, જયોતિબેન રવિન્દ્રકુમાર સંઘવી, સ્વ. મીનાબેન રાજેન્દ્રકુમાર રાજકોટીયાના બનેવી તા. ૯-૧૦-૨૪ના બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૪-૧૦-૨૪ સોમવારના ૫થી ૭. ઠે. ૧લે માળે, પાવનધામ, નિયર એમ. સી. એ. ગ્રાઉન્ડ, સત્યનગર, કાંદિવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
સરધાર નિવાસી હાલ વિલેપાર્લે સ્વ. અનોપચંદ હીરાચંદ પારેખના સુપુત્ર દિનેશભાઇ (ઉં. વ. ૭૭) સોમવાર, તા ૭-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે નલિનીબેનના પતિ. તે સ્વ. રમણીકલાલ પ્રભુદાસ શ્રીમાંકરના જમાઇ. હિમાંશુ, ચેતનના પિતાશ્રી. મોના, મેઘાના સસરા. તે સ્વ. હરેશભાઇ, ચંદ્રકાંતભાઇ, મંજુલાબેન (ગીતા) ભરતભાઇ રધાણીના મોટાભાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ ભાટિયા
અ.સૌ. વૃંદા રાજેશ આશર (ઉં. વ. ૫૫) તે રાજેશ ચત્રભુજ આશરના ધર્મપત્ની, ચિ. શમીતના માતા. સ્વ.ચત્રભુજ આશર અને નીલુબાઈ ચત્રભુજ આશર (વલ્લભદાસ કાનજી)ના પુત્રવધૂ અને સ્વ.મનોજ ખેતશી સંપટ, અરુણાબેન મનોજ સંપટના પુત્રી. તા.૧૧/૧૦/૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
મનોજ સોનાધેલા (ઉં. વ. ૬૨) કચ્છ ગામ વીંગાબેર તા.નલિયા હાલે મુલુન્ડ તે પ્રીતિબેનના પતિ. સ્વ.પાર્વતીબેન મેઘજી મુળજી સોનાઘેલાના જ્યેષ્ઠ સુપુત્ર. ગં. સ્વ.ઈન્દિરાબેન હંસરાજ પુરષોત્તમના જમાઈ. હિતેશ, અજય, રાજુ, ભાવેશ, જાગૃતિ નરેન્દ્ર, અંજના રાજીવ, પ્રીતિ વિરલના મોટાભાઈ. નૈતિક અને વિનિતના પિતા. ધ્વનિ નૈતિકના સસરા. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર તા.૧૩/૧૦/૨૪ના ૫ થી ૭. ગોપુરમ હોલ, જ્ઞાન સરિતા સ્કુલ ની બાજુમા, ડૉ. આર પી રોડ, મુલુંડ વેસ્ટ, લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
કચ્છી બ્રહ્મક્ષત્રિય
અલકા કપૂર (ઉં. વ. ૪૧) તે દીપક કપૂરના પત્ની, રાધાબેન કરસનદાસ મૂળજી કપૂરના પુત્રવધૂ, વેદના માતા. દક્ષાબેન હીરાલાલ શિવજી મિસ્ત્રી દાંધડા થાણાના પુત્રી. રશ્મિ રમેશ મચ્છર, નયના મનીષ, ભાવના મિતેષ, દિના રાજેશ, આશિષ, હિતેષ, વૈશાલી દીપક લિયાના ભાભી તા.૬-૧૦-૨૪ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૩-૧૦-૨૪ના રવિવારે ૩ થી ૪. પાંજીવાડી, કાંજુરવિલેજ રોડ કાંજુરમાર્ગ પૂર્વ.
મોડાસા એકડા દશા ખડાયતા
સાતરડાના વતની હાલ કલ્યાણ નવીનચંદ્ર ગોવર્ધનદાસ શાહ (ઉં. વ. ૮૦) તા. ૯.૧૦.૨૪નાં શ્રીજીચરણ પામ્યા છે. તે ગં.સ્વ.વૃજબાળાબેનનાં પતિ. સ્વ.ચંદુભાઈ, જયંતીભાઈ, સ્વ.મધુબેન, સ્વ.સુમિત્રાબેનનાં ભાઇ. વિરલભાઈ, સૌ.જીજ્ઞાબેન, સૌ.વર્ષાબેનનાં પિતા. સૌ.લીનાબેન, હર્ષદકુમાર, શીતલકુમારનાં સસરા. કુંજ, સોહમ, નિધિ, આયુષ, સોહમનાં દાદા. બેસણું તા.૧૩.૧૦.૨૪ને રવિવારનાં ૩.૦૦ થી ૫.૦૦. મહાવીર હોલ, મહાવીર શૉિંપગ સેન્ટર, સરદાર પટેલ માર્ગ (આગ્રા રોડ), કલ્યાણ (પશ્ર્ચિમ), પિયર પક્ષનું બેસણું ઉપરોક્ત સ્થળે રાખેલ છે.
લુહાર સુથાર
દલખાણીયા નિવાસી હાલ મલાડ શાંતિલાલ હરસોરા (ઉં. વ. ૮૯) તા.૯/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે કુસુમબેનના પતિ. સ્વ.મણીબેન નાનજીભાઈ હરસોરાના પુત્ર. સ્વ.પરષોત્તમભાઈ ત્રિભોવનભાઈ કવાના મહુવાવાળા જમાઈ. શીતલ હિતેશ, આશા જયેશ, કિરણબેન ભુપેન્દ્રભાઈ, સોનલના પિતા. સ્વ.ભીમજીભાઈ, કનુભાઈ, સ્વ. કેશવજીભાઈ, સ્વ.પ્રભુદાસ, સ્વ.વજીબેન ઘુસાભાઈ, ગં.સ્વ.સમજુબેન ગોરધનભાઈ, ગં.સ્વ.મંગુબેન ગોકળભાઈ, ગં.સ્વ.જયાબેન જયંતીભાઈના ભાઈ. પ્રાર્થનાસભા તા.૧૪/૧૦/૨૪ના ૫ થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.