હિન્દુ મરણ
૨૫ ગામ ભાટિયા
મૂળગામ ખજૂડાવાળા હાલ મીરારોડ કું.ક્રિષ્નાબેન સરૈયા (ઉં.વ. ૫૨) તે સ્વ. મધુબેન સરૈયા તથા સુરેશકુમાર નારણદાસ સરૈયાના પુત્રી. હિતેશ, ઈલા શૈલેશ વૈદ, બીના ધીમંત કાપડિયાના બહેન. તન્વી, ઉર્વીશ, હર્ષિતા, ફિઓનીના માસી. સ્વ. પ્રવિણચંદ્ર ત્રિભોવનદાસ આશરના ભાણેજ. તા. ૯/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી લોહાણા
કાંદિવલી નિવાસી પ્રદીપભાઈ ભુપતાણી ઠક્કર (ઉં.વ. ૭૧) તે સ્વ. ઇન્દુમતી દિલીપરાય ઠક્કરના પુત્ર. કિરણભાઈ તથા સ્વ. કિર્તીદા કિશોરકુમાર ગણાત્રાના ભાઈ. સ્વ. પ્રવીણભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, નંદકિશોરના ભત્રીજા. વર્ષાબેનના જેઠ. કોમલ વિવેક ગણાત્રાના મામાજી. તા. ૮/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
કુતિયાણા નિવાસી હાલ પાર્લા સ્વ. પોપટલાલ દ્વારકાદાસ વૈદના ધર્મપત્ની ગં.સ્વ. પ્રભાવતી વૈદ (ઉં.વ. ૯૫) તા. ૯/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે પ્રવિણચંદ્ર, ભારતી જગદીશ માયાણી, મીના દિનેશ પારેખના માતુશ્રી. નયનાબેનના સાસુ. હરખચંદ કાલિદાસ માલવિયાના દીકરી. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
લુહાર સુથાર
મહુવાવાળા હાલ દહિસર અમૃતભાઈ શામજીભાઈ પરમાર (ઉં.વ. ૮૦) તે તા. ૭/૧૦/૨૪ના અક્ષરનિવાસી થયેલ છે. તે સ્વ. મગનભાઈ, સ્વ. નરસિંહભાઇ, સ્વ. ત્રિભુવનભાઈ, સ્વ. કંચનબેન (કેસરબેન) ધનજીભાઈ કવાના ભાઈ. આશિષ, સમીર તથા વિક્રમભાઈના પિતાશ્રી. કિરણ, રેખાબેન તથા આરતીબેનના સસરા. જીતેન્દ્ર, હંસા, રમી, મીતા, હિના, સોનલના કાકા. સ્વ. વીરજીભાઈ માવજી મકવાણાના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૧/૧૦/૨૪ના ૫ થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબા માતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
કપડવંજ વિશા નીમા જૈન
હાલ બોરીવલીના ઉમેશભાઈ જેસંગલાલ દોશીના ધર્મપત્ની નીતાબેન દોશી (ઉં.વ. ૬૯) પૂજા તથા નિધિના માતુશ્રી. સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. હસમુખભાઈ, સ્વ. ભુપેન્દ્રભાઈ, સ્વ. મધુબેન, જશવંતીબેન, દેવિકાબેન, શીલાબેન, મીનાબેનના ભાભી. પિયરપક્ષે વલ્લભદાસ ઓચ્છવલાલ પરીખના દીકરી. જગદીશ, ગિરીશ, ગીતા, વંદનાના બહેન. તા. ૯/૧૦/૨૪ના અરિહંતશરણ પામેલ છે. શત્રુંજયની ભાવયાત્રા તા. ૧૧/૧૦/૨૪ના ૪ થી ૬. રૂઇયા હોલ, વિજયકરવાડી, મલાડ વેસ્ટ.
હાલાઇ લોહાણા
ધ્રાંગધ્રા નિવાસી હાલે મુંબઈ કુમનરાઇ પૂજારા (ઉં.વ. ૯૦) સ્વ. હસમુખાબેન પૂજારાના પતિ. તે અમિત તથા શીતલ મહેતાના પિતાશ્રી. દર્શના પૂજારાના સસરાજી. નિકેત તથા અદિપના કાકા. દીપા તથા સંગીતાના કાકાજીસસરા. તા. ૮/૧૦/૨૪ના મંગળવાર કૈલાશવાશી થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૧/૧૦/૨૪ના ૫.૦૦ થી ૭.૦૦. નેહરુ સેન્ટર, વર્લી.
ભાનુશાલી
ભા.દયારામભાઈ સુંદરજીભાઈ ધનજીભાઈ નાખુવા ગામ ભાચુંડા કચ્છ હાલ વાપી (ગુજરાત) (ઉં.વ. ૬૪) તા. ૭/૧૦/૨૪નાં ઓધવશરણ પામેલ છે. તે સવીતાબેન તથા સાવિત્રીબેનના પતિ. હિતેશભાઈ, જયંતીભાઈ, પુનીતભાઈના પિતા. સ્વ. આણંદજીભાઈ, સ્વ. મેઘજીભાઈ, સ્વ. મંગલભાઈ, રામજીભાઈ, સ્વ. ગોપાલજીભાઈના ભાઈ. સ્વ. સુંદરજીભાઈના પુત્ર. સ્વ. દેવજીભાઈના ભત્રીજા. સ્વ. મંગલદાસ શામજીભાઈ મંગેના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
અમરેલીવાળા હાલ મુંબઇ સ્વ. ચંદુલાલ છગનલાલ મહેતાના ધર્મપત્ની ચંદ્રિકાબેન (ઉં. વ. ૮૯) તા. ૧૦-૧૦-૨૪ના અવસાન પામેલ છે. તે હરિલાલ ચત્રભુજ કાણકિયા (પાંચ તલાવડાવાળા)ની દીકરી. તે ભારતીબેન મુકુંદભાઇ દોશી, દીના ચૈતન્ય વોરા તથા ભાવેશના માતુશ્રી. પાયલ, બીજલ, પ્રતીક, આદિત્યના નાની. સર્વે લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
મૂળ ગામ અમરેલી હાલ ભાયંદર નિવાસી અ. સૌ. ભામિનીબેન (ઉં. વ. ૭૦) તે વિનોદરાય કાલિદાસ વોરાના ધર્મપત્ની. ભાવીન, હર્ષેન્દુ, પ્રિયાના માતુશ્રી. દેવાંગી, કૃપાનાં સાસુ. હિરલ, વિધિ,ભૂમિ તથા વેનીશાનાં દાદી. તે ગામ ઓથાવાળા સ્વ. ગુલાબબેન તથા સ્વ. છોટાલાલ પ્રાગજીભાઇ ગાંધીનાં દીકરી. સ્વ. રાગેશ, સ્વ. સનત, સ્વ. ઉદય તથા નલીનીબેન હસમુખરાય મહેતાના મોટાબેન. મંગળવાર, તા. ૮-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૩-૧૦-૨૪ના ૫થી ૭. ઠે. કપોળ વાડી, ગીતા નગર, ભાયંદર (વેસ્ટ).