મરણ નોંધ

હિન્દુ મરણ

દશા સોરઠિયા વણિક
ઉંડવડ નિવાસી હાલ ઘાટકોપર પૂર્વ સ્વ. ભીમજી દેવચંદ ધોળકીયા અને સ્વ. મુક્તાબેન ધોળકીયાના દીકરી. સ્વ. પ્રવીણભાઇ બાબરીયાના ધર્મપત્ની રંજનબેન બાબરીયા (ઉં. વ. ૭૨) તા. ૫-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. બાબુભાઇ મોહનલાલ બાબરીયા અને સ્વ. શાંતાબેન બાબરીયાના પુત્રવધૂ. સ્વ. જીતેન્દ્ર, જય અને ભાવેશના માતા. જગદીશ ભાઇના મોટા ભાભી. સ્વ. હીરાબેન ધાબલીયા, ગીરીશકુમાર ધોળકીયા અને સ્વ. જયંતિલાલ ધોળકિયાના બેન. સાદડી અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

હાલાઇ ભાટિયા
ગં. સ્વ. બિંદુ પ્રતાપ કાપડિયા (ઉં. વ. ૮૫) સ્વ. ગોરધનદાસ વલ્લભદાસના પુત્રવધૂ. મિહિરના માતા. અ. સૌ. હિરલના સાસુ. ચિ. દેવિકાના દાદી. સ્વ. મથુરાદાસ દ્વારકાદાસના પુત્રી. સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. મુકુંદભાઇ, અ. સૌ. વીણાબેનના બેન. તા. ૬-૧૦-૨૪ના પૂના મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી લોહાણા
ગં. સ્વ. ગોદાવરી વેલજી પલણ ગામ નખત્રાણાના નાના પુત્ર હરેન્દ્રના ધર્મપત્ની ડિમ્પલ (ઉં. વ. ૪૯) તા. ૫-૧૦-૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ. પ્રધાનજી લક્ષ્મીદાસ અનમ ગામ નલીયાવાળાની સુપુત્રી. તે જગદીશ, વિજય, પરેશ તથા ગં. સ્વ. ક્રિષ્ણા તન્નાના નાના બહેન. તે ઇશા તથા દિશાના મમ્મી. તે દિવિતા, ઇન્દુ તથા દિપ્તિનાં નાના નણંદ. તે ગં. સ્વ. પ્રેમીલા તન્ના તથા નર્મદા રાયકુંડલના ભાભી. તે રક્ષા ધીરજ પલણનાં દેરાણી. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.

હાલાઇ લોહાણા
ભંડૂરીવાળા ગોવિંદદાસ (ભીખુભાઇ) જગજીવનદાસ તન્ના (ઉં. વ. ૭૯) તે વનિતાબેનના પતિ. કિરણ, મેહુલ, સ્વ.મનીષા અશોકકુમાર બુદ્ધદેવ, શ્રદ્ધા જીતેન્દ્રકુમાર વજાણીના પિતા. દામોદર તથા મુકુંદના મોટાભાઈ, સ્વ.જગજીવનદાસ ભીમજી દેવાણીના જમાઈ. નિધિ કિશોરકુમાર, શ્રુતિ, યુતિ, ભક્તિ, ધરા, પૃથાના નાના/દાદા. ૬/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા બંને પક્ષની ૮/૧૦/૨૪ના ૪ થી ૬. લોહાણા મહાજનવાડી, એસ. વી. રોડ. કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંબંધિત લેખો

શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારશે બ્રાહ્મણ
ગામ ઉસરડ હાલ કાંદિવલી સ્વ. લાભશંકર લક્ષ્મીશંકર જાની તથા વિમલાબેન લાભશંકર જાનીના જયેષ્ઠ પુત્ર જીતેશભાઈ (ઉં. વ. ૫૮) તે ૫/૧૦/૨૪ના કૈલાશવાસી થયેલ છે. તે દીપકભાઈ , સ્વ. ગીતાબેન દિલીપકુમાર ભટ્ટ ના મોટાભાઈ. અસ્મિતાના જેઠ. રાજના મોટાપપ્પા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઉત્તરક્રિયા તીર્થ ધામે રાખેલ છે.

સિહોર સંપ્રદાય ઔદીચ્ચ અગિયારસે બ્રાહ્મણ
ઘાંઘળી નિવાસી હાલ ભાઈંદર અ.સૌ.આશાબેન (ઉં. વ. ૭૨) શનિવાર તા.૦૫/૧૦/૨૪ના સ્વર્ગવાસી થયેલ છે. તે હસમુખરાય મૂળશંકર પંડ્યાના પત્ની. હેમંત અને ચિરાગના માતુશ્રી. નેહા અને ભૂમિકાના સાસુમા. સ્વ.ભૂપતરાય પંડ્યા, સ્વ.ઈન્દુબેન જાની, સ્વ. કુસુમબેન બધેકા તથા ચંદ્રિકાબેન યાજ્ઞિકના ભાભી. પિયર પક્ષે (દકાના) ઈચ્છાશંકર હરગોવિંદ દેસાઈના દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે.

નવગામ ભાટીયા
ગોંડલ નિવાસી હાલ મુંબઈ તુલસીદાસ સંપટ(બાબાભાઈ) (ઉં. વ. ૮૯) તે ગુણવંતી ગોપાલદાસ સંપટના પુત્ર, સ્વ. તારાબેનના પતિ. રાજુલ અને નિલેશના પિતા. પરાગ વિજયસિંહ મર્ચંટ અને અમીના સસરા. રણજીતસિંહ, સ્વ. કૃષ્ણરાજ (કિશનભાઈ) અને નરેન્દ્રના મોટાભાઈ. સ્વ. હંસરાજ જમનાદાસ વેદ, સ્વ. મધુકાન્તા અમૃતલાલ ઉદેશી, અને ચંદ્રિકા સૂર્યકાન્ત (ચરણભાઈ) ઉદેશીના બનેવી તા. ૬-૧૦-૨૪ના રવિવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૦-૧૦-૨૪ને ગુરુવારે ૫.૩૦ થી ૭.૦૦, અશોક ગાર્ડન, ક્લબ હાઉસ, બેન્કવેટ હોલ, ટી.જે. રોડ, શીવરી, મુંબઈ-૧૫.

વિશા સોરઠિયા વણિક
દિવાસાવાળા હાલ અંધેરી સ્વ.મનસુખલાલ માણેકચંદ શાહના ધર્મપત્ની ગં.સ્વ.જ્યોત્સ્નાબેન શાહ (ઉં. વ. ૭૭) તા.૦૬/૧૦/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે કલ્પેશ, આશા અને તૃપ્તિના માતુશ્રી. સુષ્મા, મુકુંદ અને મનીષના સાસુ. સ્વ.જસવંતભાઈ, અરિંવદભાઈ, ઇન્દ્રવદનભાઇ, સ્વ.ગુણવંતીબેન, સ્વ.ચંપાબેન અને વંદનાબેનના ભાભી. પ્રભાબેન, હીરાબેન અને અંજનાબેન ના જેઠાની. તે સ્વ નાથાલાલ હંસરાજના પુત્રી. પ્રાર્થનાસભા મંગળવાર તા.૦૮/૧૦/૨૪ના ૫થી ૭. ઠે. વિશ્ર્વેશ્ર્વર ભવન, પહેલે માળે, સંન્યાસ આશ્રમ, વિલેપાર્લે વેસ્ટ.

કચ્છી લોહાણા
જમનાદાસ હંશરાજ પલણ (કચ્છ ગામ: નખત્રાણા હાલ માટુંગા) (ઉં. વ. ૯૦) તા.૦૫.૧૦.૨૪ના શ્રીરામશરણ પામ્યા છે. તે સ્વ.રૂક્ષ્મણીબેનના પતિ. સ્વ.ચંદ્રકાંત, યોગેશના પિતા. બિંદુબેન, આશાબેનના સસરા. નિરવ- જલ્પા, અમીત- કિંજલ, અમન- ઐમાના દાદા. પ્રાર્થનાસભા તા.૦૮.૧૦.૨૪ના મંગળવારે ૪ થી ૬. ઠે. નોર્થ ઇન્ડિયા એસોસિએશન, ભાઉદાજી રોડ એક્સ્ટેન્શન, સાયન (વેસ્ટ) સાયન હોસ્પિટલ નજીક, કિંગ સર્કલ રેલવે સ્ટેશનની પાછળ, લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી લોહાણા
ઠા. સ્વ. કલ્યાણજી રામજી ગણાત્રા કચ્છ ગામ તેરાવાલાના સુપુત્ર હરીશ (ઉં. વ. ૮૫) તે સ્વ. પુષ્પાબેનના પતિ. કચ્છ ગામ મુરુવાલા ઠા. સ્વ. હરીરામ વાઘજી સોતાના જમાઇ. સ્વ. નારાણજી કલ્યાણજી, સ્વ. ઠા. શંકરલાલ કલ્યાણજી તથા સ્વ. સાકરીબેન સુંદરજી ચંદનના ભાઇ. તે અશ્ર્વિન, મહેશ, વીણા, જયાના બનેવી. ધર્મેન્દ્ર તથા ફાલ્ગુની અશોક સેજપાલના પિતાશ્રી. તા. ૬-૧૦-૨૪ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
મઢડાના નિવાસી હાલ થાણા મહેન્દ્ર અરવિંદભાઇ યાજ્ઞિકના (મહેશભાઇ જાની) ધર્મપત્ની કોકિલાબેન (ઉં. વ. ૬૪) તે વિજયના અને દેવાંગના માતા. તારકકુમાર ભટ્ટ અને કાજલના સાસુ. વેદના દાદી. વાણી, પાર્થના નાની. સ્વ. મધુબેન કેશવલાલ દવેના દીકરી. મુકેશભાઇ અને કિશોરભાઇ જાનીના ભાભી. તા. ૪-૧૦-૨૪ના કૈલાસવાસી થયેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.

કચ્છી સારસ્વત બ્રાહ્મણ
જોશી ઉદય સોનપાર (ઉં.વ. ૪૭) કચ્છ નખત્રાણાવાળા હાલ મુલુન્ડ, તા. ૬-૧૦-૨૪ના હરિઓમશરણ પામ્યા છે. તે ધર્મિષ્ઠાબેન અને ધીરજલાલ કુંવરજી સોનપારના પુત્ર. સ્વ. નિહારિકા અને આત્મિકાના પતિ. ઈશાન અને રેવાના પિતા. ઉર્વશી, કુંતલ અને હેમાંગના ભાઈ. કાજલ હેમાંગ સોનપારના જેઠ. વિમલાબેન અને જગદીશ મંગલદાસ ધરાદેવ નાની બેરવાલાના અને પ્રવિણાબેન અને નરેશ ત્રિભુવનદાસ રત્નેશ્ર્વરના (તુણાવાળા)ના જમાઈ. બંને પક્ષની સાદડી મંગળવાર, તા. ૮-૧૦-૨૪ સારસ્વત વાડી, ગ્રાઉન્ડ ફ્લોર, ઝવેર રોડ, મુલુન્ડ (વેસ્ટ) ૫ થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી લોહાણા
સ્વ. મુલબાઈ ખેરાજ ખટાઉ તન્ના કચ્છ ગામ અટડો હાલ મુલુંડના પુત્રવધૂ સ્વ. ભગવાનદાસના પત્ની ગં.સ્વ. પ્રભાવતીબેન (ઉં.વ. ૭૦) રવિવાર, તા. ૬-૧૦-૨૪ના રામશરણ પામેલ. શુભુરામભાઈના ભાઈના પત્ની. લીલાવંતીબેન પરસોતમ, રુખમણીબેન કરસનદાસ, લતાબેન લીલાધર અને લલીતકુમારના ભાભી. લીલાવંતીબેનના દેરાણી. તે ચાગબાઈ પરષોત્તમ ત્રિકમદાસ ભિંડે પુના નિવાસીના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૮-૧૦-૨૪ના ૫.૩૦થી ૭ સચ્છખંડ દરબારની પાછળ, મુલુંડ કોલોની બસ સ્ટોપ, મુલુંડ કોલોની વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી લોહાણા
સ્વ. રાધાબેન અને સ્વ. કમળાબેન ચાંપશી કુંવરજી ચંદન કચ્છ ગામ રવાપર હાલ મુલુંડના પુત્ર ગંગારામભાઈ ચંદન (ઉં.વ. ૮૬) તા. ૬-૧૦-૨૪ના રવિવારના રામશરણ પામેલ છે. તે જયાબેનના પતિ. સ્વ. મીનાબેન, રાજેશ, કિશોર અને હેમલ જગદીશ ચંદેના પિતાજી. ઈંદિરાબેન જેઠમલભાઈ, ઉર્મિલાબેન લક્ષ્મીદાસ, શોભનાબેન પ્રતાપભાઈ, બસંતાબેન મંગલદાસ, દેવયાનીબેન વિનોદભાઈના ભાઈ. તે સ્વ. ભાગીરથીબેન જીવરામભાઈ નરશી સચદે કચ્છ ગામ રોહા કોટડાના જમાઈ. તે સ્વ. મથુરાદાસ જીવરામ, ગં.સ્વ. પ્રભાવતીબેન રામજીભાઈ રાયચન્નાના બનેવી. પ્રાર્થનાસભા તા. ૮-૧૦-૨૪ મંગળવારના બ્રહ્માંડેશ્ર્વર મંદિર હોલ, (ભક્ત મંડળ હોલ) નાહુર રોડ, મુલુંડ (વેસ્ટ) ૫.૩૦ થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.

કંડોળિયા બ્રાહ્મણ
બગસરા નિવાસી હાલ ડોંબિવલી સ્વ. સવિતાગૌરી અને સ્વ. રવિશંકર કાળીદાસ પંડ્યાના પુત્ર ભરતભાઈ (ઉં.વ. ૬૪) તા. ૨-૧૦-૨૪ને બુધવારના કૈલાસવાસી થયેલ છે. તે ગીરીશભાઈ, મહેશભાઈ, નરેશભાઈ, ગં.સ્વ. રમાબેન હર્ષદભાઈ, સંધ્યાબેન ગીરીશભાઈ, નાનાભાઈ દર્શનાબેન ભાસ્કરરાય પંડ્યાના મોટાભાઈ. નિકુંજ મૃગેશ અંકિત ખ્યાતિ, વિષૃતિના કાકા. સીમા નિકુંજ અનાહિતા અંકિતના કાકાજી સસરા. મોસાળ પક્ષે અમરેલી વાળા સ્વ. રમણીકલાલ દેવશંકર અધ્યારુના ભાણેજ. પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કપોળ
સાવરકુંડલાવાળા (હાલ અંધેરી) સ્વ. ભાનુબેન પ્રતાપરાય રતિલાલ ગાંધીના સુપુત્ર અરૂણભાઈ (ઉં.વ. ૮૯) તે સ્વ. રંજનબેનના પતિ. શિલ્પાબેન જતીનભાઈ, સમીરભાઈ, વિપુલભાઈના પિતાશ્રી. અ.સૌ. સાધનાબેન, અ.સૌ. વિધિબેન તથા જતીનભાઈના સસરા. સ્વ. નિરંજનાબેન ચંદ્રકાંતભાઈ, સ્વ. રંજનબેન વસંતરાય, સ્વ. કૃષ્ણકાંતભાઈ, પ્રકાશભાઈ તથા પ્રદીપભાઈના ભાઈ. ભાવનગરવાળા સ્વ. અમુલખભાઈ લક્ષ્મીદાસ કોઠારીના જમાઈ. શનિવાર, તા. ૫-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button