મરણ નોંધ

હિન્દુ મરણ

મુંબઇ નિવાસી ગામ પડાણા જીલ્લો ધંધુકા પ્રવીણભાઇ મોતીરામ આચાર્ય (ઉં. વ. ૭૯) તા. ૪-૧૦-૨૪ના મુંબઇ દહીંસર મુકામે રામશરણ પામ્યા છે. (ધર્મપત્ની) પદમાબેન પ્રવીણભાઇ આચાર્ય, નીરજ અને ધર્મેશના પિતાશ્રી. પ્રાર્થનાસભા તા. ૭-૧૦-૨૪ના ૪થી ૬. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ. ટી. રોડ, ઓપોઝીટ ડાયમંડ ટોકીઝ, બોરીવલી (વેસ્ટ).

વિશા જારોળા વાણિયા
પાટણ નિવાસી સ્વ. રામલાલ હિંમતલાલ તુતવાલાના સુપુત્ર ચંદ્રકાન્ત તુતવાલા હાલ કાંદિવલી તા. ૩-૧૦-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ. ચીમનલાલ છગનલાલ બક્ષીના જમાઇ. સ્વ. ઉષાબેનના પતિ. મનીષ, સ્વ. જીગીશાના પિતા. મયુરી અને મકરંદભાઇના સસરા. નુપુર-સિદ્ધાર્થ, મલ્લીકા-કાર્તિકૈયના દાદા. કેવટના નાના. લૌકિક વ્યવહાર બંધ છે.

ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ મોટા ચોવીસા
અ. સૌ. સ્મિતાબેન ભટ્ટ (ઉં. વ. ૮૧) હાલ મુંબઇ (ગ્રાંટ રોડ) તા. ૨-૧૦-૨૪ના દેવલોક પામ્યા છે. તે ડો. અરુણકુમાર હરસુતરાય ભટ્ટના ધર્મપત્ની. ડો. કેતન, ધિરેન, હેમાંગીના માતુશ્રી. શિલ્પા, દીપા, અપૂર્વ મહેતાના સાસુ. અદિત, હિૃદાનના દાદી. યશના નાની. સ્વ. રસિકલાલ હિંમતલાલ પંડયાના પુત્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી.

ભાવનગરી મોચી
ગુંદરાણાના વતની હાલ બોરીવલી સ્વ. છગનભાઇ સુખાભાઇ ગોહિલના પત્ની સ્વ. લાડુબેન ગોહિલ (ઉં. વ. ૮૬) તા. ૨-૧૦-૨૪ના બુધવારે રામચરણ પામેલ છે. તે ધીરુભાઇ, વજુભાઇ, રાજુભાઇ, દિનેશભાઇના માતુશ્રી. તે તારાબેન, હંસાબેન, પ્રભાબેન, ઉર્મિલાબેનના સાસુ. મીલન, જયદેવ, શીતલ, છાયા, યોગીતા, હિતેશભાઇ, અરુણભાઇ, મહેશભાઇ, હેતલ, રામદેવ, કરણ, હિના, વૈશાલી, માનસી, નેહાના દાદીમા. હબુકડવાળા સ્વ. ગીધાભાઇ, બાબુભાઇ, સ્વ. ડાહ્યાભાઇ, સ્વ. ભુપતભાઇ, સ્વ. અમુભાઇ, સ્વ. ચંપાબેન રાજાભાઇ, સ્વ. હિરાબેન બાલુભાઇના બેન. પ્રાર્થનાસભા તા. ૭-૧૦-૨૪ના સોમવારના ૫થી ૭. ઠે. લુહાર સુતારની વાડી, અંબાજી મંદિરની સામે, કાર્ટર રોડ, નં.૩. બોરીવલી (ઇસ્ટ).

સંબંધિત લેખો

કપોળ
હિંડોરાણા (રાજુલા)વાળા હાલ અંધેરી સ્વ.નિર્મળાબેન ધીરજલાલ નાગરદાસ ચીતલીયાના સુપુત્ર કેતન (ઉં. વ. ૫૯) તે અંજનાના પતિ. પાર્થ તથા વિધિ અક્ષયકુમાર શાહના પિતાશ્રી. ક્રિસીવના નાના. રશ્મી શિરીષકુમાર મહેતા, દિલીપ તથા કવિતા દિલેષકુમાર કણિયાના ભાઇ. દિનાના દિયર. સાવરકુંડલાવાળા પ્રાણલાલ પરમાણંદદાસ કાણકીયાના જમાઇ. શુક્રવાર, તા. ૪-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૭-૧૦-૨૪ના ગ્રાઉન્ડ ફલોર, અરુણોદય કો. ઓપ. હા. સોસાયટી, સારસ્વત બેન્કની બાજુમાં, જુહુ લેન, અંધેરી (વેસ્ટ), ૫થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.

નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ
સિમર નિવાસી હાલ કાંદિવલી અ.સૌ.રમીલા જોશી (ઉં. વ. ૭૪) તે સુરેશ રુગનાથ જોશીના પત્ની. દિપક જોશી, ફાલ્ગુની રોહિત, ભાવના અમિતના માતૃશ્રી. મેઘના જોશી, રોહિત ઓઝા અને અમિત દલાલના સાસુ. યશ અને માનવના દાદી. સ્વ.દિવાળીબેન હરિશંકર ભટ્ટ (કાંધી)ના દિકરી તા.૦૩-૧૦-૨૦૨૪ને ગુરુવાર કૈલાસવાસી થયેલ છે. પ્રાર્થનાસભા રવિવાર તા.૦૬-૧૦-૨૪ના ૪:૦૦ થી ૬.૦૦. લોહાણા બાલાશ્રમ, મથુરાદાસ એક્સ્ટન રોડ, અતુલ ટાવર પાસે, કાંદિવલી પશ્ર્ચિમ લૌકિક પ્રથા બંધ છે.

કચ્છી ભાટિયા
ગામ માંડવી હાલ બોરીવલી સ્વ.જયેશ સુંદરદાસ ગાજરીયા (ઉં. વ. ૬૬) ૧/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે આશાબેનના પતિ. જીગર તથા ઉર્વીના પિતા. રાગીની તથા પરેશભાઈના સસરા. કનુભાઈ, સ્વ.કિશોરભાઈ, હેમાબેન તથા રક્ષાબેનના ભાઈ, જામકનોડાવાળા સ્વ.પ્રતાપિંસગ (બહાદુરસિંગ) તથા જયશ્રીબેનના જમાઈ. યોગેશભાઈ, રંજીતભાઈ તથા યોગિતાબેનના બનેવી.

કપોળ
અમરેલી નિવાસી હાલ થાણા અરવિંદકુમાર નથુભાઈ પારેખ (ઉં. વ. ૮૩) તે સુશીલાબેનના પતિ. સ્વ.રસિકલાલ, સ્વ.દોલતરાય, સ્વ.વસંતભાઈ, સ્વ.તારાબેન ગાંધી, સ્વ.જયાબેન સંઘવી, સ્વ.મંગળાબેન મહેતા અને કળાબેન ચિતલિયાના ભાઈ. રમણીકભાઈ હરિલાલ ચિતલીયાના જમાઈ. દિલીપભાઈ (ઝીણુ)ના કાકા તા.૫-૧૦-૨૪ને શનિવાર શ્રીજીચરણ પામ્યા છે.

ઘોઘારી લોહાણા
અ.સૌ. ગીતા ઠક્કર (ઉં. વ. ૭૪) તે બકુલેશ ઠક્કરના ધર્મપત્ની. સ્વ.ભાનુમતી રજનીકાન્ત ઠક્કરના પુત્રવધૂ. સ્વ.ચંપાબેન કેશવલાલ સાયતાના પુત્રી. વિરલ, આરતીનાં માતા. અ.સૌ. રૂપલ, હિમેશ વસાણીનાં સાસુ. રાજેશ ઠક્કરના ભાભી. તા. ૪ ઓક્ટોબર ૨૦૨૪, શુક્રવારે શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તા. ૭ ઓક્ટોબર સોમવારના ૫ થી ૭. વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, વિલેપાર્લા (પશ્ર્ચિમ) .

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button