મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ ગડત હાલ ગ્રાન્ટરોડ હસુમતી લલ્લુભાઈ પટેલ (ઉં. વ. ૮૪) તા. ૨૫-૯-૨૪ના અવસાન પામેલ છે. તે સુભાષભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, અશોકભાઈ, વંદનાબેનના માતોશ્રી. તે મીનાક્ષીબેન, હેમાબેન, વિશાલભાઈના સાસુ. તે સ્વ. ભગવાનદાસ, સ્વ. હરકિશનદાસ, ઈશ્ર્વરભાઈ, સ્વ. લક્ષ્મીબેનના બેન. સ્વ. યશ, અક્ષતના દાદી. મિહીરના નાની. પુચ્છપાણી તા. ૬-૧૦-૨૪ના રવિવારે બપોરે ૩ થી ૪ રાખવામાં આવેલ છે. ઠે: ૯૩, ભંડારી સ્ટ્રીટ, પારેખ ભુવન, ગોલ દેઉળ, ૩જા માળે, રૂમ – ૧૨, ગ્રાન્ટરોડ પૂર્વ.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગીયારશે બ્રાહ્મણ
શિહોર હાલ બોરીવલી નિવાસી સ્વ.વિમળાબેન અને ઇચ્છાશંકર મહેતાના જયેષ્ઠ પુત્ર જયંતભાઈ (ઉં. વ. ૭૦) તા.૩-૧૦-૨૪ને ગુરુવારે કૈલાસવાસી થયા છે. તે શિતલબેન (કોકિલા)ના પતિ. તુષારભાઈ, સ્વ.ઉષાબેન ભાસ્કરરાય, ગં.સ્વ. કુસુમબેન સુરેશકુમાર, મધુબેન દિલીપકુમાર, સ્વ. ઉર્મિલાબેન નીતિનકુમાર, કીર્તિબેન અશોકકુમાર, હર્ષાબેન અમરીષકુમારના ભાઈ. પારૂલબેનના જેઠ. સ્વ.શારદાબેન બળવંતરાય જાનીના જમાઈ. લૌકિક પ્રથા બંધ છે.
કપોળ વૈષ્ણવ
ભાવનગરવાળા સ્વ. ચંદ્રભાગા નાનુભાઇ ગાંધીના સુપુત્ર બિપિનભાઇ (ઉં. વ. ૭૯) કિર્તીભાઇના નાનાભાઇ. નીલાબેનના પતિ. સિદ્ધાર્થ વિશાલના પિતાશ્રી. કોમલના સસરા. સિહોરવાળા કાંતિલાલ ભુતાના જમાઇ. તા.૩-૧૦-૨૪ના ગુરુવારે મુંબઇમાં શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક ક્રિયા બંધ
રાખેલ છે.
શ્રીમાળી સોની
ગં. સ્વ. રમાબેન સોની (વઢવાણા) (ઉં. વ. ૮૫) તા. ૩-૧૦-૨૪ના ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. કાંતિલાલ દામોદર સોની (દુધવાળા)ના ધર્મપત્ની. પ્રભુદાસ દામોદર સોનીના ભાભી. નયનાબેનના જેઠાણી. ઉમેશ, મનોજ, છાયા જગદીશ લાદીગરા, ભાવના અશ્ર્વિન આડેસરાના માતુશ્રી. મણીબેન ચુનીલાલ પાટડીયાના પુત્રી. રેણુકા અને ગીતાના સાસુ. ભક્તિસભા શનિવાર, તા. ૫-૧૦-૨૪ના શનિવાર ૪થી ૫.૩૦. ઠે. મેવાડ ભવન, એલબીએસ માર્ગ, ભાંડુપ (વેસ્ટ).
કચ્છી રાજગોર
ગામ ગુંદિયાલી શેબાઈબાગના સ્વ. દિનેશ વ્યાસ, સ્વ. લક્ષ્મીબેન નાનજી વ્યાસના પુત્ર. ભારતીબેનના પતિ. પરેશ તનવીના પિતા. દક્ષિતાબેન અને હિતેનભાઈના સસરા. ચુનીલાલ, સ્વ. શંભુલાલ, મયારામ, સ્વ. મણીશંકર, ગં.સ્વ. શાંતાબેન, ગં.સ્વ. હીરાબેન અને મંજૂલાબેનના ભાઈ. ગામ ગોધરાના ગં.સ્વ. ગુણવંતીબેન ભાઈલાલ ભટ્ટના જમાઈ તા. ૧-૧૦-૨૪ના રામશરણ પામેલ છે. તેમની સાદડી તા. ૫-૧૦-૨૪ના ૪થી ૬ સ્થળ: શ્રી કચ્છીરાજગોર મિત્ર મંડળ મુંબઈ, રૂમ નં. ૬, લવકુશ એપાર્ટમેન્ટ, એમ.જી. રોડ, પાંચ રસ્તા, મુલુંડ (વેસ્ટ).
કચ્છી લોહાણા
સ્વ. વીરબાઈ વાલજી દાવડા કચ્છ ગામ વાયોર હાલે પીંપરી પુના નિવાસીના પુત્રવધૂ. સ્વ. રામજી વાલજી દાવડાના ધર્મપત્ની ગં.સ્વ. ઝવેરબેન (ઉં.વ. ૯૫) તે બુધવાર, તા. ૨-૧૦-૨૪ના રામશરણ પામેલ છે. ભગવાનદાસ, કિશોરભાઈ, જીતેન્દ્રભાઈ, રાજેશભાઈ, સંજયભાઈ, નિલેશભાઈ, જયેશભાઈ, સુશીલાબેન મુલજીભાઈ રૂપારેલ, શારદાબેન નરોતમભાઈ, સ્વ. ગીતાબેન જગદીશભાઈ, સીતાબેન વસંતભાઈ, દેવયાનીબેન હિતેશભાઈના માતુશ્રી. હીરાગૌરીબેન, નીતાબેન, નીરુપમાબેન, મીનાબેન, મધુબેન અને નિકિતાબેનના સાસુમા. સ્વ. ઓધવજી લાલજી કારિયા કચ્છ ગામ ખારઈના પુત્રી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૫-૧૦-૨૪, શનિવારના ૪થી ૬ લૌકિક વ્યવહાર બંધ છે. સ્થળ: અગ્રશેન ભવન, ૩જે માળ, બોમ્બે સિલેક્શન પાસે, બોમ્બે પુના રોડ, ચિંચવડ.
લુહાર
ભાવનગર નિવાસી અને હાલ મીરારોડ હસમુખભાઈ વનમાળીદાસ ચૌહાણ (ઉં. વ. ૫૯) તા. ૩.૧૦.૨૪ના રામચરણ પામેલ છે. તે મીતાબેનના પતિ. રવીભાઈ તથા નિધીબેન ચિરાગકુમાર હરસોરાના પિતા. ગૌતમભાઈ વનમાળીદાસ ચૌહાણના નાનાભાઈ. નિરવભાઈ, હિમાંશુભાઈ, શીતલબેન મેહુલકુમાર પંચાલના કાકા. સદગત બેસણું તા.૫.૧૦.૨૪ને શનિવાર ૫ થી ૭, લુહાર- સુતાર જ્ઞાતિની વાડી, બોરીવલી (ઈસ્ટ).
દમણીયા દરજી
ખારવાલા હાલ બોરીવલી સ્વ.અનિતાબેન દમણીયા (ઉં. વ. ૭૬) ૨૬/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે નિરંજનભાઈ ઠાકોરદાસ દમણીયાના ધર્મપત્ની, જીજ્ઞેશ, હેમાક્ષીના માતુશ્રી. જતીન વાપિવાલા તથા પ્રિતીના સાસુ. ક્રિયાના દાદી, કૌશિક તથા અવનીના નાની. પ્રાર્થનાસભા ૭/૧૦/૨૪ના ૪ થી ૬. ઠાકુર વિલેજ હોલ, ચેલેન્જર ટાવરની સામે, પીઝા હટની પાછળ, ઠાકુર વિલેજ, કાંદિવલી ઈસ્ટ.
નાગર બ્રાહ્મણ
હાલ દહિસર નિવાસી સ્વ.શર્મિષ્ટાબેન તથા સ્વ.ગિરીશકાંત કુમારકાંત મહેતાના સુપુત્ર પ્રદીપભાઈ મહેતા (ઉં. વ. ૭૨) ૨/૧૦/૨૪ના કૈલાશવાસી થયેલ છે. તે ભારતીબેનના પતિ. ત્રિષ્ણા, પ્રાચી તથા રોમીલના પિતા. નિશાંતકુમાર નીતિનભાઈ ગુંદરીયા, દર્શનકુમાર ચંદ્રકાંતભાઈ વોરાના સસરા. પ્રકાશભાઈ, ગં.સ્વ.પ્રતીક્ષાબેન ચંપકભાઈ મહેતાના ભાઈ. સાસરાપક્ષે પાર્લાવાળા સ્વ.શાંતાબેન, સ્વ.ધૂપદભાઈ ઇન્દ્રમણિશંકર જોષીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પરજીયા સોની
રમેશભાઈ સોની (ઉં. વ. ૭૦) નડિયાદવાળા હાલ મુંબઈ ૩૦/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે અરુણાબેનના પતિ. સ્વ.જગજીવનદાસ મગનલાલ સોની તથા સ્વ.શાંતાબેન નડિયાદવાળાના સુપુત્ર. તારાબેન રમેશચંદ્ર સોની, ઠાકોરભાઈના ભાઈ. હેમાંગી, શિવાંગીના પિતા. પરીન ધનજીભાઈ પટેલના સસરા. બેસણું ૭/૧૦/૨૪ના ૧૨ થી ૨. ફ્લેટ નં એ ૧, માતૃછાયા બિલ્ડીંગ, શીમ્પોલી રોડ, બ્રમ્હા વિષ્ણુ મહેશ મંદિર પાસે, બોરીવલી વેસ્ટ.
કપોળ
સિહોરવાળા હાલ મલાડ સ્વ.વલ્લભદાસ ત્રિકમજી ભુતાના ધર્મપત્ની સરસ્વતી (ઉં. વ. ૮૫) તા.૨.૧૦.૨૪ના બુધવારે શ્રીજીચરણ પામેલ છે. સ્વ.સતિષ, બિપિન, નરેન્દ્ર (નાનું)ના માતુશ્રી. શૈલા, વિજયા, જ્યોતિના સાસુ. ભાવનગરવાળા સ્વ.જયંતીલાલ ભગવાનદાસ મહેતાના પુત્રી. સ્વ.કાળીદાસ, સ્વ.બળવંતરાય, સ્વ.કંચનબેન, સ્વ.લીલાવતીબેન, સ્વ.ગંગાબેન, સ્વ.ઈચ્છાબેન, સ્વ.જયાબેનના ભાભી. લૌકિક પ્રથા તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
શિહોર નિવાસી હાલ કાંદિવલી બિપિનચંદ્ર જોગી (ઉં. વ. ૬૭) તા.૦૩/૧૦/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે જસુબેન અમૃતલાલ જોગીના પુત્ર. ગોકળદાસ ભગવાનદાસના ભત્રીજા. નલિની અરવિંદ, દીપક જોગી, શોભના દવે, મીના ભુછડા, કુંદન કોઠારીના ભાઈ પ્રાણજીવનભાઈ લલ્લુભાઈ શનિશ્ર્ચરાના ભાણેજ. કેતન અને વિશાલના મોટાબાપા. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
દમયંતીબેન શાંતીલાલ કેશરીયાના પૌત્ર કચ્છ ગામ નરેડા (લખપત) હાલે ડૉમ્બીવલી ધારા મહેશ કેશરીયાના પુત્ર વ્યોમ (ઉં. વ. ૧૧) તા. ૪-૧૦-૨૪ના રામ સ્મરણ પામેલ છે. દમયંતીબેન ગંગારામ રાયકુંડલીયાના દોહિત્ર. હેતલ ભાવેશ કેશરીયાના ભત્રીજા. ચેતના વીરેશ ગણાત્રાના ભત્રીજા, સાગર, અક્ષ, સીયા, મીત, પ્રથમ, પ્રીત, મહીમ, ધ્રુવના ભાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર તા. ૬-૧૦-૨૦૨૪ના ૫ થી ૬.૩૦, શ્રી બ્રંમાડેશ્ર્વર ભક્ત મંડળ હોલ, આર્ય સમાજની પાછળ, જવાહરલાલ નહેરૂ રોડ, મુલુન્ડ-વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
ક્ચ્છી લોહાણા
નિમિષ ઠક્કર (ઉં. વ. ૬૮) તે સ્વ. જ્યોત્સનાબેન ત્થા સ્વ.માવજીભાઈ કેશવજીભાઈના પુત્ર. ગામ ભુજ હાલ માટુંગા છાયાબેનના પતિ. સ્વ. સરલાબેન મંગલદાસ ભીમજી આઈયા, ગામ તેરાના જમાઈ. પુજા મેહુલ પરીખ તેમજ દેવંગના પિતાશ્રી. કમલેશ અને સોનલબેન કિશોરભાઈ ભીંડેના ભાઈ, તા. ૩-૧૦-૨૪ના શ્રીજીના શરણે ગયા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
ગોહિલવાડ દશા શ્રીમાળી વણિક
ઉમરાળા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. અનંતરાય ચુનીલાલ મહેતાના ધર્મપત્ની. ગં.સ્વ.હસુમતીબેન મહેતા (ઉં. વ. ૯૨) તા. ૦૩-૧૦-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે દર્શના કેતનકુમાર મહેતા, કૌશલ મહેતાના માતુશ્રી. સ્વ. કેતનકુમાર ભૂપેન્દ્રભાઈ ત્થા શિલ્પા મહેતાના સાસુ. ઉર્વિશના દાદી ત્ત્થા ભૂંભલી નિવાસી હાલ મુંબઈ સ્વ.નિર્મળાબેન જયંતિલાલ મહેતાના સુપુત્રી, લૌકિક વ્યવહાર રાખેલ નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button