હિન્દુ મરણ
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
પડધરી નિવાસી હાલ મુંબઈ સગુણાબેન મનસુખલાલ આશરના પુત્રી હિમા (ઉં.વ. ૪૮) ૨૭/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે જ્યોર્જ મુરંગીના ધર્મપત્ની. સ્વ. મુકેશભાઈ, મહેશભાઈ, મનોજભાઈના ભત્રીજી. મેહુલ, ભક્તિ ગૌરવ વૈદ્ય, તન્વી, ચાંદની, અમી, દીપક, જતીન, રાજીવ તથા ઋષભના બહેન. સ્વ. છગનલાલ જેરામભાઈ મચ્છરના દોહિત્રી. પ્રાર્થનાસભા ગુરુવાર, ૩/૧૦/૨૪ના ૪ થી ૫.૩૦. રવજી જીવરાજ હોલ, એસ. એન. ડી ટી વુમનસ કોલેજ, ૩૩૮ રફી અહમદ કિડવાઈ રોડ, માટુંગા ઈસ્ટ.
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
પડધરી નિવાસી હાલ મુંબઈ મનસુખલાલ (સુંદરભાઈ) પ્રાણજીવન જીવરાજ આશર (ઉં.વ. ૭૩) તે ૧/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સગુણાબેનના પતિ. સ્વ. હિમા, મેહુલ, ભક્તિના પિતા. સ્વ. મુકેશભાઈ, મહેશભાઈ, મનોજભાઈ, કુસુમબેન, ચંદ્રિકાબેન, કૌમુદીબેન, વર્ષાબેન, વીણાબેનના ભાઈ. સ્વ. છગનલાલ જેરામભાઈ મચ્છરના જમાઈ. જ્યોર્જ, લિયાન, ગૌરવના સસરા. પ્રાર્થનાસભા ગુરુવાર, ૩/૧૦/૨૪ના ૪ થી ૫.૩૦. રવજી જીવરાજ હોલ, એસ. એન. ડી. ટી વુમનસ કોલેજ, ૩૩૮ રફી અહમદ કિડવાઈ રોડ, માટુંગા ઈસ્ટ.
હાલાઈ લોહાણા
મૂળ ગામ દ્વારકા હાલ કાંદીવલી નરેન્દ્ર વિઠલાણી (ઉં.વ. ૬૬) તા. ૧/૧૦/૨૪ મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જયમતી કરસનદાસ વિઠલાણીના પુત્ર. સ્વ. શામજીભાઈ વસાણીના જમાઈ. કુસુમના પતિ. ક્ષિતિજ અને મયુરના પિતા. મિતાલીના સસરા. પુનિતા, સરોજ, તરલાના ભાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જર ક્ષત્રિય કડિયા
ગામ ગાવડકા-અમરેલી હાલ બોરીવલી ગં.સ્વ. સવિતાબહેન શામજીભાઈ વાઢેરના સુપુત્ર સ્વ. ભગવાનજીભાઈ વાઢેર ૨૭-૯-૨૪ને શુક્રવાર શ્રીજીચરણ પામ્યા છે. તે રજનીબહેનના પતિ. મીરા અને મેઘાના પિતા. લક્ષ્મીબહેન પુરુષોત્તમભાઈ, જયશ્રીબહેન પંકજભાઈ, ચંદ્રિકાબહેન મૂકેશભાઈ, નરેશભાઈ, નીલેશભાઈ, પરેશભાઈ, વીનેશભાઈના ભાઈ. સ્વ. જયાબહેન રતિલાલ જાધવના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૩-૧૦-૨૪ને ગુરુવાર ૪ થી ૬. ગુર્જર ક્ષત્રિય કડિયા મહાજન, મામલતદાર વાડી, પહેલે માળે, રોડ નં. ૩, મલાડ વેસ્ટ.
સુરતી મોઢ વણિક
ઉલ્લાસ મહેતા (ઉં.વ. ૭૮) મંગળવાર, ૧-૧૦-૨૪ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. સરયુ(સરુ)બેન અને સ્વ. ગણપતિભાઈના સુપુત્ર. પુલોમા દુષ્યંત દલાલ અને સુરમા અમીત ચોક્સીના ભાઈ. વિમર્શના પિતા. પ્રાર્થનાસભા નથી રાખેલ અને લૌકિક વ્યવહાર બંધ છે.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
મોરચંદ નિવાસી હાલ પૂના સ્વ. નંદલાલ કરૂણાશંકર પંડ્યાના ધર્મપત્ની ગં.સ્વ. લીલાવતીબહેન પંડ્યા (ઉં. વ. ૯૨) ૨૦-૯-૨૪ના શુક્રવારે પૂના ખાતે કૈલાસવાસી થયેલ છે. તે મહેન્દ્ર-પ્રકાશ, ઉષા નરેન્દ્ર દવે, ગં.સ્વ. પુષ્પા ચાંદમલ કટારીયાના માતુશ્રી. ગીતા તથા વિભાના સાસુ. પ્રાર્થનાસભા તથા સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ – અમદાવાદ
કોકીલા ઠાકર (ઉં. વ. ૮૬) તે સ્વ. વિષ્ણુ હરીલાલ ઠાકરના ધર્મપત્ની ૧-૧૦-૨૪ મંગળવારના દિવસે મુંબઈ મુકામે દેવલોક પામ્યા છે. તે કપીલ વિષ્ણુ ઠાકરના માતુશ્રી. સુજ્ઞાના સાસુ તથા ચિન્મયના દાદી. પ્રાર્થનાસભા તેમ જ લૌકિક વ્યવહાર રાખેલ નથી.
હાલાઈ લોહાણા
ચંદ્રિકાબેન રાજદેવ (ઉં. વ. ૭૭) ૩૦-૯-૨૪ સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. તે નિરંજનભાઈના ધર્મપત્ની. પૂરવ અને પૂર્વીના માતુશ્રી. પૂજાબેન અને યોગેન્દ્રભાઈ રૂપારેલના સાસુમા. સ્વ. તોલારામ અને સ્વ. દિવાળીબેનના પુત્રવધૂ. સ્વ. જીવનદાસ અને સ્વ. શાંતાબેન (મેનાબેન)ના પુત્રી. હ્રીદાન, અવ્યાન, દિયાન, અલિશકાના દાદી-નાની. પ્રાર્થનાસભા ૩-૧૦-૨૪ ગુરુવારે ૫.૩૦ થી ૭ જલારામ હૉલ, જેવીપીડી સ્કીમ રોડ નં. ૬, જમનાબાઈ સ્કૂલ નજીક, વિલેપાર્લે વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ અંજારનાં અનીલા પ્રબોધકુમાર સુંદરાણી (કાનાભાઈ)ના સુપુત્ર ચિ. મયંકભાઈ (ઉં.વ. ૩૮) તે તા. ૧-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે વર્ષાબેનના પતિ. વિહાનનાં પિતા. ધૃતિ વિરેન મોઢનાં મોટાભાઈ. મીનાબેન સરેમલ સોલંકીનાં વચેટ જમાઈ. પ્રાર્થનાસભા તા. ૩-૧૦-૨૪ના કાલિદાસ મેરેજ હોલ, પી.કે. રોડ, મુલુંડ (વેસ્ટ) ૫.૩૦થી ૭.૦૦. (લૌકિક વ્યવહાર સંદતર બંધ છે.)