હિન્દુ મરણ
કોળી પટેલ
ગામ મંદિર હાલ (મલાડ)ના સ્વ. જગજીવનદાસ છોટુભાઈ પટેલના પત્ની નિર્મળાબેન (ઉં. વ. ૭૫) શનિવાર, તા. ૨૧-૯-૨૪ના દેવલોક પામ્યા છે. તે પિયૂષ, સ્વ. મનીષાના માતા. વૈશાલીના સાસુ. પાર્થ, હિરલના દાદી. તે ચંપકભાઈ, ભગવાનદાસ, કિશોરભાઈના ભાભી. સ્વ. ભરતભાઈ, સ્વ. ધનુબેન, સ્વ. ઊર્મિલાબેન, વાસંતીબેન તથા ભીખુભાઈના બેન. બેસણું બુધવાર, તા. ૨૫-૯-૨૪ના ૨ થી ૫ પુષ્પાણી બુધવાર, તા. ૨-૧૦-૨૪ના ૩ થી ૫. ઠે: હવા હીરા પાર્ક, આંબાવાડી, કુરાર વિલેજ, સમ્રાટ મેડિકલની પાછળ, મલાડ (પૂ).
હરસોલા વૈષ્ણવ વણિક
થાણા, મુંબઈ : શ્રીમતી જ્યોતિબેન (ઉં.વ. ૬૮) જે શ્રી બીપીનભાઈ ચીમનલાલ શાહના ધર્મપત્ની, શ્રી વિશાલભાઈ, શ્રી વિનીતભાઈ, સ્વ. વૈશાલીબેનના માતુશ્રી, હિરલબેન, ક્રાન્તીબેન, સમીરકુમાર સુરેશભાઈ શાહના સાસુ, વિધી, વિવેક, પ્રિતી, પલકના દાદી, પ્રતિકના નાની, અલીરાજપુર નિવાસી શ્રી ચંદુલાલ કનૈયાલાલ શાહના પુત્રી તા.૨૨-૯-૨૪ રવિવારના રોજ શ્રીજીચરણ પામ્યાં છે. લૌકિક વ્યવહાર બંધ છે. તેમની શોકસભા/ પ્રાર્થના સભા રાખેલ નથી.
પોરેચા મોઢ વણિક
ગં. સ્વ. રંજનબેન ચંદ્રકાંત કોઠારી (ઉં. વ. ૮૭) તે કમળ, રાધિકા, નંદરાજના માતુશ્રી અને અશ્ર્વિનભાઈ નાનાલાલ, પ્રીતિ અને સોનલના સાસુ. જેની, રાહુલ, નીલ અને સમીરના દાદી. ફીબી અને શૌનકના પરદાદી રવિવાર, તા. ૨૨-૯-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
અમરેલીવાળા હાલ બોરીવલી નર્મદાબેન વ્રજલાલ નારાયણદાસ પારેખના પુત્ર ધીરજલાલ (ઉં. વ. ૮૯) તે સ્વ. પ્રવિણાબેનના પતિ. તે સંજયભાઈ, હીનાબેન કેતનકુમાર ગાંધી તથા સ્વ. પ્રીતિબેન રાહુલકુમાર દેસાઈના પિતાશ્રી. સ્વ. કાંતિલાલ, સ્વ. કનૈયાલાલ, સ્વ. છોટાલાલ, સ્વ. જયંતીલાલ, સ્વ. હસમુખભાઈ, સ્વ. મંગળદાસ, સ્વ. સુરેશભાઈ, સ્વ. જયાબેન અમૃતલાલ સંઘવીના ભાઈ. નીમીષાના સસરા. અમરેલીવાળા મોહનલાલ જુઠાલાલ ગાંધી (લક્કડ)ના જમાઈ ૨૨-૯-૨૪ રવિવારના શ્રીજીચરણ પામેલ છે. સર્વે લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. દેવકાબેન ગાંગજી રૂપારેલ ગામ અજાપર હાલ મુલુંડના જયેષ્ઠ પુત્ર સ્વ. સુરેન્દ્રભાઈ (ઉં. વ. ૮૭) તે સ્વ. સુશીલાબેનના પતિ. રવિવાર, તા. ૨૨-૯-૨૪ના રામશરણ પામેલ છે. પ્રદીપ ભાઈ તથા અમિતાબેન જયસિંહભાઈ ભીંડેના પિતાશ્રી દિવ્યાબેનના સસરા. ભગવાનજીભાઈ તથા વસંતબેન હરીરામભાઈ પોપટના ભાઈ. તે સ્વ. શાંતાબેન પ્રેમજીભાઈ શેઠિયાના જમાઈ (ગામ અંજાર). પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ લખપત હાલે ઘાટકોપર સ્વ. ભાનુમતીબેન અને સ્વ. નારાયણદાસ લાલજી ઠક્કરના સુપુત્ર વિક્રમભાઈ ૨૨-૯-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે (ઉં. વ. ૭૧) પુષ્પાબેનના પતિ. કુલીનભાઈના મોટા ભાઈ. દેવાંગ, સિદ્ધાર્થના પિતાશ્રી. અ. સૌ. ઈશાના સસરા. સ્વ. લીલાવતીબેન અને સ્વ. બાબુભાઈ ગોવિંદજી ઠક્કરના જમાઈ. પ્રાર્થનાસભા ૫ થી ૭. સ્થળ: લાયન્સ કોમ્યુનિટી હોલ, ગરોડિયાનગર, ઘાટકોપર ઈસ્ટ. તા. ૨૪-૯-૨૪. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
વિશ્રામ વાલજી દાવડા ગામ નખત્રાણા હાલે થાણાવાલાના સુપુત્ર જગદીશ (જમનાદાસ) (ઉં. વ. ૭૮) સ્વ. કુસુમબેનના પતિ. આરતીના પિતાશ્રી. નારાણજી ઓધવજી કોટક ગામ સાંધાણવાળાના જમાઈ. મનસુખભાઈ, શંકરભાઈ, શાંતિબેનના ભાઈ. ગં. સ્વ. ભારતી નરોત્તમ રામાણી. દિપીકા નરેન્દ્ર પટેલના બનેવી તા. ૨૧-૯-૨૪ને શનિવારે રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. મોંઘીબેન ગંગારામ ચાગપાર કોઠારી ગામ કચ્છ – સુમરી રોહાના પુત્ર હરેશ (પસો) (ઉં. વ. ૭૭) તે ભારતીબેનના પતિ. દિપેશ, વૈશાલી, તન્વીના પિતાશ્રી. પ્રતિમા તથા વિવેક સીંગના સસરા. સ્વ. માણેકબેન નારણદાસ ચોથાણી ગામ – મુંદ્રાના જમાઈ. ભૂવિ તથા માહિના દાદા-નાના. ૨૧/૯/૨૪ શનિવારના સ્વર્ગવાસ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૨૪-૯-૨૪, ૫ થી ૬.૩૦ સ્થળ: કાલીદાસ મેરેજ હોલ, પી. કે. રોડ, મુલુંડ વેસ્ટ. લૌકિક વહેવાર સદંતર બંધ છે.
કપોળ
ધાંધલીવાળા હાલ પૂના સ્વ. નાગેન્દ્ર નંદલાલ મહેતાના ધર્મપત્ની માલતીબેન (ઉં. વ. ૭૯) ગુરુવાર, ૧૯-૯-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ધીરેન, અ. સૌ. નમિતા આશિષ, ત્રિકમ અને ભાવેન (ટીકુ) અમિતાના માતા. પિયરપક્ષે સાવરકુંડલાવાળા સ્વ. રમાબેન ચીમનલાલ સાકરલાલ મહેતાના દીકરી. સ્વ. જીતુભાઈ, ઉર્મિલા, નલીની રમેશચંદ્ર ભૂવા, ગં. સ્વ. જયશ્રીબેન હર્ષદરાય ગોરડિયા, હેમા નીતિન મહેતા, મયુરી જનક પારેખના બેન. સ્વ. સુશીલાબેન ભૂપતરાય કાચરીયાના ભાભી. ડુંગરવાળા સ્વ. બચુભાઈ જમનાદાસ રેશમીયાના ભાણેજ. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કચ્છી લોહાણા
ગામ ફરાદીના હાલ મુંબઈના સ્વ. ગં. સ્વ. રતનબાઈ લક્ષ્મીદાસ ઠક્કર (રાયચન્ના કેળાવાળા)ના જયેષ્ઠ પુત્ર વિઠલદાસ (ઉં. વ. ૯૩) તા. ૨૦-૯-૨૪ના રામશરણ પામ્યા છે. તે મોંઘાબેનના પતિ. સ્વ. પ્રેમજી ગોપાલજી દૈયા ગામ મોટી ભાડઈના નાના જમાઈ. ગં. સ્વ. લીલાવંતીબેન માધવાણી, સ્વ. પોપટલાલ તથા સ્વ. જયસિંહના મોટા ભાઈ. અ. સૌ. સુનિતા, અ.સૌ. અલકા, અ. સૌ. જયોત્સના, કમલેશ, સુનિલના પિતાશ્રી. અ. સૌ. અરૂણા, અ. સૌ. પ્રિયા, પ્રબોધભાઈ, વસંતભાઈ, કેતનભાઈના સસરાજી. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા બુધવાર, તા. ૨૫-૯-૨૪ સાંજના ૪ થી ૬. લાયન્સ કોમ્યુનિટી હોલ, પ્લોટ નં. ઈ-૯૩, ગારોડિયાનગર, ઘાટકોપર (ઈ).
હાલાઈ લોહાણા
મૂળ ગામ બળેજ હાલ મુંબઈ સ્વ.સવિતાબેન ધરમશી મજીઠીયાના પુત્ર. સ્વ.નિરંજનાબેનના પતિ. ચંદ્રકાંતભાઈ (ઉં. વ. ૮૨) સ્વ.ડાહ્યીબેન શામજી બથીયાના જમાઈ. વિકી, રોનકના પિતાશ્રી. સ્વ.રમાબેન હરિદાસ સચદેવ, સ્વ.લક્ષ્મીદાસ, સ્વ.દિલીપભાઈ, રમેશભાઈ, સ્વ. હરેશભાઈના ભાઈ. હેતલના, ૨૨-૯-૨૦૨૪ના રવિવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થના સભા રાખેલ નથી.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
મૂળ ગામ ડુંગર ખુટવડા હાલ કલંબોલી નવી મુંબઈ સ્વ.વસંતબેન અમૃતલાલ દેવજીભાઈ મચ્છરના સુપુત્ર સ્વ. સુરેશભાઈ મચ્છર (ઉં. વ. ૬૫) તા.૨૦/૯/૨૪ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રીતિબેનના પતિ. મિહિર, નિધિના પિતા. નુપુર, અભિષેકના સસરા. સ્વ.હરીશના નાનાભાઈ. કૌમુદિની, ભારતી, ધર્મેન્દ્ર અને જાગૃતિના મોટાભાઈ. સ્વ.ચીમનલાલ વિઠ્ઠલજી દુબલના જમાઈ. લૌકિક પ્રથા બંધ છે.
દશા પોરવાડ વણિક
લુણાવાડા નિવાસી હાલ બોરીવલી સ્વ.કમળાબેન તથા સ્વ.જયંતિલાલ અંબાલાલ મહેતાના પુત્રવધૂ. સ્વ.વિક્રમભાઈ મહેતાના ધર્મપત્ની ગં.સ્વ.રાજુલબેન મહેતા (ઉં. વ. ૫૮) તે ૨૧/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. વિરાજ-ભવિતા તથા મિહિરના માતુશ્રી. જયના દાદી. પિયરપક્ષે સંતરામપૂરવાળા સ્વ.વિમલબેન તથા સ્વ.નગીનદાસ કાંતિલાલ મહેતાના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મોડાસા એકડા વિશા ખડાયતા મોદી
ગાબટ નિવાસી હાલ ગોરેગાંવ રેણુકાબેન ઉમેશકુમાર શાહના પુત્રવધૂ ગૌરવના ધર્મપત્ની એકતા શાહ (ઉં. વ. ૩૯) ૨૧/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. ભક્તિના માતુશ્રી. હિતાશી દિવ્યેશ શાહના જેઠાણી. શર્મિષ્ટાબેન જ્યોતિન્દ્રભાઈ ઘુવાડના દીકરી. શીતલ અમિત શાહ તથા વિનીતના બહેન. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૮/૯/૨૪ના ૫ થી ૭. જવાહર નગર હોલ, સીટી સેન્ટરની સામે, એસ. વી રોડ, ગોરેગાંવ વેસ્ટ.
કપોળ
રાજુલાવાળા હાલ બોરીવલી રમેશચંદ્ર રતિલાલ પારેખ (ઉં. વ. ૭૮) ૨૧/૯/૨૦૨૪ના શ્રીજીશરણ પામેલ છે. જ્યોતિબેનના પતિ. પ્રિતી યશેષ પટેલ, અમી કમલેશ મહેતા તથા મેહુલના પિતા. હેતલના સસરા. ગં.સ્વ.કુસુમબેન પ્રફુલ્લરાય દોશી, મહેન્દ્રભાઈ, અશોકભાઈ, રંજનબેન વિજયકુમાર મહેતા, ધીમંતભાઈના મોટાભાઈ, ચંદ્રપૂરવાળા સ્વ.જયંતિલાલ આણંદજી મહેતાના જમાઈ. ભ્રુગીશા, પ્રેક્ષા, પ્રશમ, પ્રથમ, નીલ તથા તનિષ્કાના દાદા. પ્રાર્થનાસભા ૨૪/૯/૨૦૨૪ના ૪.૩૦ થી ૬.૩૦. વર્ધમાન સ્થા જૈન સંઘ, સર્વોદય હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ ટી રોડ, બોરીવલી વેસ્ટ.