મરણ નોંધ

હિન્દુ મરણ

પાટણ નિવાસી મનમોહનજીની શેરી ફોફલિયા વાડો હાલ મુંબઇ તે જેશંગલાલ ડાહ્યાચંદના પુત્રવધૂ. અમ્રતલાલ જેશંગલાલ પટણીનાં ધર્મપત્ની સુભદ્રાબેન પટણી (ઉં. વ. ૯૧) તા. ૨૧-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. જે પિયુષભાઇ, ભામિનીબેન, ચારુબેનનાં માતુશ્રી. તે કામિનાબેન, મનોજભાઇ, સ્વ. સંજયભાઇના સાસુ.તે પૂજા, મધુકાન્ત, મિહીર, હિમાક્ષીના નાની સાસુ. તે પાલનપુર નિવાસી કિશનભાઇ સૂરજમલ મહેતાના પુત્રી. અનિલભાઇ અને સુલોચનાબેનના બેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગીયારસો બ્રાહ્મણ
શ્રીમતી ઈંદિરાબેન ચંદ્રકાંત જોષી (ઉ.વ. ૭૬) તે નાગધણીબાવાળા ચંદ્રકાંત મગનલાલ જોષીના ધર્મપત્ની, હિરલ – સોનલ – રૂપલ તથા નેહલના માતુશ્રી. તે ભાવનગરવાળા સ્વ. કાંતિલાલ દામોદરદાસ જોષી તથા સ્વ. જયાગૌરી કાંતિલાલ જોષીના સુપુત્રી (જોષી ખડકી) તથા દર્શના જોષી, અરવિંદકુમાર, રાજેશકુમાર અને બિરેનકુમારના સાસુ. દિનકર જોષીના ભાભી. તા. ૨૧/૦૯/૨૦૨૪ ના રોજ કૈલાસવાસી થયેલ છે. તેમની પ્રાર્થનાસભા ઠઠ્ઠાઈ ભાટિયા હોલ નંબર ૫, શંકર ગલ્લી, કાંદિવલી (પશ્ર્ચિમ), મુંબઈ તા. ૨૩/૦૯/૨૦૨૪ ના સાંજે ૫.૦૦ થી ૭.૦૦ દરમિયાન રાખેલ છે.

વિશા ઝારોળા વણિક
કુણદોર નિવાસી હાલ મુંબઇ રમેશચંદ્ર જયંતીલાલ શાહ (ઉં.વ.૮૯) તે મધુકાન્તાના પતિ. તે જયંતીલાલ મણિલાલના સુપુત્ર. તે ચીમનલાલ કાળીદાસનાં જમાઇ. તે વિપુલ, રાખી, રૂપલ, જિનીતા, રીટા, કૌશિકના પિતાશ્રી. છાયા, સંદીપકુમાર, પંકજકુમાર, પાર્થિવકુમાર અને સુમેધનાં સસરા. તે હસુમતીબેન, મુકુન્દભાઇ, દિલીપભાઇ અને મીનેષના મોટાભાઇ. તે નિશાંત હિમાનીનાં દાદા. તે તા. ૨૦-૯-૨૪ શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૩-૯-૨૪ના સાંજે ૫થી ૭. ઠે. રૂણાનુબંધ હોલ, ગ્રાઉન્ડ ફલોર, યશવંતરાવ ચવ્હાણ સેન્ટર, મુંબઇ-૪૦૦૦૨૧.

હાલાઇ લોહાણા
કરાચીવાળા હાલ મુલુંડ સ્વ. કાનજીભાઇ ઘેલાભાઇના પુત્ર મનસુખલાલ બદીયાણી (ઉં. વ. ૮૭) તે સ્વ. કાન્તાબેનના પતિ. કેતન, વિપુલના પિતા. હિના કેતનના સસરા. સ્વ. કલ્યાણજીભાઇ, સ્વ. વલ્લભદાસ, સ્વ. પ્રભુદાસ તથા સ્વ. ગૌરીબેન ચત્રભુજ કારીયાના ભાઇ. સ્વ. ચુનીલાલ છગનલાલ ગણાત્રાના જમાઇ. શુક્રવાર તા. ૨૦-૯-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

વિશા મેવાડા વણિક
મૂળ ગામ બાલાસિનોર હાલ અંધેરી મુંબઇ ગં. સ્વ. અરુણાબેન ઘનશ્યામભાઇ શાહ (ઉં. વ. ૮૩) શનિવાર, તા. ૨૧-૯-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ઘનશ્યામભાઇ શાહના પત્ની. તે ધવલ, કમલ, છાયા, પ્રીતિના માતુશ્રી. તે અનુજ, નિમેષ, પ્રગતિ, રાખીના સાસુ. તે રંજનભાઇ, મહેશભાઇ, સ્વ. મંજુલાબેનના બેન. તે સ્વ. જયોત્સનાબેન, સ્વ. કોકીલાબેન, મહેશભાઇ, નરેશભાઇના ભાભી. પ્રાર્થનાસભા તા. ૨૩-૯-૨૪ના સોમવાર સાંજે ૫થી ૭. ઠે. ૧લે માળે, વિશ્ર્વેશ્ર્વર ભવન હોલ, સન્યાસ આશ્રમ રોડ, વિલેપાર્લે (પ).

કચ્છી સારસ્વત બ્રાહ્મણ
સ્વ. ઝવેરબેન અરજણ પુરખાના પુત્ર સ્વ. પ્રવીણચંદ્ર (પ્રતાપભાઇ) (ઉં. વ. ૭૫) તે ગામ સણોસરા હાલ મુલુંડ તા.૨૦-૯-૨૪ના શુક્રવારના રામશરણ પામેલ છે. તે ગં. સ્વ. પુષ્પાબેન, ગં. સ્વ. પલ્લવીબેનના પતિ. તે ફાલ્ગુની, મમતા, ધર્મેશ, દર્શનના પિતા. તે ધવલભાઇ, જીજ્ઞાશા, કૃણાલભાઇના સસરા. તે જયરામ દેવજી જેઠાના જમાઇ. તે સ્વ. લક્ષ્મીકાન્ત, સ્વ. નરેન્દ્ર, સ્વ. ચંદ્રકાન્ત તથા હરીશ, વીરબાળાના ભાઇ. તે મીરાનના દાદા. તે આયરા, આરના, પ્રનીલ, પ્રાશીના નાના. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૩-૯-૨૪ના સોમવારે સાંજે ૫થી ૭. ઠે. સારસ્વત વાડી, ૧લે માળે, ઝવેરરોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.

શ્રીમાળી સૌની (પંચ વિભાગ)
મૂળ ગામ મહેસાણા હાલ મલાડ મુંબઇ પિયુષકુમાર પાનાચંદ સોની (ઉં. વ. ૭૭) બુધવાર, તા. ૧૮-૯-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. કાશ્મીરાબેનનાં પતિ. તે પ્રેમલ, જીજ્ઞાના પિતાશ્રી. તે પૂર્વી, ભાવેશકુમાર શાહના સસરા.તે ઇશા, પ્રિયાનાં દાદા. તે દક્ષ, ધૈર્ય, હેમાક્ષીનાં નાના. ઠે. સરાફ માતૃ મંદિર, પોદાર પાર્ક, ગોલ ગાર્ડન, મલાડ (ઇસ્ટ).

વીશા પોરવાડ
જુનાગઢ નિવાસી હાલ ઘાટકોપર ગં.સ્વ. જયશ્રીબેન નગીનદાસ પારેખ, ઉ.વ. ૮૦, તે સ્વ. શ્રી નગીનદાસ હરખચંદ પારેખના ધર્મપત્ની, તે મનીષભાઈ, અતુલભાઈ ત્થા જાનકીબેન જયેશભાઈ શાહના માતુશ્રી, તે દેવાંગના, રક્ષા ત્થા સ્વ. જયેશભાઈ શાહના સાસુ, તે સ્વ. પ્રભુદાસ ગીરધરદાસ પારેખના સુપુત્રી તા. ૨૧-૯-૨૦૨૪ શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું તા. ૨૩-૯-૨૦૨૪ સોમવારના રોજ સાંજે ૫ થી ૬, નિવાસ સ્થાને : સરનામું- અતુલ નગીનદાસ પારેખ, ૨-૧૨, સૈની ભવન, પેસ્તમ સાગ્ર રોડ નં ૬ પાસે, જી.એમ.રોડ, ચેમ્બુર, મુંબઈ-૮૯.

હાલાઈ લોહાણા
મૂળ ગામ મુંબઈ હાલ અમેરિકા-હ્યુસ્ટન નિવાસી નિરંજન હંસરાજ સોનપાલ (ઉ.વ. ૮૩) તા. ૨૦-૯-૨૦૨૪ને શુક્રવારે અમેરિકા મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તે લક્ષ્મીબેનના પતિ, વિનાયક, બીનાબેન ધર્મેશ પંચાલ, સ્વ. પ્રિતીબેન કેતન ઝવેરી ત્થા ઈનાબેન ચેતન પટેલના પિતાશ્રી, તે સ્વ. લલીતભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. હરેશભાઈ ત્થા નિરૂપમા હરીશ તન્ના અને સરોજબેન અરવિંદ ગઠીયાના ભાઈ, પુરૂષોત્તમ મોનજી કોટેચાના જમાઈ, બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૪-૯-૨૦૨૪ને મંગળવારના સાંજે ૪.૩૦ થી ૬.૦૦ સુધી રાખેલ છે. સ્થળ- સુરક્ષા કો.ઓ. સોસાયટી, સેક્ટર નં-૧, પ્લોટનં. ૧૪, ચારકોપ, કાંદિવલી-વેસ્ટ.

વેરાવળ દશાશ્રીમાળી વૈષ્ણવ વણિક
જગદીશભાઈ પ્રભુદાસ દોશી (ઉં. વર્ષ. ૬૮) હાલ અંધેરી, શુક્રવાર તા. ૨૦/૦૯/૨૦૨૪ ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. પ્રમિલાબેન પ્રભુદાસ દોશીના સુપુત્ર. ભારતીબેનના પતિ. કૌશલ, સૌરભના પિતાશ્રી. સ્વ. રંજનબેન, તરૂલતાબેન, રીનાબેનના ભાઈ. અ. નિ. હંસાબેન કાંતિલાલ શાહના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૨૩/૯/૨૪ ના સોમવારે ૪ થી ૬ સ્થળ: સ્વપ્નલોક એપાર્ટમેન્ટ કમ્પાઉન્ડ, મોગ્રાપાડા, અંધેરી ઇસ્ટ.

ગુર્જર સુથાર
ગામ હાથસણી નિવાસી હાલ મીરારોડ, ગં.સ્વ. મુક્તાબેન નારણભાઈ મિસ્ત્રી(સોંડાગર) (ઉં.વ.૭૯) તેઓ સ્વ. નારણભાઈ ભુરાભાઈ મિસ્ત્રી(સોંડાગર)ના ધર્મપત્ની તે સ્વ. નાગજીભાઈ માંડવીયા ની સુપુત્રી, સ્વ. નારણભાઈ નાગજીભાઈ માંડવિયાના બેન. ધનેશ, લલિત, સ્વ. ભૂપત અને ગં.સ્વ. દિપાના માતૃશ્રી. રીનલ, પ્રતિક, અક્ષિત, દ્રષ્ટિ, નિશા, મિત્તલ, જય તેમજ દર્શિલના દાદી. તારીખ ૨૦/૦૯/૨૦૨૪ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તારીખ ૨૩/૦૯/૨૦૨૪ સોમવાર ના રોજ સાંજના ૪ થી ૬ રાખેલ છે. સ્થળ: બીએપીએસ, શ્રી સ્વામિનારાયણ મંદિર, સેક્ટર ૧૦, શાંતિ નગર, મીરા રોડ ઈસ્ટ.

નવગામ વિસનગર વણિક સમાજ
માણસા નિવાસી હાલ કાંદિવલી સ્વ. ચંદ્રકાંતબેન નટવરલાલ શાહના પુત્ર અશોકભાઈ શાહ (ઉં. વ. ૭૫) તેઓ સ્વ. રેખાબેનના પતિ, હેતલ, તૃપ્તિના પિતા, ધવલકુમાર અને પિંકેશકુમારના સસરા, સ્વ. પ્રવીણભાઈ, સ્વ. ભરતભાઈ, રાજેશભાઈ, સતીશભાઈ, કોકિલાબેન, સુધાબેનના ભાઈ. મયુર, રીટાબેનના બનેવી, સાહિલ, અનેરીના નાના. તા ૨૧-૯-૨૦૨૪ ના શનિવારે શ્રીજી ચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા સોમવારે તા ૨૩-૯-૨૦૨૪ ના સાંજે ૫ થી ૭ માં રાખેલ છે. સ્થળ: લુહાણા મહાજન વાડી ૧લે માળે, એસ.વી. રોડ, કાંદિવલી વેસ્ટ, મુંબઈ.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ