મરણ નોંધ

હિન્દુ મરણ

દશા સોરઠિયા વણિક
બગસરા નિવાસી હાલ ઘાટકોપર જગદીશભાઈ મુલચંદ કાચલીયાના ધર્મપત્ની અ.સૌ. અનિલાબેન (ઉં. વ. ૭૫) ૧૮-૯-૨૪ બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. તે યોગેશ, દર્શના, બિજલના માતુશ્રી. કાજલના સાસુ. હેતાંશીના દાદી. સ્વ. દિલીપભાઈ, નરેન્દ્રભાઈ, ગં.સ્વ. મિનાક્ષી વિનોદ બુસાના ભાભી. સંજય ગગલાણી, અતુલ શેઠના સાસુ. લૌકિક વ્યવહાર બંધ છે.
બ્રહ્મક્ષત્રિય
ગં.સ્વ.શ્રી પ્રતીમાબેન શીવદાસ મંકોડીયા તા. ૨૦-૯-૨૪ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. નંદલાલ નરભેરામ ખખ્ખરના સુપુત્રી સ્વ. રાજન અને માધવીના માતુશ્રી, અને ભાવનાબેન અને ઈન્દ્રવદન છાટબારના સાસુશ્રી, તે મીનલ, બીજલ, જીગરના દાદી અને સ્મૃતિના દાદી સાસુ, તેમની પ્રાર્થનાસભા તા. ૨૧-૯-૨૪ના રોજ સાંજના ૪ થી ૬.૦૦ વાગે રાખેલ છે. સરનામું- ક્લબ હાઉસ, એન.જી.સનસીટી, ફેસ ૩, ઠાકુર વિલેજ, કાંદિવલી-ઈસ્ટ, મુંબઈ-૪૦૦૧૦૧.
માધવપુર ગિરિનારાયણ બ્રાહ્મણ
મયૂરભાઈ પુરોહિત (ઉં. વ.૬૮). તે ભાવનાબેનના પતિ. સ્વ. કમલાબેન મણિલાલ પુરોહિતના પુત્ર. સ્વ. જયશ્રીબેન કાંતિલાલ જાનીના જમાઈ. નલિનીબેન, સ્વ. કમલેશબેન, જ્યોતિબેન, ડિગંબરભાઈ, સરયૂબેનના ભાઈ. કામાક્ષી સુમંત વ્યાસ, કલ્યાણી ધ્રુવ ત્રિવેદી, ખુશ્બુ હરિશ એટ્ટમના પિતા ૧૯મીને ગુરુવારે હૈદરાબાદ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે.
કપોળ
ડુંગરનિવાસી હાલ મુંબઇ વિપિનભાઇ દામોદરદાસ રેશમીઆ (ઉં. વ. ૮૮) બુધવાર, સપ્ટેમ્બર ૧૮, ૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિસા સોરઠીયા વણિક
ઉપલેટા હાલ બોરીવલી (વે) ચંદ્રવદન કપૂરચંદ શાહ (ઉં. વ. ૭૬) તે પ્રતિમાના પતિ. પીન્કી, મેહુલના પિતા. હીરેન, જાનવીના સસરા. શાંતિભાઇ, રમણીકભાઇ, તુલસીભાઇ, લતાબેન, પુષ્પાબેન, ભારતીબેનના ભાઇ. પુષ્પલતા અમુલખના જમાઇ. જોહાનના દાદા. તા. ૧૮-૯-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. ઠે. ૪૦૨/લુર્ડસ, આઇ.સી. કોલોની ૩જો ક્રોસ રોડ, બોરીવલી (વે.) લૌકિક વ્યવહાર બંધ છે.
નવગામ વિશાદીશાવાળ વણિક
લાંધણજ નિવાસી હાલ ગોરેગામ કનૈયાલાલ વાડીલાલ શાહ (ઉં. વ. ૮૧) શ્રીદેવીબેનના પતિ. અલ્પા, ખ્યાતિ, નિધીના પિતાશ્રી. નરેશ, નિશાંત, પ્રિયાંકના સસરા. તથા મિહિર અને નિષ્ઠાના નાના. સ્વ. બાબુલાલ મોહનલાલ શાહ-બાલીસણાના જમાઇ તા. ૧૭-૯-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા બન્ને પક્ષ તરફથી તા. ૨૧-૯-૨૪ શનિવારના ૫થી ૭. ઠે. જી.ઇ.એસ એક્ટિવિટિ હોલ, આઇ.બી. પટેલ સ્કૂલ હોલ, પ્લોટ નં.૨૨૦, જવાહર નગર, ગોરેગામ (પ.).
જનોડ એકડા વિશા ખડાયતા
ટીંબા નિવાસી હાલ મુંબઇ ગં. સ્વ. સુર્યાબેન બાબુલાલ શાહ (ઉં. વ. ૯૦) તા. ૯-૯-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે યોગેશકુમાર, વિરેનકુમાર, રંજનબેન, હેમલતાબેનના માતુશ્રી. ગીતાબેન, અલકાબેન, રવિન્દ્રકુમાર, કિરણકુમારના સાસુ. ધુમીત, વીકી, કુનાલ, રોનકના દાદી. ઝંખના, જીનલ, મિતવા, લીસાના વડસાસુ. સ્વ. જયંતીભાઇ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. વિનુભાઇના બહેન. પ્રાર્થનાસભા તા. ૨૧-૯-૨૪ના ૯.૩૦થી ૧૧. ઠે. હાલાઇ લુહાણા બાલાશ્રમ હોલ, અતુલ ટાવરની બાજુમાં, કાંદિવલી, (વેસ્ટ).
કપોળ
પારડી નિવાસી હાલ વિરાર સ્વ. અમિતકુમાર ચીપકાભાઇ પટેલના પત્ની ગં. સ્વ. રમીલાબેન (ઉં. વ. ૭૦) તે સમીર, તૃપ્તિના માતુશ્રી. તથા પ્રજજવલના દાદી. તે લાઠીવાળા સ્વ. વિમળાબેન હિંમતલાલ તથા સ્વ. શારદાબેન વસંતરાય મહેતાના દીકરી. તે સ્વ. પ્રવીણભાઇ-જસંવતીબેન, હસમુખભાઇ-જયોતિબેન, શરદભાઇ કુસુમબેન, જસવંતભાઇ-સ્મિતાબેન, ગં. સ્વ. દર્શનાબેન-શશીકાંતભાઇ, દીપાબેન-વિનોદરાય તથા ઉષાબેન-અશ્ર્વિનકુમારના બેન તા. ૧૬-૯-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
કરાંચીવાળા સ્વ. રાધાબેન કાકુભાઇ કોટકના પુત્ર લક્ષ્મીદાસભાઇ (ઉં. વ. ૮૯) તે ભાનુબેનના પતિ. સંજય, વિજયના પિતા. પારુલ, શ્ર્વેતલાનાના સસરા. કિશોરભાઇ, ચારુબેન હરિશ રૂપારેલિયા, સ્વ. રમેશભાઇના મોટાભાઇ. અમેરિકા મુકામે તા. ૬-૯-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
લુહાર સુથાર
સ્વ.લક્ષ્મીદાસ પ્રેમજીભાઈ સિધ્ધપુરાના ધર્મપત્ની ગં.સ્વ.શારદાબેન સિધ્ધપુરા (ઉં.વ.૯૪) મૂળગામ ભાવનગર હાલ કાંદિવલી ૧૯/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.છગનલાલ સવજીભાઈ મકવાણા ભાવનગરના દીકરી, સુરેશભાઈ, દિલીપભાઈ, અશોકભાઈ, સ્વ.ચંદનબેન ભીખાલાલ પરમાર, મીનાબેન મહેશકુમાર મિસ્ત્રીના માતુશ્રી. નિર્મળાબેન, પૂજાબેન, સરોજબેનના સાસુ. સાગર, તેજલ, ભૂમિકા, રિદ્ધિ, પ્રતીક, હિરલ તથા પ્રિયાના દાદી. પ્રાર્થનાસભા ૨૧/૯/૨૪ના ૫ થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
હાલાઇ લોહાણા
મૂળગામ બિલડી હાલ નાલાસોપારા ગં.સ્વ.સવિતાબેન (ઉં.વ.૮૨) ૨૦/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.રમણીકલાલ રામજીભાઈ ચોટાઇના ધર્મપત્ની, સ્વ.લાભુબેન દયાળજી ઠકરાર લીંબુડાના દીકરી. મુકેશ, બિપિન, હસમુખના માતુશ્રી. દક્ષા, પ્રિતી, આરતીના સાસુ. વનિતા રમણીકભાઇ મીઠીયા, શારદાબેન ગોપાલદાસ ચંદેના બહેન. પક્ષની પ્રાર્થનાસભા ૨૧/૯/૨૪ના ૪ થી ૬. ક. વી.ઓસવાળ જૈન સ્થાનક હોલ, બીજે માળે, રામદેવ ઝેરોક્ષની ઉપર તુલિંજ રોડ, નાલાસોપારા ઈસ્ટ. લૌ.વ્ય.બંધ છે.
કપોળ
ભાવનગર નિવાસી હાલ બોરીવલી સ્વ.ભાગેરથી ચુનીલાલ દયાળજી મહેતાના પુત્ર મહેન્દ્રભાઈ મહેતા (ઉં.વ.૭૭) તે ૧૯/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.હંસાબેનના પતિ. ખ્યાતિ રોશન ગ્યાનચંદાની તથા નમ્રતા ભાવિન મહેતાના પિતા. સ્વ.બળવંતરાય, સ્વ.ગુલાબરાય, સ્વ.હરકિશનદાસ, સ્વ.અનંતરાય, ધીરજલાલ, સ્વ.ભાનુમતી વ્રજલાલ મથુરીયા, સ્વ.ઇન્દુમતી હિંમતલાલ શેઠ, ગં.સ્વ. ચંદ્રિકાબેન ઉત્તમલાલ ભુતાના ભાઈ. સાસરાપક્ષે મહુવાવાળા સ્વ. દોેલતરાય મગનલાલ બુસાના જમાઈ. પ્રાર્થનાસભા ૨૧/૯/૨૪ના ૫ થી ૭. બીજે માળે, લોહાણા મહાજનવાડી, એસ વી રોડ, શંકરમંદિર પાસે, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઔદિચ્ય ગોરવાલ બ્રાહ્મણ
ગામ ભારુંદા હાલ દહિસર નિવાસી સ્વ. ચંપાલાલ દવે (ઉં.વ.૭૦), સ્વ. લહેરીબાઈ િંહમતરામજી દવેના પુત્ર. જયબાલાના પતિ. સ્વ.પોનીબેન ભબુતરામજી ત્રિવેદી, ભેરુ શંકરજીના નાનાભાઈ. સચિન, પારૂલ અને કલ્પેશના પિતાજી. ગામ ઉડ નિવાસી સ્વ.સીતાદેવી ભુરાલાલજી ત્રિવેદીના જમાઈ. તા.૧૮/૦૯/૨૪ના બુધવારના સ્વર્ગવાસ થયેલ છે. બન્નેે પક્ષોની પ્રાર્થનાસભા તા.૨૨/૦૯/૨૪ના રવિવાર ૫. થી ૭. આધાર હોલ દૌલત નગર રોડ નં. ૧૦, બોરીવલી (પૂર્વ). લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
બોરીવલીના શોભાબેન તુલસીદાસ રામજી દત્તાણી (ઉં.વ.૯૧) તા. ૧૯-૦૯-૨૪ના શ્રીજીચરણ પામ્યાં છે. તે હસમુખ, મિલીન, પંકજનાં માતા. રેખા, બીના, નીલમનાં સાસુ. અનુજ, મિલૌનીનાં દાદી. સારાનાં પરદાદી. રામજી ભાણજી ભાટેનાં પુત્રી. સ્વ. પ્રેમજીભાઈ, સ્વ.બચુભાઈનાં ભાભી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
નાગેશ્રી વાળા હાલ સાંતાક્રુઝ સ્વ.છોટાલાલ ચકુભાઈ મહેતાના પુત્ર પ્રદીપ સી મહેતા (ઉ.વ ૬૩) તા.૧૬ – ૯ – ૨૪ના શ્રીજીચરન પામેલ છે. રેખાબેનના પતિ, વિધિષા, ધારાના પિતા, અનંત નારાયણ, અને કુણાલ વોરાના સસરા, દિવ્યા, દિનેશભાઈ, હરેશભાઈ, અજીતભાઈના ભાઈ, ખાંભાવાળા સ્વ.મોહનલાલ કેશવજી સંઘવીના જમાઈ. પ્રાર્થનાસભા તા.૨૨ – ૯ – ૨૪ના ૫ થી ૭. પીયુપિલ સ્કૂલ, એસ.વી.રોડ, પોલીસ સ્ટેશનની બાજુમાં, ખાર વેસ્ટ.
માધવપુર ગીરનારા બ્રાહ્મણ
માધવપુર નિવાસી હાલ વિલેપાર્લે ગં.સ્વ. અસ્મિતાબેન તથા સ્વ.ગુણવંતરાય જમનાદાસ પુરોહિતના સુપુત્ર હિમાંશુભાઈ (ઉ.વ. ૭૨) બુધવાર તા.૧૮-૯-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાચી (પ્રતિભા)ના પતિ, સમીપ તથા સાનિધ્યના પિતાશ્રી. ક્રિષ્નાના સસરા. ખેવના વંદના કવિતા તથા કાજલના મોટાભાઈ. ભાઢ્રોડવાળા સ્વ. નટવરલાલ નાથાલાલ પારેખના જમાઈ. પ્રાર્થનાસભા રવિવાર તા.૨૨-૯-૨૪ના ૫ થી ૭. વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, વિલેપાર્લે (વે.)
વિસનગરા નાગર બ્રાહ્મણ
બલોલના વતની હાલ મલાડ કુંજબાળાબેન વિનોદચંદ્ર રાવલ (ઉં.વ. ૮૫), તે કુણાલ, નીતાબેન, ભારતીબેન, શ્રેયાબેન, ધૃતિબેનના માતૃશ્રી તથા નીતના દાદી. વંદનાના સાસુ. માનસીના દાદીસાસુ ગુરૂવાર તા:૧૯-૦૯-૨૪ના હાટકેશ શરણ પામ્યા છે. પ્રાર્થનાસભા (બેસણુ), શનિવાર તા.૨૧-૦૯-૨૪ના ૫ થી ૭. પિયર પક્ષનું બેસણુ પણ સાથે રાખેલ છે. ૫ મો માળ, વર્ધમાન સ્થાનકવાસી ઉપાશ્રય, પારેખ લેન, એસ. વી. રોડ, લોહાણા મહાજન વાડીની સામે, કાંદિવલી – વેસ્ટ.

Related Articles
Back to top button
અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker